ક્ષિતિજ ભાગ-17 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ ભાગ-17

ક્ષિતિજ ભાગ-17

“ ક્ષિતિજ  વાત તો મારે પણ આજ છે. મેં  એને જોયો પણ નથી.  અને મારી તો સગાઇપણ નકકી કરી નાખીછે..”

“ ઓહ .”

ક્ષિતિજ ના મોઢાં માંથી ઉદગાર નીકળી ગયો. પણ ફરી એ થોડો સ્વસ્થ થઈ ને બોલ્યો.

“ નિયતી હું  કોઈ પણ જાતની વાત ફેરવ્યા વગર તને કહેવાનું પસંદ કરીશ..”

નિયતિ  એની સામે જોઈ રહી..
“ હમમ” 
એણે ટુંકો કોઇ ઉત્સાહ વગર નો જવાબ આપ્યો .

“  જો નિયતિ એકસીડન્ટ થયો ત્યારથી મને તારા માટે કંઈ અલગ જ ફિલીંગ હતી. હું  સમજી નહોતો શકતો.  કે હુ  તારા તરફ કારણ વગર નુ  ખેંચાણ  અનુભવી રહ્યો હતો. મારુ  તારા તરફ નુ  વર્તન  કઇ વિચિત્ર  પણ ન સમજી શકાય એવુ  કંન્ફયુઝીંગ હતું.   તારી સાદગી, તારી ઇમાનદારી , તારું  દરેક બાબતમાં સ્પષ્ટ  હોવું  અને તારા નિર્ણય પર ટકી રહેવા ની તારી ખાસિયતો મને ગમવા લાગી હતી.ધીમે ધીમે હુ  તારામાં   મારી જીવનસંગિની ને જોવા લાગ્યો હતો. આ છેલ્લા ત્રણ ચાર દિવસ થી આપણે જેટલુ  પણ સાથે રહયાં. જે સમય પસાર કર્યો  એમાં  હુ  મારા તરફથી કલીઅર થઇ ગયો હતો કે હુ  તને જ મારી જીવનસાથી બનાવીશ. પણ એ વાત કહેવા હુ  ચોકકસ સમય ની રાહ માં હતો. મારી ખોટી ઉતાવળ થી હું  તને ખોઇબેસવા ન્હોતો માંગતો. પણ હવે સમય હોય કે નહી આજે હુ  મારાં  મનની વાત તારી સામે બોલવા ઇચ્છુ છુ.  તારી સગાઇ નકકી થઇ ગઇ છે એ જાણવાં છતાંહુ  તારા પ્રતિભાવ જાણવાં ઇચ્છુ છું.”

ક્ષિતિજે કાર ને એક્સાઇઝ લઇ ને ઉભી રાખી. એણે પોતાનાં ડાબા હાથથી નિયતિ નો જમણો હાથ કસીને પકડયો. અને  નિયતિ ની સામે જોયા વગરજ પોતાની બંને આંખો ભીંસી ને બંધ કરી એક સાથે એ સડસડાટ બોલી ગયો.

“ નિયતિ  હુ  તને ચાહું  છુ.  તારી સાથેઆખો જીંદગી વિતાવવા માગુ છું. એક તુ  જ છે એ મને અને મારા ઘર ને સંભાળી શકે છે. અને એકજ પ્રશ્ર્ન  કરુ  છુ  તને..   શું  તુ  મારી સાથે આખી જીંદગી રહેવા. મને અને મારા ઘરને સાચવવા મને પ્રેમ આપવા તૈયાર છે..?  “ 

ક્ષિતિજ ની આખો હજી પણ બંધ હતી. નિયતિ એ એના હાથ પર પોતાનો ડાબોહાથ ધીમેથી મુકયો.. પછી ક્ષિતિજ ગાલ પર હાથ મુકતાં  એ બોલી ..

 “ હા.. હુ નિયતિ પંકજભાઇ માંથી  નિયતિ  ક્ષિતિજ ગજજર થવા તૈયાર હતી..”

હતી શબ્દ સાંભળતા જ ક્ષિતિજે આંખો ખોલી અને નિયતિ ની સામે આશ્ર્ચર્ય થી જોઈ રહ્યો  અને બોલ્યો..

“ હતી...?”

“ હા..આ વાત તમે મને કહો .હુ  પણ એજ રાહ માં  હતી. તમે પણ મને ગમતાં હતાં   અને એટલેજ તમે સામેથી મને  કહો એની જ રાહમાં  હતી. પણ  હવે આ શબ્દો કે આ લાગણીઓનો કોઈ મતલબ નથી.”

