Radhapremi Rukmani part - 4 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 4

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ):-

કોણ લૂંછશે કાના નાં આંસુ?
કોણ લાવશે રુક્મણી નેં ભાન માં?

હવે આગળઃ

દ્વારકાધીશ કાના એ રુક્મણી ની જીદ સામે પોતાનું હૈયું ખોલી દીધું. એક સ્ત્રી હઠ સામે દ્વારકાધીશ ભગવાન હોવા છતાં પણ નમી જવું પડ્યું. પણ, એમ કંઈ એ નમેં એવા થોડાં હતાં, આ બધી એમની લીલાં નો એક ભાગ જ તો હતો. પણ, રાધા માટે નાં એમનાં એક એક આંસુ માં એમનાં અનેં રાધા નાં એક એક બલિદાનો ની મીઠી અનેં એ પણ ખરા અર્થની ભીનાશ હતી.

એતો ઈશ્વર છે, સર્વેશ્વર છે, એમનાં આંસુ એમણેં જ લૂછવા પડે છે. ભલે ને આપણાં એક એક આંસુ એ લૂછતાં. રુક્મણી એ દ્વારકાધીશ નેં સાચો પ્રેમ કર્યો હતો, છતાં પણ, એની આવી કેવી પરીક્ષા? આવા, વિચારો માં બેભાન થયેલાં રુક્મણી નેં જળ નો છંટકાવ કરી દ્વારકાધીશ ભાન માં લાવ્યા. પણ, એમની આંખો પર સવાલો નાં પડેલાં કંઈ કેટલાં પડળો એ, જાણે, એમનાં અસ્તિત્વ નેં અંધકારમય બનાવી દીધું છે.

દ્વારકાધીશ નાં કોમળ છતાં મજબૂત શ્રી હસ્ત માં જાણે રુક્મણી નાં પ્રેમ નો એક અધૂરો અહેસાસ છે, જે રાધા નાં પ્રેમ ની યાદ માત્ર અપાવી જાય છે, રાધા ને નહીં. અનેં આ અહેસાસ નો અનુભવ રુક્મણી નેં ત્યારે થાય છે, જ્યારે, દ્વારકાધીશ, રુક્મણી નેં ઉંચકી નેં તેમનાં  જાજરમાન, મખમલી, દુધાળા સફેદ પલંગ પર સુવાડે છે. આમ, તો ત્યાં બે પ્રેમી નું જ અસ્તિત્વ છે, જે એકબીજા નાં પ્રેમ નેં ઝંખે છે. પણ, બંન્ને ની આંસુભરી આંખો નાં ધુંધળા દૃશ્ય પાછળ એક જબરજસ્ત અસમંજસ છે, કેમકે બે પ્રેમી તો છે, એકલતા માં, પ્રેમ ની અભિવ્યક્તિ કરવા,,,,, પણ....?????? રુક્મણી દ્વારકાધીશ નેં ઝંખે છે, અનેં દ્વારકાધીશ કાનો બની રાધા ને ઝંખે છે.

પ્રેમ ની આ તે કેવી પરાકાષ્ઠા,,,,,

કેવી અસહ્ય આ અઘરી પરીક્ષા?????

કે પછી પ્રણય ની અનોખી આ પરિકથા??????

રુક્મણી નાં દિલ માં છે દ્વારકાધીશ ની વ્યથા!!!!!!

અનેં દ્વારકાધીશ નેં જોઈએ છે વ્રજ ની  પેલી રૂપાળી રાધા,,,,,

નથી કહેવાતું, નથી સહેવાતું,,,,,,

નિર્દોષ આ પ્રેમ માં શું કરવું? નથી કાંઈ સમજાતું?????

આાવેગો  આ અળગા નથી રહેતાં....

સાચા પ્રેમી અમથાં મળી નથી જતાં....

બલિદાનો પછી પણ, સૌનાં પ્રેમ પૂરાં નથી થતાં!!!!

હોશ સંભાળેલાં બંને પોતાનાં પ્રેમી નેં જ ઝંખે છે,

એકબીજા માં અમથું જાણેં પોતાનું।  જ અસ્તિત્વ ડંખે છે.

હોશ માં આવેલાં રુક્મણી નો જાણેં ફરી થી એ જ સવાલ, "કહો નેં સ્વામી કોણ છે આ રાધા? "
ફરી થી જાણેં બધું ભૂલી ગયા છે? કે પછી સત્ય સ્વીકારવા એમનું હૃદય જાણેં તૈયાર જ નથી.
રુક્મણી ની લટો માં પ્રેમ થી આંગળીઓ પસવારતાં દ્વારકાધીશ જાણે કહી રહ્યા છે, "હા, પ્રિયે તમેં બધું બરાબર સમજ્યા છો. "પણ, એમનાં માં હિંમત નથી હવેં કાંઈ પણ કહેવાની, જાણેં થાકી ગયા છે, હવે, ગોકુળ થી મથુરા અનેં મથુરા થી દ્વારકા સુધી ની તમામ ફરજો બજાવી ને. હારી ગયા છે, આ બધાં નાટકો અનેં તેનાં પાત્રો ગોઠવી ને!!!!

જાણેં ગોકુળીયા ગામે જઈ વસવું છે,,,,,

માતા યશોદા નેં મળવું છે!!!!!

વ્હાલી રાધા નાં આંસુ બની ને એમનાં હ્દયસ્થળ નેં ભીંજાવું છે. (કાના નાં વૃજ છોડ્યું પછી રાધા ક્યારેય એમની યાદ માં રડ્યા નથી, રખે નેં આંસુ ભરી આંખ ની ઝાંખપ મારાં કાના ની ઝાંખી ને ઓઝલ કરે!!!!)

અનેં વૃજ ની એ રેતી નેં જઈ નેં નમવું છે.....

"મહર્ષિ નારદ  મહેમાન કક્ષ માંથી રાજમહેલ મહેલ માં પધારી રહ્યા છે, દ્વારકાધીશ નેં ભેટ કરવા આતુર છે. "રુક્મણીમહેલ નાં દરવાજે દાસી નો અવાજ રણક્યો. ગાઢ નિંદ્રામાં થી, પ્રગાઢ તંદ્રા માંથી, અનેં જાણે, એક અવિસ્મરણીય સ્વપ્ન માંથી દ્વારકા નાં રાજારાણી જાણે, બહાર આવવાનાં અનેં સ્વસ્થ થવાનાં પ્રયત્ન માં છે.

રુક્મણી ની ચર્ચા ફરી અધુરી રહી ગઈ. ગોકુળ છોડ્યા પછી કાના એ મથુરા અનેં દ્વારકા માં રહી નેં હંમેશા પોતાની જાત નેં એટલી વ્યસ્ત રાખી હતી કે, એમનેં રુક્મણી માટે ક્યારેય સમય જ મળ્યો નહોતો, કારણ કે એમનેં રાધા નો એટલો બધો વિરહ હતો કે વ્યસ્ત જીવન અનેં વ્યસ્તતા નેં જાણેં એ વરી ગયા હતાં.

જતાં જતાં બસ એટલું બોલતાં ગયાં, મારાં માથે દ્વારકા ની બહું મોટી જવાબદારી ઓ છે આવી વાતો માટે મનેં સમય નથી. છતાં પણ, કાલે, મહર્ષિ નારદ નેં મળી લેજો, હું એમનેં જણાવી દઈશ. તમારાં આગળ નાં સવાલ નાં જવાબો તમનેં એ જ આપશે. ત્યાં સુધી સ્વસ્થ થાઓ તમેં દ્વારકા નાં મહારાણી છો.

આ વ્યથા તમારાં ચહેરા નેં શોભે નહીં.  તમારી સુંદરતા નેં તો એ સંતાડી જ દેશે, પછી પ્રજા અનેં મહેલ માં સૌ તમારી સુંદરતા ની મજાક ઉડાવશે. અનેં મારી સુંદર રાણી માટે આ બધું હું કદાપી સહન નહીં કરી શકું. રુક્મણી નાં મુખ પર પ્રેમાળ શ્રી હસ્ત ફેરવતાં દ્વારકાધીશ જ્યાં દરવાજા તરફ આગળ વધવા જાય છે ત્યાં, રુક્મણી ની પ્રેમાળ નજરો એમનાં પર પડે છે.એઝબીજા નાં હાથ માં પરોવાયેલ હાથ, કોયલ ની મીઠી કૂક, વાતાવરણ માં ઉપવન નાં ફુલો ની મીઠી સુગંધ, દરિયા નાં મોજા ની બંને ની આંખોમાં ખારાશ, કમળ ની પાંદડીઓ જેવી ગુલાબી પાપણો નું આમ બંધ થવું, અનેં જટકાભેર રુક્મણી નું દ્વારકાધીશ નેં પોતાની તરફ ખેંચવું,,,,,???????

પ્રણય ની પરાકાષ્ઠા એ પહોંચેલા બે અનોખા પ્રેમી

સમજણ ની સ્મૃતિઓ માં વીસરી નેં,

પ્રેમ માં વીંધાવા ચાલ્યા છે,

રૂદિયા નેં હારી નેં એકમેક માં જીવનભર મહાલ્યા છે,

વેદના છે, વિષાદ છે, વ્યથા છે, અનોખી આ એમની કથા છે, એ જ પ્રણય થી આપણનેં સમજાવવા ચાલ્યા છે.!!!!!

પ્રણય ની આ ચરમસીમા, પરાકાષ્ઠા હશે પ્રેમની કે ,અમથી એક પરિકથા?
દ્વારકાધીશ શું રુક્મણી નાં પ્રેમ નેં ન્યાય આપી શકશે ખરાં?

જોઈએ આવતાં અંકે.

ત્યાં સુધી,સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, છતાં પણ, હસતાં રહો.

મીસ મીરાં.........

જય શ્રી કૃષ્ણ.........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED