રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 9 Purvi Jignesh Shah Miss Mira દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધાપ્રેમી રુક્મણી ભાગ --- 9

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :-

યોજના થી આયોજન સુધી કાર્ય પડ્યું છે,પાર!!
રાધામાધવ મિલન નો શું હશે રોહિણી મા નો પ્રતિભાવ???

હવે, આગળ :

રાધા વર્ણન નું સંગઠન, એનું પ્રબળ આયોજન, અને, યોજના નું સફળ મનોમંથન આ, બધું અલગ પ્રયોજન થી જ પાર પડ્યું હતું. મહેલ નાં દરેક સદસ્યો નાં અલગ અલગ પ્રયોજન હતાં, આ યોજના પાછળ. રુક્મણી સહિત તમામ રાણીઓ ની પત્ની તરીકે, ની એક અલગ ચિંતા, થોડીક હૈયે શંકા અને કુશંકા, દેવકીમા ની પોતાનાં લાલા નાં બાળપણ નેં જાણી અનેં એનેં સંતોષ થી જીવવા ની ઘેલછા. સુભદ્રા નેં પણ, આ, મંગલમિલન અનેં અલૌકિક વાતાવરણ માં વિહરવા નું પ્રયોજન. અનેં કાના નાં પ્રયોજન તો ખુદ રાધારાણી જ હતા. જે, કંઈ પણ, વાત કે, વિષય હશે, પણ, પ્રયોજન થી પ્રોત્સાહન મળ્યું, મનોમંથન બાદ આયોજન થયું, યોજના નું સફળ પરીક્ષણ થયું(રોહીણી મા દ્વારા) અનેં ત્યારે જ તો દ્વારકા નાં રાજમહેલ માં રાધાવર્ણન થયું. જે, આજે, રાધામાધવ મિલન માં સૌનેં ફળ્યું.

નકકી થયેલ સમય પ્રમાણે બપોર નાં ભોજન પછી, બધાં રોહિણીમા નાં કક્ષ માં એકત્રિત  થયાં. વાત, શરું કરતાં પહેલાં દ્વાર પર સુભદ્રા નેં ઉભા રહેવા નું સૂચન કરી, રોહિણી મા એ "રાધેરાની કી  જય" નો અલૌકિક નાદ કર્યો. એમાં સૌ એ સાદ પૂર્યો,કાના એ એમાં, સાથ ભર્યો.

રાધા ની સુંદરતા થી સૌ કોઈ અંજાઈ જતું.
મારો, લાલો તો, નિર્દોષ અનેં નાસમજ હતો.
પણ, રાધા પણ, કોમળ અને નાજુક હોવા ની સાથે, વ્યવહારકુશળ હતી.
આ બંને દિવ્યાત્મા ક્યારે મળ્યા, કેવી રીતે મળ્યા, શા માટે મળ્યા, એની પાછળ, વિધિ નું ચોક્કસ વિધાન હતું
અનેં સમગ્ર સૃષ્ટી માટે, આ મિલન એક, વરદાન હતું. કોઈપણ, ઈશ્વરીય સંકેત વગર, આ અભૂતપૂર્વ મિલન પૃથ્વી પર સંભવી જ નાં શકે.
આમ, બોલી રોહિણી મા એ આડકતરી રીતે, તમામ રાણીઓ ની શંકા-કુશંકા ઉપર સીધો પ્રહાર કર્યો.
અને, બધી રાણીઓ ની શંકા ઓ એકપછીએક દૂર થવા લાગી.

