પેસા ક્યાંથી આવે છે??
અને ક્યાં જાય છે?....
આ દેશમાં એવા ઘણા લોકો છે કે જેમને રાજકારણીઓ કે નેતાઓ
કે મોટા હોદાની કોઈ વ્યક્તિનો ફોન આવે કે...,
' દોસ્ત 50 લાખ રૂપિયાની જરૂર છે જરા વ્યવસ્થા કરજે। ..'
તો બધું પડતું મુકીને અહીંથી તહીથી ભેગા કરીને તરત દોડીને પહોચી જશે
પેલા મોટા નેતા ને ત્યાં અને તેના પગ પર માંથું મુકીને નોટોના બડલો ખડકી દેશે.
સાહેબ તમારો જ છું .....તમારી ગાય છું...
જયારે જરૂર પડે ત્યારે યાદ કરજો।.. બનશે તેટલા પહોચાડી દઈશ...'
બસ મારા માથા પર હાથ મુકજો.
નેતા ની નજરમાં રહેવા અને નજદીકમાં રહેવા સતત પ્રયત્નશીલ આવા લોકો પાસે
મારા તમારા જેવા NGO માટે પાંચ પચીસ હજાર ડોનેશનના નહિ હોય..
અરે કોઈ ગરીબ જરૂરત મંદ દવાં કે સારવાર ના પેસા માંગશે તો પણ હડધૂત કરશે।..
કે કોઈ ગરીબ વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ કરવાની વાત આવે તો કહેશે કમાઇ ને ભણે
મારા માટે ભણવાનું છે ?
કહીને મોઢું બગડશે અને અપમાનિત કરી શિખામણો અને ભાષણ જ રીતસર આપશે।.
નેતાઓની સેવા કરતા આ વા લોકોએ ખરે ખર તો દેશના નેતાઓને બગા ડ્યા છે .
દેશમાં રાજકારણીઓને ફટા વ્યl છે.. ..
અl મેં જેવાત કરી તે હકીકત છે... અl પણ l દેશની .. કોઈ અતિશયોક્તિ નથી। ..
હવ એકદાચ 50 લાખ નહિ 2.. 5 કરોડ ની વાત નો જમાનો છે.
જે દેશમાં આવા પેસદારો છે તે દેશ ક્યારે અl ગળ આવશે કે પ્રજા સુખી થશે તેમ મને તો લાગતું નથી...
આ પાછા એવા જ લોકો છે જે પેસા ક્યાંથી ભેગા કરશે ?
તેમ તમે પૂછશો અને સવાલ કરશો તો જવાબ છે
અને હકીકત છે કે .....
અl પેસા નાના માણસો સામાન્ય ને લાચાર માણસો ને છેતરી, લુટી પડાવી લીધેલા પેસા જ વધારે હશે..
અને પેલા મોટા ગજાના નેતાના પગ પાસે મુકશે।..
હવે પેલા નેતાજી શું કરશે આ પેસાનું તે જાણો। ....
મોટાભાગના પેસા ગજવામાં જશે...અને તેમની એ યાશીમાં જશે..
થોડા ઘણા રેલી સભા સરઘસ વગેરેમાં જશે....
બીજા ગેરકાનૂની કામોના સોદાબાજીમાં ...ડીલ માં જશે...
......જોયુ ; પેસો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે અl પણ l દેશમાં તે....
આ માત્ર ગુજરાત જ નહિ દેશમાં બિહાર હોય કે ઉતરપ્રદેશ કે દક્ષીણ ભારત
સહિતના દેશમાં મોટા ભાગો ને રાજ્યોમાં બને છે..
આવી છે માનસિકતા અને વાસ્તવિકતા। .
કેવી બિહામણી અને માનવામાં ન આવે તેવી પણ હકીકત છે...
મારી નજરે જોયેલા અને સાંભળેલા આવા સંવાદો ને બનાવો રોજબરોજના છે..
પહેલો સગો એ પેસો થઇ ગયો છે..
પેસા વગર કઈ ન થાય અને પેસા હોય તો બસ જ્લ્સાજ છે એ આજની લોકમાન્યતા થઇ ગઈ છે.
ચુંટણી પેસા વગર ન જીતાય અને સતા માટે પેસા પહેલી આવશ્યકતા છે. એવી માન્યતા ચાલે છે.
બધાજ રાજકીય પક્ષો પેસા ને મહત્વ આપે છે કારણ સતા માટે પેસા જોઈએ છે.
આજકાલ દેશમાં પેસા વધી ગયા છે તે હકીકત છે. અમીરોની સંખ્યા વધી છે .પગારો વધ્યl છે.
મોલ ,હોટલો ,બિજનેસ, ઉદ્યોગો પણ અનેક ઘણા વધ્યl છે.
ખાસ કરીને ૧૯૯૦ પછી સરકારે લિબરલ ઇકોનોમિ કરી તેના પરિણામો ધીમે ધીમે મળવા લાગ્યા.
તેમાં પણ ૨૦૦૦ પછીની સરકારે કરેલા આર્થીક સુધારાઓએ દેશમાં પેસlની રેલમછેલ કરી છે.
તેમજ દુનિયામાં બજારમાં ભારર્તીય માલ ચીન પછી બીજા નંબરે આવી ગયો છે.
નિકાસ એક્ષ્પોર્ટસ અનેક ઘણો વધી ગયો છે.
જેના સીધા પરિણામો દેશમાં સમૃદ્ધી લાવ્યા છે.
આમાં ઉત્તરોઉતર વધારો જ થઇ રહ્યો છે .
જો લોકોમાં સેવા ની પ્રવૃત્તિ વધી છે, તો ગરીબો પણ ઘટ્યા નથી.
અમીરો ની સંખ્યા વધી છે તો પેસlનો બગાડ પણ વધ્યો છે.
સરકારી સંસ્થાઓ અને ખાતાઓમાં તો નાણાંનો બેફામ બગાડ કહો કે નકામાં ખર્ચાઓ બહુ જ વધી ગયા છે.
પગારો વધ્યl છતાં પેસlની ભૂખ નથી ઘટી. ઉપરના પેસlનું ચલણ અને રીવાજ દિવસે દિવસે વધી રહ્યો છે.
પેસા તો જેટલા હોય એટલા લઇ જ લેવાના...હાથનો મેલ છે ..જરૂર પડે જ ગમે ત્યારે...
આપણl સરકારી ખાતાઓ તો પેસા અને નોટો છાપતી ફેક્ટરી જેવા બની ગયા છે.
ચુટાયેલા સભ્યો ને આજકાલ તગડા પગારો મળે છે . પેન્શન ના હકદાર પણ ખરા .
રોજના ભથ્થl ઓ અને બીજા પરચુરણ ભથ્થા ઓ વધારાના ..
વળી વિકાસના નામે દર વરસે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આમાં સેટિંગ જબરું ચાલે છે. કેટલી ગ્રાન્ટ વાપરી કે નહિ એના કોઈ હિસાબ મળતા નથી કે અંકુશ પણ નથી.
એક અંદાજ પ્રમાણે ૩૦ ટકાજ ગ્રાન્ટ વપરાય છે મોટાભાગના કેસોમાં અને બાકીના સેટિંગ માં જાય છે.
જ્યારે કેટલાક વધુ બહાદુરી ધરાવતા સભ્યો ના ૧૦૦ ટકા ઓડીટ પ્રમાણે વપરાયા છે પણ ખરેખર તો સેટિંગ થાય છે .
વેપારી પાર્ટી, વહીવટી સ્ટાફ અને ચુટાયેલા સભ્યો ની ભાગબટાઈ થી કરોડો ની ગ્રાન્ટનો વહીવટ ચાલ્યા કરે છે.
પરિણામે આપણl મોટાભાગના ઉમેદવારો અને ચુટાયેલા સભ્યો કરોડપતિ બન્યા છે.
જે ન હોય તે થોડા સમયમાં બની જાય છે.
વિસ્તlરના વિકાસના નામે ચાલતી આ કરોડો અને અરબો રૂપિયાની ગ્રાન્ટ જે આપણl ટેક્ષના પેસા થી અપાય છે
તેમાં ખર્ચો મોટા ભાગે બાંકડા બનાવવાનો હોય છે.
બાંકડા બનાવવાને વિકાસના કામોની ઓળખ અપાઈ છે. બીજે તો ક્યાય રૂપિયા વપરાયા હોય તે દેખાતl નથી.
લગભગ સરકારી કામોમાં બજેટ અને ખર્ચાઓ ગ્રાન્ટ ના વાપરવાની રીતરસમો સરખી જ જોવા મળે છે.
સેટિંગ ની પ્રથાની બોલબાલા છે. બધા અધિકારીઓ નથી કરી શકતા તો સાઇડમાં પોસ્ટીંગ લઇ લેવી પડે .
નેતાઓ અને રાજકારણીઓ તો હોશિયાર જ હોય છે. પેસા કેમ વાપરવા અને બનાવવા, તેમજ પેસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે,
તે નું અર્થકારણ વ્યવસ્થીત સમજતા હોય છે. જે નવા છે તેને આસપાસના શીખવાડી દે છે.
પાર્ટી ઓને સરકાર સાથે વેપાર કરવો કે કામ જોઈતું હોય તો સેટિંગ શીખી લેવું પડે અથવા વ્યાપાર ન કરી શકે.
બેંકો માં પણ એમજ કાર્યપદ્ધતિ છે. પેસા કેમ મળે તો કહે સેટિંગ થી જ લોન મળે.
નાના વેપારીઓ જેમને લોન લેવી હોય તો મોટે ભાગે પરત નથી થતી સેટિંગ થઈ જાય છે .
અને મોટા વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કરોડો લઈને વેપાર કરે તેના વ્યાજ ચુકવવા બીજા કરોડો લીધા કરે...
આમાં પણ સેટિંગ વગર લોન નથી શક્ય ..
એટલે કે જનતાના બેંકમાં મુકેલા સાચવવા આપેલા પેસા જેને કઢાવતા આવડે તે એકના અનેક કરીને લઇ જાય બીજાને વ્યાજ ૬ થી ૮ ટકા મળ્યા કરે.
જુના માણસો કે સીનીયર સીટીજનો આ જના સમયના ફાસ્ટ અર્થ્શાસ્ત્રને સમજતા નથી હોતા .
પણ ઘણા ને સમજ નથી પડતી. આ સામાન્ય લોકો છે.
smart લોકો smart પેસા બનાવી શકે છે.
આજની નવી પેઢી પણ ઘણી વ્યવહારુ અને પ્રેક્ટીકલ થઈ ગઈ છે.
વાર તહેવારે ખેડૂતોને રાહત ચુંટણી આવે ત્યારે ખાસ મળી જાય છે. લોન અને દેવા માફી ના નામે..
આજના સમયમાં પેસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે સમજી ન શકો તો સમાન્ય માણસ રહો કે રોડપતિ રહો..
અને smart લોકો પેસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે સમજી શકે તો કરોડપતિ બને છે...