રાધાપ્રેમી રુક્મણી ભાગ -12 Purvi Jignesh Shah Miss Mira દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધાપ્રેમી રુક્મણી ભાગ -12

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :

દ્વારિકા નો "નવગ્રહ શાંતીયજ્ઞ" સુખરૂપ સંપન્ન થઈ  ગયો.

સર્વકોઈ હવે, હસ્તિનાપુર નાં કુરુક્ષેત્ર માં થનાર "શાશ્વત શાંતીયજ્ઞ" માટે દ્વારિકા થી પ્રસ્થાન કરી ચૂક્યા છે.

હવે, આગળ:

નવગ્રહ શાંતીયજ્ઞ ની સમાપ્તિ સુખરૂપ થયાનો દ્વારિકા માં સૌને આનંદ છે. આનંદ ની આ પળો નેં વધારનાર કુરુક્ષેત્ર નો શાશ્વત શાંતીયજ્ઞ હવે, સહું નાં આકર્ષણ નું કેન્દ્ર છે. રાધા-મિલન નું આ છેલ્લું પ્રયોજન પણ છે, અને, આયોજન પણ, છે.

યદુકુળવંશ માં સર્વત્ર ખુશી નું વાતાવરણ છે, વૃજવાસી ઓ સાથે નાં મીલન ની ઘડીઓ ગણાવા લાગી છે.

કુરુક્ષેત્ર ની આ ભૂમી પર સર્વ રથ નેં ઉભા કરાયા છે. અખૂટ જનમેદની માં ચાલવા ની જગ્યા પણ, દેખાતી નથી. ઉભા રહેવા માં પણ, જોખમ છે. સમગ્ર આર્યાવર્ત નાં મહાતેજસ્વી રાજાઓ, ૠષિગણ, સંતમહાત્મા, અનેં ભાવિક ભક્તો થી કુરુક્ષેત્ર ની શોભા અવર્ણનીય ભાખે છે.

દ્વારિકાવાસી ઓ નેં તો યજ્ઞ નાં ઉત્સવ કરતાં વૃજવાસી ઓ નેં મળવા નો ઉત્સાહ ભારે છે.પણ,આટલી જનમેદની માં તેમને શોધવા કેમ? દ્વારિકાધીશ નું હૈયું તો હિલોળે ચઢ્યું છે. શરીર પરસેવે રેબઝેબ થઈ ઠંડુ પડી ગયું છે. કેવી રીતે શોધીશ આમાં હું મારાં માનુની ને? કેવી રીતે મળીશ હું મારાં નંદબાબા નેં યશોદામા ને? સર્વેશ્વર થઈ નેં આવી ચિંતા એમનેં શોભતી નહોતી. એમનાં તો ડાબા હાથ નો ખેલ હતો આ. પણ, પ્રીત ની આ જ તો પરાકાષ્ઠા છે. સર્વકાંઈ ભુલાવી દે, અને, બસ, પિયુ ને જ સામે લાવી દે.એક તો, આટલાં બધા વર્ષો પછી,વૃજવાસીઓ નેં મળવા નો  અવર્ણનીય આનંદ અનેં એમાંય પાછું પોતાનાં હ્દયેશ્વરી નેં આ ધરતી પર મળવા નું આ જીવન નું છેલ્લું કારણ. જાણે, સોના માં સુગંધ ભળી.

એમનાં ચહેરા પર ચિંતા ની રેખાઓ રુક્મણી એ વાંચી લીધી. શોધી નેં સૌનેં થાકેલાં અનેં નિરાશ થયેલાં દ્વારિકાધીશ તેમને ફાળવાયેલાં અલગ તંબુ માં બપોર નાં જમણ પછી પલંગ પર આરામ કરી રહ્યાં હતાં.એમણે,ઓધવજી નેં વૃજવાસી ઓ નેં શોધવા ની જવાબદારી આપી દીધી હતી. પણ, ચિંતા તો છતાં પણ, હતી જ.

ત્યારે પટરાણી રુક્મણી એ, કહ્યું સ્વામી ઓધવજી ચાલતાં ચાલતાં એકલાં એકલાં આટલી જનમેદની માં એ લોકો નેં ક્યારે શોધી રહેશે? આપણે, બંને પણ, રથ લઈ નેં  શોધવા જઈએ તો કામ, ઝડપ થી થાય.

