Kem me horn na sambhadyo ?? books and stories free download online pdf in Gujarati

કેમ મે હોર્ન ના સાંભળ્યો ??


 ટી ટી ...
ટી ટી...
ટી ટી....
ટી...............
ટી ટી..... ટી ટી.....

આગળ જઈને જોરથી એવો જોરદાર ધડામ. આવાજ આવ્યો...

મે મનમાં વિચાર્યું મને  કોઈ શોખ નથી થતો આમ હોર્ન મારવાનો....!!

20 મિનિટ પેહલા બાઈક પર બેઠેલ વ્યક્તિ..
આ લોકોને નોઈઝ પોલ્યુશન કરવાનો બહું શોખ છે આગળ આટલું ટ્રાફિક છે એને ખબર છે કે હું કઈ ઉડીને નથી જવાનો તો પણ હોર્ન માર્યા કરે છે જો હવે તો હું એને સાઈડ જ ના આપુ...અરે પણ તમે આમ ગરમ ના થશો તમે ચલાવવા માં ધ્યાન આપો એતો લોકો માર્યા કરે હોર્ન.તમે તમાર ચલાવો ને બાઈક આગળ જોઈને.
ટી..ટી..ટી..
ટી ટી...
ટી ટી...
ટી.....
જોને હજી  જપ નથી આં  વળી બીજો આયો...ફરી એ જ અવાજ આવતો રહ્યો આવતો રહ્યો.એક સિગ્નલ ક્રોસ કર્યું નથી ને આં ટી ટી ટી ચાલુ થયું નથી.

ટી...ટી..ટી..નોન સ્ટોપ કોઈ સાઈડ લાઈટ નો અવાજ તો કોઈ મોટા મોટા થી સાંભળતા ગાડીના રેડિયો નો અવાજ...અવાજ અવાજ અવાજ બસ ચારેકોર  આ ગાડીના અવરજવર નો અવાજ ...એમ આ કાકા બબડતા હતા..ઉપરથી આ કડકડતી ગરમી...ખોટો હું નીકળ્યો બાઈક લયને એના કરતાં બસ માં શાંતિ તો મળે...

ટેટૂ ...ટેટૂ.... ટેટૂ....
ટી.. .....ટી .....
 ટી... 
ટે.... ટુ...
ટી..ટી..

આ વળી આયો મોટો ધૂમ બાઈક વાળો મોટો ,ના જોયો હોય. આજકાલના જુવાનોને પણ જબરા શોખ ઉપડે છે..
અરે આને તો ચાર આંખો છે છતાં જોતો નથી આગળ કેટલો ટ્રાફિક છે...ડફોળ...મન કરે ઉતરી ને ચાર ચોડી દઉં આમ સટ્ટાક દઇને ...
અરે તમે શું આમ તેમ ડાફોળિયા મારો છો યાર આગળ જોવોને એકતો મોડું થયું છે આપડે અને એમાંય તમે ગરમ થાવ છો..એક તો મારો દીકરો રાહ જોતો હશે ત્યાં,તમે જરા શાંતિથી ચલાવો આપડે સહી સલામત પોહચવાનું છે.
અરે હા હવે  શાંતિ થી તો ચાલવું છું એટલે જ લોકો હોર્ન માર માર કરે છે.
અને ફરી એક છોકરો શુમ્મ દઈને કાકાને તાકી તાકીને જોઈને સાઈડ કાપી.
કાકા મનમાં બબડ્યા ભલા માણસ હું પણ ગરમી થી થાક્યો છું મારે પણ ઘરે જવું જ છે પણ હોર્ન માર્યા વગર નથી જવાતું?
એટલામાં પાછું સિગ્નલ  આયુ કાકા ત્યાં ઉભા રહ્યા  બંધ સિગ્નલ પર પણ લોકો હોર્ન મારતા આવતા હતા જેવું સિગ્નલ છૂટ્યું પાછું ટી ટી ટી ચાલુ. 30 સેકન્ડમાં જાણે દુનિયા બદલી જવાની હોય એવી લોકો ઉતાવળ કરતા હોય છે . કાકી કાકા ને કે આ હોર્ન ના લીધે આપડે આટલું હેરાન થયે છે તો  વિચારો આ ટ્રાફિક પોલીસ વાળા ની શું હાલત થતી હશે?
એ જ ને આ લોકો સમજતા જ નથી પણ શું કરવાનુ? 
એટલામાં પાછળ થી પાછો ટી ટી ટી અવાજ આયો.
કાકા કંટાળી ને હવે કંઈ બોલ્યા નહિ.
આવતા જતા હર કોઈ આં કાકાને હોર્ન મારીને જતું હતું એટલે એમને હવે આદત થઈ ગઈ.

આગળ એક ફરસાણની દુકાન આવતા કાકી જોરથી બોલ્યા અરે આગળ સાઈડ કરજો આપડે દીકુ માટે ખમણ લેવાના છે.અરે યાર તું થોડુક પેહલા અને શાંતિથી નથી બોલી શકતી એકતો આં હોર્ન ના અવાજે મને પેહેલથી  હેરાન કરી દીધો હવે આખું યું ટર્ન મારીને જવું પડશે યાર.
અરે કરી દો ને તું યુ ટર્ન થોડુક વધારે હવે એમ પણ ઘર નજીક જ છે ત્યાંથી આપડે ટૂંકા રસ્તે નીકળી જવાશે.
બન્ને કાકા કાકી ખમણ લઈને નીકળ્યા એ ટૂંકા રસ્તે એમને થોડીક શાંતિ થઈ કાકા બોલવા જ જતા હતા કે હાશ હવે એ અવાજ માંથી છુટકારો મળ્યો અને એટલામાં જ તો પાછળથી પાછો ટી ટી.... ટી..ટી..મન્ડી જ પડ્યું કોઈક અને જોડે જોડે  કાકીના ફોનની ઘંટડી પણ વાગી ફોન દિકુનો હતો કેટલી વાર છે હજી મમ્મી અને એટલામાતો ધડામ અવાજ આવ્યો...

ટી ટી નું ટુ ટુ થઈ ગયું...
સમમમ....સમમ...સમ....

આજુબાજુ વાળા બધા ભેગા થઇ ગયા...મે કાકીના હાથમાંથી ફોન લીધો અને ફરી એના દિકુને લગાયો ઘર નજીક હતું એટલે એ દીકુ આવી ગયો.બન્ને ને હોસ્પિટલ લઈ ગયા અમે કાકા ને તો હોશ હતો એટલે એમને જલદી સારું થઈ ગયું પણ કાકીને વધારે વાગ્યું હતું.

દીકુ અને હું કાકા પાસે ગયા દીકુના પૂછતા પેહલા  કાકા મને કેવા લાગ્યાં ઓ ડોબા તને ખુલ્લા રસ્તામાં પણ ટ્રાફિક દેખાતો હતો કે શું?? ના ના એટલે અમારા જેવા  ઘરડાઓ ધીરે ચલાયે એટલે હોર્ન જ માર્યા કરવાના કે શું??  હોર્ન માર માર કરતી હતી નવરી તારા લીધે જ અમે પડ્યા જો મારી પત્ની ને કઈ થયું છે ને તો વાત નથી તારી જો તું , આજકાલના જુવાનિયા બસ સ્ટાઈલ મારવામા  રહ્યા છે હોર્ન વગાડવાનું મશીન પણ હવે મ્યૂઝિક વાળુ વડી ખબર જ ના પડે રેડિયો છે કે હોર્ન બસ વગાડ વગાડ વગાડ વગાડ.. 
અરે પપ્પા બસ શાંત થાવ તમે કહેશો મને હવે ખરેખર થયું હતું શું??એટલે કાકા એ આખી ઘટના દીકુ ને જણાવી,બધું સાંભળ્યા પછી દીકુ એ મને પૂછ્યું હવે તું કે તે ખુલા રસ્તામાં કેમ આટલો બધો હોર્ન માર્યો???
એટલે મેં બન્ને ને શાંત કરતા કહ્યું અરે કાકા હોર્ન મારવું તો મને પણ નથી ગમતું ,હું તો ટ્રાફિક માં પણ ક્યારેય હોર્ન નથી મારતો અને એમાં તમારા જેવા ઘરડાં ને તો ક્યારેય નહીં પણ આતો કાકીના સાડી નો છેડો તમારા બાઈક ના ટાયર માં આવવાનો હતો એટલે તમને જાણ કરવા મે આટલો બધો હોર્ન માર્યો...અને તમને ખબર ના હોય તો કહી દઉં આગળ પણ તમને જેને જેને આ વારે વારે હોર્ન એકધારી માર્યા હશે એમાંથી કેટલાકનો  ઉદ્દેશ પણ કાકીની સાડી નો છેડો જ હશે.
ભાઈ આ મારા હોર્ન મારતા તમારા મમ્મી ના ફોન માં તમારો ફોન આવ્યો અને કાકા અકળાઈને પાછડ જોયું એટલે કાકાની બાઈકનો એક્સીડન્ટ થયો અને વાક મારો આવ્યો.

વાંક તમારા પપ્પાનો કે મારો બે માથી કોઈનો નથી  ભાઈ.આ તો તમારા પપ્પા  આજે સવારથી હેરાન હતા આ હોર્ન ના અવાજથી એટલે એ ચીડિયા થયા હતા એટલે એમને મારો  હોર્ન પણ ચીડિયો લાગ્યો પરિણામ આ આવ્યું .

માફ કરજે દોસ્ત મારા પપ્પા થી અજાણતા બધું બોલાઈ ગયું તું મારા મમ્મી ની જાણ બચાવા ગયો અને તને પપ્પા ખોટો સમજી ગયા..હા દીકરા માફ કરજે મને નહતી ખબર આ વારે વારે હોર્ન મારવાનો મતલબ કોઈ તમારી જાણ બચાવા માંગે છે/કઈક ખોટું થતાં અટકાવે છે એવો થતો હશે.

એટલામાં ડોકટર આવ્યા  દીકુ  અને કાકા એ પૂછ્યું કેવી છે તબિયત .ડોકટરે કહ્યું સાડી નો છેડો ગળે ઘસાતા ત્યાં થોડી ઇજા થાય છે અને પીઠ પર વધારે વાગતા એક મણકો ખસી ગયો છે તેથી 3 મહીના બેડ રેસ્ટ કરવુુ પડશે.

દીકુ અને કાકા એકબીજા સામે જોઈ ચિંતામાં મુકાઈ ગયા.  દીકુ બોલ્યો પપ્પા તમારું લંડન જવાનું કેન્સલ હવે ..જે સમય ની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ સમય તમને એક હોર્ન ના સાંભળતા તકલીફ માં મૂકી દીધા. 
આ સાંભળી મે કાકા ને કીધું , કાકા તમે  જરાક પણ ચિંતા ના કરશો સારું થય જશે 
 કાકી ને 3 શું હું કાકીને દોઢ કે બે મહિના માં સાજો કરી દઈશ.મારી પાસે બધી જ દવા છે. 
આટલું સાંભળતા કાકા ખુશ થઇ ગયા અને મનમાં બોલ્યા હાશ મારું સપનું પૂરું થશે અને આ બાબલો કેટલો સારો છે એટલું બધું હું એને બોલ્યો છતાં મારી મદદ કરે છે ભગવાન ખરેખર આજે પણ આવા સારા લોકો છે દુનિયામાં આભાર તારો ભગવાન.
સારું બેટા તારો ખૂબ આભાર આટલું બધું બોલ્યા  પછી પણ તું મારી મદદ કરે છે ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે.આભાર બેટા તારો.

આટલી ગરમીમાં ભર બપોરે કે ઓફિસ ટાઈમ જતા એ બધા વાહનચાલક ને મારી એક વિનંતી છે હોર્ન જરૂર પડે ત્યારેજ મારવો જેથી આ કાકા ની જેમ બીજા પણ હેરાન ના થાય અને કોઈને આવી ઇજા ના થાય.ઉતાવળ બધાને હોય છે પણ જો બધા એક સાથે  ભાગશો તો કોઈ જલદી નહિ પોહચે એટલે થોડુક સમજીને એકબીજાને સહકાર આપીએ.
આ કડકડતા તાપ માં મગજ ઠંડુ રાખજો,બાકી ગરમ તો તડકો છે જ..??.
?Happy summer...Have a cool day..?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED