ફર્સ્ટ ગિફ્ટ THE KAVI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફર્સ્ટ ગિફ્ટ

ફર્સ્ટ ગિફ્ટ

ફેબ્રુઆરી નો મહિનો એટલે પ્રેમ ની વર્ષા. કોઈક ને નવા પ્રેમી મળે તો કોઈક ખોવાયેલા પ્રેમ ને પરત મેળવે કોઈક નવી શરૂઆત કરે તો કોઈક એમના વિરહથી ખુશ રહે.આવું જ થાય આ પ્રેમી પંખીડા નુ સાથે હોય તો ઝગડા થાય અને દૂર હોય તો લાંબી લાંબી વાતો થાય.ખેર આ પ્રેમ થી કોણ બચી શકે આવું  જ કંઈક તમારી સાથે પણ કદાચ કયારેક થયું હશે.ભલે એ અલગ વાત છે પણ આ અનુપ અને કાયા સાથે કંઈક આવું બન્યું ચલો તો જોઈએ.
વેલાન્ટાઇન નો વીક હતો પ્રેમ ની ખુશનુમા મોસમ હતી ગુલાબી સવાર ની એ ઠંડી હવા અને સાથે નવા નવા પ્રેમ માં પડેલું આ યુગલ એટલે અનુપ અને કાયા. એમને બને ને સાથે રહે 1વર્ષ જેવું થયું હશે કદાચ અને એ સાથે એમનું હંમેશા ની જેમ નાના મોટા મીઠા ઝગડા ચાલુ જ રહે.બન્ને આમ મજાકિયા સ્વભાવ ના અને ઉપરથી બધા થી છુપાઈને મળવાનું કારણ તેઓ બોર્ડીંગ સ્કૂલ મા રહેતા હતા.જયારે કાયા ને પહેલીવાર જોયી અનુપે તો એની ગુલાબી આંખો માં એવો ભરાયો કે જાણે એનું દિલ શરાબી થય ગયુ.
એને પ્રપોઝ કરી એની  મોહોબત જીતી લીધી અને પછી  અનુપ એના પ્રેમ ના બાણ ચલાવા માંડ્યો.પછી શું એ જ રોજ મળવાનું આંખ ના ઈશારા થી વાતો કરવાની અને એ જ જૂની પુરાણી પ્રથા પ્રેમપત્રો ની આપ-લે બસ ચાલયેજ રાખે.કેટલીય વાર ઝગડા થતા બન્ને ના એકબીજાને મનાવતા રિસાય જતા જાતજાત ની ગિફ્ટો આપી એકબીજાને ફરીથી હાસિલ કરી લેતા આ તો નાદાની હતી થોડી એમની જે પૂરેપૂરી પ્રેમ માં બદલાય ગઈ.પણ હવે એ પણ શુ કરે આ પ્રેમ રોગ જ એવો છે.સમય મળે એમ અનુપ કોઈક ના કોઈક બહાને કાયા ને મળી જ લેતો કયારેક શાળા ના પ્રેયરહોલમા તો  કયારેક ડાઇનિંગ હોલ માં તો કયારેક મેદાન મા બન્ને એમના બાણ પાક્કા નિશાના પર લગાવી જ દેતા.સમય વીતતો ગયો ધીરે ધીરે બન્ને ની નાદાન બુદ્ધિ બદલાય ગઈ અનુપ તો હજી નાદાન જ હોય એમ જ વર્તે કાયા ને બધું ધીરે ધીરે સમજવા લાગ્યું એને થયું કે જે કાંઈ થય રહ્યું છે એનો સમય હમણાં યોગ્ય નથી.કાયા નો અનુપ પ્રત્યે પ્રેમ તો એટલો જ રહયો પણ એની પ્રત્યેની લાગણી થોડીક બદલાય ગઈ.એ થોડી દૂર રહેવા લાગી અનુપ થી એને મળવાનું પણ ઓછું કરી દીધું.અનુપ ને નવાઈ લાગી કે કાયા  ને શુ થયું હશે કેમ હવે એ અલગ વર્તાવ કરે છે?શા માટે એ મારા થી દુર ભાગે છે??જાતજાતના સવાલો આવી રહ્યા હતા.એવા માં એને ખબર પડી કે કાયા બીમાર થઇ ગઇ હોવાથી એને ઘરે ગઈ છે.અહીં અનુપ વિચારોથી લોથપોથ આખો દિવસ રૂમ માં પડી રહ્યો કાયા ના જ વિચારો માં.બીજા દિવસે નક્કી કર્યું કે હવે કાયા ના મળવું જ છે જાણવું જ છે એ રહસ્ય.કાયા સાજી થય ને પરત હોસ્ટેલ આવી બીજા દિવસે અનુપ એ કાયાની સહેલી ને  કીધું કે એને મળવું છે.કાયા એ ના પાડી કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. 
વળી આવામાં આયો એમનો વેલાન્ટાઇન વિક અને પાછો એમના ઝઘડા ને કારણે તેઓ મળી શકયા નહિ.કાયા ને મનાવવા અનુપ બધા જ પ્રયાસો કરી છૂટ્યો પણ કાયા માની નય અનુપ ના પ્રેમપત્ર નો વળતો ઉત્તર નય આપ્યો.અનુપ થી રેવાયું નય એને મળવાનો પ્રયાસ કર્યો પણ એવું શક્ય ન બન્યું.બીજા દિવસે કાયા ને એની ભૂલ નો એહસાસ થવાથી એ અનુપ ને મળવા આવી.બન્ને સાથે મળી તો ગયા પણ બીજા ને કે ઘરે એમના અફેર નું કોઈને ખબર ના પડે અને કાયા ને એની નેની ઉંમરે કરેલી ભૂલ નું એહસાસ થતા તેને અનુપ ને ભૂલી જવાનું કહ્યું. કાયા એ કીધું હવે આપડે નહિ મળીએ આજ પછી આપડે બન્ને  અલગ રસ્તે  આપડે દોસ્ત રહીશું પણ હવે આપડે આપડા ભવિષ્ય નું વિચારી આગળ વધવું જોયે પછી જે થશે તે જોવાય જશે આટલું કહી એ નીકળી ગઈ.કોઈ જોય ના જાય એ બીકે અનુપ પણ ચુપચાપ નીકળી ગયો.
બીજી બાજુ હોસ્ટેલ માં વેલેન્ટાઈન વિક હોવાથી દર વર્ષ ની જેમ ચેકઅપ આવ્યું.કાયા એ વાત થી અજાણ હતી કાયા ના જતા પહેલા એની રૂમમાં જ ચેકિંગ ચાલી રહ્યું હતું કે તરત જ કાયા ને યાદ આવ્યું કે અનુપ એ આપેલી ફર્સ્ટ ગિફ્ટ એને ગઈકાલે જ એના સ્ટડી કપબોર્ડ માં મૂકી હતી એ ગભરાયી ફટાફટ એ તેના રૂમ તરફ ગઈ અને જોયું તો એના કપબોર્ડ નું ચેકીંગ થય ચૂક્યું હતું.એ ટેનસન ના મારે પરસેવે રેબઝેબ થય ગઈ કે પાછળ થી એની ફ્રેડ આવી ને એને સાચવી લીધી.ચેકિંગ પત્યું ને બધા રૂમ માં બેઠા કાયા એ ગિફ્ટ ની વાત કરી તે કપબોર્ડ માં શોધવા લાગી હેરાન થય ગઈ બધું ઉંચુનીચુ કરી નાખ્યું મન માં બબળવા લાગી મારી ફર્સ્ટ ગિફ્ટ અનુપ એ મને કેટલા પ્રેમ થી આપ્યું હતું ક્યાં ગયું ..એ તો મારી ફેવરિટ ગિફ્ટ હતી એને તો હું કેવી રીતે ખોઈ શકું ક્યાં મુકાઈ ગઈ મારાથી અહીં તો મૂકી હતી મેં...અરે યાર. ..એટલા માં જ એની સહેલી આવી અને કહ્યું ઓ હેલો મિસ જુલિએટ સેય થેન્ક્સ ટૂ મી .... કાયા કશું બોલી નહિ અને રૂમની બહાર જવા માંડી .. ઓ હેલો સાંભળ તો ખરી પાછી આવતું બેસ જો  ચેકિંગ આવાનું હતું એટલે તારા કપબોર્ડ ના ચેકિંગ પેલા જ મેં એ ગિફ્ટ ગાદી નીચે છુપાવી દીધુ હતું એટલે કોઈને ખબર ના પડી. તને ભાન છે આમ કોઈ ગિફ્ટ આવી રીતે મુકાય કઈ ?તારું ધ્યાન આજકલ ક્યાં છે?ક્યાં ખોવાયેલી રહે છે?આટલું સાંભળતા  જ કાયા શાંત થઈ ગઈ અને એની સહેલી ને બાથ ભરી  મન મૂકી રડી.આભાર તારો ખૂબ જ આભાર  આજે જો હું આ ગિફ્ટ ખોયી બેસત તો કદાચ હું મારા અનુપ ને પણ ખોયી બેસત મને આપેલું એનું ફર્સ્ટ ગિફ્ટ જીવનનું આખરી ગિફ્ટ છે મારા માટે આજે હું એને મળવાનું ના કહીને તો આવી છું પણ હવે આ ગિફ્ટ એ મને એની ફરીથી યાદ અપાવી દીધી.
-કવિ શાહ