રુક્મણી નું વાક્ય તો હજી પુરુ પણ,ન્હોતું થયું, ને, દ્વારિકાધીશ એમનો રથ કાઢ્યો, સારથી દારુક ની પણ, રાહ જોવા ના ઉભા રહ્યા. રુક્મણી ને ઝડપ થી રથ માં ચઢાવી, એમનો ધ્વજ વાળો રથ લઈ નીકળી પડ્યા. રખે નેં એમનાં રથ નો ધ્વજ કે પછી, એમનો મોરપીંછ ધારી મુકુટ દૂર થી કોઈ વૃજવાસી જોઈ લે અનેં એમનેં શોધી લે.

ખુબ જ ઝડપ થી મારી  મૂકેલાં રથ ની બરાબર સામે થી એમણે, ઝડપ થી આવતાં ઓધવજી નેં જોયાં અને,દ્વારકાધીશ નો રથ રોક્યો. વૃજવાસી નાં સમાચાર આપ્યાં. હરખભેર આવેલાં ઓધવજી એ એકીશ્વાસે કહી દીધુ, "પ્રભુ, વૃજ થી, નંદબાબા, યશોદામૈયા, રાધિકા, એમની પ્રિય સખી લલિતા, મધુમંગલ અનેં બીજા અનેક ગોપગોપાંગનાઓ યજ્ઞ માં દર્શને આવેલાં છે. એમનેં મેં આપ શ્રી સહપરિવાર અહીં પધાર્યા છો એવાં  શુભ સમાચાર આપી દીધા છે. અનેં સૌ વૃજવાસી આપનેં મળવા આતુર છે.ખાસ કરી નેં નંદબાબા નેં યશોદામૈયા!!! અહીં થી થોડે દૂર પેલી ઝાડી માં એમનેં બેસાડી નેં હું અહીં......

ઓધવ એનું વાક્ય પુરું કરે એ પહેલાં જ  દ્વારકાધીશ રથ માં થી કૂદ્યા.અનેં અશ્રભીની આંખે, ઓધવ નેં ભેટ્યાં. અનેં એનેં કહ્યું હવે, તું જ મારો સારથી બન, અનેં ઝડપ થી મનેં એમની પાસે લઈ જા. રુક્મણી તો ખુશી માં જાણે, સ્વ નું ભાન ભુલ્યા. અને,ઓધવે રથ ઝાડી તરફ પૂરઝડપે મારી મૂક્યો.

નિયતસ્થળે પહોંચી રથ માં થી ઠેકડો મારી ઊતરેલાં દ્વારકાધીશ હવે, લાલો બન્યા છે. અનેં સીધા  યશોદામૈયા નાં ચરણ માં પડ્યાં છે. બાબા નેં ભેટી નેં ખુબ રડ્યાં. આ બધું જોઈ નેં રુક્મણી પણ, ભાવુક બન્યા.લાલો બીજા વૃજવાસીઓ નેં પણ, હરખ થી ભેટ્યો. પછી, બાબા નેં પૂછવા લાગ્યા કે, ઓધવ તો કહેતો હતો કે બહું બધા વૃજવાસી ઓ આવ્યા છે. તો, બીજા બધાં ક્યાં છે?

મૈયા અનેં બાબા સમજી ગયા કે આટલાં વર્ષો નાં વિરહ પછી લાલા ની નજર કોને શોધે છે? ઝડપ થી સૌનેં રુક્મણી અનેં ઓધવ ની ઓળખાણ કરાવી. એમનાં  શ્વાસ હવે, રુંધાતા હતાં. અવાજ, જાણે, મૂંગો થઈ ગયો હતો. અનોખી અસમંજસ અનેં ના રહેવાય, ના સહેવાય અનેં કોઈ નેં કંઈ પણ નાં કહેવાય એવી પરિસ્થિતિ માં એ સ્તબ્ધ થઈ નેં ઉભા હતાં. એમનાં બાંવરાં નયન હ્રદયેશ્વરી નેં શોધતાં જાણે, થાકી ગયાં હતાં.

આવી છે શ્યામ, "રાધા" આવી છે, એની સખીઓ સાથે ત્યાં ઝાડ નીચે બેઠી છે. પહેલાં તો એણે, યમુના ઓળંગી અહીં આવવાની ચોખ્ખી નાં પાડી દીધી. અમેં તારા દર્શન ની લાલચ આપી તો પણ, એ નાં માની અનેં ના જ આવી.

અમારાં નીકળવાનાં સમયે કોણ જાણે શું થયું એને, દોડતી, કૂદતી,હરખાતી,મલકાતી,પાગલ....... પહેરેલે કપડે જ ગાડા માં બેસી ગઈ. કહેવા લાગી, "એવું તો હોતું હશે મા કે એ બોલાવે ને હું ના જાઉં? "હમણાં તો અહીં જ હતી, એટલાં માં ક્યાં ઉપડી ગઈ સખીઓ સાથે?????

નંદકિશોર સમજી ગયા, કે, પટરાણી સાથે આવેલાં છે એ નિહાળી નેં એ મારી સામેં આવે તો એ માનુની શેના? અનેં સદેહે અમેં બંને આ ધરતી પર ફરી થી મળીએ એ તો વિધાતા નેં પણ, ક્યાં મંજૂર છે?

એમણેં મૈયા અનેં બાબા નેં રોહીણીમા અનેં દેવકી મૈયા સુધી પહોંચાડવા નો આદેશ ઓધવજી નેં આપ્યો અનેં બાકી નાં વૃજવાસીઓ નેં પણ, તેમનાં તંબુ સુધી પહોંચાડવા ની વ્યવસ્થા કરી.

અને, રુક્મણી સાથે એ રાધા નેં શોધવા નીકળી  પડ્યાં.

વિરહ નાં વળગણ એવાં થઈ ગયાં,,,,,

આંખો થી આંસુ ત્યાં અળગા ન રહ્યા!!!!!

અસમંજસ નાં આરે, લાગણીઓ ઉભરાઈ????

પ્રશ્નો ની પરાકાષ્ઠા એ મનડું ચઢ્યું?????

પિયુ ની પ્રણયગાથા આગળ તો વધી!!!!!

પણ, વિષાદ નાં વાદળો હજી નાં હટ્યા!!!!

આજીવન ન મળવા નાં કોલ જ્યાં થયાં?????

સંવેદનાઓ ની સાધના છતાં ક્યાં ફળી????

આમનેસામને બે હૈયાં મળ્યા!!!!!

પ્રણય નાં પુષ્પો છતાં ન ખીલ્યાં????

શરમ નાં શેરડે આ ભવ તો તરી ગયાં!!!!

પણ, હ્દય નાં સૂર અધૂરાં રહી ગયા????

વાંસલડી નાં સૂરે બે હૈયાં નાચી રહ્યાં!!!!

પણ, એકવાર છૂટા પડ્યાં પછી, ક્યારેય નાં મળ્યા!!!!

પ્રણય ની  આ જ તો પરાકાષ્ઠા થઈ!!!!

વિરહ પછી પણ, નાં મિલન એમનાં થયા.....

અમર થઈ છે પ્રીત રાધામાધવ ની!!!!!

વર્ષો થી જોતાં વાટ, છતાં અડગ એવાં રહ્યા!!!!

મર્યાદા અનેં ગરિમા। સાચવી!!!!

સાચવ્યા એકબીજા નાં કોલ?????

સૃષ્ટી નાં સર્જનહારા નેં પણ, પડ્યાં પ્રેમ માં પારાવાર દુ:ખ!!!!

આમ, જ ઉદાહરણ જગત નેં આપ્યું????

બલિદાનો ની ગાથા છે આ પ્રેમ!!!!

વિરહ નું મીઠું રસપાન છે આ પ્રેમ!!!!

અંતર કાપીને પણ, અંતર (આત્મા)  નેં મળવા નું નામ છે આ પ્રેમ...

જગત ની જંજાળમાં માં પણ, સચવાઈ રહે છે આ અમૂલ્ય પ્રેમ!!!!

હૈયાં થી હૈયું મળે, પણ, ખોરડા (શરીર)આ આજીવન દૂર રહે, એ પ્રતીક્ષા નું પરિણામ છે આ પ્રેમ....

માનો તો વિરહ, માનો તો બલિદાન, માનો તો સુંદર સમન્વય, માનો તો હૈયાં નું હળવું હાસ્ય, માનો તો  આ અવિરત જીવંત રહેતો દિલ નો વહેતો દરિયો, જે, સંતોષ રૂપી આશિર્વાદ થી સદા રહેતો ભરિયો, બસ, આ જ છે,રાધા માધવ નો પ્રેમ!!!!

અનુભવ ની આસ્થા......

પ્રણય ની પરાકાષ્ઠા .....

સમન્વય ની અનુકંપા .....

રૂદિયા માં કંડારાયેલા નસીબ ના લેખાજોખા ....

હ્દયેશ્વરી અનેં શ્યામસુંદર ની નિરંતર પ્રણયગાથા....

શોધતાં શોધતાં એક ઝાડ પાસે આવ્યા દ્વારકાધીશ અનેં રુક્મણી . કંઈક જાણીતો અવાજ શ્યામસુંદર  નાં કાને અથડાયો. એજ, કોમળ વાંસળી નાંં સૂર જેવો હૈયું નચાવતો અવાજ. જેનાં સ્મિત માત્ર થી આખું વૃજ હિલોળે ચઢતું, અનેં જેનાં એક આંસુ થી આખું વૃજ હિબકે ચઢતું .હા.....હા.... આ એ જ મારાં માનુની નો અવાજ છે. એમનાં થી રુક્મણી સામે અનાયાસે બોલી જવાયું. અનેં નંદકિશોર થોડાં શરમાઈ ગયાં.

એક વૃક્ષ ની નીચે ચાર પાંચ સ્ત્રી ઓ ગોપીવેશ માં બેઠી હતી. વૃજેશ્વર એ વૃજેશ્વરી,વૃષભાણનંદીની,માનુની,મનમોહીની,નિત્યકિશોરી,વૃંદાવનેશ્વરી,દેવી રાધિકા ને છુપાઈ નેં એકીટશે નિહાળી રહ્યા!!!!
હરખ નાં આંસુ એ એમનું પીતાંબર ભીંજવી દીધું. મોરપીંછ મુગટ માંથી પડી હાથ માં આવી ગયું. અસ્તવ્યસ્ત વેશભૂષા માં દ્વારકાધીશ નેં જોઈ રુક્મણી નેં દયા આવી ગઈ. એમની ઉત્સુકતા પણ, વધતી જતી હતી ,રાધારાણી ને મળવાની. એમણે, પ્રિયતમ નેં  આમાં થી રાધા કોણ છે એ પૂછી જ લીધું. "પેલી આસમાની રંગ ની ઓઢણી માં વચોવચ બેઠી છે, એ જ છે,મારી ગોરી ગોરી રાધા મારાં માનુની. "

પછી, તરત જ શ્યામસુંદરે નિર્ણય કર્યો કે, રુક્મણી અનેં રાધા-મિલન માં હવે એમનું કાંઈ કામ નથી. એટલે, એમણે, રુક્મણી નેં સમજાવી દીધું કે, તમેં આગળ વધો, મારી રાધા નેં મળો,અનેં એમનેં સમજાવી-પટાવી નેં મુકામ પર લઈ આવો. હું ત્યાં સુધીમાં  બાબામૈયા ને બીજા વૃજવાસી ઓ મુકામ પર પહોંચ્યા કે નહીં એ જોઈ લઉં......

અનેં આમ, રાધારાણી નેં રુક્મણી નેં સોંપી ભારે હૈયે ને સજળ નેત્રે દ્વારકાધીશ એમની ગરિમા ને સાચવતાં  જેટલી ઝડપે આવ્યા હતાં એનાં થી વધારે ઝડપ થી ત્યાં થી નિકળી ગયા.

રાધારુકમણીમિલન ની આવી ઘડી!!!!

રુક્મણી નાં રુદિયે ગાંઠો પડી?????

માનુની ને મનાવવા ની યોજના ઘડી!!!!!

ઝડપથી આવ્યા રાધારાણી ભણી.....

શું રુક્મણી રાધા નેં મનાવી શકશે?????

મુકામ પર પોતાનાં લાવી શકશે?????

પોતાનાં અંતર ની ઈચ્છા ને પૂરી કરી શકશે?????

દ્વારકાધીશ ની પ્રેમિકા ને માન આપી શકશે?????

વાંચો, વિચારો, અનેં જણાવો.

ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં હસતાં રહો.

જય શ્રી કૃષ્ણ....

મીસ. મીરાં.....