નો રીટર્ન-૨ ભાગ-૬૦ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-૬૦

નો રીટર્ન-૨

ભાગ-૬૦

ક્લારા સ્તબ્ધતાથી પ્રોફેસરનાં નિષ્પ્રાણ દેહને તાકી રહી. તેની આંખોમાં શૂન્યતાં છવાઇ હતી. હદય વલોવાતું છતાં જાણે અંદરથી કોઇક રોકી રહયું હોય એમ તે કઠણ કાળજું કરીને ઉભી હતી. તેણે રડવું હતું... છાતી ફાડીને ભયાવહ રૂદન કરવું હતું, છતાં પોતાનાં એ આક્રોશને તેણે દબાવી રાખ્યો હતો. તે જાણતી હતી કે જે રસ્તે તેઓ ચાલતાં હતાં, વહેલાં મોડા ક્યારેક તો તેમનાં બધાનાં આવા જ હાલ થવાનાં હતાં. એ માટેની માનસિક સજ્જતા તેણે નાનપણથી કેળવી હતી, પરંતુ પ્રોફેસર આખરે તેનો પિતા હતો. અને કઇ દિકરી પોતાનાં પિતાનાં મ્રૃત્યુ બાદ સંયમ રાખી શકે..!

આખરે એક લાંબી ખામોશી બાદ તેની આંખોમાં આસું ઉભર્યા. દાંત ભીંસીને ક્યાંય સુધી તે રડતી રહી. તેનાં એક-એક આસુંમાં કાર્લોસની તબાહીનો તેજાબ ટપકતો રહયો. ક્લારાએ મનોમન એક નિર્ણય લીધો... કે જ્યાં સુધી પોતાનાં હાથે તે કાર્લોસને મારશે નહીં ત્યાં સુધી તે શાંતીથી જંપશે નહીં. એકાએક જ તેનાં માટે ખજાનો હવે ગૌણ વસ્તુ બની ગયો હતો. પિતાનાં મ્રૃત્યુંનાં કારણે દિલમાં ઉઠેલી પ્રતિશોધની જ્વાળાઓએ તેનાં દિમાગનો કબજો લીધો હતો. એક રણચંડીની માફક તે યુધ્ધે ચડવા સજ્જ થઇ હતી. અને... પ્રોફેસરને એમેઝોનની આ રક્ત પ્યાસી ધરતીમાં જ દફનાવીને તેઓ આગળની સફર માટે નિકળી પડયા. પ્રોફેસરનાં અણધાર્યા મોતથી હવે આખી બાજી પલટાઇ ચૂકી હતી. જે ખેલ તેઓ ચોરીછૂપીથી કાર્લોસની ગેંગનો પીછો કરીને ખેલવાનાં હતા એ ખેલ હવે ખૂલ્લેઆમ ખેલવા તેઓ તૈયાર હતાં. રોગન અને ક્લારાનાં હદયમાં પ્રતિશોધની જ્વાળાઓ ધધકતી હતી. કાર્લોસને ખતમ કરવાનું એક ભયાનક જૂનૂન તેમનાં માથે સવાર થયું હતું.

આમાં સૌથી વિકટ સ્થિતિમાં એભલ મૂકાયો હતો. પ્રોફેસરનાં મોતનો ધક્કો તો તેને પણ લાગ્યો જ હતો, પરંતુ એનાથી તે એટલો બધો આહત નહોતો થયો કે પોતાનાં મૂળ મકસદને કોરાણે મુકી દે. આ લોકો સાથે તે ખજાનાની ખોજમાં આવ્યો હતો. હવે જો એ જ બાબત ભૂલી જવાની હોય તો એ તેને બિલકુલ મંજુર નહોતું. હાલ પુરતાં તો રોગન અને ક્લારા સાથે જવાનું તેણે મન બનાવ્યું કારણકે અહીં સુધી આવ્યાં બાદ પાછા ફરવાનો કોઇ અર્થ સરવાનો નહોતો. પરંતુ... તેણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે ખજાનાને કોઇપણ સંજોગોમાં મેળવીને જ જંપશે.

પરિસ્થિતિએ ઘણો જ ગંભીર કહી શકાય એવો વળાંક લીધો હતો. બ્રાઝિલનું આ ભયાવહ જંગલ વળી એક નવી ખૂંખાર લડાઇ માટે આળસ મરડીને બેઠું થયું હતું. એક એવું યુધ્ધ ખેલાવાનું હતું જેને કદાચ આવનારા ભવિષ્યમાં લોકો વર્ષો સુધી રક્તરંજીત પ્રકરણ તરીકે યાદ રાખવાનાં હતાં.

@@@@@@@@@@@@@@@@

ત્રીસ માઇલ... એટલે કે લગભગ પિસ્તાલીસ કીલોમીટરની સફર, અને એ પણ એવાં ગાઢ જંગલમાં જ્યાં પળેપળ સ્થિતિ વિકટ બનતી જતી હોય, ખરેખર મુશ્કેલ કામ હતું. છતાં અમે કોઇ અજીબ આશા સાથે ચાલ્યાં જતાં હતાં. અમે નિકળ્યા ત્યારથી શરૂ થયેલો વરસાદ હજુપણ અવિરતપણે વરસી રહયો હતો. સતત એકધારો વાતો ઠંડો પવન અને આકાશમાંથી વરસાદ રૂપે વરસતી આફત અમારી સફરને દોઝખ સમી બનાવતાં હતાં. વરસાદથી બચવા અમે લાંબા ઓવરકોટ જેવાં રેઇનકોટ પહેર્યાં હતાં. એ રેઇનકોટનાં અમારું રક્ષણ તો કરતાં હતાં પરંતુ એનાથી સરખું ચાલી શકાતું નહોતું. ભીની ધરતી ઉપર અમારા ગમ બૂટ વારંવાર રીતસરનાં લસરી પડતાં હતાં જેનાથી કેટલીય વાર હું પડતાં-પડતાં માંડ બચ્યો હતો. મારી જેવી જ હાલત લગભગ બધાંની હતી. વર્ષોથી અછૂત રહેલું આ જંગલ અને તેની અવાવરું પડેલી ભૂમી અમારા આગમનથી જાણે જાગી ઉઠી હોય એમ ચારેકોરથી અમને પછાડવા મથતી હતી. વરસાદનાં મોટા વજનદાર ટીપા અહીં ઉગી નિકળેલા ઉંચા વૃક્ષોનાં પાંદડાઓ ઉપર ખલાતા હતા, અને પછી પાંદડાઓમાંથી નાનકડા ધોધ સર્જાઇને નીચે ખાબકતાં હતાં. એ પાણીથી જમીન ઉપર નાના-મોટા ઝરણાં વહેતાં થયાં હતાં. એક તો ચિત્ર-વિચિત્ર પ્રકારની વનસ્પતિઓની ચાદરથી ઢંકાયેલી જમીન અને ઉપરથી તેમાં પડતું પાણી, બન્નેનું મિશ્વણ થઇને અજીબ પ્રકારની ગંધ ઉત્પન્ન થતી હતી જે સમગ્ર ઇલાકામાં ફેલાયેલી હતી. અનેરી તો વારેવારે અટકી જઇને પોતાનાં શ્વાસોશ્વાસ ઠીક કરતી હતી. ગમ બૂટમાં તેને ચાલવું સહેજે ફાવતું નહોતું. તેની આંખોમાં પાણી જવાથી આંખો લોલચોળ થઇ ઉઠી હતી અને વારેઘડીએ તે નાક સીકોડયે જતી હતી. આવી મુશ્કેલ હાલાતમાં પણ મને તેની એ અદા દિલકશ લાગી હતી. હું અત્યારે તેની બાજુમાં ચાલતો હતો. વિનીત અને એના થોડા પાછળ રહી ગયા હતાં.

“ કાર્લોસે તને શું કામ બોલાવ્યો હતો...? “ અનેરીએ આગળ ડગ ભરતા મને પુંછયું. કાર્લોસે મને અમારા દીવાન વિશે જણાવવા મને બોલાવ્યો હતો એ સંદર્ભે તે પુંછતી હતી.

“ અમારી રીયાસતનાં દિવાન અને તેનાં છોકરાને તેનાં માણસોએ છોડાવી લીધા છે એની જાણ કરવાં..” મેં કહયું.

“ ઓહહ... “ તેણે આંખો ઉપર પડતાં પાણીને ખાળવા હાથથી નેજવું કર્યુ અને મારી સામું જોયું. “ એનો મતલબ કે હવે તું એ બાબતે નિશ્વિંત છો. “

“ હાં... એવું કહી શકાય ખરું પણ, માની શકાય નહીં..! જ્યાં સુધી એ લોકો કાર્લોસનાં કબ્જામાં છે ત્યાં સુધી તો નહી જ..”

“ એ સમજાય એવી વાત છે. ” કોઇ જ વિષય વગર તે બોલી રહી હતી. તેણે એક નિશ્વાસ નાંખ્યો..” પવન...! આઇ એમ સોરી. વિનીતને લઇને હું ખોટી તારા ઉપર ગુસ્સે થઇ હતી. મારે એવું નહોતું કરવા જેવું...”

“ સોરી ની જરૂર નથી. અને હવે એનો કોઇ મતલબ પણ નથી. આપણે ઘણાં આગળ નિકળી ગયા છીએ...”

તે થોડીવાર શાંત રહી. “ તને શું લાગે છે...? આપણે ખજાના સુધી પહોંચી શકીશું...? “ ફરીવાર વાતનો તંતુ સાધતા તે બોલી. મને ક્યારેક ખરેખર આશ્વર્ય ઉદભવતું હતું કે આ છોકરી કેમ મને સમજાતી નથીં..? માન્યું કે તેનાં દાદાને કાર્લોસે કીડનેપ કર્યા હતા અને તેને મજબુર કરી હતી કે એ તેનું કામ કરે. તેણે કાર્લોસનું કામ પતાવ્યું પણ હતું અને દાદુ રીહા પણ થઇ ગયા હતા. છતાં તે અત્યારે ખજાનાની ખોજમાં અમારી સાથે શું કામ આવી હતી એ મને સમજાતું નહોતું. શું તેને પણ ખજાનામાં દિલચસ્પી હતી....? કે પછી બીજી કોઇક વાત હતી...? અને વળી વિનીત જેવા વ્યક્તિને તેણે જીદ કરીને પોતાની સાથે રાખ્યો હતો એ પણ મારા ગળે ઉતરે એવી વાત નહોતી. હું તેનાં પ્રેમમાં આંધળો જરૂર થયો હતો છતાં એટલું વિચારી ન શકું એટલો બાઘો તો નહોતો જ.

“ તને વિશ્વાસ છે કે ત્યાં કોઇ ખજાનો ખરેખર હશે...? “ તેનાં સવાલને અધ્યાહાર રાખીને મેં સામો સવાલ પુંછયો. અને તેનાં ચહેરા ઉપર આવતા રિએકશન જોવા તેની તરફ ફર્યો

“ ઓફકોર્સ..! આઇ એમ ડેમ્ડ શ્યોર કે ખજાનો છે જ...” તેની આંખોમાં બોલતી વખતે એક ચમક ઉભરી હતી જે મારાથી અસ્તિ રહી નહી.

“ તું એવું ક્યા આધારે કહી શકે...? અત્યાર સુધીમાં કોઇએ એ ખજાનો જોયો હોય એનું પ્રમાણ છે આપણી પાસે...? નથીં જ... “ ભારપૂર્વક હું બોલ્યો. મને લાગ્યું કે એ સાંભળીને તેનો ખૂબસુરત ચહેરો થોડો તપી ગયો છે. પછી તે કંઇ બોલી નહી. કદાચ તે બોલવા માંગતી હતી પણ જાણી જોઇને શાંત રહી હોય. હું કયાંય સુધી તેની સાથે ચાલતો રહયો અને વિચારતો રહયો કે ખરેખર તે મને પુછવાં

શું માંગતી હતી..? તેની ઉપર બીજી કોઇ બાબતે હું શક કરી શકવા અસમર્થ હતો, મારું દિલ એમ કરતાં મને રોકતું હતું કારણકે હું તેનાં પ્રેમમાં પડયો હતો. છતાં...કંઇક હતું જે મને ખટક્યું જરૂર હતું. એ શું હતું..? ભગવાન જાણે...!

( ક્રમશઃ ) ઘણાં મિત્રોની ફરીયાદ છે કે એપીસોડ નાના લાગે છે. બટ... એક અઠવાડીયે ત્રણ હપ્તા લખવા અને એ પણ મારા ચાલું કામે... ખરેખર અઘરું છે. છતાં...બને એટલી કોશિશ કરીને આપની ફરીયાદનો ઉકેલ જરૂર લાવીશ. આમપણ કહાની હવે તેનાં એન્ડ તરફ આગળ વધી રહી છે.

આપ સહું મિત્રોનો દિલથી આભારી છું કે સાંઇઠ- સાંઇઠ હપ્તા સુધી આપે મારો સાથ નિભાવ્યો. ધન્યવાદ દોસ્તો....

મિત્રો.. રેટિંગ ચોક્કસ આપશો.

બની શકે તો કોમેન્ટ પણ કરજો.

જો આ કહાની વાંચવાની તમને મજા આવતી હોય તો તમારા પરીવાર જનો, કુટુંબીઓ અને મિત્રોને ભૂલ્યા વગર વાંચવા જણાવજો.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા

આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ જેવી કે..

નો રીટર્ન...નસીબ...અંજામ...નગર...આંધી...અને શેખર..

પણ વાંચજો.

નો રીટર્ન, નસીબ, નગર, અંજામ...પેપર બુક તરીકે પણ ઉપલબ્ધ છે.

આપનાં કિંમતી અભિપ્રાયો મને સીધા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટ્સએપ પણ કરી શકો છો.

ફેસબુક- Praveen Pithadiya search karo.

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 માસ પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 4 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 વર્ષ પહેલા

Deepa Joshi

Deepa Joshi 2 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા