*
સફર સુહાની હોવી જોઈએ
મંઝીલની પરવા નથી.
વેદના બેઅસર હોવી જોઈએ
જખમોની પરવા નથી.
લાગણીયે ધારદાર હોવી જોઈએ
પ્રેમની પરવા નથી.
કબર પાસપાસે હોવી જોઈએ
મોતની પરવા નથી.
ઉર ઉદધિ સમ હોવું જોઈએ
ખારાશની પરવા નથી.
* * *
રાત્રે આવ્યા હતાં એ શમણામાં
આ ભીષ્ણ ઠંડીમાં હું મળવાનું ભેલી ગયો.
* * *
આંખોથી લઈશું કામ
હવે દિલને તડપાવવું નથી જ,
સાવ સસ્તા થયા છે જજબાત
હવે વહાલને અભડાવવું નથી જ!
* * *
નહી તો તમારા સુધીની જ હતી સફર
કિન્તું માર્ગમાં જ કબર મળી ગઈ.
* * *
લાજ વફાની એણે એમ રાખી લીધી
મારી કબર પર નામ એનું કોતરી લીધું!
* * *
આવી શકો તો દ્વાર ઉઘાડા જ રાખ્યા છે
દિલની ડેલીએ કદી હું તાળા લગાવતો નથી.
* * *
એટલે જ દોડતો રહ્યો છું ઉમ્રભર
કોઈ શમણા ચોરીને ભાગી ગયું છે.
* * *
ઠંડી છે હિમ સમી, ઓરું નથી કોઈ આપણું,
લે દોસ્ત,આવી જા હવે ખોલીએ બોતલનું ઢાંકણું!
* * *
આપના દીદારે આંખોના ઉજાગરાય ટળી જાય છે
મળે ના મંઝીલ ખુદા મળ્યા જેવું અનુભવાઈ જાય છે
* * *
એણે કાળજીથી ખોતરીને આપ્યા છે
એટલે જ ઘાંવ મે સાચવીને રાખ્યા છે.
* * *
મારી કબર પર નામ એનું કોતરીને
લાજ વફાની એણે એમ રાખી લીધી.
* * *
દુપટ્ટો કસકસાવીને ઓઢીને ચાલજો,
શિયાળો છે;
નજરો અમારી બેફામ બની છે સાચવજો,
શિયાળો છે;
હુંફ લાગણીની ન આપી શકો તો વાંધો નહી,
ચાલશે જ;
કિન્તું ચાદર હુંફાળી એક ઓઢાડતા જજો,
શિયાળો છે!
* * *
હસી લઉં છું
રડી લઉં છું
દીદારે એમના ઉછળી લઉં છું.
કહી દઈં છું
સહી લઉં છું
કોઈ ઝાપટ મારે તો ગાલ ધરી દઉં છું
જમાનો છે કાતિલ
કોઈ દિયૈ ઝેર તો પી લઉં છુ.
દગાઓ-આઘાતોની
ચૂકવવી પડે છે કિંમત ભારે
તેમછતાં હસતે વદને એ વહોરી લઉં છું.
* * *
હજી એ
વફાની લાજ એમ રાખી લે છે,
જ્યારે મળે છે
બસ મીઠું સ્મિત ધરી લે છે.
* * *
ચમન મહીં પરીની માફક ઊતરીને
તમે મખમલી ઝૂલ્ફોને છૂટા રમતા મેલ્યા,
* * *
ક્ષણેક આપને જોયા
ને અમે સાનભાન ભૂલ્યા,
* * *
પછી અગાશી પર જઈને
આ ભયંકર ઠંડીમાં
આમતેમ અમે કૂદયા.
આપની નમણી નવરંગી
નશીલી અદાઓ પર
અમે ઓળઘોળ મોહ્યાં,
અહો!!!
અમ ભાગ્ય શાં ખૂલ્યા!!!
આપને જોયા
ને
અમે સાનભાન ભૂલ્યા.
* * *
હમણાથી કશેય દેખાતા નથી,
ક્યા ફરો છો તમે?
સાવ ભૂલી જ ગયા છો?
ક્યા ફરો છો તમે?
પહેલા તો રોજ
ટહુંકી જતા હતાં મારા બાગમા,
દીદાર વિના સૂકાઈ ગયા છીએ
ક્યા ફરો છો તમે?
ઓરા આવો કંઈ નહી કહું
માત્ર ટગર ટગર જોયા જ કરીશ!
તમારા દ્વારે રોજ ટકોરા દઉં છું
ક્યા ફરો છો તમે??
* * *
કેટલીયેવાર કબર સુધી જઈ પાછો ફર્યો છું,
યમદૂતનું એટલું જ કહેવું છે:હજી સહન કર!
* * *
એકવાર મે એના હોવાનો દેખાવ કર્યો'તો,
પછી શું? જીંદગીભર કોઈનો થઈ શક્યો નહીં!
* * *
પીડાના પારાવાર પર્વત લઈને ઊભો છું,
કોણ માનશે? ઝખમ ઝાલીને ઊભો છું!!
* * *
મીઠી મહોબ્બત તરફની હતી સુહાની સફર,
ને વચ્ચે જ માર્ગમાં ગોઝારું મૃત્યું મળી ગયું!!
* * *
ન પૂછો જખમ કોણે આપ્યા છે
નામ હવે એનું લીધા જેવું નથી.
* * *
સંકેલી લો હવે શ્વાસોની આવનજાવન
તિતરવિતર જીંદગી હવે જીવવા જેવી નથી
* * *
તાજા ઘાવ લઈને બેઠો છું
આવ અભાવ લઈને બેઠો છું
દરિયામાં એટલે ડૂબી ગયો
તૂટેલી નાવ લઈને બેઠો છું
* * *
શાયદ પછીબે ગજ જમીનનાય ફાંફા પડી જવાના
એટલે મે હાલથી જ મારી કબર ખોદી રાખી છે
* * *
ઘાદ આઘાત દુખ દર્દ મને શું અસર કરી શકે?
હું મહોબ્બતમાં મરી ચૂકેલો માણસ છું
* * *
મૃત્યું વેળાએ સૌ કોઈ આવી શકે! શું ખબર
દોસ્તો એટલે કાલે મે મારું બેસણું રાખ્યું છે.
* * *
હતી ફૂલો સી જીંદગી
કોઈએ ચીમળાવી નાખી!
-અશ્ક રેશમિયા...!