પ્રસ્તાવના:-
સાચા પ્રેમ ની પરાકાષ્ઠા અનેં પ્રેમ ની સાચી પરિભાષા એટલે જ રાધામાધવ નો નિઃસ્વાર્થ ,અલૌકિક અવિરત,અખૂટ,અમાપ અનેં અલભ્ય પ્રેમ અનેં આત્મીયતા થી સ્વેચ્છાએ એનું આજીવન બલિદાન એટલે જ રાધાજી નું કૃષ્ણમય કોમળ વ્યક્તિત્વ.રાધામાધવ વિશે ઘણી બધી જાણકારી આપણનેં છે જ. અનેં ઉત્સવ પ્રસંગે અનેંતહેવારો નાં સાંન્નિધ્ય માં આપણેં કૃષ્ણ પત્ની, કૃષ્ણ પ્રેમી રુક્મણી નેં પણ ભાવ અનેં ભક્તિ થી યાદ કરીએ જ છીએ. પણ, આજે આ રચના અંતર્ગત હું રાધાપ્રેમી રુક્મણીજી વિશે સૌનેં કાંઈક નવીન વાતો થી અવગત કરાવીશ. અનેં મારાં થી કોઈ ત્રુટી રહી જાય તો એની અગાઉ થી મિત્રો મનેં માફ કરશો.
વિષય વસ્તુભાગ-1
ઉગતા સૂરજ ની સોનેરી કિરણો સાથે તોફાને ચઢેલો ખારો સમુદ્ર જરાક એની ધમાચકડી થી અલગ પડતો હતો. પણ, સોનેરી સૂરજ નાં કુમળા કિરણો થી છવાયેલી દ્વારકા નગરી જાણે સૃષ્ટી પર અલગ સામ્રાજ્ય જમાવી રહી હોય એમ લાગતું હતું. ખરેખર દ્વારકા દરિયા નાં સોના માં ડૂબકી મારી ઝળહળતી સોનેરી બની ચમકતી હતી. કૃષ્ણ સામ્રાજ્ય નાં રંગબેરંગી આલીશાન, જાજરમાન મહેલો થી ખચોખચ ભરેલી દ્વારકા એની શ્રીમંતાઈ માટે હંમેશા દુર દૂર સુધી પ્રખ્યાત હતી. ઉપવન અનેં રસ્તાઓ નો પણ અલગ આલીશાન ઠાઠ હતો દ્વારકા માં..
આવી, સુંદર સોનેરી સવારે કૃષ્ણમહેલ થી માંડી રાણી અનેં પટરાણીઓ તથા માવતર પક્ષ નાં અલગ અલગ મહેલો માં સર્વત્ર અલગ જ અનેં અનેરી રોનક આજે છવાયેલી હતી. પણ, આ શું રુક્મણીમહેલ માં કંઈ અલગ જ વાતાવરણ છપાયેલું છે. સવારની દોડધામ સાથે એમનાં મન ની પણ અલગ જ દોડધામ ચાલું હતી. કારણ સમજ્યા છતાં પણ, એકદમ અજાણ્યું હતું રુક્મણી માટે.
"પ્રીત ની પરાકાષ્ઠા છે પંકિતમાં કેમ વર્ણવું?
પ્રિયતમ નેં મારાં અમથું કેમ મળવું?
કારણ શોધવા છતાં એ કારણ ને પણ શું કહેવું?
કે ધડિક તો મળે છે સમય શું કહેવું?
બસ, દોડીને આમ, મારી પ્રીત નેં છે કાંઇ પૂછવું,
અમથાં લોકો કહે છે કે પછી સાચે જ "રાધા"નું
તારી જીંદગી માં આમ અવિરત રહેવું. "
આસપાસ કણકણ માં આજે રાધાજી નું વિહરવું.
મનડાં નાં ઘોડા નેં લગામો માં કેમ રાખવું?
આજ, તો સર્વસ્વ કાંઈ પારકું જ લાગતું.
અલગ અસમંજસ સાથે દ્વારકાધીશ નેં શોધતી રુક્મણી, કૃષ્ણ સામે જ અથડાતાં, શરમાઈ નેં આંખો નાં સવાલો થી મીઠાં પ્રહારો કરી, જાણે દ્વારકાધીશ કૃષ્ણને ગુનેગાર બનાવી રહી છે, અનેં જાણેં ગુસ્સા માં પ્રિયતમ નેં મૂંગા શબ્દો માં ઘણુંબધું જાણેં સંભળાવી રહી છે.
સામેં મળતાં દ્વારકાધીશ રુક્મણીનાં આ સ્વરૂપ નેં જોઈ અચંબા માં જરુર પડ્યા, પણ, દેખાડાં માટે. કેમકે, આ તો સર્વેશ્વર છે, ઈશ્વર છે, એમનાં થી શું અજાણ હોય? અનેં અજાણ કેમ? આ તો એમનાં જ લખેલાં નાટક નો એક ભાગ હતો. પણ, બસ, સાંભળવાનો હતો રુક્મણી નાં શ્રી મુખ થી તો નટખટ નંદકિશોર નેં આટલાં નખરાં તો શોભે જ ને?
દ્વારકા આ સુવર્ણ નગરી એ કદી આનંદ નાં મોજા અનુભવ્યા નથી. કેમકે, જે પ્રજા નો રાજા જ વિષાદ માં છે એ પ્રજા કેવી રીતે આનંદ માં રહી શકે. છતાં પણ, આ તો દ્વારકાધીશ અંદર અવિરત દુઃખ નો તોફાની દરિયો ઉછળતા છતાં, બહાર થી આનંદ નો દેખાડો કરી, પ્રજા નેં સુખી કરવા સદાય હસતાં જ રહે છે.
(શું છે રુકમણીનો વલોપાત, અેનાં મન નોં અલગ અહેસાસ, જાણેં દલડાં નાં યુધ્ધ નો આઘાસ..)
વાંચો અને, વિચારો.
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં સદા હસતાં રહો.!!!!
આવતા અંકે જલદી મળીએ, રુક્મણી નાં મન ની વાત લઈ.
"જય શ્રી કૃષ્ણ "
"મીસ મીરાં.. "