Maanas vicharto rahi gayo books and stories free download online pdf in Gujarati

માણસ વિચારતો રહી ગયો





વિચારી વિચારી ને એક વિચાર આવ્યો કે વિચાર કેવો વિચિત્ર છે આ વિચારીને તમને પણ વિચાર આવ્યો કે ખરેખરે વિચાર વિચિત્ર છે..

વિચાર શબ્દ સાંભળતા જ વિચાર આવી જાય કે કેવો વિચાર હશે સારો હશે કે ખરાબ હશે.
વિચાર એક એવો શબ્દ જે દરેક ને આવે કોઈ કહીને વ્યક્ત કરે તો કોઈ કહ્યા વગર કોઈ સમજાવીને કરે તો કોઈ સાંભળીને ...બધા ના માટે વિચાર ની એક અલગ જ પરિભાષા હોય છે.આ ભાગતી દુનિયામાં માણસ ના મનમા હજારો વિચાર ગુંજતા હશે .
સવાર ઉઠતાની સાથે પેલો વિચાર એ જ આવે 5 મીનિટ વધારે ઊંઘ લઈ લઉ તો રાત્રે સૂતી વખતે એક વિચાર આવે કે કાલે કેટલા વાગે ઉઠીશ 🤔 ક્યા ક્યા કામ કરવાના છે?
પેલી કહેવત છે ને માણસ ને એલાર્મ નહિ પરંતુ તેમની જવાબદારી જગાડે છે.કેટલાક લોકો આના પર પણ વિચાર કરે વળી એમતો જવાબદારી કેવી રીતે જગાડે!???😉
કેટલાક લોકો તો એવા હોય છે જે ખાલી બસ વિચાર જ કર્યા કરશે પણ એને અનુસરસે નહિ.જીવનથી ફરિયાદ કરતા રેહશે યાર મેં આવું વિચાર્યું હતું પણ થયું આવું સાલું હું જે વિચારું એ ક્યારેય થતું જ નથી.હવેથી વિચારવું જ નથી જે થાય એ હવે એમ બોલીને ફરી વિચાર તો કરશે જ.કોઈક ને ગુસ્સો જલ્દી આવી જતો હોય એ કોઈને પણ ગમે ત્યારે કઈ પણ બોલી જાય પછી પાછળથી વિચાર કરે યાર હું એવું ના બોલ્યો/બોલી હોત તો સારું પછી ઊંડા વિચારોમાં ખોવાઈ જાય જાતજાતનું વિચારી લે કે સામે વાડા એ મારા વિશે શું વિચાર્યું હશે પોતે તો વિચારે છે અને એને એના વિચાર ની જગ્યાએ સામે વાળા એ શું વિચાર્યું હશે એની ઘણી ચિંતા હોય એમા સામે વાળા એ તો કઈ વિચાર્યું પણ ના હોય.
માણસ ક્યારેક સારું વિચારે તો ક્યારેક ખોટું બન્ને બાજુ એ વિચારતો જ રહી જાય છે આજ ના યુગ માં બધા એમ કહેતા હોય છે કે be positive પણ જયારે ખરેખર પોઝિટિવ વિચાર એ દરેક નેગેટિવ વિચાર પછી જ આવે છે.આપડે દિવસભરમાં જેટલું વિચારતા હોય છે એનાથી બે ઘણું આપડે રાત્રે વિચારીએ છે.સુતા પેહલા આખા દિવસમાં શુ ખરાબ થયું એ જ વિચારીએ છે પણ એની સામે સારું શુ થયું એ ક્યારેય નથી વિચારતા.બીજા દિવસે શુ કરશુ એક અઠવાડિયા પછી શું કરશુ એ બધું વિચારવામાં આજે હાલની પરિસ્થિતિ કેવી છે એ નથી જોતા. વિચારવામાં સમય પસાર કરવા કરતાં થોડુક વગર વિચારીએ જીવન પસાર કરવામાં મજા જ કંઈક અલગ છે.હા માન્યું કે વિચાર્યા વગર કાઈ જ કામ થતું નથી આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ જોવા જઈએ તો આપડે જે કાંઈ પણ કાર્ય કરીએ છે એ બધાની શરૂઆત એક વિચારથી જ થાય છે જેમ થોમસ એડિસન,બિલ ગેટ્સ,ધીરુભાઈ અંબાણી વગેરે આ બધા એ પેહલા એક વિચાર આવ્યો પછી જ એમના કાર્યમાં સફળ રહ્યા છે.ફરક એટલો જ છે કે એમને એમના વિચારને ખાલી વિચારી ના રાખ્યા એ સતત એનું મનથન કરતા હતા અને એ વિચાર પછી એમની એક આદત બની ગઈ એમનો ગોલ બની ગયો.આમ વિચાર ને ખાલી વિચાર નહિ એને અમલ માં મૂકી એની આદત બનાવો.એક સિદ્ધાંત બનાવો જો વિચારો જ છો તો સતત વાગોળતા રહો પણ સારા વિચારને પછી જો નેગેટિવ વિચારને વાગોળસો તો પરિણામ પણ નેગેટિવ જ મળશે.એક મહાન માણસે કીધું છે કે જો ચીઝ હમ બાર બાર કરતે હે ફિર ઉસકી આદત બન જાતિ હે જેસે મેં ને ટીવી નહિ દેખ કે નહીં દેખ કે નહીં દેખને કી આદત બના દી ઓર દુસરે લોગોને ટીવી દેખ દેખ કે દેખ દેખ કે દેખને કી આદત બના દી. બસ આવું જ કંઈક આપડા દરેક વિચાર પાછળ થાય છે.માણસ ગમે તેટલું પોઝિટિવ વિચારે ક્યાંક ને ક્યાંક નેગવટિવ વિચાર આવી જ જાય છે અને પછી એ નેગેટિવ વિચારને વારે ઘડી વાગોળી નેગેટિવ વિચારવાની આદત બનાવી દે છે જ્યારે પોઝિટિવ વિચાર વાળો માનવી પોઝિટિવ વિચારી વિચારી ને પોઝિટિવ પ્રભાવ પાડે છે.હવે તમને થશે કે આ પોઝીટીવ વિચાર આવે તો છે છતાં વચ્ચે નેગેટિવ આવે જ છે તો એને દૂર કઇ રીતે કરવું બરાબર ? હા એનો પણ એક રસ્તો છે મિત્રો આપડે જ્યારે કઈ પણ વિચારીએ છે ત્યારે પેહલા એ વિચારથી શુ ખોટું થશે એ વિચારીએ છે પછી જે સારું થવાનું છે એને જ્યારે વિચારવા બેસીએ ત્યારે એ ખોટી વસ્તુ મગજમાં ફર્યા કરે છે કારણ પેહલા આપડે ખોટા પાસા વિચારી લીધા.પણ મિત્રો યાદ રાખજો જ્યારે કોઈ પણ વિચાર કરીએ તો હંમેશા પહેલેથી જ સારું વિચારવાનું પછી ભલેને એ સારું ના થાય ત્યારે તમને થશે કે સારું વિચાર્યું તો પણ સારું ના થયું તો શું ફાયદો સારું વિચારીને પણ મન ને તસલ્લી થશે કે હમણાં નહિ તો તો પછી સારું તો થવાનું જ છે.
મિત્રો આના પર તો વિચારવા જઈએ તો ચર્ચા ખૂબ લાંબી ચાલશે પણ છેલ્લે એટલું જ કહીશ જો વિચારવું જ હોય તો દરેક નકારાત્મક વિચારમાં હકારાત્મક વિચારો અને હા અપીલ કરવાથી કઈ જ મળવાનું નથી જે છે એને સ્વીકાર કરતા શીખો પછી એ સુખ હોય કે દુઃખ બન્ને માં હકારાત્મક રહી ને આગળ વધો. હા આ હકારાત્મક વિચાર ધરાવો એવું કેહવું ઘણું જ સહેલું છે પરંતુ એ અઘરું પણ નથી એને જો એક વાર અમલ માં મુકશો અને એને અમલ માં મૂકી મૂકી ને મૂકી મૂકી ને એની આદત બનાવશો તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમને નકારાત્મક વિચારવા મજબુર નહિ કરે.

સોચ હમેશા બડી રખો છોટા તો ડોન ભી હે..!!😂😂😂

Start your day with positive vibes only because positive signs always makes you happy and strong😀😀.

અસ્તુ..!

-કવિ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED