એક પિતાનું રહસ્ય THE KAVI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પિતાનું રહસ્ય

             એક પિતાનું રહસ્ય...

એક નાનકડું ગામ એમાં રહે એક શેઠ જેમને કરિયાણા ની મોટી દુકાન પેહલેથી જ બાપ દાદા નો વેપાર હોવાથી દુકાન સારી એવી ચાલતી અને ઉપરથી  શેઠ બહુ જ પ્રેમાળ સ્વભાવ ના હતા.બધા જ નોકરો એમની ઘણી ઈજ્જત કરતા અને શાંતિથી વેપાર કરતા.શેઠ ને એક જ છોકરો જે શહેર માં ભણતો અભ્યાસ પુરો થતા તે ગામ પાછો આવી ગયો.દુકાન માં આવે તો એ બધા સાથે વટ થી વર્તાવ કરતો નોકરો ને એમનો સ્વભાવ ગમતો નહિ .નાના શેઠ એમના એક નોકર ને દરરોજ હેરાન કરે કારણ એ બીડી બહુ ફૂંકતો અને કયારેક દારૂ પી ને આવતો અને કામ કશું જ કરે નય બસ બબડયા કરતો અને બીજા નોકરો ને સલાહ આપ્યા કરે.એ નોકર જેનું નામ રામુ હતું એ પહેલેથી જ દુકાન પર કામ કરતો એક જૂનામાં જૂનો નોકર એટલે આ રામુ. જયારે શેઠ ને એમના છોકરા ને ભણાવા માટે તકલીફ પડી હતી તે સમયે રામુકાકા એ એમની ઘણી મદદ કરી હતી આમ કેહવાય એક નોકર પણ મુશ્કેલી ના સમયના તેમના સાથીદાર આ રામુકાકા જ હતા પરંતુ ગામ ના બીજા ખોટા સંગ કરી તે બીડી અને દારૂ પિતા થઇ ગયા હતા.તે છતાં એ મોટા શેઠ ની બહુ ઈજ્જત કરે એમનો તો એ જીગરી યાર જેવો સબન્ધ.રામુ ના ઘર માં એની છોકરી અને વહું રહેતા તેઓ બન્ને બીજાના ઘરે કામ કરી ગુજરાન ચલાવે અને શેઠ ના ઘરે પણ એ કામ કરતા.આ રામુ કાકાને શેઠ જે પગાર આપે એ આમ દારૂ અને બીડી માં પૈસા વાપરી નાખે.
નાનાશેઠ રામુકાકા ને બહુ ખીજાય અને વારે વારે કહ્યા કરે  કે કેડી દારૂ બન્ધ કરી દો નહીતો બહુ જલ્દી ભગવાન ને વ્હાલા થઇ જશો.રોજ નાનાશેઠ આવું કહે  રોજ એમને બોલ બોલ કરે જેટલી વાર દુકાન આવે રામુકાકા અને શેઠ ને બોલાબોલી થયા વગર ના રહે અને બધા નોકરો અને મોટા શેઠ એમનો આ મીઠો ઝગડો જોઈ ખુશ થાય.દરરોજ સાંજે રામુકાકા પૈસા લેવા આવે શેઠ પાસે નાનાશેઠ બહુ ખીજાય પણ મોટા શેઠની આગળ એમનું કઇ ચાલે નહિ.
એવા મા હવે મોટા શેઠ ની તબિયત થોડી લથડી તેથી તે ઘરે જ આરામ કરવા લાગ્યા.ધીરે ધીરે નાનાશેઠ હવે દુકાન પર બેસવા લાગ્યા.પણ એમનો ચીડચિડો સ્વભાવ બધા નોકરો ને ના ગમે છતાં મોટા શેઠ ના લીધે બધા ટકી રહ્યા.ધીરે ધીરે હવે નાનાશેઠ પણ મોટશેઠ ની જગ્યા એ આવ્યા પછી થોડા સુધરી ગયા અને દુકાન માં સારો એવો ધન્ધો જમાવી દીધો.આમ તો દરરોજ સવારે અને સાંજે રામુકાકા જોડે તો એમને બોલાબોલ તો થઈ જ જાય એટલે રામુકાકા પણ હવે સમજી ને દિવસ માં એક જ વાર આવતા.
એક વાર નાનાશેઠ ગુસ્સામાં હતા ને રામુકાકા આવી પોહચ્યા અને એ પણ દારૂ પીને આવ્યા હતા એટલે શેઠ ને વધારે ગુસ્સો આવ્યો વળી ગુસ્સામાં ને ગુસ્સામાં શેઠ રામુકાકા ને બોલવા મંડ્યા હવે કાકા કહું છું આ બધું બન્ધ કરો નહિ તો તમને જ તકલીફ પડશે તમારો તો કોઈ છોકરો પણ નથી કોણ કરશે તમારી સેવા ચાકરી આમ બીડી અને દારૂ  પીવાથી તમારી પાચનશક્તિ નબળી પડે તમારું લોહી ખરાબ કરી તમને એક દિવસ મોટી બીમારી માં પાડશે પછી ધક્કા ખાજો મોટા મોટા હોસ્પિટલોમાં અને તમારી છોકરી અને કાકી નું શુ થશે પછી??એ બિચારા મેહનત કરે અને તમે બીડી દારૂ પીને નાટકો કરો કોઈ શરમ જેવું છે કે નહિ તમને?
અહીં થોડું કરવા લાગો તો પણ સારું લાગે પણ ના તમારે તો શેઠ ની જેમ બસ બેસી રેવાનું અને બીજા નોકરો ને આમ માથા પર ચડાવાના અને તમે બધા શુ આમ ઉભા છો કામે લાગો આમ અહીં કોઈ નાટક નથી ચાલતું તો ઉભા થઇ ગયા અને તમે રામુકાકા કહું છું હવેથી તમને કોઈ પૈસા નહિ મળે બીડી દારૂ માટે તો નહીં જ આ મારા બાપા એ જ તમને  માથે ચડાવી બેઠા છે વગર કામના રૂપિયા આપે છે જાણે ઝાડ પર થતા હોય એમ.એના કરતાં સલાહ આપી હોત તો આજે આવી હાલત ના હોત જાવ હવે પાછા આવતા નહિ કોઈ પૈસા નઇ મળે પૈસા જોવતા હોય તો આમ દુકાન માં કામ કરવા લાગો તો કઈ મહેનતના પૈસા મળે જાવ હવે અહીંથી.
આટલું સાંભળી રામુકાકા એ એટલું જ કીધું કે હું તો આ મારા શેઠ ની રાહ જોવું છું બેટા એમના વગર તો મને સ્વર્ગ માં પણ ના ગમે બીડીના પૈસા કોણ આપશે પછી આમ બોલી બધા નોકરો  હસી પડયા.અને રામુકાકા એ કહ્યું સારું શેઠ મોટશેઠ ને મારી યાદ આપજો અને કહેજો હવે સ્વર્ગ માં જ મુલાકાત થશે. ચાલો જય શ્રી કૃષ્ણ.આવુ સાંભળતા નાનાશેઠ ને થોડુંક અજીબ લાગયુ પણ પછી એ એમના કામે લાગી ગયા.
બીજા દિવસે રામુકાકા રોજ ની જેમ દુકાને આવ્યા અને કશું બોલ્યા વગર તે ત્યાંથી નીકળી ગયા.નાનાશેઠ ને નવાઈ લાગી કે સાલું  રામુકાકા દુકાને આવે અને બોલે નહિ એવું તો ના જ બને કાલે હું એમને લડ્યો હતો એટલે આજે રામુકાકા આમ કશું બોલ્યા વગર ચાલી ગયા ચલ એવુ સમજાય પણ એતો આજે કોઈ નોકર સાથે પણ કાઈ ના બોલ્યા!?એ રાજુ આ રામુકાકા ને કઇ થયું કે શુ!?કઇ બોલ્યા નહિ રાજુ કહે છોડો ને સાહેબ આજે શાંતિ આપડે દુકાન માં એમની કચકચ તો નઈ સાંભળવી સારું ને.આટલું સાંભળી નાના શેઠ એમના કામ માં લાગી ગયા.એક વાર સાંજે નાનાશેઠ પૈસા ગણતાં હતા ને ત્યાં રામુકાકા આવી ચડ્યા ચલો લાવો સાહેબ પૈસા આજેતો મીઠાઈ ખાવી છે મારે..!નાનાશેઠ વિચારમાં પડી ગયા અને મનમાં ને મનમાં બોલવા લાગ્યા કે મારુ થોડું લડવાથી આટલું બધું પરિવર્તન બીડી નય દારૂ નય ને મીઠાઈ માટે રૂપિયા માંગે છે!?અરે આજે કદાચ એમની છોકરી કે કાકી નો જન્મદિવસ હશે.!ચલ પૂછું તો ખરૂં.
એ રામુકાકા આજે કેમ એકદમ મીઠાઈ કાકી કે તમારી દીકરી નો જન્મદિવસ છે કે!?ના ના એવું કશું જ નથી શેઠ બસ આજ થી મેં બીડી અને દારૂ છોડી દીધું મેં ત્યજી દીધું આજથી નો બીડી નો દારૂ બસ એની ખુશી મા.બધા જ નોકરો અને શેઠ બે મિનિટ માટે એકદમ સ્તબ્ધ થઈ ગયા.રાજુ ધીરે રહી ને શેઠ ને કહે શેઠ તમારી વાત બરાબર એમના દિલ માં વાગી લાગે છે.!
શેઠ એ ખુશ થઈ પૈસા આપ્યા રામુકાકા એ મીઠાઈ લાયી બધાને આપી અને બધા પોતાના ઘરે પાછા વળ્યા.
દિવસ આમને આમ વીતતાં રહ્યા રામુકાકા હવે દુકાને ઓછું આવા લાગ્યા એકદમ એમને વ્યસન છોડ્યું હોવાથી એમની તબિયત પણ બહુ સારી રહેતી નહિ.તે દૂકાને આવતા શેઠ જોડે થોડી વાર બેસી જતા રહેતા.એકવાર મધરાત્રી એ  એમની તબિયત વધારે ખરાબ થઈ જેમતેમ કરી રાત વિતાવી બીજા દિવસે દવાખાને બતાવા ગયા તો ખબર પડી એમને ગળા નું કેન્સર છે.દવાખાનું શેઠ ની દુકાન નજીક જ હતું રામુકાકા ને દવાખાને થી નીકળતા જોઇ શેઠ એ રામુકાકા ને બોલાવ્યા શુ થયું કાકા આજકાલ દુકાને આવતા નથી અને આજે દવાખાનની મુલાકાતે આવ્યા બધું હેમખેમ છે ને કાકા?કે બીડી પાછી ચાલુ કરી એટલે આવું પડ્યું?
રામુકાકા દુકાને ગયા ને કીધું શેઠ તમે કેહતા હતા ને એક વાર બીમાર પાડશે આ બીડી અને દારૂ તો લો પડી ગયો  ડોકટર સાહેબે એ કીધું કેન્સર છે મને, હવે તમે મારા છોકરાની જેમ સેવા તો નહીં કરો પણ મારો  કોઈ છોકરો નથી તો મરી જાઉં તો ચિતાને આગ લગાડવા આવજો.આમ કઠણ મન રાખી તે બોલ્યા ચાલો હું નીકળું જય શ્રી કૃષ્ણ.!શેઠ અને નોકરો બધા થોડાક ઢીલા પડી ગયા અને પોતપોતાને કામે લાગી ગયા.શેઠ રામુકાકા ની વાતથી થોડા ઢીલા પડી ગયા હતા અંદરોઅંદર તે એમની જાત ને કોશયા કરતા કે સાલું મેં કાંઈક વધારે કહી દીધું કાકા ને તેથી એમને આવું થયું આમ વિચારતા વિચારતા ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો એમના પપ્પા ની તબિયત અચાનક ખરાબ થઈ અને તાત્કાલિક એમને દવાખાને લઈ ગયા.મોટશેઠ ને હૃદય ની બીમારી હતી આખી રાત ડોકટરો એ સારવાર કરી પણ બધું નકામું છેવટે પરોઢિયે ખબર પડી કે મોટા શેઠ હવે છેલ્લા શ્વાસ ઘણી રહ્યા છે ડોકટરે કીધું તમેં એમને મળી શકો છો શેઠ અને એમની માતા રૂમમાં જાય છે શેઠ નાનાશેઠ ને બોલાવીને કહે છે જો બેટા હવે મને નથી લાગતું કે હું હવે જીવી શકું એટલે તને એક વાત કહેવાની હતી જેનાથી તું બહુ અજાણ છે.હા પપ્પા બોલો તમને કઈ નહિ થાય હું છું ને આ ડોકટરો છે તમને કઈ નહીં થાય પપ્પા.બેટા મને માફ કરજે તું હવે જે હું કહી રહ્યો છું તને કદાચ સપનામાં પણ આવો વિચાર નહિ આવ્યો હોય .પપ્પા એ જે હશે એ તમે આરામ કરો હમણાં.પછી કરશુ આપડે એ વાત હમણાં તમને આરામ ની જરૂર છે તમે જરાય ચિંતા ના કરો હું તમને કઈ નહિ થવા દવ હું મોટા મોટા ડોકટરો ને બોલાવી તમારો ઈલાજ કરાવીશ તમે ચિંતા ના કરો તમે જલ્દી સાજા થઈ જશો.એટલા માં ફોન ની રિંગ વાગી ફોન રામુકાકા ના ઘરે થી હતો  સામેથી અવાજ આવ્યો બેટા ચિતા ને આગ લગાવવા જરૂર આવજે જય શ્રી કૃષ્ણ અને તરત જ મોટશેઠ ને હદય નો દુઃખાવો ઊપડ્યો નાનાશેઠ ને જાણે ધરતી પરથી પગ લપસ્યો એવી હાલત થઇ અને ડોકટર તરત આવી ઉભા એમનાથી બનતા બધા ઉપાય કર્યા પરંતુ શેઠ બચી શક્યા નહિ અને ડોકટરે કહી દીધું મને માફ કરો.!!...આખા દવાખાના માં ગમગીન વાતાવરણ થય ગયું એટલામાં જ બીજા ડોકટર આવ્યા આ મોટશેઠ નું સાંભળી એ બોલ્યા આ ભગવાન ની કરામત તો જોવો એક જ દીકરાના બન્ને બાપ ને એકસાથે ભગવાને બોલાવી લીધા.નાનાશેઠ ને કાઈ સમજાયું નહીં એમને બીજા આવેલા ડોકટર ને પૂછયું સાહેબ તમે કોની વાત કરો છો એક તો મારા પિતા બીજા કોના પિતા પણ!??સાહેબે કીધું શેઠ બીજા પેલા રામુકાકા, હમણાં જ હું એમના ઘરેથી આવ્યો તમને તો ખબર હશે એમને કેન્સર હતું જેના કારણે એમની તબિયત સારી તો નહતી રહેતી અને એમા એમની તબિયત જરા વધારે બગડી અને કેન્સર  શરીરમાં વધારે પ્રસરી જવાથી આજે હમણાંજ એમનું  મોત થયું.આટલું સાંભળતા જ શેઠ લથડી પડ્યા.એક બાજુ એમના સગા પિતાનું મોત અને બીજી બાજુ પિતા સમાન જ પેલા રામુકાકા નુ મોત અને ઉપરથી રામુકાકા અને એમના પિતા બન્ને એ કહેલા એ છેલ્લા શબ્દો જાણે તેમને ગૂંચવી નાખ્યા.મનમાં ને મનમાં શેઠ બહુ મૂંઝવણ માં રહેતા. રામુકાકા ના કેહવા મુજબ એમની આખરી ઈચ્છા પૂરી કરવા શેઠ અગ્નિસંસ્કાર માટે ગયા.અને પછી તેમને પોતાના પિતા ના પણ અગ્નિસંસ્કાર કર્યા.મર્યા પછી ની બધી વિધિ પતાવી એ હવે ફરી દુકાને જવા લાગ્યા.રામુકાકાને અને મોટશેઠ બન્ને ને બધા જ યાદ કરતા રાજુ એ કીધું શેઠ રામુકાકા કેહતા હતા ને એ શેઠ સાથે જ જશે તો સ્વર્ગ માં પણ એ બીડી પિતા હશે નિરાંતે ચાલો આપણે આપણા કામ માં લાગયે.આ જન્મ મરણ તો ચાલ્યા કરશે આતો જીવન નો ચક્રવ્યૂહ છે જેને કોઈ નહિ બદલી શકે.હા એતો વાત સાચી તારી હવે જિંદગી છે એતો ચાલ્યા કરે પણ મને એ નથી સમજાતું કે જયારે બન્ને નું મોત થયું તયારે પેલો ડોકટર કેમ એવું બોલી ગયો અને તરતજ નાનાશેઠ ના મગજમાં એમના પિતા ના છેલ્લા કહેલા બોલ યાદ આવ્યા અને ઘરે જઇ ને પેહલા એમની મા ને એ વાત વિશે પૂછ્યું પેહલા તો એ થોડુંક અચકાયા કે હકીકત જાણી કદાચ કઈ થાય તો?પણ પછી નક્કી કર્યું કહી જ દેવું છે પછી એમને શેઠ ને એ પિતા નુ રહસ્ય કહેવાનું ચાલુ કર્યું.
બેટા એ વરસાદનો સમય હતો એક બાજુ વવાજોડા સાથે વરસાદ બરાબર વરસી રહ્યો હતો અને બીજી બાજુ હું અને તારા પિતા દવાખાને થી આવી રહ્યા હતા ને અચાનક અમે એક બાળક ને રડતા જોયું તારા પિતા અને હું તરત ત્યાં પોહચ્યા તો જોયું રામુકાકા અને એમના પત્ની એ બાળક ને આમ વરસાદ માં પલડતો મૂકી ને જતા હતા તારા પિતા એ પૂછ્યું આ શું કરો છો તમે એક બાળક ને આમ વરસાદ માં મુકાય કય? રામુકાકા એ કહ્યું સાહેબ અમે બહુ ગરીબ છે અમારી પાસે આને મોટા કરવા માટે નાતો એટલા રૂપિયા છે કે ના કોઈ ઘર જ્યા એને રાખી શકીએ અમે ખુદ ફૂટપાથ પર જીવન ગુજારીએ છે આને મોટો કરવા માટે અમારી પાસે કંઈજ ઉપાય નથી તેથી આમ એને મૂકી ને જયે છે.શેઠ એ રામુકાકા ને પેહલા તો વઢયા કે બાળક ને ઉછેરવાની હિંમત ન હોય તો એને જીવનમાં જ શુ કરવા લાવો છો?તમે કોઈ એવા  વ્યક્તિ ને પૂછી જોવો જેને સંતાન ના હોય તો એ કેટલું તડપે છે અને તમે છતે છોકરે એને આમ મૂકી ને જાવ છો માનવતા જેવું છે કે નહીં?સાહેબ હવે બનવાજોગે થય ગયું એવું નથી અમે બહુ ગરીબ હતા એક સંતાન ને સાચવીએ એટલી આવડત હતી પરંતુ અમારું બધુ એક દિવસ માં ધોવાય ગયું.ઘર માં આગ લાગતા બધી જ કમાઈ પાણી માં ફેરવાય ગઈ.તેથી આજે આવી હાલત છે અમારી બધા પાસે અમે મદદ માંગી પણ કોઈ એ આ ગરીબ ની મદદ ના કરી એટલે આજે આ પગલું ભરવું પડ્યું અમને પણ મન નથી થતું આમ કરવામાં પણ આ ભૂખ્યા પેટે મરી જવું ગરીબાઈ માં જીવવું એના કરતાં આ માર્ગ અમને ઠીક લાગ્યો તેથી અમે આમ કરી રહયા છે.આટલું સાંભળતા તારા પિતા ને એક માર્ગ મળ્યો આમ તો અમને કોઈ સંતાન ન હતું અને દવખને એના માટે જ ગયા હતા ત્યારે ખબર પડી હતી કે રિપોર્ટ મુજબ મારે હવે કોઈ સંતાન નહિ થાય.આ વાત નું દુઃખ માં તારા પિતા એ રામુકાકા સામે પ્રસ્તાવ મુક્યો કે આ બાળક તું મને આપી દે એના બદલામાં હું તને મારી દુકાને નોકર ની જગ્યા આપીશ.અને તને તારૂ નવું ઘર બનાવવામાં મદદ પણ કરીશ.રામુકાકા ને પૈસા ની જરૂર તો હતી જ અને કામ ની પણ તેથી તેમને એ છોકરો આપી દિધો અને તારા પિતા સાથે દુકાન માં નોકર બની કામ કરવા લાગ્યા અને તેમની પત્ની આપડા ઘર નું અને આજુબાજુ ના ઘરે કામવાળી બનીને એમનું ગુજરાન ચલાવવા માંડ્યા. ધીરે ધીરે રામુકાકા એ એમનું આગ માં ધોવાય ગયું ઘર બનાવી દીધું અને બીજી એક છોકરી ને પણ જન્મ આપ્યો.આમ રામુકાકા નું ગુજરાન સારું ચાલ્યું.એમને એમનું ખેતર પણ નવું કરી દીધું.
અને પછી બનવજોગે એવું થયું કે એક વાર તારા પિતા મોટા દેવામાં મુકાયા અને બીજી બાજુ તું શહેર માં ભણતો હતો રૂપિયા ની અછત પડી તો રામુકાકા એ એમની મિલ્કત અને ખેતર વહેચી તારા પિતા ને મદદ કરી અને તને ભણાયો.
દીકરા જે રામુકાકા ને તું ધુક્કરતો લડતો ગમે એમ બોલતો એ બીજું કોઈ નહિ પણ તારા જ પિતા હતા અને ભગવાન ની દયાથી તે એમને ચિતા ને આગ લગાવી એ સારું થયું.
બેટા આ વાત તને હમણાં કીધી એના માટે માફી માંગુ છું પણ જો તને પહેલાથી ખબર હોત તો કદાચ તું આજે આ જગ્યા પર ના હોત આટલું બોલી શેઠાણી ચૂપ થઈ ગઈ.નાનાશેઠ ગુમસુમ થય ગયા કાઈ બોલી શક્યા નહિ પછી એ રામુકાકા ન ઘરે ગયા ત્યાં તેમની પત્ની અને દીકરી ની હાલત જોયી ને એ ખૂબ દુઃખી થયા તેમની પત્ની પાસે જય ને તેમને કીધું આજથી તમે અમારા ઘરે રહેશો સામાન પેક કરી દો.એટલે રામુકાકા ની પત્ની ને ખબર પડી ગઈ અને એ હરખના આંસુ સાથે શેઠ ને ભેટી પડ્યા.ત્રણે સાથે ઘરે ગયા શેઠાણી એ એમને આવકાર આપ્યો અને એ રહસ્યમય જીવન હકીકત માં બદલાયું ને બધા સાથે રહેવા માંડયા. પછી એમની દીકરીના પણ મેરેજ કરાવ્યા અને શેઠ પણ એમના માટે બે માતા ની સારસંભાળ રાખે એવી શેઠાણી સાથે પરણી એમનું જીવન આગળ વધાર્યું.

-kavi shah