Kshitij - 6 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ ભાગ-6

ક્ષિતિજ ભાગ-6


હર્ષવદન ભાઇ અને મોહનભાઈ હજુ વાત કરી રહયાં હતાં. એટલામાં આશ્રમનો એક સેવક આવીને હાંફતા હાફતા બોલ્યો.


“ તમે અહીંયા બેઠાં છો? હેમંતભાઈ તમને બોલાવે છે. તમને કોઈ મળવાં આવ્યુ છે.”


“ એ તો ઠીક...પણ કોને મળવાં..મને કે પછી મોહનભાઈ ને..”


હર્ષવદન ભાઇ એ થોડું કડક અવાજ માં પુછ્યુ.


“ હવે..ઇ નથી ખબર. મનતો હેમંતભાઈ એ મોયકલો એટલે આયવો. હાલો હવે બેય જેનું સગું હોય એ બેસજો. “


“ એ..સારું હાલ..”


હર્ષવદન ભાઇ ને મોહનભાઈ બંને ચાલતાં ચલતા હેમંતભાઈ ની ઓફિસ પર પહોંચ્યા. ત્યા પહેલાં થી જ આશ્રમમાં રહેતાં એક વૃધ્ધ પતિ પત્ની બેઠાં હતાં. સવિતાબહેન અને બાબુભાઇ. અને એમની સાથે જ એમનાં દિકરો વહુ બેઠેલાં. વાતાવરણ એકદમ શાંત હતું .બધાં ચુપચાપ મૂંગા બેઠેલાં..એટલામાં જ ઓફીસનું પગથીયું ચડતાં ચડતાં મોહનભાઈ બોલ્યા..


“ અલા ... કોણ આયવુ છે...? ને કોને મળવાં?”


અને બંને જણા એકસાથે ઓફીસમાં પ્રવેશ્યા. અંદરનુ વાતાવરણ સ્તબ્ધ હતું. બધાં એ બંને ની સામું જોઈ રહ્યા હતાં. મોહનભાઈ સમજી ગયાં. સવિતાબહેન ની તબીયત વધું ખરાબ હતી અને વારંવાર કહેવા છતા એમનો દિકરો એમને થોડા દિવસ પણ ઘરે લઇ જવા તૈયાર ન હતો. એટલા માટે એક છેલ્લા પ્રયત્ન માટે મોહનભાઈએ વિપુલ ને ફોન કરેલો. મોહનભાઈ ને જોતા જ બાબુભાઇ વિફર્યા.


“ જુઓ તમે બંને પૈસે ટકે ખુબ સંપન્ન છો. વળી આમના દિકરા તો એમનું બધું હજું એમના નામ પર જ રાખ્યુ છે. મળવા આવે બધા માટે કંઈ લેતો આવે.. એટલો પ્રેમ હોવાં છતાં બાપને અહીંયા નાખી ગયો છે. તમારો દિકરો તમને વિરપુર અંતરીયાળ મુકી ને નાસી ગયો.પણ જો ભાઇ મારૂ આ દુનિયામાં કોઈ નથી..હુ અને મારી પત્ની અમે સ્વેચ્છાએ અહીંયા આવ્યા છીએ. એટલે તમતમારે તમારી જીંદગી જીવો અને અમને જીવવા દો. મહેરબાની કરી ને અમારા વતી અહીંયા કોઈ ને ફોન કરી બોલાવવા નહીં. હવે અમારી નનામી જ અહીંયા થી બહાર જાશે. અમારું ભલું જ છે. તમે દયા કરવાની તકલીફ ન ઉઠાવો તો સારું..”


આટલું બોલીને બાબુભાઇ ઓફિસની બહાર નીકળી ગયાં. સવિતાબેન એમનું વર્તન જોઈ ને રડી પડ્યા. વહુ દાકરાનુ પણ મોઢું ઉતરીગયું હતું. સવિતાબેન એ હર્ષવદન ભાઇ અને મોહનભાઈ તરફ માફી માંગવા હાથ જોડ્યા..હર્ષવદનભાઇ તો ખુબ ગુસસે ભરાયાં હતાં કે એકતો મોહનભાઈ એ મહામહેનતે વહુ દિકરા ને વાત કરવા બોલાવ્યા અને આ માણસ ને આટલો પણ ગણ નથી. ઉલટું..હજું એ સવિતાબેન ને કંઈ બોલે એ પહેલાં જ મોહનભાઈ બોલ્યા.


“ બહેન તમારે માફી ન માંગવાની હોય. આપણે અહીં એક કુટુંબ છીએ. નાનોભાઇ કદાચ મોટાભાઈ ને કંઈ બોલી જાય તો એનું ખોટું ન વગાડવાનું હોય. હું સમજું છું એની પરિસ્થિતિ. જવા દો.મારે તો ફક્ત વિપુલ અને આ વહુ દિકરી સાથે વાત કરવી છે.બસ.”


હેમંતભાઈ એ બાજુમાં પડેલી બંને ખુરશી એકપછી એક એ બંને તરફ સરકાવી. મોહનભાઈ અને હર્ષવદન ભાઇ બંને બેઠાં. અને મોહનભાઈ એ વાત ની શરૂઆત કરી.


“ જો બેટા..”


એ હજું આટલું જ બોલ્યા કે તરતજ વિપુલે એમને અટકાવ્યા.


“ જુઓ અંકલ હું તમારી બધીજ વાત સાંભળવા તૈયાર છું. પણ હું આમને ઘરે પાછાં લઈ નહી જાવ એટલે.. “


“નહી લઇ જાવ એટલે..?”


હર્ષવદન ભાઇ એ થોડા આશ્ચર્ય સાથે ગુસ્સો વ્યક્ત કરતાં કહયું. મોહનભાઈ થોડાં ઠરેલ માણસ હતા એટલે વાત વણસે નહી એ માટે તરતજ હર્ષવદન ભાઇ નો હતો દબાવ્યો. અને બોલ્યા.


“ જો વિપુલ આપણે હજુ તો કશી વાતની શરુઆત જ નથી કરી. પહેલા મને મારી વાત કહેવાદે પછી તું કંઈ નિર્ણય કરજે. જો જાણે વાત એમ છે કે તારા મમ્મી સવિતાબેન છેલ્લા એક મહિનાથી માંદા છે. એમને સતત તાવ આવ્યા કરેછે. અને અસ્થમા પણ છે અહીયાં સામાન્ય દવા થઈ શકે પણ વધું ખર્ચાળ ઇલાજ માટે પૈસા જોઈએ. હું ફક્ત એટલું જ ઇચ્છતો હતો કે તું અને વહુ બંને એક દિવસ એમને ઘરે લઇ જાવ એમને કોઈ પ્રાઇવેટ ડોક્ટર ને બતાવો અને ટેસ્ટ કરાવી એમની યોગ્ય દવા લઇને એમને અહીં પાછાં મુકી જાવ. બસ મારે આનાથી વધું કંઈ કહેવુ નથી.”


મોહનભાઈ પોતાની વાત બોલીને ચુપ થઈ ગયાં. સવિતાબેન હજું ત્યા જ નીચું જોઇ બેઠાં હતાં. એમની આખોમાં થી દળ દળ આંસુ જતા હતા. વિપુલ પહેલા તો કંઈ જ ન બોલ્યો. પણ બે મીનીટ ના મૌન પછી એણે ચુપ્પી તોડી.


“ અમ...! અંકલ એમાં એવું છેને કે... એ તો હું હમણાં લઇ જવ..પણ..”


“ પણ.! પણ શું?”


હર્ષવદન ભાઇ ફરી થોડા ઉંચા ને કડક અવાજે બોલ્યા.


“પણ એમની ડોકટરી તપાસ પછી તરતજ અહીંયા પાછા મુકી જઇશ..”


“ કેમ..? અહીંયા મુકયા એટલે ફરજ પુરી?”


હર્ષવદન ભાઇ ફરી ગુસ્સા મા બોલ્યા.


“ ના...હું મારી ફરજ બજાવવાની ના નથી પાડતો..મારી ફરજ એમને દવા અપાવવાની છે..બસ બીજી કંઇ નહી.”


જવાબ સાંભળી ને હર્ષવદન ભાઇ હવે રીતસર ના રોષે ભરાયા..એમની આંખો માથી હવે ગુસ્સો વરસી રહયો હતો. એ પોતાનો વાણી પરનો કંટ્રોલ ખોઇ રહયાં હતાં. બાબુભાઇ પણ બહાર ઉભાં ઉભાં છાનામાના બધું સાંભળી રહ્યા હતા. વાત વણસે નહી એટલે મોહનભાઈ એ ધીમે રહી હર્ષવદન ભાઇ નો હાથ ફરી દબાવ્યો એટલે હર્ષવદન ભાઇ એ બોલવાનું બંધ કર્યું. ફરી એને સમજાવતાં મોહનભાઈ ખુબ આજીજી ભર્યાં અવાજ માં બોલ્યા.


“ જો બેટા કદાચ હશે તારી કંઈ મજબુરી આપણે અહીં તારા ઘરના પ્રશ્ર્નો ની ચર્ચા કરવા ભેગાં નથી થયાં. અહીં ના નિયમ મુજબ જ્યારે દર્દ કે તકલીફ વધી જાય ત્યારે એમને ઘરે લઇ જવાં પડે.અને એમ પણ દિકરા મા-બાપ છે..એમણે મોટાં કરીને તમને લાયક બનાવ્યા છે. તો એટલું પણ ઋણ માનીને તારા મમ્મી પપ્પા ને લઇ જા..અને એમની દવા કરાવી.. ને પાછા મુકી જજે બસ..”


મોહનભાઈ હજું બોલી રહ્યા હતા એમની વાત કાપતાં વિપુલ બોલ્યો..


“ કેમ પપ્પા ને શું તકલીફ છે.હું એમને શુ કામ લઇ જાવ .. મમ્મી બિમાર છે હું સવારે આવીને એમને ડોકટર પાસે લઇ જઇશ..એમને જેટલા ટેસ્ટ કરાવવાના હશે દવા લાવવાની હશે એ બધું પતાવીને પાછા મુકી જઇશ. “


વિપુલના શબ્દો મા થોડી રુક્ષ્તા હતી. બાબુભાઇ બહાર ગુસ્સા મા બબડી રહ્યા હતા...


“ શુ કામ ...શું કામ બોલાવ્યો આ ને? અમારી આબરૂ ઉતારવા.. અમારી પરવરીશ ને લજાવવા..?”


વિપુલ ને સાંભળી ને હર્ષવદન ભાઇનો ગુસ્સો હવે કાબુ મા ન હતો. એ તરતજ બોલી ઉઠ્યા


“ કેમ ભાઇ.? તારો બાપ તને ભારે પડે છે?.. ખુબ સારું કમાય છે. આટલાં ખર્ચા છે અને ફકત થોડા દિવસ માટે મા-બાપ બંને ભારે પડે છે? હદ છે તમારા જેવા બાળકો હોય એના કરતા વાંજીયા સારાં. એતો.લઇ જ જવા પડે. જો હજું મોહનભાઈ અને હું અમારી મર્યાદા મા રહીને વાત કરીએ ત્યા સુધીમાં માનીજા ..નહી તો પરિણામ..”


હવે વિપુલ પણ વધું ઉકળ્યો.


“ હા અંકલ તમારા બાળકો પર દાદાગીરી ચાલતી નથી એટલે મારા પર ચલાવવાની?”


“ વિપુલ હવે થોડું વધારે થઇ રહ્યુ છે..”


હેમંતભાઈ એ તરતજ વિપુલને રોકતા કહ્યુ.


“ હા..હેમંતભાઈ ખરેખર હદ વટાવી રહ્યા છે આ વડિલો. એકનો દિકરો વૃધ્ધાશ્રમ ના બુઢીયાવ ને મોજ મજા કરાવે બાપ ને મન ફાવે એમ રહેવા દે. રોજ રોજ ફોન પર એની ભાળ લે.. અરે. ! બાપ એટલો જ વ્હાલો હોય તો સાથે કેમ નથી રાખતો..? આવા નાહક ના દેખાળા કરી ને અહી રહેતાં બીજા વૃધ્ધો ને પોતાના બાળકો માટે વધું નફરત ની ભાવના ઉભી કરે છે .”


વિપુલ હવે મર્યાદા બહાર બોલી રહયો હતો.. એટલે ફરી બે ત્રણ વખત હેમંતભાઈ અને સવિતા બહેને એને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ વિપુલ હવે રોકાય એમ નહતો.


“ અરે...સાબીત શું કરવા માંગો છો બંને ભેગાં થઇને અમે એટલા ખરાબ છીએ અને તમારો દિકરો રામ છે..અને જુઓ જેમણે ફોન કરીને બોલાવ્યા છે ..એ અરે...એમનો તો દિકરો જ રોડ પર તરછોડી છાનોમાનો ભાગી ગયો બધું જ લુંટીને. “


આ શબ્દો મોહનભાઈ થી સહન ન થયાં. એમનું માથું નીચું થઈ ગયું. અને આંખમાંથી આંસુ નીકળી ગયા.હવે ત્યા ઉભારહેવુ એમના માટે ખુબ કપરું હતું .કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ હતી.મોહનભાઈ ત્યા થી જતાં રહે એમા જ સારું હતું. એ ધીમેથી ત્યાથી ઓફીસનું પગથીયું ઉતરી ને જતા રહ્યા. હર્ષવદન ભાઇ એમ જાય એવા ન હતાં. એમનો હાથ વિપુલ ને થપ્પડ મારવા હાથ ઉપડી ગયો. પણ વિપુલ ની પત્ની એની આગળ આવી જતા અટકી ગયાં અને જતાં જતા ફકત એટલું જ બોલતાં ગયાં કે


“ સારું છે બાબુભાઇ અને ભાભી અહીંયા આશ્રમ મા રહે છે. ભગવાને એમનું સુખ જોઈ ને જ મોકલ્યા છે. પણ અત્યારે ફકત એટલું જ કહીશ વિપુલ કે ભગવાન તારા દિકરા ને અદલ તારા જેવો જ બનાવે..એવા મારા આશીર્વાદ છે.. “


હર્ષવદન ભાઇ પણ ત્યા થી જતાં રહ્યા..બાબુભાઇ બહાર ઉભા હતાં એમણે હર્ષવદન ભાઇ ને બે હાથ જોડ્યા .હર્ષવદનભાઇ એમની સામે જોઈ ને નીકળી ગયાં. સીધાં પોતાના રુમ પર મોહનભાઈ ને જોવા ગયાં. પણ ત્યા જઈ ને જોયું તો મોહનભાઈ ત્યા ન હતાં એટલે ગાર્ડન મા ગયા એ ત્યા પણ ન હતાં. હવે ચિિંતા થવા લાગી કેમકે લગભગ એમની હોવાની શક્યતા હોય એ બધી જ જગ્યા એ હર્ષવદન ભાઇ ફરી વળ્યા હતાં. લગભગ અઢી કલાક થવા આવ્યા હતાં..

[ક્રમશ:]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED