હાસ્ય કિમતી છે... Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય કિમતી છે...

હાસ્ય કીમતી છે ….હસતા રહો….


બહુ કીમતી છે અl હાસ્ય…. . હસવાના કઈ પેસા નથી પડતા …


છતાં બહુ કીમતી છે… અને સાવ મફતમાં પણ છે..

એવરગ્રીન રહેવું હોય તો હસતા રહો..હસવું એટલે ખડખડાટ હાસ્ય..


જે તમારા સ્નાયુ ઓને રીલેક્ષ કરે છે. અને નાડીઓને પણ…..


હ વે ડોકટરો અને મનોવિજ્ઞાનીઓ પણ કહે છે કે હસવા જેવી કોઈ દવા નથી.


હાસ્ય એ શ્રેષ્ઠ ટોનિક છે જે તમને તંદુરસ્તી બક્ષે છે.

હાસ્ય જેવી કોઈ બીજી દવા નથી કે ન તો બનશે.

આ એક અમુલ્ય છતાં મફતમાં આપેલું ઈશ્વરનું વરદાન છે.

માટે હસો અને હસાવો… જીવનને મહેકાવો…

આનંદ કરો અને સર્વત્ર આનંદમય વાતાવરણ બનાવો..


આ એક ચેપી રોગ જેવું છે.

બીજાને હસતા જોઇને તમને

પણ હસવું આવી જશે.

અનુભવ કરી જોજો..

આજકાલ તો અનેક જગ્યાએ લાફીંગ ક્લબો ચાલે છે.

બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકરજી તેમના યોગના કાર્યક્રમોમાં

હાસ્યયોગ ને મહત્વ આપે છે.


દિવસમાં યોગ કરતી વખતે અl હાસ્યયોગ ૧૦ મિનીટ પણ કરો જુઓ

તમને એ શું ફાયદો કરાવી આપે છે તે….

તમારા પરિવાર સાથે રોજ સવારે લાફીંગ થેરેપીનો પ્રયોગ કરો..


મુક્ત હાસ્ય કે ખડખડાટ હાસ્ય ચહેરાના સ્નાયુઓને કસરત આપે છે.

હ્રદયને રુધિરાભિસરણ પ્રક્રિયાને ફાયદો કરાવે છે.


નિષ્ણાતોએ કરેલા પ્રયોગો અને સંશોધનો જણાવે છે કે પીડા ઓછી કરવામાં,

રોગપ્રતિકાર શક્તિ વધારવામાં સ્ટ્રેસ/તાણ ઘટાડવામાં અને લાંબુ જીવન જીવવામાં હાસ્ય મદદરૂપ થાય છે.

એના અનેક ફાયદા છે. મનને શાંતિ આપે છે.

હસતા રહેવાથી ઘણા કામો પણ થઇ જાય છે.

અથવા આસlન બને છે.


અનેક ફાયદા છે ,પ્રર્યોગ કરશો તો જ ખબર પડશે.

હસતા રહો..હસવું એ એક કળા છે. હાસ્ય કીમતી છે.

જગતમાં અનેક કીમતી વસ્તુઓ છે અને તેમાનું એક છે તમારું હાસ્ય.

નવાઈ લાગે તેવી બાબત છે કે આ કીમતી વસ્તુ તમારું હસ્ય સાવ જ

મફતમાં પડે છે.

છતાં તમે તેનો ઉપયોગ કરી શકતા નથી અથવા યોગ્ય ઉપયોગ કરી શકતા નથી.

હસતી વ્યક્તિ સોને ગમે.

તમે હસતા રહો અને હસાવતા રહો તો તમે પણ ખુશ અને બીજા પણ ખુશ અને વાતાવરણ પણ મજાનું રહે.

જો તમે રડતા રહેશો તો લોકો પણ દુર ભાગશે તમારાથી …

તમારી આસપાસના અને તમારા પરિવારના લોક પણ તમારાથી

દુર રહેશે કે દુખી થશે.


જો તમે લડતા જગાડતા રહેશો તો પણ લોકો તમારાથી ત્રાસી જશે.

તમારું પરિવાર અને મિત્રો ,આસપાસના સો કોઈ દુખી રહે શે.

પણ જો તમે હસતા હસતા રહેશો તો તમારો પરિવાર,મિત્રો અને આસપાસના સો

ખુશ રહેશે અને તમે પણ ખુશ રહેશો…


લોકો ભલે શરૂઆતમાં તમારા હાસ્ય માટે ગેરસમજ કરે પરતું તમારું સરળ, સ્વાભાવિક અને સહજ હાસ્ય

વાતાવરણને તમારી આસપાસના સોને અને તમને પણ જ્યાં જશો ત્યાં સુખી કરશે ,

આનંદ આપશે .એટલુજ નહિ વિજય પણ આ જ હાસ્ય અપાવશે અને સફળતા પણ આપશે.


વાતાવરણમાં તમારું સ્મિત એક જ એવી બાબત છે જે તાજગી લાવેે છે …

એવરગ્રીન રાખે છે...સોને અને તમને પણ….

આમ તમારું હાસ્ય કીમતી છે તમારા માટે અને બીજા માટે પણ….

એથી વિશેષ તો એ સlવ જ મફતમાં મળે છે.


હાસ્યના અનેક ફાયદાઓ છે. માનસિક તો છે જ પણ શારીરિક ફાયદાઓ પણ ઘણા છે.

હસતા રહેવાથી મોઢાના સ્નાયુઓની કસરત થાય છે.

સ્નાયુઓ મજબુત થાય છે. ચિરયુવાન રહેવા માટે હસતો ચહેરો પહેલી શરત છે.

એવરગ્રીન રહેવા પણ હસતા રહેવું પડે છે.

હાસ્ય એક યોગ છે. યોગગુરુ રામદેવ બાબા પણ રોજ હાસ્ય યોગ કરાવે છે.

૫ મિનીટ તેમના સાધકોને હવે હસો કહીને હાસ્ય યોગ કરાવે છે.

ખડખડાટ હસાવે છે અને તાલીમ આપે છે.


આપણે ત્યાં તો લાફીંગ ક્લબ ચાલે છે .

ડો મહેતા અને તેમના સાથીઓ અમદાવાદ અને ગુજરાતમાં દરરોજ

સવારના આવી ક્લબો ચલાવે છે. પરિમલ ગાર્ડન ,લો ગાર્ડન કે કાંકરિયા ,

રીવર ફ્રન્ટ જેવા શહેરના અનેક સ્થાનોએ ,પાર્કોમાં ભેગા થઈને હસવાનો

કાર્યક્રમ હોય છે.

હસવાના પ્રયોગો કરતા આ લોકો પણ મlને છે કે હાસ્ય કીમતી છે અને

એના અનેક ફાયદાઓ છે.

તેથી આ હાસ્ય કે કસરત ૩૦ મિનીટ તો અવશ્ય કરવા જ જોઈએ…

આ હાસ્યથી રુધિરાભિસરણ ક્રિયાને ફાયદો થાય છે તેમજ શ્વાસ ક્રિયાને પણ ફાયદો થાય છે.

ચહેરાના સ્નાયુઓ મજબુત થાય છે.

મગજમાં અને હૃદયમાં

લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે.

અનેક શારીરિક ફાયદા પણ હાસ્યથી થlય છે.


શરીરમાં પેટ અને છાતીની વચ્ચે એક ડાયાફ્રામ હોય છે જે હસતી વખતે ધબકવાનું કામ કરે છે.

એટલા માટે પેટ ,ફેફસા અને જઠર ની માલીશ થઇ જાય છે.

હસવાથી ઓક્સિજનનો સંચાર વધુ થાય છે અને દુષિત વાયુ બહાર

નીકળી જાય છે ..

એટલે નિયમિત રીતે ખુલીને હસવાથી શરીરના બધા અવયવો બળવાન ને

મજબુત બને છે.

તેમજ શરીરમાં રક્ત સંચાર ની ગતી વધી જાય છે તેમજ પાચનતંત્ર પણ વધુ સારી રીતે કામ કરે છે.


જોકે બીમlર અને ઓપરેશન કરlવેલ વ્યક્તિ કે હૃદયરોગી એ ડોક્ટરની સલાહ લઈને જ આ પ્રયોગ કરવા.

તો ચાલો આજ્થી જ આ પ્રયોગ કરીને તેના શારીરિક અને માનસિક ફાયદાઓ લઈએ...

હળવું સ્મિત કે હાસ્ય તમારા અનેક કામો સરળ કરી આપે છે અને તમને માનસિક શાંતિ આપે છે એવરગ્રીન રાખે છે.

સામાજિક રીતે કે તમારી ઓફિસમાં પણ જો તમે હળવા સ્મિત સાથે કાર્ય કરશો તો સોના પ્રિય થશો અને તમારું કામ પણ સરળ થશે.

સોને હસતા લોકો ગમે જ છે.

જોકે તેથી કોઈ વાર ગેરસમજ થવાનો સંભવ રહે છે.

પણ તેથી ડર્યા વગર તમારું હાસ્ય જાળવી રાખજો.

ઓફિસમાં સ્મિત આપો તમારા કર્યો સફળ થશે અને મોટેથી હસવાના

પ્રયોગ કરો તો પરવાનગી લેશેl.

ઘરમાં પણ મોટેથી હસવા નો પ્રયોગ કરો તો ઘરના લોકોને જાણ કરજો

કે તમે હાસ્ય યોગા કરો છેl નહીતર તેઓ ડરી જશે.


તમારું એક સ્મિત તમને મુશ્કેલ સમયમાં પણ મદદ કરી શકે છે ,સફળ બનાવે છે ..

જોકે ક્યારેક મુશ્કેલી પણ નોતરે છે. જે ગેરસમજના કારણે થઇ શકે.

તમે હસવાની ટેવ પાડો અને આજથી જ શરુ કરો કે તમે હમેશા હસતા

રહેશો . રોજ સવાર સાંજ બે વખત આ હાસ્ય યોગ ની શરુઆત પાંચ મિનીટ થી કરી શકાય .

પાછ ળથી વધારી શકાય. અને એને તમારા જીવનની આદત બનાવો.


મફતમાં મળતું હાસ્ય અતિશય કીમતી છે તે ન ભૂલો.

એટલેજ આ સહજ નથી કે તમે હસી શકો અને હમેશા હસતા રહો.

સ્મિતથી આવકાર આપવો, વાત કરવી કે સામl પર પ્રભાવ પાડવા પણ સ્મિત આપવું એ સરળ નથી .


આની તમારે ટેવ પlડવી જ પડશે.


હાસ્ય યોગ ના અનેક શારીરિક અને માનસિક ફાયદાઓ છે.

તો હસતા રહેવાના સામાજિક ફાયદા છે જે તમે ટેવ પાડી ને ,કેળવવાથી જ થઇ શકે છે.

ચાલો આ હાસ્ય યોગ શરુ કરો .અને તેના ફાયદા અમને જણાવો.


શેક્સપીયર પણ કહે છે કે પ્રસન્ન અને આનંદિત રહેતી વ્યક્તિ વધુ જીવે છે તેમજ સુખી અને નીરોગી રહેતી હોય છે.

ચહેરાની પ્રસન્નતા તમારા આત્માની સતુંસટી તો બતાવે જ છે સાથે સાથે શારીરિક સ્વસ્થતા અને બુદ્ધિની સ્થિરતા પણ દર્શાવે છે.

જીવનમાં સફળતા મેળવવા માટે પણ હસતા રહો ..

સુખી થવું હોય તો પણ હસતા રહો.

નીરોગી રહેવા પણ હસતા રહો..

દુઃખોની દવા છે હlસ્ય…

હાસ્ય એ દુખ અને તનાવ ચિતાનું દુશ્મન છે.

હસવાના અનેક ફાયદા છે.


તમારું હાસ્ય ઘણું જ કીમતી છે


પણ તમારું હાસ્ય સાવ મફતમાં છે…


મફતમાં પડતા તમારા આ કીમતી હાસ્યનો ઉપયોગ કરી શકશો તો

શારીરિક,માનસિક અને સામાજિક જેવા અનેક ફાયદા મેળવી શકશો…


જાપાનમાં બાળકોને શરુઅlતથી જ હસવાની તાલીમ અપાય છે.

વધારે હસતું બાળક વધુ બુધિશાળી બને છે તેવી માન્યતા છે.

હાસ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ મદદરૂપ છે.


આજના તનાવ્ ગ્રસ્ત યુગમાં માનસિક તાણ એ સlમાન્ય બાબત છે.

વળી જીવનમાં તડકો છાયો તો આવ્યા જ કરતો હોય છે .

જેને કારણે આપણે બ્લડપ્રેશર, ડાયાબીટીશ ,સંlધlના દુખાવા

,થાય રોઈડ જેવી બીમારીઓના ભોગ બનીએ છીએ.

કારણ આપણે હસવાનું ભૂલી ગયા છીએ….