બોલતા બોલતા નિયતિ ની આંખમાંથી આંસુ નુ  ટીપું  સરી પડયું . ક્ષિતિજ પણ એની વાત સાંભળી ને સ્તબ્ધ થઇ ગયો.

“ પણ કેમ..? કેમ નિયતિ  ? હજું ક્યા તારી સગાઇ થઇ ગઇ છે. ?આપણે અત્યારેજ મારા પપ્પા ને આ વાત જણાવીએ. એ ચોકકસ તારા પપ્પા સાથે વાત કરશે. અને...અને...”

ક્ષિતિજ  અટકી ગયો
.
“ હા..જાણુંછું.  કે આમ થઇ શકે. પણ ક્ષિતિજ  પપ્પાએ વાત નકકી કરી નાંખી છે. હવે જો એ વાત માં  પીછેહટ કરે અને તમારી સાથે મારી સગાઇ થાય તો સમાજ માં  પપ્પા ની ખુબ બદનામી થાય. તમે પૈસાવાળા છો.અને એટલેજ એમણે પોતાની વાતમાં થી ફરીજઇ અને તમારી સાથે મારાં લગ્ન નકકી કર્યા  એવી વાતો સમાજ માં ફરતી થઈ જાય. અને પૈસા માટે દિકરી ને પરણાવી એવી વાત તો હુ  પણ સહન ન કરી શકું.  માટે આપણી વચ્ચે જે પણ લાગણીઓ  છે એને અહીંયા જ દબાવી દઇ ને જીવન માં આગળ વધવા સીવાય મારા માટે બીજો કોઇ રસ્તો જ નથી. “

નિયતિ આંખો બંધ કરીને બેસી રહી. કારમાં હવે સંપુર્ણ  શૂન્યતા હતી. બંને ચુપ હતાં  થોડીવાર ત્યાં ને ત્યાં બેસી રહયાં પછી નિયતિ બોલી 

“ ક્ષિતિજ  હવે હું  જાવ..? આમપણ હવે બપોરનું ટીફીન પહોંચાડવું પડશે હોસ્પીટલમાં..અને આજે તો બસ છેલ્લો દિવસ.કાલે તો પ્રેમજી ભાઇ ને રજા આપશે અને એ પાછાં આશ્રમમાં જતાં રહેશે..” 

“ ના...  હુ મુકી જાવ તને ઘરે. જીંદગી તો નહી પણ જે છેલ્લો સમય આપણને સાથે ગાળવા મળે એ હું ખોવા નથી માંગતો.  “

ક્ષિતિજે કાર સ્ટાર્ટ કરી અને નિયતિ ને ઘરે પહોંચાડી  એ સીધો  પોતાનાં ઘરે ગયો.  અને હર્ષવદનભાઇ ના ખોળામાં  માથું  મુકી ને રડવા લાગ્યો. 

“ અરે..!અરે..! શું  થયું..? “

હર્ષવદનભાઇ એ પ્રેમથી ક્ષિતિજ ના માથા પર હાથ ફેરવતાં  પુછ્યુ.મનોમન તો મોહનભાઈ અને હર્ષવદનભાઇ બંને  મલકાઇ રહ્યા  હતાં.  રડવું  શેનું  આવે છે એ પણ ખબર જ હતી.

“ ના..કંઈ નહી.. તમે પેલી છોકરીની વાત કરતાં હતાં ને..”

“ હા..તો?”

“ તો એને હા પાડી દો..”

હર્ષવદનભાઇ એકદમ ખુશ થઈ ને બોલ્યા 

“ આ થઇ ને આનંદ ની વાત..બોલ સાંજે જોવાનું ગોઠવી દઉ.? “

“ એમાં  જોવાનું  શું? તમે વાત પાક્કી કરી દો.. તમે કહ્યુ  એટલે એમાં  મારે જોવા જેવું  કશું જ ન હોય. વાત ફાઇનલ કરીને સગાઇ ની તારીખ નક્કી કરી મને જણાવી દે જો.”

“ સારું  સારું  દિકરા  જેવી તારી ઇચ્છા..”

હર્ષવદનભાઇ   પ્રેમથી ક્ષિતિજ  ના માથા પર હાથ ફેરવતાં  બોલ્યાં. ક્ષિતિજ  તરતજ ઉભો થઇ ને રુમમાં  જતો રહયો. ને તરતજ હર્ષવદનભાઇ ના ફોન ની રીંગ વાગી. 

“ હલો પંકજભાઇ બોલું છું..”

“ હા..બોલો બોલો..વાતાવરણ એ બાજું  કેવુક છે?  અહીંયા તો દેવદાસ રડું  રડું  થઈ રહયાં છે..”

“ અહીંયા  પણ એવું  જ છે ..સગાઇ ની વાતમાં  કાંઇ ખાસ રસ નથી. “ 

બંને હસ્યા..હર્ષવદનભાઇ એ ક્ષિતિજ ના આવ્યા પછી જે કંઈ  થયું  એ પંકજભાઇ ને જણાવ્યું  અને ફરી ખુબ હસ્યા. 

“ બાળકો મા-બાપ ને હેરાન કરે..અહીંયા  ઉંધુ થયું છે..”
પંકજભાઇ બોલ્યા. 

“હા ..હા..હવે જલદી ફોન મૂકી.. ક્ષિતિજ ને બપોરનાં ટીફીન માટે નિયતિ ને લેવાં મોકલું છું..”

“ સારું..”

પંકજભાઇ એ ફોન મુક્યો.  અને નિયતિ ને યાદ કરાવ્યું કે જલદી કર ક્ષિતિજ આવતો જ હશે.આ બાજુ હર્ષવદનભાઇ એ પણ ક્ષિતિજ ને  યાદ કરાવ્યું અને એ કાર લઈને નિયતિ ના ઘરે જવા નિકળ્યો.  નિયતિ ટીફીન સાથે દરવાજે તૈયાર જ ઉભી હતી.એટલે તરતજ કારમાં બેસી ગઇ.બંને કંઈ જ વાત વગર મુંગા જ બેસી રહયાં.  પણ હા હવે ક્ષિતિજ ની કાર ચલા વવાની સ્પીડ મા ખાસો ઘટાડો હતો. જેથી વધુ સમય નિયતિ સાથે પસાર થાય. હોસ્પીટલે પહોંચ્યા પછી નિયતિ  રુટીન મુજબ પ્રેમજીભાઇને જમાડી રહી હતી. એટલા મા  બાબુભાઈના ફોન પર રીંગ વાગી.  પણ એમણે ફોન ઉપાડવાના બદલે કટ કર્યો.  આવું  બે ત્રણ વખત થયું. એટલે તરતજ નિયતિ એ પુછ્યુ. 

“ કોણ છે. ? અના તમે ફોન ઉપાડતાં કેમ નથી.?”

“ કોઇ નહી એતો કંપની વાળા હેરાન કરે છે.એટલે નથી ઉપાડતો.”

“ ઓહ..હમમ..”

પણ ક્ષિતિજ ને એમના પર શંકા પડતાં  ફરી જેવો ફોન રણકયો  એણે તરતજ મોબાઇલ હાથમાં લઇ લીધો.અને બોલ્યો 

“ અંકલ એક વાર ફોન ઉપાડી ને ના કહી દો પછી કોલ નહી આવે.”

એટલું બોલીને તરતજ એણે રીસીવ બટન દબાવી કોલ ઉપાડયો અને સામે છેડે થી આવાજ આવ્યો. 

“ હલો..પપ્પાજી તમે મારો ફોન કેમ નથી ઉપાડતાં?”

“ પપ્પાજી?..કોણ?”

“હું  વિપુલ ની વાઇફ બોલું છું..તમે કોણ? અને પપ્પાજી ક્યા છે?”

“હું  ક્ષિતિજ બોલું છું. હર્ષવદનભાઇ નો દિકરો અને અંકલ તો અહીયાં  સિવિલ મા એમના મિત્રને દાખલ કર્યાછે એટલે એમનું ધ્યાન રાખવાં આવ્યા છે. “

“ હા ..હશે. દિકરા ની તકલીફો ને વણદેખી કરીને લોકોની સેવા કરવા જાય અને પાછું  ફોન પણ ન ઉપાડે..કેવું કહેવાય નહી??”

એ એકદમ ગુસ્સાથીબોલી.ક્ષિતિજ ને એમની વાત કરવાની રીત કંઈ ખાસ ગમી નહી. પણ છતાં  એ અણગમો દબાવતા બોલ્યો. 

“ જુઓ બહેન તમે જે હોય તે પણ એમને પપ્પાજી કહો છો તો વાત પણ જરા માન રાખીને કરો તો સારું. “

“ હા..હા.. હવે ફોન એમને આપો..”

સામેથી ફરી તોછડાઈ થી જવાબ મળ્યો. ક્ષિતિજે વધુ વાત ન લંબાવતા બાબુભાઈ ને ફોન આપ્યો  અને સ્પીકર ચાલું કરી વાત કરવા જણાવ્યું.  

“ હા..બોલો..આજે બાપ કેમ યાદ આવ્યો?”

“ બાબુભાઈ એ પણ એમજ થોડી તોછડાઈ થી જ વાત કરી.”

સામે છેડે અવાજ તરતજ ઢીલો પડી ગ્યો. 

“ પપ્પાજી...પપ્પાજી.. જુઓ છોરુ કછોરુ થાય પણ માવતર...”

એ હજુ આગળ બોલે એ પહેલાજ બાબુભાઈ એ કહ્યુ .

“ પણ અહીંયા  ઉંધુ છુ વહુબેટા..અહીંયા તો માવતર કમાવતર છે. હવે પછી તમારી જે તકલીફો હોય એ જાતે જ પાર પાડજો.  આમપણ તમને એજ જોઈતું હતું  કે અમે તમને સ્વતંત્રતા  આપી એ તમારાં નિર્ણયો લેવાની..તો આપી દીધી “

“ પણ પપ્પાજી એકનો એક દિકરો છે તમારો ..સહેજ પણ તમારું મન એના કે એનાં બાળક માટે પલળતુ નથી..? છતાં  કહું છું  એકવાર આવી જાઓ . એ સાવ પથારીવશ છે.  એમનું  આખું શરીર પેરેલાઇઝ થઇ ગયું છે. એક્સીડેન્ટ માં  કરોડરજ્જુ ને નુકશાન પહોંચ્યુ છે પપ્પા જી એમને તમારી જરુર છે..”

સાંભળી ને બાબુભાઈ ની આંખો મા પાણી આવી ગયા છતાં એમણે કંઈ જ જવાબ વગર ફોન મુકી દિધો. ક્ષિતિજ અને નિયતિ આ જોઈ ને અચરજ પામી ગયા. 

“ કેવા માણસ છો તમે? દિકરો આમ સાવ પથારીવશ છે અને તમને...તમારા ઇગો ની પડી છે.. અહહહ”

ક્ષિતિજ  થોડો અણગમા થી બોલ્યો.  નિયતિ એ તરતજ એને ચુપ રહેવા ઈશારો કર્યો. એણે હળવે થી બાબુભાઈ ના ખભા પર હાથ મૂક્યો. અને બોલી 

“ જાણું છું  જયારે સવિતાબેન ની તબિયત વધુ ખરાબ હતી એ વખતે વિપુલભાઈ એ ખુબ બબાલ કરી હતી આશ્રમ આવીને . ઘણું ખરુ  એ બોલવાનું પણ બોલેલા.પણ એમના માટે ભાભી અને બાળકો પણ ભોગવે એ જરુરી તો નથી ને..?  એમને ખરેખર તમારી જરુર છે. બાબુભાઈ  છતાં  હુ  આગળ કંઈ નહી કહું  તમારી મરજી .તમે જે સારું  સમજો એ કરજો. પણ કદાચ આજ સમય હોય જયારે તમે ફરી તમારાં કુટુંબ સાથે એક ઘરમાં રહી શકો. “

નિયતિ  એટલું બોલીને ખાલી ટીફીન પેક કરી ને ક્ષિતિજ  સાથે ફરી ઘરે આવવા નીકળી ગઇ.  ગાડીમાં ક્ષિતિજ ના પૂછવાની  બાબુભાઈ અને વિપુલભાઈ વચ્ચે બનેલી હકીકત અક્ષરસહ જણાવી. ક્ષિતિજ ને પણ ગુસ્સો આવ્યો કેમકે એમાં  હર્ષવદનભાઇ અને મોહનભાઈ પણ હતાં.  પણ પછી ઘર આવી જતા  નિયતિ  ઉતરી ગઇ અને ક્ષિતિજ  સીધો  ઓફીસભેગો થઇ ગયો. ત્યા જ અવિનાશ નો ફોન આવ્યો.
 
“ હા..અવિ બોલ.. “

“ કેમ વ્હાલા  હમણાં  ગાયબ છો? ઠાકોરજીની સગાઇ નકકી થઇ ગઇ છે. અને આ સુદામા ને યાદ પણ નહી કરવાનો..”

“ સગાઇ નકકી નથી થઇ.. હજું..”

ક્ષિતિજે સાવ લુખ્ખો જવાબ આપ્યો. 

“ શું વાત કરે છે..?અંકલ નો ફોન આવેલો હમણાંજ  પરમ દિવસે સોમવારે સાંજે  સાત વાગ્યા નુ  આમંત્રણ પણ આપ્યુ છે   “

“ હેં..!!શું  વાત કરે છ .મને ખબર પણ નથી અને પપ્પા એ..”

ક્રમશ: