Twisted Love - 16 books and stories free download online pdf in Gujarati

ટ્વીસ્ટેડ લવ - (PART 16)

( પાછલા part માં જોયું કે kartik vaidehi ને એક હોશિયાર student બનાવી દે છે,but vaidehi ને લઈને kartik હજુ એટલો love નહીં કરી શકતો જેટલો vaidehi kartik ને કરતી હોય છે એટલે kartik ને આ વાત ખટકતી હોય છે એટલે તે આ સવાલ નો જવાબ ગોતવા vacation માં  આશ્રમ માં  જવા માંગે છે અને vaidehi ના પાડે છે છતાંય તે જવાનું કહેતા vaidehi ગુસ્સે થઈને ચાલી જાય છે અને kartik પણ આશ્રમ માં આવી જાય છે clg ના vacation માં. હવે આગળ ) 



બ્રહ્મકુમારી આશ્રમ ને હું મારું બીજું ઘર જ સમજતો, કારણકે જયારે હું ક્યાંક અટવાયેલો હોવ ત્યારે અહીંયા આવાથી મારાં મન ને શાંતિ મળતી, મારાં અનેક સવાલ ના જવાબ મળતા.હવે આ આશ્રમ જોડે અલગ પ્રકાર નો relation બંધાઈ ગયું હતું એટલે જ શાયદ હું અત્યારે  મારી gf ને મૂકીને અહીંયા આવી ગયેલો.

બ્રહ્મકુમારી આશ્રમ અમારા શહેર ની બહાર ની બાજુ ઘોંઘાટ થી દૂર એક એવુ સ્થળ છે જ્યાં લોકો મન ની શાંતિ માટે આવે છે.આશ્રમ ની આજુબાજુ બહાર ની side  વિશાલ બગીચો છે જ્યાં અલગ અલગ પ્રકાર ના ફૂલ છોડ વાવેલા છે.

અહીંયા મોટા ભાગ ના લોકો સાંજ ના time પર આવતા કારણકે સાંજ ના time અહીંયા થોડાક પ્રવચન પછી સંધ્યા આરતી માટે આવતા.જયારે અમુક લોકો સવાર ના વહેલા ગુરુ દર્શન માટે આવતા.but હું તો અહીંયા થોડાક દિવસો પૂરતો રહેવા આવેલો કારણકે અહીંયા આશ્રમ તરફ થી રહેવાની સુવિધા પણ હતી.

બસ મને તો આ જ જોતું હતું કે આખો દિવસ ધ્યાન લગાવીને પોતાના મન ને શાંત કરવાનું.હું વિચારતો કે vaidehi ને મૂકીને અહીંયા આવી ગયો મેં ભૂલ તો નહીં કરી ને.

હજુ મેં એક દિવસ શાંતિ થી પસાર કર્યો.ત્યાં બીજા દિવસે તો જાણે ધરતીકંપ આવી ગયો life માં. હવે તમે લોકો વિચારશો કે એવુ તો શું થઈ ગયું એક દિવસ માં.વાત જ કંઈક એવી છે કારણકે અહીંયા entry થાય છે story ની બીજી heroine ની.

હું આશ્રમ ના બગીચા માં સવાર ના 6 વાગ્યાં માં ધ્યાન લગાવી ને બેઠો હતો. અમુક ઘરડા લોકો યોગા કરતા હતા મારાથી થોડેક દૂર. આશ્રમ હતો એટલે વધારે પડતા વૃદ્ધ લોકો જ જોવા મળતા.

હું મેડિટેશન માં કઈંક વધારે પડતો જ તલ્લીન થઈ ગયો હતો ત્યારે મારાં કાન માં ઝાંઝર નો અવાજ સંભળાયો.
અચાનક ત્યાંના ઠંડા પવન માં એક અલગ પ્રકાર ની શાંતિ પ્રસરાવા લાગી.આવા સવાર ના ઠંડા પવન સાથે એની મહેક જાણે પ્રકૃતિ સાથે collab કરવા લાગી.મારું મન જે શાંતિ ગોતવા આવેલું તેને એની શોધ પુરી થઈ ગઈ હોય એવુ લાગ્યુ. મને આંખો ખોલીને જોવાની જરૂર જ ના લાગી.એનાં પગ ના ઝાંઝર પણ જાણે પોતાની ધૂન બનાવીને એ છોકરીને ખુશ કરવા પ્રયત્ન કરતા હશે.

મારૂ મન વિચારવા લાગ્યું કે આ આશ્રમ માં એવુ બધું કોણ આવ્યું છે કે મારાં મન ને ધ્યાન લગાવ્યા વગર શાંત કરી દીધું.મેં હળવેક રહીને મારી આંખો ખોલીને જોયું તો એક છોકરી સિમ્પલ white ડ્રેસ પહેરીને બગીચામાં એકદમ જબરદસ્ત શાંતિ થી ચાલી રહી હતી. મને એનો ફેસ સરખો ન દેખાયો કારણ કે આગળ ની તરફ ચાલી રહી હતી અને હું એને પાછળથી જોઈ રહ્યો હતો.એનાં ખુલ્લા પગ ઘાસ પર એક પછી એક કદમ માંડી રહ્યા હતા અને એટલા white પગ હતા કે એનાં પગ ના તળિયા આછા ગુલાબી રંગના હતા અને એવા જ રંગના એનાં હાથ હતા.એનાં ખુલ્લા રેશમી  વાળ સાથે ઠંડો પવન મસ્તી કરી રહ્યો હતો.અને એ એકપણ વાર પાછળ ફર્યા વગર આગળ ચાલતી રહી.દુઃખ બસ મન માં એક વાત નું રહી ગયું કે એનો face જોવા ના મળ્યો અને તે છોકરી આશ્રમના બગીચો પાર કરીને આશ્રમ માં આવેલા મહિલાઓના રહેવાના સ્થળ કે જ્યાં મહિલાઓ આશ્રમ માં રોકાતી તેમને મહિલા આરામ ગૃહ માં રહેવા દેતા.

મેં vaidehi ના વિચાર ને side માં મુક્યો પછી મને એક જ વિચાર આવવા લાગ્યો કે આવી છોકરી આશ્રમ માં શું કરે છે?કોણ છે?

મને ખબર હતી કે અત્યારે ભલે મને એનો face ના દેખાયો પણ આજના દિવસ માં તે પણ દેખાઈ જશે. જેને મારી સવાર કાંઈ પણ કર્યા વગર આટલી સુંદર બનાવી દીધી એનાં તરફ attraction થવું વાજબી હતું.

હજુ એકાદ કલાક હું ત્યાં જ બેઠો રહ્યો પછી હું ઉભો થઈ આશ્રમ માં અંદર ની તરફ ગયો અને ત્યાં રામ જપ ચાલુ હતો, ત્યાં બધા કીર્તન કરતા હતા તો હું પણ ત્યાં જઈને બેસી ગયો.

હરે રામા હરે ક્રિષ્ના

ની ધૂન વાતાવરણ માં ગુંજી રહી હતી અને ત્યાં જ પાછી પેલી સવાર વાળી છોકરી ને મેં પાછી જોઇ. તે side માં ઉભી ઉભી રામ ધૂન સાંભળીને ગણગણતી હતી. તેના face પર ચમક જોઈને જ ખબર પડી ગઈ કે આ સવાર વાળી જ હોવી જોઈએ but મેં confirm એનાં હાથ પર થી કર્યું.



શું કહેવું મારે એ છોકરી વિશે...

એનું વર્ણન કરૂ તો કયામત આવે...

એનાં રેશમી વાળ જોઈને તો હવા ને પણ ગેલ આવે...

અરે એનાં આંગળીઓ ની લાલાશ જોઈને તો સસલા ને પણ શરમ આવે... 

કેમ કહેવું મારે એને દૂર થી કે તારી આંખોથી જોવાનું બંદ કર કારણકે એની હરણી જેવી આંખો સામે જોઈને દિલ માં પણ આફત આવે...

મને એની smile નું તો કોઈ પૂછતાં જ નહીં...એની મીઠી smile ને જોઈને તો ભલભલાની શામત આવે...

એનું વર્ણન કરૂ તો કયામત આવે...


એ જ ગુલાબી રંગના  હાથ હતા જે મેં સવારે જોયેલા. પાછુ મન coma માં ચાલ્યું ગયું.કારણ કે એ હતી  જ એવી.મોટી મોટી એકદમ હરણ જેવી આંખો, dark eyebrows, એકદમ પાતળા but લાંબા હોંઠ અને એમાંય પાછુ એકદમ નકશીકામ કામ વાળું નાક. એકદમ ટૂંક શબ્દ માં બોલું તો એને જોઈને એમ જ લાગે કે જાણે કોકે અમૂલ્ય પથ્થર  માં નકશીકામ કરીને ચીતરેલી અપ્સરા માં ભગવાને જીવ નાખી દીધો હોય. 


તેને જોઈને મારાં મોઢામાં થી રામધૂન બન્ધ પડી ગઈ એટલે બાજુ માં બેઠેલા એક વડીલે મને હાથ ના ઈશારા થી સમજાવ્યો કે ધૂન માં ધ્યાન લગાવ અને પહેલીવાર નાછૂટકે સત્સંગ કરવો પડ્યો.

મેં મારાં મન ને સમજાવ્યું કે દોસ્ત આ બધું મિથ્યા છે, આશ્રમ માં આવ્યો છો તો રામ નું નામ લે નકામો છોકરી પાછળ ના ભાગ એક તો already તારી gf તારાથી ગુસ્સે બેઠી છે ઘરે અને તું અહીંયા બીજી gf બનાવા ના ચક્કર માં પડે છે.પછી યાદ આવ્યું કે અહીંયા હું એવી છોકરીને  ગોતવાની તલાશ કરું છું કે જેના લીધે મારું મન શાંત રહે અને મને એનાં માટે એકદમ જબરદસ્ત feeling આવે એવી જ feeling કે જેવી vaidehi મને જોઈને કરે છે.

રામધૂન પતવા નું નામ નહોતી લેતી અને ઓલી પછી બહાર ની બાજુ ચાલી ગઈ.હે ભગવંત !! આવું જ કરવાનું મારાં જોડે. હુ હજુ વાત કરતો મારાં મન જોડે ત્યાં જ પુર્ણાહુતી થઈ રામધૂન ની.

મેં કીધુ ચાલો ભગવાને સામું જોયુ આપણી. પછી હું બહાર side ગયો એને ગોતવા પણ ત્યાં પણ success ના મળી.પછી હું થાકીને બેઠો ત્યાં એક દાદીમા બોલ્યા કે, " બેટા, થોડાક ફૂલ લઇ આવને બગીચા માં જઈને મંદિર માં મુકવાના છે અને મારે હજુ બીજી તૈયારી પણ કરવાની છે. "

આશ્રમ માં એકબીજા ની મદદ કરવું ફરજીયાત હતું. કારણકે આશ્રમ વાળા એવુ માનતા કે મદદ કરવાથી મન સ્વચ્છ થાય છે અને નિર્દોષ બની જાય છે. એટલે હું પણ ઉભો થયો અને ચાલ્યો બગીચા બાજુ તે આશ્રમ ની બહાર ની side હતો.

હું પૂજા માટે ફૂલ ગોતતો હતો but જેવા દાદીમા ને જોતા હતા એવા નહોતા મળતા એટલે હું થોડોક અંદર ની side ગયો.

હજુ ગોતતો જ હતો ત્યાં પાછો એક છોકરી નો અવાજ સંભળાયો. જોયું તો તે મારી તરફ આવતી હતી.

she : મને ગોતતો ગોતતો તો અહીંયા નહીં આવી ગયો ને તું... છોકરી જોઈ નહીં ને પાછળ પાછળ આવી ગયા...

me : રામ જેવા છોકરા પર તમે આવા આરોપ લગાવો છો મેડમ.

she : આ તો મને અહીંયા કોઈ તારી ઉંમર નું દેખાયું નહીં એટલે just પૂછી લીધું.

me : તો તો મારે તમારા પેલા પૂછવું જોઈએ કે તમારાં જેવી beauty અહીંયા શું કરે છે?

she : ખોટી line ના માર એકલી જોઈને...

me : સાચું કેવું બી ગુનો લાગે છે તમને તો.

she : એક તો plzz તું મને તમે તમે કેવાનું બંધ કર તારા કરતા તો નાની જ છું હું.

me :  આ તો શું તને એમ ના લાગવું જોઈએ કે હું તને respect દઈને નહીં બોલાવતો.

she : તું તો યાર હવે રોવડાવીશ મને અત્યારે...

me : તે મને કીધુ નહીં કે તું અહીંયા શું કરે છે??

she : તું અહીંયા જે કરે છે એ જ હું કરું છું વધારે સવાલ ના પૂછ.

me : ભલે.... હું જાવ છું મારે બીજા પણ કામ છે.

she : તારે ધ્યાન ધરવા સિવાય બીજું પણ કામ હોય છે??  ??

me : ઓહહ listen મેડમ... મારે ફૂલ વીણવા ના છે પ્રભુ ના ચરણો માં મુકવા છે તમારી જેમ નહીં કે સવાર સવાર માં કોઈ પર આરોપ લગાવવાના.

she : બસ કર પગલે મેં ઇતની ભી બુરી નહીં હું... ચાલ હું જ તારી help કરી દવ ફૂલ ગોતવામાં...

એ બોલતી હતીને સુર રેલાતા હતા.એકદમ style માં લહેકા સાથે વાત કરતી એ. અમુક શબ્દો ને વધારે પડતા લાંબા કરી નાખતી અને અમુક શબ્દો ને સાવ ટૂંકા શ્વાસે બોલતી.એને મને ફૂલ ગોતવા માં help કરી.

she : જા તું ફૂલ લઇ જા પછી મળીએ આપણે તારા જોડે વાત કરવા માં મજા આવે છે...ડાયરો જમાવીએ time લઈને

me : એ બધું તો થશે તારું નામ તો બોલ...

she : લે હું પણ સાવ ભૂલી જ ગઈ....by the way I'm mahek....

me : ગજ્જબ નામ છે એકદમ...

she : ગજ્જબ વાળી... તારું નામ કોણ બોલશે?? તું કાંઈ સલમાન ખાન નહીં તો મને તારું નામ ખબર હોય...

me : લે તને કેમ ખબર મારું નામ સલમાન ખાન છે??

she : કેવું છે કે નહીં??

me : Kartik કહીને બોલાવજે ને તું તારે...

she : નખરે તો તેરે હી...વાંધો નહીં નિરાંતે તારા નખરા નું solution કરી નાખીશ..

me : તો હું હવે જાવ છું દાદીમા બિચારા ફૂલ ની  રાહ જોઈને થાકી ગયા હશે.

she : તો જા મેં ક્યાં તને પકડી રાખ્યો છે..

me : કાંઈ વાંધો નહીં હું જાવ છું..

કહી ને હું નીકળી ગયો ત્યાંથી અને દાદીમા ને ફૂલ દીધા તો તેમને તો મારો જીવ કાઢી લીધો બોલી બોલીને...

આટલી વાર લાગે??? પૂજા નો time વયો ગયો???

હજુ વધારે પડતા આરોપ લગાવે એની પેલા હું તો sorry બોલીને ભાગ્યો ત્યાંથી.

ગમે એમ તો આશ્રમ હતો એટલે પાછો ધ્યાન કરવા લાગ્યો તો મહેક જ દેખાવા લાગી. એનો અવાજ ગુંજતો હતો.મન - મગજ માં પહેલી જ મુલાકાત માં એકદમ જોરદાર પકડ કરી લીધી હતી એને.ગમે એમ હતું પણ મજા આવી એનાં જોડે વાત કરીને. હવે જયારે મળશે ત્યારે એનાં વિશે કાયક વધુ જાણવા મળે એ જ મન જંખતું હતું.કારણકે એનાં ઉંમર ની એકેય છોકરી અહીંયા નહોતી. આ આશ્રમ માં મોટા ભાગે વડીલ વૃદ્ધ જ જોવા મળતા. હું તો જોકે પેલેથી જ આવતો. But આ મહેક નું અહીંયા આવવું મને બોવ નવાઈ વાળું લાગ્યું.

છેલ્લે તો વિચાર એ જ આવતો કે એવુ બધું શું હશે એને કે આશ્રમ માં આવી એ?? કોણ છે?? મને એનાં પ્રત્યે આટલુ બધું feel કેમ થવા માંડ્યું?? કંઈક તો હશે જ suspence.....

કાંઈ વાંધો નહીં વધારે ના વિચારશો બધું ખબર પડી જશે મળીએ next part માં ....


JUST KEEP CALM AND SAY RAM


(ક્રમશઃ )


__________________________________

dear વાંચકો,
   twisted Love મારી પહેલી શુરુઆત છે. તમારા સૂચનો અને મંતવ્ય always આવકાર્ય છે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવ comment section માં or instagram માં dm થકી આપી શકો છો.

on Instagram: cauz.iamkartik


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED