ક્ષિતિજ - 5 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ - 5

ક્ષિતિજ

ભાગ-5

“હેં...કેમ કંઈ કારણ ખરું?”

“ કારણ આમતો કાંઈ નહી પણ...એ આજે આશ્રમ આવવાં નીકળી હતીને રસ્તામાં..”

પંકજ ભાઇ નો અવાજ થોડો ભારે થઈ ગયો અને જીભ થોડી થોથવાઇ ગઇ બોલતા બોલતાં.

“ રસ્તામાં...! રસ્તા મા શું?”

હેમંતભાઈ એ તરતજ વળતો સવાલ કર્યો.

“ રસ્તા માં એક નાનકડું એકસીડન્ટ થયું છુ એનું..”

પંકજ ભાઇ અચકાતાં બોલ્યા..

“હેં ....! શું વાત કરો છો?.. એને વધું કંઈ ઇજા તો નથી થઈ ને?? એ સલામત તો છે ને? “

હેમંતભાઈના મો માથી હાઇકારો છુટી ગયો. હર્ષવદન ભાઇ પણ જ ત્યા ઉભાં હતાં ઇજા શબ્દ સાંભળતાં જ એ થોડા વધારે ચિંતીત થઈ ગયાં પણ હેમંતભાઈ ફોન મુકે તો કંઈ પુછાય..

“ હા..એટલું ચિંતા જનક નથી પણ એ થોડા દિવસ આશ્રમ આવી નહીં શકે.. એને પગ માં ફેક્ચર આવ્યું છે અને હાથપગ છોલાયા છે. “

“ અરે..! વડિલ દિકરી ને આટલું થયું ને આપે જાણ સુધ્ધા ન કરી..એકવાર કહેવાય તો ખરું. આશ્રમ કંઈ ફક્ત એની સેવા લેવા માટેજ થોડું છે. અમારાં સેવકો નુ પણ અમે પુરતું ધ્યાન રાખીએ છીએ.. હવે બોલો શું મદદ કરી શકું આપની..અત્યારે તાત્કાલીક કંઈ પૈસા ની જરુર હોય તો કહેજો હું વ્યવસ્થા કરી આપીશ..”

હેમંતભાઈ જાણતાં હતાં કે નિયતિ ની આર્થિક પરિસ્થિતિ સારી નથી.એમા પણ એના મમ્મી ની બીમારી ને કારણે પંકજભાઇ લગભગ ઘરે જ હોય છે અને નિયતિ ના પગાર પર બધું ચાલે છે.

“ અરે...ના ના ભાઇ ..હોય કાંઇ....પૈસા ની ખોટ ઉપરવાળાએ કયારેય પડવા દીધી નથી..હમણાંજ થોડો સમય મેં ઓવરટાઈમ કરી ને કામનાં કલાકો પુરાં કર્યા હતાં એ પૈસા આવ્યા છે. અને નિયતિ નો પગાર પણ... મને તો બસ આપના ફોન થી અને નિયતિ માટે આટલી લાગણી દાખવી એનો જ સંતોષ છે... આપની આટલી લાગણી એજ મારે મન લાખો બરાબર છે.. “

“ સારું..પણ કંઈ પણ હોય તો જણાવશો..વિનાં સંકોચ.. હજું એનો ભાઇ બેઠો છે..અને હા જયારે ફરી ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ હોય ત્યારે એક કોલ કરજો આશ્રમ ની ગાડી મોકલી આપીશ..”

“ સારું...ભાઇ..”

હેમંતભાઈ એ ફોન મુકતાં ની સાથેજ હર્ષવદન ભાઇ એ પશ્ર્નો ના તીર શરું કરી દીધા..

“ શુ...શુ..થયું છે એને..સલામત તો છે ને... ? તમે એના પપ્પા સાથે શું વાત કરી..? એમણે શું કહ્યુ?”

“ અરે...અરે ..અરે..થોડો શ્ર્વાસ તો લ્યો... અને પહેલાં તમે અહી બેસી જાવ..”

હેમંતભાઈ એ હર્ષવદન ભાઇને ખુરશી ખેંચી એના પર બેસાડ્યા .અને પાણી આપ્યું.

“ હવે થોડા શાંત થાવ એટલે હું બધી વાત કરું “

હેમંતભાઈ ને કબર હતી કે હર્ષવદન ભાઇ નિયતિ સાથે ઇમોશનલી વધું અટેચ્ડ છે.

“ હા...થઇ ગ્યો શાંત ભાઇ હવે આગળ વાત કરો ને “

“ જુઓ..ચિંતા જેવું નથી ..પણ નાનું એવું એકસીડન્ટ થયું છે. જેના કારણે નિયતિ ને ફેકચર આવ્યુ છે ને થોડાં હાથપગ છોલાયા છે. જેથી થોડાં દિવસ એ આવશે નહીં.. બસ એના થી વધું કંઈ પુછ્યુ નથી..અને મદદ પણ ઓફર કરી છે ..”

થોડીવાર હર્ષવદન ભાઇ વિચાર મા પડી ગયા..પછી તરતજ બોલ્યાં..

“..તમે એક કામ કરો ને..એનો ટ્રીટમેન્ટ કયાં ઓર્થોપેડીક પાસે ચાલે છે એ તપાસ કરી ને મને કહો ને “

“ હા....પણ..એ નું શુ કામ...?”

“ તમે બસ આટલું કરી આપો...”

“સારું “

હેમંતભાઈ ને હતું વધુમાં વધું એ જાણી ને શું કરશે ? જાણીને સંતોષ થશે કે સારા ડોકટર ની સારવાર લઇ રહી છે.

એમણે ફરી પંકજ ભાઇ ને ફોન કરી ને ડોકટર નું નામ પુછ્યુ...અને હર્ષવદન ભાઇ ને જણાવ્યું. નામ સાંભળતાં જ એમનાં ચહેરા પર સ્માઇલ આવી ગયું..પછી કંઈ જ બોલ્યા વગર ત્યાથી ઉભા થઈ ને જતા રહ્યા. રૂમ પર જઇને આ સમાચાર મોહનભાઈ ને પણ આપ્યા. અને પછી તરતજ નિયતિ ને ફોન લગાવ્યો.

“ હલો...કોણ??”

સામેથી નિયતિ એ જવાબ આપ્યો

“ તમે જે ને ફોન કર્યો છે એ..”

“ લે...તેં તો મને પકડી પાડ્યો..”

“ હા...તો ને વળી. મને ખબર જ હતી પપ્પા નો ફોન પુરો થશે એટલે થોડીવાર મા જ તમારો આવશે..”

“ કેમ..? એવું કેમ?”

“ અમે સેવકો કે સંચાલકો ઘણીવાર રજા પર હોય છે બિમાર હોય કે આશ્રમ ન આવતા હોય તો એક બે દિવસ પછી ફોન આવતો હોય છે..પણ આજે તો પહેલાં દિવસેજ ફોન આવી ગયો. એટલે ખબર જ હતી કે તમેજ હેમંતભાઈ પાસે કરાવ્યો હશે..”

હર્ષવદન ભાઇ ને થોડો આનંદ થયો કે છોકરી બરાબર મને ઓળખી ગઇ છે..છતા અવાજ થોડો ભારેકરીને બોલ્યા..

“ હશે હવે બોવ સ્માર્ટનેસ ન બતાવ.. અને હવે કેમ છે એ કહે..?”

“ સારું છે અંકલ..અત્યારે થોડું પેઈન છે પણ દવા આપી છે એટલે બેસી જશે. “

“ હમમ...પણ આ થયું કેવીરીતે?”

“ થયું એમ કે.. હું મારા એકટીવા પર હતી. ગોંડલ રોડ થી મવડી ફાટક પાસે પહોંચી. જોયું તો ફાટક બંધ થવાની તૈયારીમાં હતું. એટલે મે એકટીવા ધીમું કર્યું..એ અરસામાં જ મારી પાછળ એક ઓડી આવી રહી હતી એમને સ્પીડ વધારી ને ફાટક બંધ થાય એ પહેલા નીકળી જવું હતું. પણ એમણે ગાડીની સ્પીડ ધીમી ન કરી અને પાછળ થી એ મારી સાથે અથડાઈ હવે તો બ્રેક પણ મારી છતાં હું ક્રોસીંગ સુધી એકટીવા સાથે ઘસડાઈ..અને ..”

“ અને...અને શું..કોણ હતો એ...કંઈ નામઠામ પુછ્યા ખરાં?”

“ ના..પણ હતો કોઈ છોકરો..પૈસાનો રુઆબ તો એટલો હતો કે લોકો ભેગાં થયાં એટલે કહે કે બધો ખર્ચો આપી દઇશ...”

“ ઓ હો...પછી...તું કંઈ જ ન બોલી?? “

નિયતિ સમજી ગઇ એમના કહેવા નો મતલબ. થોડી મલકાઇ..કે સીધો ટોણો એમને પડેલી ખીજ પરનો છે..

“ અરે.....હોયકાંઇ એમનેમ થોડી જવા દઉ..બરાબર ખખડાવી નાખ્યો.. કહીં દીધું કે આ પૈસા નો રુઆબ નહી કરવાનો..પણ હા આટલી મોટી કાર ચલાવતા ન આવડે ને તો ડ્રાઇવર ને પગાર અપાય આમ અથડાતાં ન ફરાય “

હર્ષવદન ભાઇ ને થયું હવે વાત જામી..હવે બિચારો બરાબર ફસાયો..એટલે વાત મા વધું રસ લેતા પુછ્યુ

“ પછી...!પછી શું થયું.. ?”

“ અરે...પછી એ પણ કંઇ જાય એવો નહતો.. પૈસાની વાત કરતા જ ગુસ્સે થઈ ગયો..ને કહે..તમારે વધુ પૈસા જોઈએ તો બોલો બાકી રોડ વચારે નાટક ન કરો..”

“ લે..હાય હાય.આતો લાજયો નહી ને ગાજયો”

“ હા.. પછી તો એની એક ને મારી બે... એમ કરતા કરતાં મને ચકકર આવી ગયા ત્યા રોડ ઉપરજ..”

“ ઓહ..... લે ...પછી?”

જાણે કોઈ રહસ્યમય વાર્તા નો અંત માણી રહયા હોય એમ હર્ષવદન ભાઇ એ પુછયું

“ પછી ....પછી શું..? મારી આંખો મધુરમ હોસ્પીટલ માં ખુલી .. અને એ મહાશય મારી સામેજ ઉભા હતાં..પગ પર સોજો હતો એટલે એમણે જ એક્સરે કરાવી આપ્યો અને પછી પ્લાસ્ટર પણ ..અને ખુબ ના કહેવા છતા પૈસા પણ ચૂકવ્યા..પછી પપ્પા આવ્યા ત્યાં સુધી એ મારી સાથે જ હતો.. અને મારી સંભાળ પણ સારી રાખી. પછી વાતો જામી કયાં ના છો? શું કરો છો? બધું..પછી લાગ્યુ માણસ તરીકે સારો હશે...પણ હોય દરેક થી કયારેક ભુલ થઈ જાય...”

“હમમ.... સાચું..અંતે મારી જેમ દોસ્ત બનાવી લીધો એમ ને? .. અને શુ નામ કહ્યુ તે એ છોકરા નું..?

“ એ થોડો અટપટો લાગ્યો મને..આટલી સરસ વાતો કરી મારું ધ્યાન પણ રાખ્યુ..પોતાની ભૂલનો માફી પણ માંગી પણ મે જ્યારે નામ પુછ્યુ તો કહે....નામ મેં કયા રખ્ખા હૈ..?..વળી હોશિયાર કે મારા વિશે બધુ જ જાણી ગયો..”

“જાણી ગયો એટલે? “

હર્ષવદન ભાઇ એ જરા અવાજ ઉંચો કરતાં કહ્યુ.

“ જાણી ગયો મતલબ કે ફોર્મ મા એડ્રેસ લખવાનું હતું એ મને પુછી ને લખ્યું.. એટલે કયાં રહું છું એ તો એ જાણી જ ગયો..પછી વાતો કરતા કરતા તમે કઇ કોલેજ માં ભણ્યા? અત્યારે શું કરો છો એ મને પૂછતો રહ્યો. ને મારો વારો આવ્યો એટલામાં પપ્પા આવી ગયા એટલે મે ઓળખાણ કરાવી કે આ મારા પપ્પા.ને એણે પપ્પા ને ફરી કયારે બતાવવાનું અને દવા કઇ કયારે લેવી..ખાસ કંઈ ઇજા નથી અને જલદી રીકવર થઈ જશે..એટલું બોલ્યો. પછી મેં એનો પરીચય આપવા કહ્યુ તો કહે...

“ અહહહ..... પંકજભાઇ તમારી દિકરી બહુ વાતોડી છે..ક્યારનું મોઢું ચાલું છે..હવે તમે આવ્યા તો મારો છુટકારો..હાશ..એ..એટલું બોલી ને જતો રહયો..”

હર્ષવદન ભાઇ ખડખડાટ હસી પડ્યાં..

“ હાલો..શેર ને માથે સવાશેર મળી ગયાં એમને?”

“ અંકલ તમે પણ...? “

“ સારું..ચાલ તું આરામ કરજે . અહિંથી રજા મળશે ને તો હું અને મોહનભાઈ મળવા આવશું તને...”

“ ઓકે..હું રાહ જોઈશ તમારા બંને ની..”

હર્ષવદન ભાઇએ ફોન મુકી ને થોડો નિરાંત નો શ્ર્વાસ લીધો..નિયતિ સાથેજ વાત થઈ જતાં ચિંતા ઓછી થઇ ગઇ. મોહનભાઈ ને ગાર્ડન માંથી શોધી ને એકતરફ લઇ ગયાં..

“ પણ...હર્ષવદન ઉભા રહો..અરે.....મને આમ માટી વાળાં હાથ તો ધોવાદયો..”

“ અરે..યાર..આ.તમેય પટેલ કિધાં એટલે થઈ રહયું..આખો દી’ માટી ખુંદો તોય ઓછું..હાલો હવે..મારે વાત કરવી છે. “

“ લ્યો. બોલો તારે હવે.”

“ હમણાજ નિયતિ સાથે વાત કરી..”

“ હા...એકલાં વાત કરીએ લીધી...હું રાહ જોઈ ને થાક્યો કે મારો વારો આવશે અંતે બગીચે વળગ્યો..”

“ મુકો ને એ રામાયણ..જો મે વાત કરી લીધી છે. એને આમ કંઇ ખાસ વાગ્યું નથી એટલે શાંતી પણ હજું આવી નહી શકે..ને મેં એને કીધું છે કે આપણે બંને મળવા જઇશું..”

“ અરે..વાહ..તો બોલો કયારે જવાનું? “

“ હા પણ પરમિશન લેવી પડશે..”

“ કોની? “

“ બીજાં કોની? હેમંતભાઈ ની એ હું લઇ લઇશ પણ કાલે તમે તમારા બગીચા મા ખૂંચી નો જાતા.. બપોરનાં સમયે જઇ આવશું એટલે ના નહી પાડે..”

બંને હજુ વાત કરતાં હતાં એટલાં મા આશ્રમનો એક સેવક આવીને હાંફતાં હાંફતા બોલ્યો.

“ અહીયાં બેઠા છો? તમને હેમંતભાઈ બોલાવે છે..કોઈ મળવાં આવ્યુ છે..”

[ક્રમશ:]