લાલા નાં રોજબરોજ નાં તોફાનો અનેં રોજરોજ ની કાના ની ગોપીઓ એ કરેલી ફરીયાદો થી કંટાળેલા યશોદામા એ આજે, માંડ માંડ કાના નેં દોરડે બાંધ્યા, અનેં પોતાનાં ઘરકામ માં વ્યસ્ત થઈ ગયાં. તોફાની કાનો જે, બે, ખાંડણિયે, એમનેં બાંધેલા હતાં, એનેં દોરડા સહિત ખેંચતા ઘર ની બહાર નીકળી ગયા. એટલું ચાલ્યા કે, વન માં પહોંચી ગયા. ત્યાં યમલા અનેં અર્જુન  નામના બે વૃક્ષો એક સાથે ઉભા હતાં એની વચ્ચે ફસાઈ ગયાં. દોરડું વધારે તાકાત થી ખેંચ્યું તો બંન્ને વૃક્ષ જમીન પર પડી ગયા. અનેં એની વચ્ચે લાલો ફસાઈ ગયો. બૂમાબૂમ કરે, પણ, કોઈ સાંભળે નહીં. ત્યારે, બે, ગોપકન્યાઓ ત્યાંથી યમુનાજી માં મહાદેવ જી ને ચઢાવવા પાણી ભરવા જતી હતી. એમણેં, કાના  ની બૂમ સાંભળી, એની પાસે ગયા. લાલા નેં બંધન માં થી મુક્ત કરાવી બે વૃક્ષ વચ્ચે થી બહાર કાઢ્યા.આ બે ગોપ કન્યા એટલે, બરસાના નાં વૃષભાન કુમાર ની દિકરી રાધા અને તેમની પ્રિય સખી લલિતા. રાધા નો મીઠો સૂર અને કોમળ સ્પર્શ લાલા નેં થયો નેં,એમની આંખો રાધા ની સુંદરતા જોઈ સ્થિર થઈ ગઈ. જાણે, આંખ નો પલકારો જ ચૂકી ગઈ .યમલા અને અર્જુન બે રાક્ષસ હતાં. અનેં આ ભવ માં વૃક્ષ બન્યા હતાં. અનેં લાલા ના હાથે એ બંને નો ઉધ્ધાર થવાનો હતો. એટલે જ લાલો એમનેં અથડાય. અને, આ એમની પૂર્વયોજના જ હતી. આમ, "યમલાર્જુન"નો ઉધ્ધાર અનેં રાધામાધવ નું પ્રથમ મિલન આ બંને,મંગળ પ્રસંગો  ની પૂર્તિ એકસાથે થઈ.

આટલી નાની ઉંમર માં પુતના જેવી રાક્ષસી ને મારનાર, શકટાસુર, બકાસુર જેવા, પ્રચંડ રાક્ષસો ને મારનાર, કાલીયનાગ નું દમન કરનારો, તુર્ણાવત ને મારનાર, દાવાનલ નેં ગળી જનારો, ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરનારો, પોતાનાં નાનકડા મુખ માં યશોદા નેં આખું બ્રહ્માંડ બતાવનાર, આ કનૈયો, નાનો બાળક છે, એવું માનવા નું વૃજવાસી ઓ નેં ક્યારેય ગળે ના ઊતરતું. કારણકે, એનાં નાના જીવે, આવા, મોટાં મોટાં કારસ્તાન તો સૌ ની આંખ માં વસતાં હતાં. એનાં તોફાનો થી આખા વૃજ નેં એણે, વશ માં કરી લીધું હતું. અને, એની બહાદુરી નો ડંકો તો મથુરાનરેશ કંસ નાં કાન ને, તો ક્યારેય ખટકતો હતો.

આ બધી, લીલાં વચ્ચે રાધા અનેં કૃષ્ણ નો પ્રેમ પાંગર્યો હતો. જ્યારે, આખું વૃજ, કાના નાં વશ માં હતું, ત્યારે, કાનો, રાધા નાં વશ માં હતો. રાધા ત્યારે"માનુની" કહેવાતા. એટલે, કે નાની નાની વાત માં એમનેં લાલા સાથે, માન ચઢતાં(ખોટું લાગતું) અને, એમને, મનાવવા માં આ સર્વેશ્વર હારી જતાં, થાકી જતાં.

એકવાર આ બધાં માન અનેં તોફાન માં રાધા ની ઓઢણી અનેં કાના નું પીતાંબર અદલબદલ થઈ ગયાં. અનેં, બંને, એવા જ પોતપોતાનાં ઘેર ગયાં. બંને જે હાંસીપાત્ર બન્યા, અનેં, ત્યારે જ તેમની પ્રીત ની જાણ, આખાં વૃજ નેં થઈ  ગઈ. પણ, રાધા ની મા નેં શંકા ગઈ, અને, બંને ની મા આમને, સામને. એક તો, રાધા મોટા હતાં, કાના કરતાં. અનેં, પાછું, કાનો, ગોવાળિયો અનેં રાધા નાં પિતાજી વૃષભાન  બરસાના નાં સંપત્તિવાન હસ્તી એટલે, મુસીબત વધવા ની જ હતી. પણ, યશોદા મા ને, રાધા એક વહુઓ તરીકે, બહું જ ગમી ગઈ  હતી. એની, પાછળ, રાધા સુંદર અનેં સ્વરૂપવાન હોવા સિવાય નો બીજો પણ, એમનો, સ્વાર્થ હતો. એ શું? એ સાંભળવા બધા ઉત્સુક હતાં.

રોહિણીમા એ ત્યારે જ સૌનેં જળ પીવડાવવા ની આજ્ઞા રુક્મણી ને કરી. પછી, રાધાવર્ણન નો વાર્તાલાપ આગળ વધ્યો.યશોદા મા નેં ખબર પડી ગઈ હતી કે, લાલો, દેવકી અને, વસુદેવ નો દિકરો છે. અને, એને, મથુરા થી ગમે ત્યારે તેડું આવશે. મારાં આ નટખટ નેં મારાં થી કેમ છૂટો કરી શકીશ?
જો આ છોરી સાથે, એનાં લગ્ન થઈ જાય તો, એ હંમેશાં માટે, વૃજ માં જ વસી જાય. મારો લાલો મારો થઈ નેં જ અહીં રહે, આ એક મા નાં હ્રદય નો નાદ હતો. અનેરો, આ સ્વાર્થ હતો. રાધા સાથે નાં લગ્ન માટે તો લાલો પણ, ઉતાવળો હતો. પણ, આ ભવ માં એ અશક્ય હતું. છતાં એ મા યશોદા નેં ચણા નાં ઝાડ પર ચઢાવતો હતો. કહેતો,

રાધિકા ગોરી સે, બીરજ(વૃજ)કી છોરી સે,
મૈયા કરા દે, મેરો બ્યાહ.

અનેં મા યશોદા કહેતા,

ઉમર તેરી છોટી હૈ,નઝર તેરી ખોટી હૈ,
કૈસે કરા દુ તેરો બ્યાહ?

શું કાના નાં લગ્ન રાધા સાથે થશે?

રાજસભા ની કાર્યવાહી માં પડેલાં દ્વારકાનાથ આજે, સંજોગોવસાત રાધાવર્ણન માં હાજર રહી શક્યાં નહોતાં. પણ, રાધાવર્ણન  નાં પ્રસંગો માં પીતાંબર અનેં ચૂંદડી અદલબદલ થઈ જવાનો પ્રસંગ જ્યારે, રોહીણીમા નાં કક્ષ માં ચાલતો હતો, ત્યારે, દ્વારકાનાથ નેં અચાનક હ્રદય માં શૂળ ઉપડ્યું. એમનાં હાથપગ ઠંડા થઈ ગયાં. એ, રાજમહેલ માં થી ઉઠી નેં ભાગ્યા. સીધા, રોહીણીમા નાં કક્ષ તરફ, જાણે, રાધા ની અલૌકિક શક્તિ એમનેં ત્યાં ખેંચી રહી હતી. અનેં સીધા જ એ અનેં બલરામ કક્ષ માં અંદર જવાની જીદ કરવા લાગ્યા. ત્યાં સુભદ્રા એ, બેવ, નેં રોક્યા. અનેં બહાર થી જ સાંભળવા જણાવ્યું. બંને, જણ, બારણાં ની બારસાખ પાસે, છુપાઈ ગયા. અને, દ્વારકાનાથ તો વ્હાલી રાધા નાં વ્યક્તિત્વ માં એટલાં ડૂબી ગયાં કે, સદાય એમની આંગળી નાં ટેરવા નાં ઉંચા આસને જ રહેતું સુદર્શનચક જમીન પર પડી ગયું. એની દ્વારકાધીશ ને, ખબર જ નાં પડી. અચાનક રાજમહેલ માં પધારેલાં નારદમુની આ બધું જોઈ ગયાં, દ્વારકાધીશ ની આ ભાવુક અવસ્થા થી એ આશ્ચર્યચકિત થઈ ગયા. અને, કંઈ કહેવા ગયા, દ્વારકાનાથ ને!!!!

શું હશે, નારદમુની નો દ્વારકાધીશ સાથે નો સંવાદ????

લાલો પરણશે શું રાધા સંગાથ?????

નારદમુની નાં અચાનક આગમન થી તૂટી જશે શું આજ, નો આ પર્યાય????

રોહીણીમા નાં આદેશ નું પાલન કરવા માટે સુભદ્રા હવે, કરશે શું પ્રયાસ?????

રુક્મણીનાં  હ્રદય માં હવે રાધા નું શું હશે સ્થાન????

બાકી બધી રાણીઓ નાં પણ, શું તૂટશે શંકા ના બાંધ????

રાધાવર્ણન માં શું થશે આગળ દ્વારકાધીશ નાં હાલ????

દેવકી મા નાં મુખ પર કેવા હશે, હાવભાવ????

રોહીણીમા નાં ચહેરા પર શું સ્મિત હશે કે, પછી, તનાવ???

રાધાવર્ણન નેં ભક્તિરસ માં ડૂબી માણો, અને,

દ્વારકાધીશ ની રાધાભક્તિ નેં અવિરત જાણો......

ત્યાં સુધી, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સદાય હસતાં રહો.

મીસ. મીરાં....

જય શ્રી કૃષ્ણ.......