પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :
અખૂટ જનમેદની માં રાધા નાં અલૌકિક દર્શન શ્યામસુંદર નેં થાય છે.
ભાવુક થઈ જાય છે,છતાં રુક્મણી નેં રાધા પાસે મૂકી ત્યાં થી તરત જ ચાલ્યા જાય છે.
હવે, આગળ:
દ્વારિકાધીશ તો એમની પ્રેમિકા, પ્રિયા, હ્રદયેશ્વરી,માનુની ને એક નજર નીરખી તેમને રુક્મણી નેં સોંપી ત્યાં થી ચાલ્યા ગયાં.
પણ, અહીં રુક્મણીનાં હૈયે ધબકાર વધી ગયા. આટલાં મહાન આ માનુની નો હું સામનો કેવી રીતે કરીશ?
મારી ઓળખાણ એમનેં કેવી રીતે આપીશ?
એમનાં વ્યક્તિત્વ સામે મારી શું લાયકાત?
આટ આટલાં દિવસો નાં વલોપાત અનેં તપશ્ચર્યા પછી તો એમનેં મળવા નુંંં સૌભાગ્ય મળ્યું.
પણ, એમાં પણ, આ હૈયે, કેવો છે પ્રભાવ??
શું ચાહે છે વિધાતા અનેં કેવી મારી મહત્વકાંક્ષા??
આમ, વિચારો નાં વમળે ચઢેલી રુક્મણી પેલાં વૃક્ષ તરફ આગળ વધે છે, જ્યાં રાધારાણી તેમની સહેલી વિશાખા અનેં લલિતા સાથે વાતો માં મશગૂલ છે.
એમનાં હૈયે જરાપણ, વ્યાકુળતા નથી. એમનેં ખબર છે,સ્વામી સદેહે મનેં મળવા નાં નથી. અનેં બાકી જેને મનેં મળવું હશે, એને સ્વામી જ મનેં મળાવશે. એટલે, એ, તો કોઈ ની રાહ પણ, જોતાં નહોતાં.
રુક્મણી એમની નજીક આવી. અનેં અભિવાદન અનેં પ્રણામ કરી, એમની ઓળખાણ આપી. વ્યવહારકુશળ અનેં વિનમ્ર રાધારાણી એમનેં ભેટ્યાં, અનેં ઓળખાણ આપવા ની જરુર નથી, હું તમનેં ઓળખું છું એમ, જણાવ્યું. કાના ની પ્રેમિકા અનેં પત્ની એમની સખીઓ સાથે એક રથ માં બેસી, રોહીણીમા અને દેવકીમાનાં તંબુ પાસે આવ્યા.
રોહીણીમા યશોદામૈયા નેં મળી એકદમ ભાવુક થઈ ગયાં. રોહીણીમા એ દેવકીમાનેં યશોદામૈયા નેં મળાવ્યા. લાલા ની બંને મા પરસ્પર મળી સજળ નેત્રે એકબીજા નેં જોઈ હરખાઈ ઉઠ્યા. સાતે રાણીઓ ઉઠી નેં બહાર આવી અનેં યશોદામૈયા નેં ચરણસ્પર્શ કર્યો. આ, અનોખું મિલન જોઈ નેં દ્વારિકાધીશનેં તેમની આંખો પર ભરોસો ન આવ્યો. પણ, ઈશ્વર નેં પોતાનેં પણ, માનવસહજ લાગણીઓ સ્પર્શે છે, એનું આ ખરેખર, અનોખું ઉદાહરણ છે..
રોહીણીમાએ રાધા નેં જોઈ નેં એ આનંદિત હ્દયે એની પાસે દોડી ગયાં. એનેં ભેટી નેં ખૂબ રડ્યાં. પછી, દેવકી મા નેં રાધા ની ઓળખાણ આપતાં કહ્યું, "જો દેવકી આ છે,તારાં લાલા ની બાળસખી રાધિકા"!!!!
અનેં રાધિકાએ દેવકી મા નાં ચરણસ્પર્શ કર્યા. અનેં શરમાઈ નેં યશોદામૈયા પાછળ જઈનેં છુપાઈ ગઈ.
રુક્મણીએ સાતે રાણીઓ ની રાધારાણી સાથે ઓળખાણ કરાવી. અનેં થોડાં વાર્તાલાપ પછી, બધાં પોતપોતાના મુકામે આરામ કરવા પધાર્યા, ત્યારે, સાતેય રાણીઓ રુક્મણી સાથે રાધારાણી અનેં સખીઓ નેં લઈ નેં એમનાં મુકામ પર પહોંચ્યાં.
દ્વારિકાધીશ નાં પલંગ પર હ્દયેશ્વરી નેં બેસાડ્યા, અનેં સૌનેં જળ આપ્યું. અનેં રુક્મણી જ્યાં રાધારાણી નાં ચરણ માં બેસવા જાય છે,ત્યાં રાધિકા એ, એમનેં હાથ પકડી પોતાની બાજુ માં સર્વ રાણીઓ સાથે બેસાડ્યા.
પોતાનાં મુકામ સ્થાન ની બહાર ઉભા રહી, છાનાં-માનાં આ દ્રશ્ય જોઈ આનંદ માં ભાવવિભોર બનેલાં નંદકિશોર અત્યંત ખુશ હતાં. એમની, હ્દયેશ્વરી અનેં બધી જ રાણીઓ એકસાથે બેઠાં હતાં. અનેં ખુશી થી વાતો કરી રહ્યા હતાં.
આવું બધું તો ખરેખર આ સર્વેશ્વર સાથે જ થાય. આપણાં મનુષ્યો નાં પ્રેમ માં આટલી શક્તિ જ ક્યાં છે? બલિદાનો આપ્યા પછી, વિરહ સહન કર્યા પછી પણ, મિલન અશક્ય જ છે ,આવી, અગાઉ થી ખબર હોવાં છતાં, પોતાનાં પરિવાર માટે, આટલો મોટો ત્યાગ કરવો, આપણે તો વિચારવા ની લાયકાત પણ, ધરાવતાં નથી. અનુસરવા નું તો આપણાં વર્તન માં ક્યાંથી આવે? અનેં આને જ સાચા પ્રેમની પરાકાષ્ઠા કહેવાય. જેની અભિવ્યક્તિ વ્યક્તિગત હોવાં છતાં જગત માટે, ઉદાહરણરુપ બને, અનેં સ્વાભાવિક રીતે, એને, સમાજ માં સ્વીકૃતિ મળે.
વર્ષો નાં વિરહ પછી, માનુની મળ્યા!!
છતાં પણ, ના મળી શક્યા???
આયોજન આવું પોતે જ કરી રહ્યા!!!!
જગત માં ઉદાહરણ બનવા પોતે રડી રહ્યા!!!!
કૃષ્ણાઅવતાર ને સફળ કરવા પોતાની ગૌલોકેશ્વરી થી આટલાં દૂર રહ્યાં!!!!
વૃષભાનનંદીની પણ, એમનાં આયોજન માં સાથે રહ્યા????
ગૌલોકેશ્વરી નો સાથ ધરતી પર છૂટ્યો!!!!
વર્ષો નો વિરહ, પ્રેમ નેં છતાં પણ, પચ્યો!!!
રાધામાધવ ની વચ્ચે જેટલાં અંતર વધ્યાં????
અંતર આત્મા નાં એટલાં જ ઘટ્યા!!!
પ્રણય ની પરિક્ષા નું પરિકથા તરફ પ્રયાણ!!!
આમ, જ મળ્યા વિધાતા નેં પ્રીત નાં પ્રમાણ???
પ્રીત અનોખી, રીત અનોખી, રાધામાધવ ની કથા અનોખી!!!
જીવન સાથે જોડવા માત્ર થી જીવન બનેં સુખી!!!!
પ્રેમકથા રાધામાધવ ની, અનેં સાથ એમાં અનોખો રુક્મણી નો!!!
જીવનમાં ઉતારતાં જઈએ!!!!
સમાજ માં રહી નેં સમ્યક સન્માન મેળવતાં રહીએ!!!
વિરહરસ માણતાં પણ, સદા ખુશ રહેતાં શીખીએ!!!!
બલિદાનો આપી નેં રાધામાધવ ની જેમ જગત માં મહેંકી જઈઅે!!!
ઘણું બધું જગત નેં આપતાં શીખીએ!!!!
સૃષ્ટી નેં સદા સમજતાં રહીએ????
આમ, સાતે રાણીઓ, રુક્મણી અનેં રાધિકા આ બધાંએ સાથે બેસી નેં ખુબ વાતો કરી. દ્વારકાધીશ નું બાળપણ, જાણે, રાધારાણી સાથે અરીસો બની આવ્યું. ખુબ વાતો કરી સૌએ. રુક્મણી રાધારાણી ની ખુબ આગતાસ્વાગતા કરી.
રુક્મણી ની તો ખુશી નો પાર નહોતો.
એમણેં જેને પ્રેમ કર્યો એ, દ્વારિકાધીશ ની પ્રેમિકા નેં પણ, એ પોતાનું દિલ દઈ બેઠાં હતાં.
દ્વારિકાધીશ કરતાં વધારે એ રાધા નેં પ્રેમ કરવા લાગ્યાં હતાં.
એમનાં બલિદાન નેં એ ઉત્કૃષ્ટ પ્રેમ ની પ્રતીતિ સમજી તરીકે સ્વીકારી રહ્યાં હતાં.
અખંડ
અચળ,
અજેય,
અમર,
અવર્ણનીય,
અલૌકિક,
આનંદમય,
અસ્ખલિત,
અવિરત,
આસ્થામય,
નિરંકારી,
નિર્દોષ,
નિર્મળ,
નિર્મોહી
એમનાં આ પ્રેમ નેં નવો જન્મ લઈ એ જીવવા માંગતા હતાં.
આવી, એમની મનઃસ્થિતિ માં પણ, એમણે, રાધારાણી નો અતૂટ આવિર્ભાવ થયો. એમનાં મન ની તમામ ઇચ્છા ઓ પૂરી થઈ ગઈ. જીવન પાસે હવે, કોઈ પણ, વાત ની ઈચ્છા બાકી રહી નહીં.
મહેમાનો નાં સ્વાગત માટે કેસર વાળા દૂધ નાં કટોરાં અનેં ફળાહાર મુકામ પર આવી રહ્યા હતાં. અનેં આગ્રહ કરી કરી નેં આ દુધ નાં કટોરાં રાધારાણી અનેં તેમની સખીઓ નેં આરોગાવવા માં આવી રહ્યાં હતાં.. રાધારાણી નેં તો "તમેં આટલું નાં પુરુ કરો તો તમનેં તમારાં વ્હાલાં શ્યામસુંદર નાં સોગંધ"એમ કહી દુધ આરોગાવ્યું રુક્મણી એ.
સંધ્યાકાળ થતાં નંદબાબા યશોદામૈયા વૃજ પાછાં વળવા ગાડાં માં બેઠાં. રોકાઈ જવાં માટે, રોહીણીમા અનેં દેવકીમાનેં સાથે લાલા ખુબ આગ્રહ કર્યો, પણ, તેઓએ સૌ વૃજવાસીઓ નેં લઈનેં ત્યાંથી સુખરૂપ નીકળવાની ઈચ્છા બતાવી. એટલે, સૌએ એમનેં ભાવભીનીવિદાય આપી.
સૌ રાણીઓ સાથે વાતો અનેં આનંદ માં સમય પસાર કરી રાધારાણી તો સખીઓ સાથે આગળ નાં ગાડાં માં જ વૃજ જવા થોડીવાર પહેલાં જ નીકળી ગયાં હતાં.
બધી ખુશી ની પળો નેં સમેટતાં અનેં યાદ કરતાં, પાંડવો સાથે આખું યદુકુળવંશ શાંતી ની નિંદ્રામાં માં પોઢી ગયું. વર્ષો પછી, પાંડવો નેં પણ, ખુશી નાં દિવસો માણવા નું સૌભાગ્ય મળ્યું. અનેં દ્વારકાવાસીઓ નેં પણ. સૌ દ્વારકાધીશ નોં વારંવાર આભાર માનતાં હતાં.
રુક્મણી પાસે તો શબ્દો જ નહોતાં!!!
એમની વાચા મૂક બની ગઈ હતી???
આંખો માં અવિરત જીવંતતા ભરી હતી.
ખુશી ની લહેર એમનાં હૈયે ફરી હતી!!!!
સંવેદનાઓ લાગણીઓ નેં સ્પર્શી હતી????
માંગણી એમની સર્વોચ્ચ ભેટ માં પરિણમી હતી!!!!
ઉત્સાહ ની અટારીએ જાણે, ઉત્સવ ની બની સમીતી!!
આ ખુશીઓ નેં વિધાતા ની પણ, મુક સંમતી!!!!
અનંત આકાશે થી થઈ સુગંધિત પુષ્પો ની વૃષ્ટિ???
આનંદ નાં આંગણે, લાગણીઓ નાં પારણાં!!!!
રાધા સંગ રુક્મણી નાં મીઠાં સંભારણાં?????
વિષાદ નાં વાદળો માં રાધારાણી નાં આગમન નાં ઓવારણાં!!!
જીવન પર થયાં રાધારાણી નાં પ્રેમમય અમીછાંટણાં!!!!!
અત્યંત ખુશ બંને પતિપત્ની જ્યારે મુકામ પર મળ્યા, અનેં બંને જ્યાં પોઢવા ની તૈયારી કરતાં હતાં, ત્યાં, અચાનક, રુક્મણી ની નજર દ્વારકાધીશ નાં ચરણ પર પડી.મોટાં મોટાં લાલ લાલ ઉઝરડાં પડેલાં હતાં, એમાં, અનેં જોતાં જ દુ:ખ થાય એમ હતાં. પણ, દ્વારિકાધીશ છતાં પણ, શા માટે આટલાં શાંત હતાં, મંદ મંદ હસતાં હતાં????
રુક્મણી એ તરત પૂછ્યું, "સ્વામી આ ઉઝરડાં કેવી રીતે પડ્યાં? "
ક્યાં જઈ પાડી લાવ્યા આ?
મનેં કે'તા કેમ નથી કાંઈ?
અનેં ઉપર થી હસ્યા કરો છો?
શું હશે દ્વારકાધીશ નો જવાબ?
ત્યાં સુધી રુક્મણી નાં મન માં કેવો વિષાદ?
વાંચો, વિચારો ને જણાવો.
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સદાય હસતાં રહો.
મીસ. મીરાં....
જય શ્રી કૃષ્ણ.....