નો રીટર્ન-૨ ભાગ-૬૮ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-૬૮

નો રીટર્ન-૨

ભાગ-૬૮

ડેલ્સો મારી બાજુમાં બેજાન પડયો હતો. હજું હમણાં જ મેં એનું નામ પુછયું હતું અને બે-ઘડીમાં તો એ મરી ચૂકયો હતો. તેનાં કપાળની ડાબી બાજું ખોપરીનું હાડકું વીંધીને તીર અંદર ઘૂસી ગયું હતું. ડેલ્સોને સહેજ હલવાનો પણ મોકો મળ્યો નહોતો. હું તેને જાણતો નહોતો છતાં તેનાં આવા ભયાનક મોતથી ખળભળી ઉઠયો હતો. સામેની તરફથી જે કોઇ પણ તીર છોડતું હતું એનો વાર એકદમ સટીક હતો, અને એ અમારી કરતાં બેહતર પોઝીશનમાં પણ હતો. મને ખુદને બીક લાગતી હતી કે જો હું સહેજ હલીશ કે બીજી કોઇ હરકત કરીશ તો મારા હાલ પણ ડેલ્સો જેવાં જ થશે. એટલે હું જગ પાછળ સૂકડાઇને જ બેસી પડયો. અહી ખોટી બહાદુરી બતાવાનો સમય નહોતો. હવે અમારી ટીમમાંથી કોઇ આવે એની રાહ જોવા સીવાય મારો છૂટકો નહોતો. હું ધીરજ ધરીને રાહ જોવા લાગ્યો. પણ... મારે વધું રાહ જોવી પડી નહી. અચાનક ટીલાની તળેટીમાં કશીક ધમાચકડી મચી. કોઇકનાં જોર-જોરથી હાકોટા પડકારાનાં અવાજ આવવા લાગ્યાં. એવું લાગ્યું જાણે તળેટીમાં ભારે ભાગદોડ મચી ગઇ છે અને એકસાથે કેટલાય લોકો આંધાધૂંધ ભાગી રહયો છે.

મને દોડીને ત્યાં પહોંચી જવાનું મન થયું કારણકે અનેરી એ તરફ જ ગઇ હતી. મારો જીવ તાળવે આવીને અટકયો અને જીગરમાં અજીબ થડકારા ઉદભવવા લાગ્યાં. અનેરી માટે આ દુનીયાનું ભયાનકથી પણ ભયાનક જોખમ ઉઠાવતાં હું ગભરાઉં નહી એ હકીકત હતી. મેં આંખો બંધ કરીને હિંમત જૂટાવી, છાતીમાં એક ઉંડો શ્વાસ ભર્યો, હાથની મુઠ્ઠીઓ વાળી અને નીચેની તરફ... ઢોળાવમાં દોડવા કમર કસી. સામેની તરફ મોત હતું પણ નીચેની તરફ મારી જીંદગી હતી. ફરી એક ઉંડો શ્વાસ લીધો અને ઇષ્ટદેવનું મનમાં જ સ્મરણ કરી હું મારી ડાબી દીશા તરફ ભાગ્યો. અવાજો એ દિશામાંથી જ આવી રહયાં હતાં.

હજું બે ડગલાં જ આગળ વધ્યો હોઇશ કે સનનન.... કરતો અવાજ મારી એકદમ નજીકથી પસાર થઇ ગયો. હું બાલ-બાલ બચ્યો હતો, પણ હવે એ વિચારવાનો સમય નહોતો. જેમ બને એમ જલદીથી મારે એ તીરંદાજનાં પરીધથી બહાર નિકળવાનું હતું અને ટીલાનાં ઢોળાવમાં ઉતરવાનું હતું. એ તરફ કોઇ ભીષણ જંગ ચાલતો હોય એવો માહોલ જામ્યો હતો. હું આંધાધૂંધ ભાગતો હતો.. વળી એક તીર આવ્યું અને મારા મોઢા આગળથી... સાવ નજીક... મારા હોઠો ને સ્પર્શ કરતું... નજીક ઉગેલાં ઝાડનાં થડમાં ફચ્ચ... કરતું ખૂપી ગયું. મારો જીવ તાળવે ચોંટી ગયો અને ભાગતાં પગમાં ઓચીંતી જ બ્રેક લાગી. હું સહેજમાં બચ્યો હતો. જો એ તીર ફકત એક ઇંચ ઓર નજીકથી પસાર થયું હોત તો મારા જડબામાં ખૂપી ગયું હોત, અને ડેલ્સોની જેમ મારા પણ રામ રમી ગયાં હોત. હોલીવુડની કોઇ થ્રીલર ફિલ્મમાં આવે એવી જ એ સીચ્યૂએશન હતી. મારા હદયનાં ધબકારા અનિયંત્રીત દશામાં ચાલતાં હતા. એક ખામોશ સ્તબ્ધતા ઓઢીને, ફાટેલી આંખોએ મેં જે તરફથી તીર આવતાં હતાં એ દીશામાં જોયું. અને...

@@@@@@@@@@@@

ટીલા ઉપર પડાવ નંખાયો અને બધું સમુસુતરું ગોઠવાયું કે તુરંત કાર્લોસ, એના, જોશ અને ક્રેષ્ટો નીચે.. તળેટી તરફ ચાલ્યાં હતાં. એ તરફ એક ઝરણું વહેતું હતું. કાર્લોસની ઇચ્છા તેમાં નહાવાની હતી જેથી સફરનો થાક ઉતરે. તેણે પોતાનાં સાથીદારોને પણ સાથે લીધા હતાં.

કાર્લોસને નીચે ઉતરતો જોઇને અનેરી અને વિનીત પણ એ તરફ ચાલ્યાં હતાં. તેમાં અનેરીનું કોઇ અલગ ઇન્ટેન્શન નહોતું પરંતુ ફકત એક જીજ્ઞાષાવૃતી જ હતી.

પરંતુ... તેઓ એક ખતરાથી અજાણ હતાં. કોઇક હતું જે ક્યારનું આ બધા ઉપર નજર રાખીને પીછો કરતું હતું. કોણ હતું એ...?

@@@@@@@@@@@@

સાતમો પડાવ...! ખજાનાની ખોજમાં નિકળેલા લોકો માટે સાતમો પડાવ ગોજારો સાબીત થવાનો હતો. આ તરફ એકદમ ગીચ જંગલ હતું. અને જંગલ વચ્ચે એક નાનો પણ ખતરનાક આદીવાસીઓનો કબીલો હતો. ટીલાની ઉત્તર દીશામાં એકાદ માઇલ દુર એ કબીલાનાં લોકો રહેતાં હતાં. તેઓ એકદમ જંગલી અને ખૂંખાર હતાં. પોતાનાં ઇલાકામાં પ્રવેશતા એકપણ પ્રાણીને તેઓ જિવીત છોડતાં નહી. અત્યંત ક્રુર અને ઘાતકી રીતે એનો ખાત્મો બોલાવી દેતાં.

અમારી ટીમ એમનાં ઇલાકામાં જ પ્રવેશી હતી. એ ટીલો તેમનો વોચ ટાવર હતો. ત્યાં હરહંમેશ બે – ત્રણ આદીવાસીઓ સમગ્ર ઇલાકાનું ધ્યાન રાખતા ચૂપકીદીથી સંતાયેલા રહેતાં. ઉપરાંત ટીલાથી આગળ પણ એક આદીવાસી સંતાઇને તેમની હદમાં દાખલ થતાં દરેક જીવની જાણકારી બીજા સાથીદાર સુધી પહોંચાડી દેતો. એ આદીવાસીએ જ અમારા આગમનની જાણકારી ટીલા ઉપર રહેલાં માણસો સુધી પહોંચાડી હતી અને જેવાં અમે કેમ્પ નાખ્યાં કે તરત એ લોકોએ કબીલા સુધી સંદેશો મોકલી દીધો હતો. સંદેશો મળતાં તુરંત કબીલામાં હલચલ શરૂ થઇ હતી અને કબીલાનાં પુરુષો તીર-કામઠા લઇને જંગલમાં નિકળી પડયાં હતાં.

સૌથી પહેલો વાર ટીલા ઉપરનાં આદીવાસીએ કર્યો હતો. એણે મારી ઉપર વાર કર્યો હતો. એ તીર જરાક માટે નીશાન ચૂક્યુ હતું. પરંતુ અચાનક ત્યાં ડેલ્સો આવી ચડયો હતો અને તેની સાથે આવ્યો હતો એ આદીવાસી તીરંદાજનો પહેલો શીકાર બની ગયો હતો... અને પછી ડેલ્સો કમોતે મરાયો. એ દરમ્યાન હું નીચે ચાલતી ધડબડાટી સાંભળીને ભાગ્યો હતો.

નીચે... એક બેહદ ખુબસુરત ઝરણું કલકલ કરતું વહેતું હતું. કાર્લોસ એ ઝરણામાં નહાઇને પોતાનો થાક ઉતારવા માંગતો હતો. પણ તેને ખબર નહોતી કે એક અજાણ્યો ખતરો તેની આસપાસ મંડરાઇ રહયો છે. જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડુ થઇ ચૂકયું હતું. કબીલામાંથી આવેલાં આદીવાસીઓએ ચારેકોરથી હલ્લો બોલાવ્યો હતો અને કાર્લોસનાં માણસોને ઘેરી લીધા હતાં. કમસેકમ વીસેક આદીવાસીઓની ટૂકડી હતી. એ લોકોનાં હાથમાં અણીયાળા ભાલા અને તીર કામઠા હતાં. સ્તબ્ધ બનીને કાર્લોસ અચાનક આ લોકો ક્યાંથી પ્રગટયા એ જોઇ રહયો. તેની કમરે નાની પિસ્તોલ લટકતી હતી. એના અને જોશ પાસે પણ પોતપોતાની ગન હતી જ. ક્રેસ્ટો પાસે એનો લાંબો છરો હતો. કાર્લોસે હમણાં જ તેનાં એક માણસ સાથે એક સેવકને ઉપર ટીલે મોકલ્યો હતો. એ સીવાયનાં બીજા બધાં અહી આદીવાસીઓની ઘેરાબંધીમાં સપડાઇ ગયાં હતાં. અનેરી અને વિનીત, એ બન્ને ચૂપકીદીથી કાર્લોસની પાછળ આવતાં હતાં. એમને પણ પકડીને ઝરણાનાં કાંઠે લાવવામાં આવ્યા. હવે મારા અને ડેલ્સો સીવાય એક સેવક જ બાકી બચ્યા હતાં. ( જો કે એ વખતે અમે પણ ટીલા ઉપર ઓલરેડી મુસીબતમાં ફસાઇ ચૂકયા જ હતાં.)

ખરી કટોકટીની ઘડી હતી. કાર્લોસને સમજમાં આવ્યું હતું કે આ કોઇ સામાન્ય આદીવાસી માનવી નથી, પરંતુ અતી ખૂંખાર ગણાતા કબીલાનાં ખતરનાક લોકોનો હલ્લો છે. તે સાવધ બન્યો. જો આ લોકોનાં હાથમાં પડયા તો મૃત્યું પણ દોઝખ સમાન નિવડવાનું હતું. તેણે પરિસ્થિતિનો કયાસ કાઢયો. તેઓ ઝરણાનાં કાઠે ઉભા હતા. ઝરણાનું પાણી લગભગ કમર સુધી ઉંડુ હોવું જોઇએ એવું એક અનુમાન તેણે બાંધ્યું. જો એ તરફ ભાગી શકાય તો શાયદ બચી શકાય. પણ એ વિચાર આત્મહત્યા કરવા બરાબર હતો કારણકે તેઓ ભાગવાની કોશીશ કરે એ પહેલાં ચોક્કસ તીર વર્ષાથી વીંધાય જાય. કાર્લોસનાં મનમાં ધમાસાણ મચ્યું હતું. આદીવાસીઓનાં ઇરાદા ખતરનાક જણાતાં હતાં. જે કરવું હોય એ અત્યારે જ કરવાનું હતું. તેણે એના તરફ જોયું. એના ક્યારની પોતાની ગન ઉપર હાથ રાખીને કાર્લોસનાં ઇશારાની જ રાહ જોઇ રહી હતી. બાઠીયો જોશ પણ તૈયાર હતો. અને ક્રેસ્ટો... એને તો આવી પરિસ્થિતિની જ હંમેશા તલાશ રહેતી હોય છે. એ પણ છરો હાથમાં લઇને ત્રાટકવા તૈયાર હતો. પરંતુ.... જો કાર્લોસ હુમલો કરે તો બાકી વધતાં બીજા લોકોનાં જીવ જોખમમાં ચોક્કસ મુકાય. ખરી કટોકટીની ઘડી હતી.

એક તરફ આદીવાસીઓ હુમલો કરવાં તૈયાર હતાં અને સામે કાર્લોસ કંઇક અલગ મુંઝવણમાં હાથમાં પિસ્તોલ લઇને ઉભો હતો. બહું જાઝુ વિચારવાનો સમય નહોતો. પહેલો વાર આદીવાસીઓ તરફથી આવ્યો. એક ભાલો હવામાં ઉડતો આવ્યો અને કાર્લોસ સાથે હતો એ આદીવાસી ઢળી પડયો.

અને પછી સમરાંગણ સર્જાયું. એકાએક જ ચારેકોર ભાગદોડ મચી ગઇ. એ ભાગદોડનાં જ અવાજો મેં ઉપર ટીલા સુધી સાંભળ્યાં હતાં અને હું હેઠે તરફ ભાગ્યો હતો.

( ક્રમશઃ )

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 1 વર્ષ પહેલા

Seema Shah

Seema Shah 2 વર્ષ પહેલા

Kanaksinh Solanki

Kanaksinh Solanki 2 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા