Radhapremi Rukmani part - 2 books and stories free download online pdf in Gujarati

રાધાપ્રેમી રુક્મણી ભાગ - 2

પૂર્વાનુભાવ(ગતાંક નો સારાંશ)-

શું હતો રુક્મણી નાં હૈયા નો વલોપાત ?
ક્યાંક નજરે ચડતો અલગ જ વિષાદ નો અહેસાસ....

હવે આગળ:-

અનોખા વિષાદ માં વલોવાતી રુક્મણી જ્યારે અનાયાસે દ્વારકાધીશ ને અથડાય છે..

એક અલૌકિક અનુભૂતિ ની મીઠાશ જાણે વાતાવરણ માં ભળી જાય છે.

બંન્ને પ્રેમી હૈયા નજરો થી પણ ટકરાય છે, અનેં આખી દ્વારકા નગરી જાણે સ્વર્ગલોક બની જાય છે.

રુક્મણી નાં લલાટ(કપાળ) પર ની પરસેવો ની બૂંદો માં દ્વારકા ધીશ નેં જાણે પોતાનું સર્વસ્વ  લૂંટાઈ જતું દેખાય છે, કેમકે પોતાની પ્રિયતમા પત્ની નાં હૈયાં ને વાંચી લીધું છે એમણે. પણ, એનાં શ્રી મુખ થી જ્યાં સુધી નાં કહેવાય ત્યાં સુધી એ વિષાદ નો કોઈ ઉકેલ પણ કેમ કરી ને થાય? ઈશ્વર તરીકે,,,,, નહીંતો એમની ગરિમા તૂટી જાય. ।।।।।।

ભક્ત અનેં ભગવાન વચ્ચે પણ આટલો જ નાજુક સંબંધ છે..ભગવાન સર્વકાંઈ  ભક્ત નું જાણવા છતાં લાચાર છે, જ્યાં સુધી ભક્ત એમની સામેં હૈયું નાં ખોલે.. એમની ગરિમા ને જાળવી નેં જ એ ભક્ત નાં હ્રદય નેં પામી શકે, અનેં ભક્ત એમનાં વિશ્વાસ ને..

રુક્મણી નો હાથ ઝાલી એનેં રુક્મણી મહેલ તરફ દોરી જતાં દ્વારકાધીશ નો મીઠો સ્પર્શ પણ, આજે રુક્મણી નેં સળગાવી રહ્યો છે. અનેં આ જ લાગણી એનેં અંદર થી રડાવે છે, કે, પ્રિયતમ નો નિઃસ્વાર્થ સ્પર્શ આજે મનેં આટલો સ્વાર્થી કેમ લાગે છે?

પોતપોતાનાં મન નેં પંપાળતા બંન્ને પ્રેમી આજે એક સાથે હોવા છતાં દૂરદૂર લાગે છે. રુક્મણી મહેલ નાં દરવાજે પ્રવેશતાં જ રુક્મણી અનેં દ્વારકાધીશ નાં  શ્રી મુખે થીએકસાથે એક જ વાક્ય સરી પડ્યું, "શું થયું છે પ્રિયે? "?????????

મહેલ ની અટારીએ ઉભા ઉભા આજે દરિયો પણ શાંત ભાસે છે, જાણે એની લહેરો માં ઉઠેલા સવાલો એ એની ગતી નેં રોકી લીધી છે. ઉપવન માં થી વા'તા ઠંડા પવન ની લહેરખી ઓ માં ઉડતી દ્વારકાધીશ અનેં રુક્મણી નાં કેશ ની લટો એકબીજા માં જાણેં વીંટળાઈ  વળી છે. એકબીજા નાં હાથ માં પરોવાયેલાં હાથ સ્પર્શ નેં થોડું  શરમાવી પણ રહ્યા છે. છતાં પણ વાતાવરણ માં શાંત વાતો નાં પડઘા જાણેં શાંતી ભંગ કરી રહ્યા છે. અચાનક દરવાજે પહોંચેલી દસ્તક થી ભાવ ની પરાકાષ્ઠા તૂટી જાય છે. "સ્વામી, મહર્ષિ  નારદ તમનેં મળવા ઉત્સુક છે. "

દાસી નાં સ્વર થી વાતાવરણ માં ભાવ બદલાઈ જાય છે. "હા, એમનેં દ્વારકેશભવન માં આમંત્રિત કરો, હું જલ્દી એમની સાથે  ભેટ કરુ. "આટલું બોલી દ્વારકાધીશ જ્યાં રુક્મણી નો હાથ છોડાવા જાય છે, ત્યાં જ રુક્મણી  હિંમત કરી ને "વ્હાલાં થોડી વાર રોકાઈ જાવ નેં મારાં મન નેં શાંત કરી નેં જાવ નેં, પ્રશ્ન  ની પરાકાષ્ઠા તૂટી જાય એટલો વિષાદ મન માં છે. "

હાથ છોડાવતાં દ્વારકાધીશ "જલ્દી પાછો આવું. "વદી નેં રુક્મણી મહેલ માં થી ધરાહર નીકળી જાય છે, અનેં રુક્મણી નો વિષાદ ત્યાં નો ત્યાં જ રહી જાય છે.

રોજિંદા રાણીવાસ નાં કાર્યો પરવારી રુક્મણી ફરીથી બપોર નાં ભોજન સાથે વ્હાલાં ની વાટ માં વિહરે છે. આજે, ભૂખ અનેં થાક બંન્ને  સંતાઈ ગયા છે, અનેં એમનું સ્થાન પ્રશ્નો  એ લીધું છે.

આમતેમ ફરે છે,

કૃષ્ણા (રુક્મણી) જાણેં કાંઈ પણ કરે છે.

અજીબ આ કશ્મકશ છે જેમાં હૈયું હારી એ રડે છે.

કોણ છે આ "રાધા" નેં કેમ આટલાં એમનેં સૌ સ્મરે છે?

સવાલો નાં સ્પર્શ માં મન ની મીઠાશ નેં પણ એ તોડે છે.

મારાં પ્રિયતમ ની પ્રીત માં આમ અવિરત મનેં કોણ વહેંચતું ફરે છે?

અસ્તિત્વ વગર પણ એનાં, આમ વારંવાર મનેં એ મળે છે.

સવાલો કંઈ કેટલાં મારાં હૈયાં નાં હિલોળે છે.

જલ્દી થી સ્વામી નાં આગમન નેં એ તરસે છે.

બપોર નાં ભોજન સાથે વાટ જોતી રુક્મણીનાં વિરહ નો સમય જાણેં પુરો થાય છે. સ્વામી નાં આવવા સાથે ભોજન નાં કાર્ય સમાપ્તિ પછી, જરાક વામકુક્ષી કરતાં સ્વામી અનેં રુક્મણી બંને નાં મન નાં ઘોડા પાછાં વિચારો નાં મેદાન માં દોડવા લાગે છે.

પણ.. અચાનક, અખૂટ હિંમત ભેગી કરી રુક્મણી ઉવાચ:"આ રાધા  કોણ છે સ્વામી? તમારો નેં એમનો શું સંબંધ છે? "

પાણીપાણી થતાં અનેં નખશિખ  ધ્રુજતાં રુક્મણી નાં અંગેઅંગ માં જાણે એક અજીબ આગ ની લહેરખી પ્રસરી ગઈ. અનેં આ જોતાં પ્રભુ એ પ્રિયતમાના  ધ્રુજતાં હાથ પોતાનાં હાથ માં લીધા, પોતાની પડખે બેસાડ્યા,અનેં દ્વારકાનરેશે એમનેં જળ (પાણી) આપ્યું. માથે હાથ પસવારતાં પોતાની એકદમ ઓછું બોલવાની અદા માં બોલ્યાં, "આ સવાલ નાં જવાબ ની જવાબદારી મેં રાજમહેલ માં કોઈ નેં સોંપી છે, એ કોણ છે? અનેં તમારાં સવાલ નો જવાબ બંને તમનેં કાલે ચોક્કસ મળી જશે. ત્યાં સુધી શાંત થાઓ પ્રિયે. "

વ્રજ છૂટવાની સાથે લાલા ની તમામ લીલાં, વાંસળી,ગાયો,ગોકુળ,નંદયશોદા,ગોપગોવાળ,મિત્રસખા,માખણમીસરી,અનેં એ ખવડાવનાર........ (રાધા) ની સાથે એમનું બોલવાનું પણ જાણે ચોરાઈ ગયું હતું.

આજ માટે રુક્મણી પાછા ત્યાં નાં ત્યાં જ....... એ જ પ્રશ્નો ની માયા માં, વિચારો ની છાયા માં, વિષાદ નાં પડછાયા માં અટવાતા..

શું કહેશે કાલ?????

અનેં શું થશે રુક્મણી નાં હાલ?????

ફરી મળીએ આ રાધા કોણ છે ?નાં સત્ય સાથે...

ત્યાં સુધી  સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતાં રહો, નેં રાધે રાધે રટતાં રહો....

જય શ્રી કૃષ્ણ।।।।।

મીસ મીરાં ...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED