યે રિશ્તા તેરા મેરા 2.18 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા 2.18

યે રિશ્તા તેરા મેરા 2.18

અવની;મારી દરેક ચાલની હવે મીરાને ખબર છે.એટલે હવે,પેલા મીરાને ફસાવવી પડશે;તો જ કશુક થશે.

પણ એવુ શુ કરી શકાય કે મીરા મારા હાથમા રહેને અંશને કશુ બતાવે પણ નહી,યસ...


હજુ મીરાને અવની જોડે જ છે અવની ગેલેરીમા જતી રહી, તેણે તત્કાલ છબિલીને કોલ કર્યોને છબિલી અવનીની રાણી હાજર થય.15 જ મિનિટમા...

છબિલી આવી આ સમય એવો કે કોઇ પેશંટ ન હતુ,...

છબિલી;મે’મ આવુ?

મીરા;જી...

છબિલી એ આવીને તરત શરુ કર્યુ..

મીરા મે’મ તમારા જ કેહવાથી મે બધુ કર્યુ જુઓ,અગર મને કશુ થશે તો તમે જ જવાબદાર હુ નહી.

અવની;પણ શુ?શુ થયુ?મે શુ કર્યુ?આશ્ચર્ય થી બોલી.

છબિલી;મે’મ તમારા જ કેહવાથી મીતના દોસ્તો મે મફતનગર ના બનાવ્યા,

મીરા;વોટ?

છબિલી;તમારા જ કેહવાથી મે મીતને મફતનગરમા જતો કર્યો

મીરા;છબિલી,આ શુ કહે છે તુ?મને તો કશી ખબર જ નથી, ને શુ નાટક કરે છે તુ?

ભમર મીરાના પગે પડીને મે’મ છબિલીને કશુ ન થવા દો, એ મારો સાથી છે સહારો છે.તમારા કેહવાથી જ મે મીતને જુગાર રમતો કર્યો મે’મ અમને બચાવી લો,અમારી નોકરી જશે તો અમે શુ કરીશુ?

અવની તાળી પાડતી પાડતી આવી...

વાહ....છબિલી વાહ...તુ તો કોઇ હિરોઇનથી કમ નથી.

છબિલી;આભાર.મે’મ.

ભમર;તારી એકટીંગતો સલ્લુથી પણ કમ નથી વાહ.....

મીરા;આ બધુ શુ છે?

અવની;મને શુ ખબર કે તુ આવા પણ ખેલ કરે છે?.

મીરા;અવનીને મારવા જતા અવની એ હાથ રોક્યો...ને બોલી

અવની;મીરા,એક તો તુ છબિલીને ભમર જોડે મળીને મીતને  અવળે રસ્તે ચડાવે છે.

ભમર;હા,મે’મ

અવની;ને મારા પર હાથ ઉપાડે,મારી સીઆઇડી કરે છે?આ બધુ શુ છે મીરા?બોલ?જે અંશે તને તારા ઘરમા સાથ આપ્યો એ જ અંશને...તે લુટ્યુ અંશનું બધું જ.


મીરા;રડવા લાગી બસ અવની બસ...બોલ તુ શુ ચાહે છે?હુ તૈયાર છુ.

અવની;ઓહ,આટલી જલ્દી સમજી ગઇ તુ?છબિલી-ભમર તમે જાવ.

જી મે’મ એ ચાલતા થયા.

અવની;તુ મારા તમામ રહસ્ય જાણે છે બસ એટલુ જ કે તુ હાલ ચુપ રહીશ,અંશ કે મહેકને કશુ જ નહી કહે ને તારા લવર ને તો નહિ જ.મારી ચાલમા બાધા રૂપ નહી બને.

મીરા;ને અગર એમ ન કરુ તો?

અવની;તો વિડિઓ પણ છે જ મારા જોડે તે છબિલીને ભમરને સોપેલા કામનો.

મીરા;મે?

અવની;હાસ્તો,લગામ મારી છે ને ધોડો તારો.

મીરા;ઓકે,,,હુ કોઇને કશુ જ નહી કહુ.

અવની;ઓકે,હવે મન કોઇ પ્રોબ્લેમ નથી અવની જતી રહી.મીરા પોતાના નસીબને કોસતી રડવા લાગી,પોતાના કેવા નસીબે ભાગીને અહી આવીને કોઇ કેવા કુકર્મને કારણે અહી ફસાઇ ગઇ.જેણે સહારો આપ્યો તેની જ વિરોધમા ફસાઇ ગઇ,કશુ જ કરી શકે તેમ નથી કે નથી કોઇને કશુ કહી શકે તેમ....

મીરાને ધમકી યાદ આવે છે,અગર મીરા તે ચાલાકી કરી તો હુ છબિલીને ભમરને અંશ સામે લાવીશને મીતને પણ કહી દઇશ કે એ મીરા દીદીનુ નામ આપે કેમ કે કોઇ પણ છોકરુ પોતે ખરાબ થવા ન ઇચ્છે તુ વિચાર મીરા એ જો મારા કેહવાથી જ ગલત રસ્તો ચુની શક્તો હોય્ તો મારા કેહવાથી પોતાની બચાવ કામગીરી પણ કરી જ શકે છે,આનો સીધો અર્થ કે મીત પણ તારુ જ્ નામ આપશે.મીરા યાદ આવતા જોરજોરથી રડવા લાગી....

***
જયદિપ  અલગ રેહવા જતો રહ્યો,તે પોતાની જાતે જ રસોઇ બનાવેને જમે તો ક્યારેક બહાર જમવા જાય તો ક્યારેક બહારથી ઘેર પણ લાવે.આ બાજુ રાહુલભાઇ પોતાની વાત પર અડ્ગ છે.જયદિપ પોતાનો બધો જ ગુસ્સો ઉતારી રહ્યો.આરતીબેન મુઝાયાને નિરવા જોડે હવે કોઇ નથી બોલતુ....ના પાપા ના મમ્મા ના જયદિપ.
***

અવની પોતાનુ ધાર્યુ કરવા લાગી, આ બાજુ મીરા મુઝાયને, મહેક મીરાને ઇગનોર જ કરવા લાગી તેના મનમા એવી ગ્રંથી બેસી ગઇ કે હવે કશુ જ થય શકે તેમ નથીને મીરા જાણતી હોવા છતા પણ એ પોતાની સફાઇ આપી શકે તેમ પણ નથી.

***

મીત;કાકા 5000 આપોને!

કાકા;બેટા...

અવની;કાકા,તમારી હેસિયતને ઓકાત બહાર જશો તો આ ઉમરે નોકરી છોડવી પડશેને અમારા સિવાય કોઇ નોકરી પર નહી રાખેને યાદ છેને મારા બા ની મફત સારવાર થાય છે બાકી તેની દવાનો ખર્ચ પણ તમારાથી નીકળે તેમ નથી.

કાકા;લે બેટા 5000/-....

અવની;જા,અહી હુ છુ જ.....

મીત જતો રહ્યો....

મીરા પોતાના કામમા મશગુલ્ છે...

અંશ પણ પોતાનુ કામ કરી રહ્યો અવનીને અંશ જોડે જ હોય છેને મીરાને આકાશ બંને...મીરાનુ કામમા ધ્યાન જ ન તુ લાગતુ આકાશે પુછ્યુ તો રડાય ગયુને આકાશ બોલ્યો લો બોલો વારે વારે ઘરની યાદ આવે તો જતુ જ રહેવાય આમ દૂર રેહવાથી કોઇ થોડુ તારુ દર્દ સમજશે બોલ.?


મીરા મારુ દર્દ કોઇ સમજી શકે તેમ નથી કોઇ જ નહી

આકાશ;પ્રેમને વ્હાલથી હુ પણ નહી..

મીર;ના તુ પણ નહી જ...

આકાશ;કેમ શુ થયુ?કે હવે હુ પણ તને નથી સમજી શક્તો,કઇ ભુલ થઇ મારાથી બોલ?

મીરા;ભુલ મારાથી થઇ તારાથી નહી.

આકાશ;આજ તને શુ થય ગયુ? 1,2 દિવસથી કામમા ધ્યાન નથીને જ્યારે મે તને પુછ્યુ તો તુ આવુ બોલે છે !ઘેર કશુ થયુ મહેક જોડે?

અવની;ના,મારા જોડે થયુ.

આકાશ;શુ?

અવની;એજ કે હવે મીરાને હુ નથી ગમતી.

આકાશ;શુ?મીરા શુ બોલ્યા તમે બંને?

મીરા;એ મજાક કરે છે આપણી વાત સાંભળતી હશે સો....

અવની;તુ મને ઓળખી ગઇ હુ આવી કે મે આકાશના મો એ થી સાંભલ્યુ કશુ થયુ એટલે જ મે એમ કહ્યુ.

આકાશ;અવની,મીરા તમે બંને એ મને ડરાવી જ દીધો મને થયુ બંને દોસ્તો જગડી કે શુ?

અવની;ઓહ...

આકાશ;લેડીઝનુ નક્કી નહી એ તો ગમે ત્યારે...

અવની;બસ હો મારીશ નહીતર

આકાશ;ઓકે બાબા ઓકે નહી કહુ બસ..

અવની;અંશે ફાઇલ મોકલાવી તમારા ટૉટલ કેસની પ્રિંટ કરીને આ ફાઇલમા જમા કરાવવાની છે...

મીરા;હા...મથલી

અવની;હા,માય ક્યુટી....

***

આમને આમ એક વીક જતુ રહ્યુ...

મહેક;અંશ,આજ રાત્રે મારે લેટ થશે મારી કંપનીના નવા પ્રોજેક્ટના લોંચીંગ માટે હુ રોકાવાની છુ..

અંશ;ઓકે...હુ આવી જઇશ લેવા.

મહેક;હા,નહીતર તારા નોકરોને પણ મોકલી શકે છે.મીરા સામે જોઇને.


અંશ;મીરાને ઇશારો કર્યોને આ વખતે પણ મહેકનુ ધ્યાન એટલે જ મીરાં કશુ ન બોલી એપણ મહેકને ખબર પડી ગઇને ફરી એકવાર અંશના ઇશારાથી મીરાને મહેક દૂર દૂર થયાને મીરા મનોમન દુખી થૈઇ રહી.એ ન કશુ બોલી શકી ન રડી શકી.....

તૈયાર થઇ એ પણ જતી રહી,કોઇ પણ સંજોગોમા એ છૂટવાના પ્રયત્ન કરી શકે તેમ ન હતી...

***

મહેક પહોચી ગઇ પોતાની જગ્યા એ.....જ્યા જઇને જુએ છે તો....

તમામ તૈયારી સારી રીતે થઇ ગઇ છે થોડું જ કામ બાકી છે.ને બસ ગેસ્ટના ઇંતઝારમા જ બધા છે જેને આવવાની પુરી 3 કલાકની વાર છે.

મહેક;સર...આ બધુ...

સર;આ બધુ કર્યુ છે..."સ્વર" કંપનીના માલિક યંગસ્ટાર જયદિપે...ત્યા જ જયદિપ માણસોને કામ સોપતો આવી રહ્યો,જો ભાઇ આ બાજુથી જ બધુ લેવાનુ છે ને આ બાજુથી ગેસ્ટ આવશે તો એ બધુ મેનેજ તમારે કરવાનુ છે.

જયદિપ;અરે!!! હરિ સર તમે?

[મિત્રો આપણે યે રિશ્તા તેરા મેરા ભાગ-1 મા જોયુ પેલા મહેક જયદિપની કંપની સ્વરમા કામ કરતીને હવે હરી સરની એક્ટીવ કંપનીમા કામ કરે છે જ્યા એ મેનેજર છે ને તેનો પગાર પણ સાતમા આસમાને છે પુરા 3લાખ રુપિયા પોતે ઘણા રુપિયા કમાતી હોવા છ્તા પણ મહેકની પાસે જાણે કશુ જ નથી એવુ એ ફિલ કરી રહી એવુ તેને લાગી રહ્યુ છે]

સર;થેક્સ....જયદિપ આ બધુ તારા કારણે જ શક્ય બન્યુ.

જપદિપ;જી સર કહ્યુને તેની નજર મહેક પર પડી....એ ખુશ-ખુશાલ થય ગયો

સર;તમે બંને મળીલો હુ આવુ છુ

જયદિપ;કેમ છે?

મહેક;સારુ ને તારે?

જયદિપ;બી હેપ્પી.

મહેક;ને નિરવા?  એ મને એકવાર માર્કેટમા..

જયદિપ;હા,તેણે વાત કરેલી મને.

મહેક;તારી મેરેજ લાઇફ કેમ ચાલે છે?હવે નિરવા પણ ખુશ હશે ને?તુ પણ?મે સાંભળ્યુ તમારી સગાઇને મેરેજ અતિભવ્ય થયાને તે સગાઇમા પણ નિરવાને પ્રપોઝ કરીને જ સગાઇ કરીને મેરેજનુ સંપુર્ણ મેનેજ તારુ..


જયદિપ;બસ બસ....તેના મો પર હાથ મુકીને...એક એક સવાલ્ પુછ.ક્યાક એકાદા સવાલનો જવાબ રહી ન જાય.

મહેક;ને હવે રહી જાય તો...

જયદિપે ફરી મહેકના મો પર હાથ મુકી બોલ્યો ફર્ક તો પડે જ ને...મે પણ તને એક સમયે [હાલ પણ મનમા] પ્રેમ કરેલો.

મહેક;જવા દે...એ વાત,,,,બીત ગઇ સો બત ગઇ,તકદિર કા શિકવા કોણ કરે?જો તીર કમાન સે નીકલ ગયા ઉસ તીર કા પીછા કોન કરે?


જયદિપ;વાહ...તુ એવીને એવી જ છે


મહેક;ને તુ પણ..ક્યા બદલાયો છે.?તારી મેરેજ લાઇફ ...

જયદિપ;મસ્ત ચાલે છે....એનજોય....હેપ્પી...નિરવા મમ્મી-પાપા બધા જ...ખુશ છે ને જોડે જોડે હુ પણ.

મહેક;વાહ....મને ગમ્યુ...તે મને ભુલાવીને લાઇફને આગળ ધપાવી એક સ્ટેપ

(જયદિપના હુ આગળ ગયો જ નથી તુ મને છોડીને ચાલી ગઇ,તને બધી જ ખબર પડી તો પણ તુ પાછી ન ફરી ને અંશ જોડે સગાઇ કરીને તે તારી જિંદગીને મારા કરતા પણ એક ઉંચ્ચ સ્થાન પર કરી દીધી.ન્યુ ગોલ્ડેન સીટીના એક નામધારી વ્યક્તિ સાથે તારુ નામ જોડીને....મને તે ખુબ નાનો કરી દીધો...મનમાં વિચારી રહ્યો)

મહેક;જયદિપ,હુ તો પહેલેથી જ સંબંધોને માન આપુ છુ,ભલે તારો સંબંધ ગમે તે રીતે જોડાયો પણ તે હવે નિરવાની જવાબદારી લીધી છે ને તારે એ નિભાવવી જ જોઇએ.તારે તેને પ્રેમ પણ કરવો જોઇને ખાસ તુ લકી છે કે નિરવા એ કેવડી બદનામી પોતાને નામ કરી માત્ર તને મેળવવા માટે ને હુ...હુ તો કેવુ કરતી...ઇજ્જત આબરુ ..ખાલી ટચ...ને નિરવા...મને ખુશી છે મારા કરતા પણ વધારે પ્રેમ કરતી છોકરી તારી લાઇફમા આવી.


જયદિપ;થેક્સ...મને પણ ખુશી થય કે તુ મારી ખુશીથી આટલી બધી ખુશ છે.તારી લાઇફ?


મહેક;બસ,જો હમણા હુ ને અંશ મેરેજ કરવાના બિલકુલ મુડમા નથી.તેને પોતાની કારકિર્દી જ બનાવવી છે.ટૉપ બનાવવી છે તેની હોસ્પિટલ..

જયદિપ;તુ મારી હેપ્પી લાઇફથી આટલી ખુશ કેમ છે?મે તારા સાથે કેવુ કર્યુ ને તુ મારી ખુશીથી આટલી ખુશ છે?,તને ખબર છે હુ તારી આજ અદા પર ફિદા છુ હતોને રહીશ.

મહેક;હસીને,જયદિપ મારા વિચાર આજ પણ એજ છે જે પહેલા હતા,મે તને કહ્યુ તુ "તુ મને મળીશ કે નહી મળે એ મહત્વનુ નથી બસ તુ ખુશ રહે એજ મહત્વનુ છે."

જયદિપ;હમમ,મને થયુ મારા આઘાત પછી તુ કદાચ,,,સંબંધોમા..

મહેક;[હુ બિલકુલ વિશ્વાસ ધરાવતી નથી પણ હુ તને શુ કહુ?] વિશ્વાસ ધરાવુ છુ.આજે પણ હુ સંબંધને જ મહત્વ આપુ છુને આપતી જ રહીશ,મે પણ તને પ્રેમ કર્યો છે ને તુ ખુશ છે તો હુ પણ ખુબ ખુશ છુ કે ઇશ્વરે આપણે સાથે હતાને તારા માટે કરેલી મારી પ્રાર્થનાનો ઈશ્વરે સ્વીકાર કર્યો..

જયદિપ;નથી કર્યો બસ તને ખુશ જોવા માટે જ જુઠ બોલુ છુ મનમાં બોલ્યો.

મહેક;હે!!!

જયદિપ;હુ ક્યા કશુ બોલ્યો?

માણસ;સાહેબ,તમે આવીને જોઇલો તો.

જયદિપ;આવ્યો..

મહેક જતી રહે છે.

વધુ આવતા અંકે