ક્ષિતિજ ભાગ -16 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ ભાગ -16

ક્ષિતિજ ભાગ 16
સવારે ઉઠતાં ની સાથેજ નિયતિએ હેમંતભાઈ ને ફોન કરીને હર્ષવદનભાઇ સાથે થયેલી વાત જણાવી.અને આશ્રમથી અમુક પ્રેમજીભાઈ ની જરૂરીયાત ની ચીજો લાવવા જણાવ્યું . પોતાનું  પ્રાત કામ પતાવી એ ટીફીની તૈયારીમાં  લાગી ગઇ. એટલામાં જ એનાં ફોનની રીંગ ટોન  રણકી ઉઠી. જોયું તો ક્ષિતિજ હતો. એણે હાથ ધોઈ ને ફોન ઉપાડતાં  થોડી વાર લાગી..
“ હલો..!”
“ આટલી વાર ?  “
ક્ષિતિજ થોડી ખીજાઇ ને બોલ્યો.
“ શું  કામ હતું? અત્યારમાં કેમ પોન કર્યો?”
નિયતિ એ સીધું જ પુછી નાખ્યુ. 
“ હું..આવું  છું “
“ કેમ?.
નિયતિએ તરતજ સવાલ કર્યો.
“ નાસ્તો કરવા”
“ કેમ અહીયા? “ નિયતિ એ ફરી સવાલ કર્યો. 
“ તું કેટલા સવાલ કરે છે? નથી આવવું..”
ક્ષિતિજે ગુસ્સે થઈ ને ફોન મુકી દીધો. 
“ અરે..! માણસ છે કોઈ?.કેટલો વિચિત્ર છે.”
નિયતિ મનોમન બબડી રહી હતી. એટલામાં જ પંકજભાઇ એ પુછ્યુ “ શું થયું?”
“  એતો ક્ષિતિજ નો ફોન હતો”
નિયતિ એ પુરી વાત કરી..
“ ઓહ એમ વાત છે? લાવ હું જ વાત કરું. ફોન લગાવી આપ.”
પંકજભાઇ એ નિયતિ ના મોબાઇલ માથી કોલ કર્યો.  નિયતિનું નામ જોઇને જ ક્ષિતિજ અકડાયોફોન રીસીવ કરી ને સામેથી કોઇ બોલે એ પહેલાં જ એ ગુસ્સામાં બોલ્યો. 
“ હું આવવાનો નથી હવે આગળ કંઈ બોલીશ નહી. “
“ કેમ બેટા હું કહું  પછી પણ નહીં? “
પંકજભાઇ બોલ્યાં. 
“ ઓહ અંકલ તમે?”
ક્ષિતિજ થોડો ઠંડો પડ્યો. 
“ હા..હું ..તમારી રાહ જોઉં છું.  સાથે નાસ્તો કરશુ. તમે આવો પછી..”
“ અ..અહાઆ અંકલ આવ્યો “
ક્ષિતિજ  થોડીજ વારમાં  નિયતિ ના ઘરે પહોંચી ગયો.
“ હવે જો એવી હેરાન કરું ને  “
ક્ષિતિજ મનોમન બબડી રહ્યો. પંકજભાઇ અને ક્ષિતિજ બંને સાથે સીટીંગરુમમાં નાસ્તો કરવા બેઠા . એ વારંવાર બટાકા પૌઆ તીખા છે.પરોઠું ખારું છે..પાણી..દહી.. માગીને નિયતિ ને હેરાન કરતો હતો. નિયતિ ને પણ ખબર હતી એ.પંકજભાઇ ની હાજરીનો ફાયદો ઉઠાવી રહ્યો છે.નિયતિ  ફટાફટ ટીફીન ભરી ને રેડી થઇ ગઇ.એણે પોતે ચ્હા પણ ન પીધી. બંને હોસ્પિટલ પહોંચી ગયા.  ત્યા પ્રેમજીભાઇને આજે નોર્મલ રુમમાં શીફ્ટ કરવાનાં હોય.હેમંતભાઈ  પણ હાજર હતાં. સાથે મોહનભાઈ અને બાબુભાઈ પણ હતાં.  હર્ષવદનભાઇ મોહનભાઈ ને મળીને ખુશ હતાં.  પ્રેમજીભાઇ ને સવારનો નાસ્તો જમાડીને નિયતિ કોલેજ માટે નીકળી. અને ક્ષિતિજ  હર્ષવદનભાઇ અને મોહનભાઈ ને લઇ ને પોતાના ઘરે મુકી ને ઓફીસમાં પહોંચ્યો. મોહનભાઈ અને હર્ષવદનભાઇ બંને નિયતિ અને ક્ષિતિજ ની જ વાતો કરી રહ્યા હતાં. 
“ હર્ષવદન તમે પછી કંઈ  વિચાર્યું છે આ બંને વિશે?.”
“ હા મોહન વિચાર્યું તો ઘણું  છે ક્ષિતિજ ને નિયતિ ગમવા પણ લાગી છે..પણ નિયતિ. નું શું?? “
“ હર્ષવદન મને લાગે છે હવે તમારે પંકજભાઇ સાથે વાત કરવી ઘટે. બસ જો એ રાજી થઈ જાય તો બધું  થાળે પડી જાય.”
“ હા..સાચીવાત..તો પછી વાર શેની? ચાલો અત્યારે વાત કરી લઉં. “
હર્ષવદનભાઇ એ પંકજભાઇ ને ફોન કરી ને એમના ઘરે જવાની પરવાનગી માંગી  અને પછી ડ્રાઈવઅને ગાડી લઈને મોહનભાઈ સાથે નિયતિ ના ઘરે પહોંચી ગયા. પોતાની ઇચ્છા એમને જણાવી. પંકજભાઇ થોડાં  અસમંજસમાં હતાં.  હર્ષવદનભાઇ આટલા પૈસાવાળા અને પોતે મધ્યમવર્ગી હોય એ બાબતે એમને તકલીફ હતી.પણ મોહનભાઈ અને હર્ષવદનભાઇ એ એમને સમજાવ્યા. એમની બધી શંકાઓ અને સવાલોના ના પેટઠરે એવા જવાબ આપ્યાં અને છેલ્લે પંકજભાઇ  અને એમનાં  પત્ની એ આ સબંધ માટે જો નિયતિ તૈયાર હોય તો એમની પણ હા છે એમ જણાવ્યું.બધા ખુબ રાજી હતાં.  તરતજ પંકજભાઇ એ નિયતિ ને ફોન કર્યો અને કોલેજપુરી થયાં બાદ ઘરે આવવાં જણાવ્યું. અને હર્ષવદનભાઇ એ પણ ક્ષિતિજ ને પોતાના ઘરે પહોંચવા કહ્યુ. પ્લાન નકકી થયાંમુજબ હજુ એ બંને ને જાણ કરવાની નહતી. પણ બંનેનાં મન જાણવા નાં હતાં એટલે નિયતિ ના આવતાજ પંકજભાઇ એ કહ્યુ.
“ નિયતિ બેટા એક વાત કરવાની હતી.”
“ હા બોલોને પપ્પા. બેટા હવે સમય પાકી ગયોછે. અમારે હવે તને વળાવવા નો વિચાર કરવો પડે..”
“ પણ પપ્પા આમ અચાનક? શુ થયું? “
“ જો બેટા આજે તારામાટે માગું આવ્યું. બધું  સારું છે.છોકરો નોકરી કરે છે અને એનાં ઘરમાં પોતે એનાં મમ્મી પપ્પા અને બીજા બે ભાઇ ને એક બહેન છે.બધુ સારું હોવાથી અમે હા પાડી છે. હું ને તારી મમ્મી  તને આજ વાત કહેવાની ઇચ્છતા હતાં.તને વાંધો તો નથી?”
નિયતિ વિચાર મા પડી ગઇ.
“ હવે શુ? ક્ષિતિજ ગમેછે પણ પપ્પા ને કહેવાય થોડું.? હવે તો એમણે સંબંધ નકકી પણ કરી નાખ્યો.  હવે કંઈ બોલે તોઓઓ... એમની વાત નું  માન ન રહે.”
નિયતિ  એ કહ્યુ. 
“ જેવી આપની ઇચ્છા.”
અને કંઈ બોલ્યા વગરજ એ એના રુમમાં જતી રહી. અહીં હર્ષવદનભાઇ એ પણ ક્ષિતિજ ને બોલાવ્યો. 
“ જો ભાઇ બેસ. “
“ કેમ અચાનક બોલાવ્યો? કંઈ થયું છે?”
“ હા. મોહનભાઈ ને તો તું  ઓળખેને?”
“ હા.એમને તો ઓળખું જ ને.”
ક્ષિતિજે જવાબ આપ્યો.  
“ એમનાં એક કૌટુંબીક ભાઇ અહિ રાજકોટમાં જ છે. એમની દિકરી માટે તારી વાત પાક્કી કરીએ છીએ.આમ પણ તું મારી ઇચ્છા વિરુદ્ધ નહી જાય એ મને ખબર છે.”
ક્ષિતિજ એકદમ  ચોંકી ગયો..
“ હેં..! પપ્પા શું વાત કરોછો? તમે મને પુછ્યા વગર જ વાત પાક્કી કરી નાંખી.? અને મને પુછ્યુ  પણ નહી? “
“ કેમ ? તેં જ કિધેલું કે લગ્ન તમારી ઇચ્છા મુજબ કરીશ. “
ક્ષિતિજ  એક પણ શબ્દ બોલ્યાં વગર જ ત્યા થી નીકળી ગયો.  એનાં ચહેરા પર ચિંતા  ચોખ્ખી વર્તાય રહી હતી. એ સીધો અવિનાશ પાસે પહોંચ્યો. અવિનાશ થોડો બીઝી હતો એટલે થોડીવાર બેસવું  પડયું.  એ સમયમાં  એણે નિયતિ ને ફોન કર્યો.  
“ નિયતિ  એક વાત કરવી હતી?”
“ હા..ક્ષિતિજ બોલો? “
“ મારીઈઈઈ. સગાઈ કદાચ નકકી થઇ જાય.”
“ હેં એએ..! નિયતિ  એકદમ આશ્ર્ચર્યથી બોલી.” 
“ હા” 
ક્ષિતિજે ટુકોજ જવાબ આપ્યો.પછી બંને ચુપચાપ ચાલું  ફોન પર બેસી રહયાં. બે મીનીટ  પછી નિયતિ એ પણ કહયું .
“ ક્ષિતિજ  ..!! મમ્મી પપ્પા મારુ પણ સગપણ નકકી કરી દેશે થોડા દિવસ માં..”
“ ઓહહ.. “ 
“ હમમ.. તો?”
“ તો ..હવે??  “
બંનેએ વચ્ચે આવા નક્કામાં શબ્દો ની આપલે થઈ રહીહતી. ત્યાં રીશેપ્સનીસ્ટે કહ્યુ. 
“ સર..તમને અંદર બૉલાવે છે..”
“ નિયતિ સાંજે જરા વહેલો આવીશ તને લેવાં. અત્યારે ફોન મુકું. “
“ હા..” 
ફોન કટ કરીને ક્ષિતિજ  તરતજ અવિનાશ ની કેબીન માં દાખલ થયો.
“ શું  થયું..કેમ આટલી ઇમર્જન્સીમાં છે?..  “
“ અવિ..મોટો લોચો લાગી ગયો છે..”
“ ફરી શું  થયું?? વળી ઝગ્ડયા કે શું? “
“ ના.. પણ.પપ્પા એ એએ”
“ અરે જલદો બોલ કોઈ પણ જાતનું સસ્પેન્સ ક્રીએટ નકર..”. 
“ પપ્પા એ મારું સગપણ નકકી કરી નાખ્યુ.  
“ શું  મજાક કરે છે..? અને તેં શું કહ્યુ? “
અવિનાશે તરજ ઇંતેજારી જણાવતાં  કહયું. 
“ મેં  કશુ કહ્યુ નથી. પણ હા હવે લાગે છે કે નિયતિ સાથે આજે વાત કરી જ લુઉ.”
“ હા એ વાત તો છે..એટલે નિયતિ ની ઇચ્છા શું છે એ જાણી શકાય. “ 
આઠ વાગતાં જ ક્ષિતિજ  મોહનભાઈ અને હર્ષવદનભાઇ ને હોસ્પિટલ માં મુકી અને નિયતિ ને લેવા નીકળી ગયો.  એણે રસ્તામા થીજ નિયતિ ને કોલ કરી ને તૈયાર રહેવા કહ્યુ.  નિયતિ પોતે પણ પોતાની વાત ક્ષિતિજ ને જણાવવા ખુબ ઉતાવડી હતી. એટલે ફટાફટ ખીચડી ..દુધ અને ભાખરી પેક કરીને એ ક્ષિતિજ સાથે નીકળી ગઇ. થોડીવાર બંને એકદમ ચુપ રહ્યા. પછી નિયતિ બોલી.
“ ક્ષિતિજ તમે શુ વાત કરવાં માંગતા હતાં..?” 
“ નિયતિ પપ્પા મારું સગપણ નક્કી કરી આવ્યા છે.અને મેં  એ છોકરી ને જોઈ પણ નથી. મને કોઈ  બીજું  પસંદ છે. પણ એની સાથે હજુ આ બાબતે મેં વાત કરી નથી..તો તું  કહે કે કઇ રીતે  એને પૂછું?..”
“ ક્ષિતિજ  વાત તો મારે પણ આજ છે. મેં  એને જોયો પણ નથી.  અને મારી તો સગાઇપણ નકકી કથક નાખીછે..”
“ ઓહ .”
ક્ષિતિજ ના મોઢાં માંથી ઉદગાર નીકળી ગયો. પણ ફરી એ થોડો સ્વસ્થ થઈ ને બોલ્યો.
“ નિયતી હું  કોઈ પણ જાતની વાત ફેરવ્યા વગર તને કહેવાનું પસંદ કરીશ..”

ક્રમશ.