ચારિત્ર્ય (બે લઘુકથા) Ashq Reshmmiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

શ્રેણી
શેયર કરો

ચારિત્ર્ય (બે લઘુકથા)

                                        ચારિત્ર્ય
         ચોફેર નવરાત્રિનો ઉમંગ ઉટપટાંગ બનીને ઉછાળા મારી રહ્યો હતો. આવનાર નવરાત્રીનો મોઘમ જગમગાટ અને યુવા હૈયાઓનો  થનગનાટ વીતેલી દરેક નવરાત્રીઓને ફીકી પાડી રહ્યો હતો.
 નવરાત્રી એટલે કે લોકોને અને જગતને પોતાના રૂપનાં તથા અદાઓની કાજળઘેરી કામણગારી અદાઓથી નખશિશ આંજી નાખવાનો અવસર. દરેકના દિલમાં અધૂરા ઓરતા બનીને વસી જવાનો જાણે અણમોલ અવસર!
  "દીદી!  કેવી લાગુ છું જોજે જરા?" સૌંદર્યના સાધનોથી સજ્જ બનેલી દિવ્યલત્તાએ ગોળ ઘૂમીરી લેતા આયનામાં જોઈને પૂછ્યું.
  "અદલ અપ્સરા!" તીરછી નજર નાખીને પાછું અવંતીએ ઉમેર્યું:"શાયદ, ઉર્વશી કે મેનકા પણ તને જોઈને અંજાઈ જાય. કે પછી તારા દેખાવથી ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠે એવી પરી લાગે છે હો!"
 "ત્યારે તો દીદી!" આછા આછા કમખાની દોરી બાંધતા- બાંધતા દિવ્યલત્તાએ આગળ ચલાવ્યું:"ગરબા ચોકમાં આજે મારો વટ પડી જવાનો, વટ! લોકો માતાને વીસરીને તરસથી-  ટપકતી નજરે મારા દીદાર કરશે, હં!"
 "દિવ્યુ, સૌંદર્ય તો ગણિકાઓમાં પણ દરિયાની માફક ઉભરાય છે કિન્તું  શું કામનું?" દિવ્યલતાના માસૂમ ગાલ પર મેશનું ટપકું કરતા અવંતી આગળ બોલી:" દીદી! સ્ત્રી ચારિત્ર્યથી શોભે છે, સૌંદર્યથી નહિ. લોકોના હૃદયમાં આપણું ચારિત્ર્ય વસવું જોઈએ. સૌંદર્ય નહીં સમજી!" કહીને એને દિવ્યલત્તાને પ્યારથી ચૂમી લીધી.
  એ સાંભળતા જ દિવ્યલત્તા જાણે ઉગાડી પડી ગઈ હોય, તદન નિર્લજ્જ થઈ ગઈ હોય એમ વિવશ  બની ગઈ. રડી પડી. મનમાં જ બબડી:"દીદીએ મારી, એની સગી બહેનની સરખામણી ગણિકા સાથે કરી?"  એ હીબકે ચડી ગઈ.
 સુંદર શરીર પુરુષોના હવસની ભૂખ સંતોષે છે. જ્યારે સુંદર ચારિત્ર્ય પુરુષોના મનને મોહી લે છે. પુરુષો ભલે બાહ્ય રીતે સૌંદર્યનો આશિક હોય કિન્તુ મનના ભીતરથી તો ચારિત્ર્યવાન સ્ત્રીની જ ખેવના રાખતો હોય છે. માટે જ તેઓ પોતાની સ્ત્રીને અપ્સરાની માફક તૈયાર થયેલ જોઈ શકતો નથી. અને અન્ય સ્ત્રીને સૌંદર્યથી મઘમઘતી જોવા તલસતો - ઝંખતો હોય છે!
  અવંતિએ દિવ્યલતાને છાતીસરસી ચાંપી, છાની રાખી. એના આંસુ લૂંછતા બોલી:" રડ નહી દિવ્યું. બકા, જો તો તારું મેકઅપ, આ  મહા મહેનતે તૈયાર કરેલું તારું સૌદર્ય આંસુઓના વહેણમાં ધોવાઇ રહ્યું છે!"
 "સૌંદર્ય ભલે ધોવાતું હોય દીદી, ચારિત્ર્ય ન ધોવાવું જોઈએ! ચારિત્ર્ય તો આપણું અમૂલ્ય અલંકાર છે. હવે હું પ્રાણની માફક એનું જતન કરીશ!"
*     *     *



                           વ્યથા

      નવી જાતના રોગે એને હમણાનો ભરડામાં લીધો છે. 
એની આંખે અંધાપો બેઠો છે, છતી આંખે! 
નયનોમાં જાણે ગાંધારી ઊતરી છે.
કાન તો સાવ બહેર મારી ગયા છે. 
કશું સાંભળી શકવા સમર્થ જ નથી. 
ધ્રુબાંગ કરતો ઢોલ વાગે તોય એને તો લાગે જાણે ટાંકણી જ પડી છે! 
કાને બહેરાશ ઊતરી છે કે મગજ બહેર મારી ગયું છે એની એને ખુદને જ  ગતાગમ પડતી નથી! 
સત્ય જોઈ જોઈ શકે છે, અનુસરી શકતો નથી! 
સત્યનો સાથ ચાહવા છતાં પણ આપી શકતો નથી, હીજરાય છે. 
ઘણીવાર એને લાગે છે જાણે ઘેટાના ટોળાનું એ ટાઢું ટબુકલું છે! 
ને ક્યારેક લાગે છે જાણે એ સિંહ છે- પાંજરામાં પુરાયેલો! 
લુખ્ખી ગુલામીમાં એ  ગરકાવ થઈ રહ્યો છે- સઘળું જાણવા છતાં- મૂંગા મોઢે. 
ખબર નથી પણ તાળીઓ પાડવાની તો એને જબરી મજા આવે છે! 
રોજ મુજરાના સપનાઓમાં જ રાચતો રહે છે. 
ક્યારેક એકાંતમાં એ રડી પડે છે. 
જે ઘટનાને જાહેરમાં સમર્થન આપતો હોય છે એ જ ઘટના ઘરના ખૂણામાં એને રડાવી જાય છે! 
ગમતું નથી એને ગમાડવું પડે છે. 
કહો ને કે ઝાપટ મારીને ગાલ લાલ કરવાની જબરી ફાવટ આવી ગઈ છે.
બળાત્કારીઓ તરફ અણગમો છે. 
જાહેરમાં આવા જલ્લાદો પર થૂંકે છે, ને કોઈ યુવતીને ટૂંકા વસ્ત્રોમાં જોતાં જ ટપકતી લાળે 'આહ!' નીકાળતા  એ શરમાતો નથી.   
       ઘણીવાર એને એમ લાગે છે કે એજ સર્વસ્વ છે ને છતાં પણ એ જાણતો નથી કે એનો અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે.
સત્યનો સાથ આપી શકતો નથી ને અસત્યને સ્વિકારી સકતો નથી, માંય ને માંય રિબાય છે!
હુલ્લડો, ટોળું જોઈ આવેગમાં અટવાય છે, કશું જ કરી શકતો નથી. 
એનું બ્રેઈન, હાર્ટ અને થિંકિંગ પાવર હેક કરી ને હેંગ કરી નાખવામાં આવ્યા છે એનું એને ગૌરવ છે! 
ખૂન, રિશ્વત, બેઈજ્જતી, અરે માણસની એને કંઈ કિંમત નથી. 
એને તો બસ મૂંગામંતર થઈ તમાશો જોવાની જાણે લોટરી કે નોકરી લાગી ગઈ છે! 
માણસાઈ, રાષ્ટ્રપ્રેમ સળગી રહી છે ને એ મહીં તેલ રેડીને મજા માણી રહ્યો છે. 
પશુને પ્રેમ જતાવવાની પેરવીમાં એ માણસની મહોબ્બતને રગદોળી રહ્યો છે. 
એને ક્રાંતિ કરવી છે, કિન્તું ટોળાનો હિસ્સો બની જાય છે, માત્ર હિસ્સો!

એણે આંખ ઝીણી કરી. 
બધું ધુંધળું કળાતું હતું. 
ક્યાંક કશું લૂંટાતું હતું, ક્યાંક કશુંક સળગી રહ્યું હતું.  કશેક કંઈ ગરબડી રંધાઈ રહી હતી, ક્યાંક કશુંક ચૂંથાતું હતું, ને વળી ક્યાંક ગંધાતું હતું. 
કિન્તું જાણે કોઈએ એને લાચાર કરી લીધો હતો.
એને હ્રદય નહોતું પણ એ જીવી રહ્વો હતો જાણે!


-અશ્ક રેશમિયા.