કવિતા પ્રત્યે પ્રેમ - સફળતાની ઝંખના Maitri Barbhaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિતા પ્રત્યે પ્રેમ - સફળતાની ઝંખના

અસફળતા મળી છે મને ઘણીવાર ,છતાંય હું હારી નથી,
હું સફળતાને મેળવવાની કોશિશ કરું છું,
મળે જો અસફળતા તો થઈસ નહિ નિરાશ,હજી એક વધુ પ્રયત્ન કર સફળતા તરફ,
બેસીસ નહિ વિધાતાના લેખના ભરોસે,હશે જો તારામાં અતૂટ ક્ષમતા તો વિધાતા પણ બદલી નાખશે લેખ,
થાકી જાય જો સફળતાનો મુસાફર બનીને,તો લેજે ઘડીક વિસામો,
પરંતુ દુનિયાને સફળ તો થઈને બતાડજે!



છે જિંદગી એક કડવું સત્ય,
પરંતુ નથી તે વખ જેવી,
કેટલી ઉમેરવી એમાં મીઠાશ 
તે કરે આપણા પર નિર્ભર,

છે જિંદગી એક દરિયા જેવી,
જેમાં ઉછળે લાગણીઓના મોજા અવિરત,
'પ્રેમઝંકિત' જો હોય તારામાં હિમ્મત,
તો કરી બતાવ તેને પાર,

છે જિંદગી એક તરૂં સમાન,
જ્યાં રોજ એક ખ્વાબ પછી એક હકીકતથી રૂબરૂ હોઈએ થતા,
ઋતુ પ્રમાણે વૃક્ષ પણ બદલે છે પત્તાં 
એમ પરિસ્થિતિ પ્રમાણે આપણા પણ ખ્વાબ બદલાતા હોય છે!





પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે વ્યક્તિ ગમવા લાગે છે,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે તેની આદતો ગમવા લાગતી હોય છે,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે તે વ્યક્તિનો આભાસ થતો હોય છે બધી જગ્યાએ,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે તે વ્યક્તિનો હોય છે નશો,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે તેનું dp અને સ્ટેટ્સ જોવાની પડતી હોય છે આદત,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે તે વ્યક્તિ સાથે વાત ના થવાથી લાગતી હોય છે બેચેની,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે તેની દરેક વાત અનાયાસે મનાય જતી હોય છે,
પ્રેમ જયારે થાય દિલથી,ત્યારે આ દિલ પણ બસ એને જ જોવા ઝન્ખએ છે!


કોઈના પ્રેમમાં ના  રડતી  વ્યક્તિ  આજ  કેમ  રડે  છે ?
સવાલો  તો  ઘણા  છે  પણ  કોને  જઈને  પૂછે ?જયારે  એ બેનામ  સંબંધ  યાદ આવે ત્યારે એ  સંબંધ  નું શું નામ  આપવું ??
પ્રેમ  કદાચ  નાઈ  હોય માન્યું  પણ  કયાંક ચાહત  હશે  ત્યારે આવે  છે એની યાદ!




શબ્દો ઓછા અને વધુ લાગણીયો વ્યક્ત કરતી ભાવના એટલે પ્રેમ,

પ્રેમની શુ આપું પરિભાષા જેની જોડે વાત કરવાથી પોતીકાપણાની લાગણી થાય,

પ્રેમ એટલે જે સંબંધમાં સોરી,thank you જેવા શબ્દ ના હોય માત્ર લાગણીયો જ હોય,


જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઇ જાય એ પ્રેમ,


જીવનની અશક્યતા વચ્ચે પણ જીવવાની શક્યતા જગાડે એ પ્રેમ,

પ્રેમ કઈ વ્યવહાર થોડી છે કે તું કરે તો જ હું કરું!


હોઈ શકે કવિની કલ્પના અલગ,
મારી તો ફક્ત તુજ છે કલ્પના,
હોઈ શકે કવિતાના પ્રતીક અલગ કવિ માટે,
મારુ તો ફક્ત તુજ છે પ્રતીક,
હોઈ શકે કવિની ભાવના અલગ,
મારી તો તુજ છે તમામ ભાવના,
હોઈ શકે કવિનો પ્રેમ અલગ,
મારો તો તુજ છે પ્રેમ!



પળ એ પળ જેની યાદ સતાવે, એ જ પ્રેમ,
તારા વિના રાત પણ નથી થતી  મારી,તો નીંદર ક્યાંથી આવે મને,
જે હોય આપણું સર્વસ્વ અને એના વિના આપણું અસ્તિત્વ ન હોય એ પ્રેમ,
જયારે આપણી કોઈ વ્યક્તિ એમ પૂછે કે કેવો રહ્યો દિવસ ત્યારે આખા દિવસનો થાક ઉતરી જતો હોઈ છે !!


સફળ વ્યક્તિ ને જોઈને ઈર્ષા કરશો નહિ એ લોકો તમને સફળ થવા માટે પ્રેરિત કરે છે,



રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ એ જિંદગી દેખ મેરે હૌસલે તુઝસે ભી બડે હૈ,



ये दुनिया अजीब नहीं है,अजीब तो लोग है जो हकीकत से रूबरू हो नहीं पाते  और बनावटी प्यार में उलझे जा रहे है ,
ज़िन्दगी एक मिनट में सपने दिखाती  है और एक मिनट में उसे चकनाचूर भी कर देती है,
कह दो ज़िन्दगी को हम में औकात आज भी है, उसकी चुनोतिया जितने की,
हौसला ऐ बुलंद रखना इस ज़माने की भीड़ में,क्युकी गिराने तो सब आएंगे पर उठाने कोई नहीं!!