Degree vagarna duniyana safad ane prasiddh amiro.. books and stories free download online pdf in Gujarati

ડીગ્રી વગરના દુનિયાના સફળ અને પ્રસિદ્ધ અમીરો.....

મનુષ્ય એક જ એવું પ્રાણી છે જે સ્વપ્ના જોવાની ક્ષમતા ધરાવે છે.


અને જે લોકો સ્વપ્ન જોવાની હિમત રાખે છે તે લોકો પોતાના સપના સાકાર પણ કરે છે.


અલબત્ત તેમાં મહેનત અને લગન જરૂરી છે.


હવેની દુનિયામાં ડીગ્રી બહુજ જરૂરી છે અને ભણતર જરૂરી બન્યું છે

આજકાલ તો ગરીબ માણસ હોય ,પટાવાળો કે સાધારણ પણ તેમના

છોકરાઓને

સારી સ્કૂલમાં મોકલે છે .

ઘણl તો વળી અંગ્રેજી સ્કુલમાં બાળકો ભણાવે છે.

સાવ સાધારણ લlગતા માતા પિતા એમ ઈચ્છે છે કે તેમના સંતાનો

તેમના કરતા વધુ

ભણે અને આગળ જાય.

પરતું આજે પણ એવા લોકો છે જે એક કે બીજા કારણસર ડીગ્રી નથી લીધી

અને ભણતર વચેથી જ છોડ્યું છે.

પણ પોતાના ક્ષેત્રમાં મોટી સિદ્ધી મેળવી છે એટલું જ નહિ કરોડો રૂપિયા

કમાઈને દુનિયાના સોથી વધુ અમીર લોકોની યાદીમાં સમાવેશ પામ્યા છે.


સફળતા ને વરેલા આવા લોકોની સફળતા ડીગ્રી પર નથી કે અક્ષરજ્ઞાન પર નથી.

પરતું સફળતા તેમની મહેનત, લગન અને ઝનુન ને કારણે છે.

આગળ વધવાની ને કઈક કરવlની લગનના કારણે તેઓને સફળતા વરેલી છે.


દુનિયાની આવી પ્રસિદ્ધ ,સફળ અને અમીર વ્યક્તિઓની વાતો જોઈએ .


બિલગેટ્સ અને તેમની માઈક્રોસોફ્ટ કપની નું નામ કોણે સાંભળ્યું નથી ?

બીલ ગેટ્સ દુનિયા ના સોથી શક્તિ શાળી અમીર વ્યક્તિ છે ..


વિશ્વની સોથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ ની સ્થાપના આ વ્યક્તિએ કરી છે.

દુનિયામાં સોથી વધુ દાન કરનાર અને ચેરીટી કરનાર પણ આ સફળ ઉદ્યોગપતિ છે.


માઈક્રોસોફ્ટ કંપની માટે બિલે તેમની હાવર્ડ યુનીવર્સીટીનો અભ્યાસ અધ વચે જ છોડી દીધો હતો.

બીલ ગેટ્સને નાનપણથી જ કમ્પ્યુટર પ્રોગ્રામનો રસ હતો.

માત્ર ૧૩ વરસની ઉમરમાં તેમણે મોટામોટા સોફટવેર બનાવવા શરુ કરી દીધા હતા.

એટલુજ નહિ હાવર્ડ માં તેમણે એડમીશન લીધું તેના પાચ વરસ પહેલાથી જ તેઓ પ્રોગ્રામિંગ એક્સપર્ટ હતા.

૧ ૯૭૫ માં બીલ ગેટ્સે તેમનો હાવર્ડ નો અભ્યાસ અધવચેથી જ છોડી દીધો

અને મિત્ર પોલ એલન સાથે માઈક્રોસોફ્ટ ને આગળ વધારવામાં લાગી ગયા.

આ પોલ એલન પણ કોલેજ ડ્રોપ આઉટ અમીર ગણાય છે.


માઈકલ ડેલ એવાજ બીજા પ્રસિધ્ધ અને અમીર છે.

તેમણે પણ ૧૯ વરસની ઉમરે કોલેજ વચેથી જ છોડી દીધી અને ડેલ કમ્પ્યુટર કમ્પની

ની સ્થાપના કરી.

૧૯૯૨ માં માઈકલ ને દુનિયાના સોથી યુવાન CEO તરીકે જાહેર કરાયા.

માઈકલે માત્ર ૧૦૦૦ ડોલર સાથે તેમના બીજ્નેસની શરૂઆત કરી હતી.

આજે અમેરિકl ની આ ડેલ કમ્પ્યુટર કમ્પની દુનિયાની ટોપની કમ્પ્યુટર

કંપની ઓમાંની એક છે.


મટ મુલેનવેગ…..મુલેનવેગે ૨૦૦૪માં હસ્ટન યુનીવર્સીટીનો તેનો અભ્યસ અધવચે

જ છોડી દીધો હતો. વિશ્વાસમાં નહી આવે પણ આ સાચી હકીકત છે કે મુલેનવેગે

૨૦ વરસની નાની ઉમર માં જ વર્લ્ડપ્રેસ જેવું મોટું સોફ્ટવેર બનાવી લીધું હતું.


તેઓ પ્રોગ્રામિંગ ફિલ્ડમાં જ નોકરી શોધતા હતા પણ તેમને સારી નોકરી ન મળી .

એટલે આખરે તેમણે પોતાનું વર્લ્ડ પ્રેસ જ આગળ વધારવાનું નક્કી કર્યું અને પોતાની કંપની બનાવી.

આજે દુનિયાની લગભગ ૨૫ % વેબસાઈટ વર્લ્ડ પ્રેસમાં જ બની છે.


અને તેઓ દુનિયાના અમીરોમાંના એક છે.


લેરી એલિસન ….એલિસન માટે રસપ્રદ વાત એવી છે કે તેઓ તેમનો કોલેજનો અભ્યાસ બે વાર છોડી ચુક્યા છે.

પહેલા Uni of Illinois માં બે વરસનો અભ્યાસ પછી કોલેજ વચેજ છોડી દીધી .

પછી શિકાગો યુની. માં એડમીશન લઈને એક સેમિસ્ટર પછી છોડી દીધી.


ત્યારપછી તેમણે જાણીતા ડેટlબેજ સોફ્ટવેર ઓરેકલ ની શોધ કરી. જેનો સોથી વધુ ઉપયોગ આજે વિશ્વમાં થાય છે.

ઓરેકલ Oracle આજે દુનિયાની ટોપની પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીઓમાં જાણીતી છે.

સ્ટીવ જોબ્સ નું નામ કોણ નથી જાણતું….દુનિયાના લાખો યુવાઓની પ્રેરણા અને અlઈ ડીયલ

પર્સનાલીટી એવા સ્ટીવ જોબ્સ અમીરોમાં ટોપ ઉપર છે ,તો ચેરીટી કરનારાઓમાં પણ ટોપ ઉપર છે.

સ્ટીવે તેમની કોલેજ નો અભ્યાસ અધવચે જ છોડી દીધો હતો. અને એપલ કંપનીની સ્થાપના૧૯૭૫ માં કરી હતી.

રીડ કોલેજમાં તેમણે માત્ર એક સેમિસ્ટર પછી જ અભ્યાસ છોડ્યો હતો.

તેમનામાં લગન અને આગળ વધવાનું એક ઝનુન હતું .

જેના દમ પર તેમના એપલના લેપટોપ અને ફોન આજે દુનીયામાં નંબર વન પર છે .

તેમની એપલ કંપની કરોડો ડોલરનો વેપાર દુનિયા આખીમાં કરે છે અને ટોપ ઉપર છે.

ક્મ્પ્યુટરની શોધ અને તમામ પ્રકારના અlઈપેડથી માંડીને સ્માર્ટફોન, લેપટોપ, કમ્યુટર સોફ્ટવેર

વગેરે તેમણે દુનિયાને અને માનવ જાત ને આપ્યા છે.

સોફ્ટવેર ની દુનિયાનું ટોપનું નામ સોસીયલ મીડિયા ફેસબુક અને વોટસ અપનું આવે છે .

તેના માલિક અને શોધક માર્ક ઝુકરબર્ગ ના નામથી ભાગ્યેજ કોઈ યુવાન આજે અજાણ હશે.


ઝુકરબર્ગ આજે ઘણાના પ્રેરણા સ્ત્રોત છે Ideal છે .

તેમણે પણ તેમની હાવર્ડ યુની નો અભ્યાસ અધવચે જ છોડી દીધો 2004 માં

અને સોની પ્રિય એવી ફેસબુક સોસીયલ મીડિયા સાઈટ નું સર્જન કર્યું.


આજે અબજો લોકો તેમની સાઈટ નો લાભ લે છે. દુનિયા અરબો લોકોની આ પ્રિય સાઈટ છે .

જેણે ઝુકાર્બર્ગને દુનિયાના ટોચના અમીર બનાવ્યા અને ભરપુર નામના પણ આપી છે.

દુનીયામાં જ્યાં ભણતર ને ડીગ્રી નું મહત્વ વધી રહ્યું છે ત્યાં દુનીયlના આ ટોચના અમીરો અને પ્રસિદ્ધ લોકોની શોધો

અને જીવનની કહlની કઈ અલગ જ સાબિત કરી જાય છે.

ડીગ્રી કરતા પણ મહેનત અને ઝનુન તેમજ કૈક કરવlની ઈચ્છા ડીગ્રીના ભણતર કરતા વિશેષ છે.


આ વિશ્વના આજના સફળ લોકોની સ્ટોરી છે.

આપણો ઈતિહાસ આવી વિભૂતિઓથી ભરેલ છે.

જેમની પાસે ઉચ્ચ ડીગ્રી નથી કે કોઈ વિશેષ અભ્યાસ નથી કર્યો.

પણ દુનિયામાં નામ કમાયા છે, પેસા કમાયા છે .
તેમજ ઇતિહાસમાં પ્રસિદ્ધ બન્યા છે.

આજના સોફ્ટવેર અને IT ક્ષેત્રના આ મહાન લોકો આજે જ છે એમ નથી .

અન્ય બીજ્નેસ્મેન , તેમજ વિજ્ઞાનીકો પણ આ યાદીમાં સામેલ છે .

અમેરીકામાં તો હવે એમ જ કહેવાય છે કે કોલેજની ડીગ્રી કે અભ્યાસ પાછળ ૪ વરસ બગાડવા

અને લlખો રૂપિયા રોકવા કરતા વગર ડીગ્રીએ જ લાખો ડોલર અને નામ પણ કમાઈ શકાય છે.

ભારતમાં પણ આવા લોકોની સંખ્યા સારી એવી છે.
દુનિયાના બીજા દેશોમાં પણ આ હકીકત બની છે .

ઇતિહાસમાં કે આજે પણ લખપતિ કે કરોડપતિ બનવા કે કોઈ ખાસ ક્ષેત્રમાં નામ કરવા

અને અlગળ આવવા માટે કોલેજ્કે યુનીવર્સીટીની ડીગ્રી હોવી જરૂરી નથી.
ખાસ કરીને યુંનીવ્ર્સીટીનો અને ડીગ્રી અભ્યાસક્રમનો યુગ શરુ થયો તે અરસામાં જ અlવl સ્કૂલ ડ્રોપ આઉટ કે કોલેજ ડ્રોપઆઉટ

ઇતિહાસમાં નવી શોધ સંશોધનો કરીને પેસા અને નામ બને કમાયા છે.

૨૦ મી સદીના અંતમાં અને ૨૧ મી સદીની શરૂઆતમાં આવા અમીરો ઇતિહાસમાં પણ પ્રસિદ્ધ બન્યા છે.

એટલુજ નહિ દુનીયા ને અને માનવજાતને ઘણું મોટું પ્રદાન પણ આ લોકોએ કર્યું છે.


અમેરીકાના પ્રસિદ્ધ અબજોપતિ રોકફેલર નું નામ પણ આ યાદીમાં છે.

જોન રોક્ફેલરને અમીર બનવું હતું ડીગ્રી લેવાનો સમય બગાડવો પોસાય તેમ નહોતો.

અમેરિકાના રોકફેલર ઇતિહાસના અમીરોની યાદીમાં ટોચના ક્રમે આવે છે.

૧૬મl વરસે થોડો અભ્યાસ કરીને સ્કૂલ છોડી. તેઓ કેરિયર બનાવવા લાગી ગયા.

તેમણે ઓઈલ ઇન્ડસ્ટ્રી માં મોનોપોલી -સર્વભોમ્ત્વ મેળવ્યું.

તેમનું સામ્રાજ્ય તે સમય તેલ ઉધોગમાં હતું.

૧૯૦૨મl રોકફેલર પાસે ૨૦૦મિલિયન ડોલરની સંપતિ હતી.

તો અવસાન પામ્યા ત્યાં સુધી તો અનેક ઘણી વધી ગઈ હતી.

તેમણે અનેક સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓ માં દાન કરીને સ્થાપના પણ કરી છે.

આવા જ બીજા અબજોપતિ હેન્રી ફોર્ડના નામ થી કોણ અજાણ છે.

ડેટ્રોઈટ બહારના ફlર્મમાં જન્મેલા હેન્રી ફોર્ડના પિતાને હતું કે દીકરો ફાર્મ નો ધંધો- ખેતી સભlળશે.

પરતું હેન્રી ફોર્ડે ૧૭ વરસની ઉમરે ઘર છોડી એપ્રેનટીસ્ટ ની નોકરીમાં ડેટ્રોઈટમાં લાગી ગયા.

. તે સમયમાં મોટર કlર બનાવીને મોટો બિજનેસ શરુ કર્યો હેન્રી ફોર્ડની ફોર્ડ ગાડીઓનું દાયકાઓ થી દુનિયlમાં સામ્રાજ્ય ચlલે છે.

હેન્રી ફોર્ડે નામનો જ અભ્યાસ કર્યો હતો.


આ યાદીમાં અમેરિકા ના જાણીતા અને લોકપ્રિય પ્રમુખ અબ્રાહમ લીકન અને

બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડા સર વિન્સ્ટન ચર્ચિલનો પણ સમlવેશ થાય છે.

મર્યાદિત અભ્યાસ- સ્કૂલ સાથે ઇતિહાસના મહાન નેતાઓની યાદીમાં તેઓ આ વે છે.

પ્રસિદ્ધ લેખક નાટ્યલેખક અને કવિ વિલિયમ શેક્સપીયર પણ સ્કૂલ ડ્રોપઆઉટ ની યાદીમાં છે.

શેક્સપીયર રોમિયો જુલિયેટ અને મેકબેથ જેવી ઇતિહાસમાં પ્રસિદ્ધ કૃતિઓના સર્જક બની ગયા .

નવાઈ લાગશે પણ વિશ્વના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો ન્યુટન અને આઈનસ્ટlઈન પણ સ્કૂલ ડ્રોપ આ ઉટ હતા.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED