પ્રેમ એક શક્તિ છે.... Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ એક શક્તિ છે....

પ્રેમ એક શક્તિ છે...

પ્રેમ જિંદગીનું અમૃત છે.

પરંતુ પ્રેમ પામવો અને આપવો એ જેટલું સરળ લાગે છે તેટલું સરળ નથી.

મનુષ્ય સ્વભાવે અહં કેન્દ્રી અને સ્વ કેન્દ્રી છે.

ગlઢ પ્રેમ એ સ્વ પ્રેમ છે. એમાં કોઈ શંકા નથી.

પહેલો પ્રેમ એ પણ સ્વ પ્રેમ જ છે.

પ્રત્યેક વ્યક્તિ જો કોઈને ગહન પ્રેમ ,સાચો પ્રેમ કરતો હોય તો તે પોતાની જાત ને જ કરે છે.

પોતાના કરતા વધારે -વિશેષ પ્રેમ એ બીજા કોઈને કરે છે,

એમ કહે તો કદાચ તેને પોતાને પણ ખબર નથી.

ખરે ખર તો એની જાત્ ને જ સવિશેષ પ્રેમ કરે છે બીજા કોઈને નહિ...

કારણ આખી જિંદગી જો કોઈની સોથી નજદીક છે તો પોતાની જાતની જ નજદીક છે.

તમે પણ સ્વને કેન્દ્રમાં રાખીને જ પ્રેમ કરો છો અને તમામ કlર્યો કરો છો .

ઇચ્છાઓ આશાઓ અને અપેક્ષાઓ રાખો છો .

પોતાને પ્રેમ કરતા અlપણે સો આપણી જાતને જ શ્રેષ્ઠ માનીએ છીએ.

આપણે આપણl વિષે જેટલો વિચાર કરીએ છીએ ,પ્રેમ કરીએ છીએ

એટલો અન્યને માટે કરી શકતા નથી.

ભલે થોડો સમય કદાચ કોઈને પ્રેમ વિશેષ કરતા હોઈએ.

પણ જીદગી આખી તો અlપણે અlપણી જાતને જ ચાહીએ છીએ.

અને આપણl માટે જ જીવીએ છીએ.

જીવનના જુદા જુદા તબક્કે અને સમયે આપણને આપણl કુટુંબીજનો કે પરિવારના

સભ્યો અલગ અલગ રીતે સાથ આપે છે.

બાળપણમાં માતા પિતા પછી ભાઈબહેન ત્યારબાદ પતિ પત્ની અને છેલ્લે બાળકો ...

અlમ જીવનયાત્રામાં મનુષ્ય પોતેજ કેન્દ્રમાં છે.

જીવન પથ પર સાથ આપનાર ,પ્રેમ ને હૂફ આપનાર વ્યક્તિઓ સંભાળ રાખનાર

પlત્રો બદલતા રહે છે.

જીવનનો મોટા ભાગનો સમય તમો પરિવારમાં કે સમાજમાં હોવા છતાં સ્વકેન્દ્રી રહો છો.

સ્વને કેન્દ્રમાં રાખીને જ પોતાના કlર્યો અને વિચારોને કેન્દ્રમાં રાખીનેજ જીવન વિતાવો છો

અને સમય વિતાવો છો...

અલબત એમાં જ બીજાના એટલેકે ,આસપાસના પરિવારના,

મિત્રો, સગાઓના કlર્યો કે પ્રસંગો પણ પlર પડે છે. પણ તમે તો કેન્દ્ર માં જ રહો છો..

તમારી જરૂરિયાત પણ કેન્દ્ર માં જ રાખીને કlર્યો કરો છો..

માનવી સ્વભાવે લાગણીશીલ તેમજ સામાજિક પ્રાણી છે.

તે પ્રેમ કરે છે. અને આપવા ઈચ્છે પણ છે.

અલબત વ્યક્તિની પ્રેમ કરવાની અને આપવાની શક્તિને તેની સીમાઓ હોય છે.

પ્રેમ કરવો અને પામવો બને તેની જરૂરિયાત છે.

વ્યક્તિ પ્રેમ કરે છે અને આપવા પણ ઈચ્છે છે.

તે પણ પોતાના સંતોષ અને જરૂરિયાત ખાતર..આનંદને ખાતર..

વ્યક્તિની બીજા પlસે થી પ્રેમ પામવાની ઝંખના પણ અતુટ હોય છે.

પ્રેમ વગર માનવી વિહ્વળ બની જાય છે.

પ્રેમ વગર વ્યક્તિ એકલતા અને નિરાશા અનુભવે છે.

જીવનમાં પ્રેમ માં નિષ્ફળતા માનવીને તોડી નાખે છે.

જીવન પ્રત્યે હતાશ અને નેગેટીવ બનાવી દે છે.

લાગણીના સંબંધો માં દગા અને વિસ્વાસઘાત વ્યક્તિને

શરીરના ઘl કરતા પણ વિશેષ કારમો લાગે છે,

અને વધારે પીડાદાયક બને છે.

એમાંથી બહlર આવવા અને ટકવા માટે તેને સમય અને સહાયની જરૂર પણ રહે છે.

પ્રેમ એ શક્તિ છે .. પ્રેમ વગરની જીન્દગી ઝેર જેવી નકામી અને નીરસ લાગે છે.

વેરાન અને નિરર્થક લાગે છે .

પ્રેમનો અભાવે જિંદગીમાં ખાલીપણું લાગે છે અને જીવન ભારે તેમજ બોજરૂપ લાગે છે.

પ્રેમ વ્યક્તિની જરૂરિયાત છે .પ્રેમ જીવનનું અમૃત છે.

પ્રેમ એક શક્તિ છે. જીવનની સંજીવની છે.....

પ્રેમ ઉપર તો ઘણા લોકો ઘણું બધું લખી ગયા છે.

પ્રેમ જ કેન્દ્રમાં રહે છે લેખકોની વાર્તાઓમાં અને

નવલકથા ઓમાં ,ફિલ્મો કે ટી વી સીરીયલોમાં….

કવિઓની કવિતાઓમાં પણ પ્રેમ મધ્યમાં હોય છે.

પ્રેમ થી જગતના તમામ સુખ મળે છે એમ કહીએ તો કઈ વધારે નથી…

પણ આ જ પ્રેમ માં હતાશા કે વિસ્વાસઘાત જગતના તમામ

દુ;ખો ના મૂળમાં પણ હોય છે.

પ્રેમભંગ વ્યક્તિ આત્મહત્યા તરફ પણ જઈ શકે છે.

પ્રેમ જો શક્તિ આપે છે અન એક શક્તિ સ્વરૂપ છે તો

પ્રેમ શક્તિ લઇ પણ લે છે .

સાવ હતાશ અને નિરાશ પણ આ જ પ્રેમ કરી નાખે છે.

પ્રેમમાં ભગ્ન વ્યક્તિ સંસlર પરથી રસ ગુમાવી દે છે.

જીદગી જીવી ના શકે તેટલો નાસીપાસ પણ થઇ જાય છે.

બીજી તરફ ઘણા પ્રેમમાં કવિ અને લેખક પણ થઇ જાય છે.

પ્રેમ કલાકાર પણ સર્જે છે.

પ્રેમ ફિલોસોફર પણ વ્યક્તિને બનાવી દે છે .

અને સન્યાસી પણ બનાવી દે છે.

પ્રેમ તમને તમારા અભ્યાસ અને કેરિઅરમાં ગંભીર નુકશાન પણ કરે છે.

તમે ફેલ જાઓ કે કેરિયર બગડે એવા પણ કિસ્સાઓ પ્રેમ પેદા કરે છે.

પ્રેમ શું છે તેની વિજ્ઞાનિક વ્યાખ્યા જોઈએ તો મનો વિજ્ઞાનીકો અને વિજ્ઞાનીકો જણાવે છે

કે કેટલાક હોરમ્ન્સ અને લાગણીઓ વ્યક્તિમાં પેદા થાય છે .

ખાસ કરીને ચોક્કસ વિજાતીય વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે…

આ બહુ સ્વાભાવિક છે અને બાયોલોજીકલ પણ છે જે ટીન એજ

માં કે તે પછી વ્યક્તિમાં પેદા થતા હોય છે.

ખાસ કરીને આ પ્રકારનું આકર્ષણ દરેક પુખ્તવયની વ્યક્તિ મોડા વહેલા અનુભવે છે .

આવી લાગણી સામેની વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ અને ખેચાણ છે .

એટલુજ નહિ તેનાથી તેને સુખ અને આનંદ પણ મળે છે.

તેની તીવ્રતા વ્યક્તિનો સહવાસ ઝંખે છે , નિકટતા ઈચ્છે છે.

અને ધીરે ધીરે ઉગ્ર થાય તો તે બેચેની પણ અનુભવે છે.

એક વ્યક્તિ બીજી વ્યક્તિને પામવા અને તેની સાથેની નિકટતા ઈચ્છે છે.

પ્રેમ આપણે કહીએ છીએ કે નિસ્વાર્થ હોવો જોઈએ, તેમાં ત્યાગ જોઈએ.

પણ આ બધી વાતો છે, માત્ર આદર્શો છે.

હકીકતમાં આ પ્રકારનો પ્રેમ અને લાગણી સ્વાર્થી બની જતી હોય છે

તેમાં અધિકાર ભાવ આવી જ જતો હોય છે .

અને ખાસ તો અપેક્ષાઓ વધી જતી હોય છે.

બસ દુઃખોની અને ભૂલોની ,મુશ્કેલીઓની શરૂઆત અહીંથી જ થાય છે.

૧૪-૧૫ વરસે શરુ થતી આ પ્રકારની લાગણીઓ શારીરિક હોર્મોન્સ ના બદલાતા ઉભી થાય છે.

જો સાવધ ન રહે અને અંકુશ ના રાખી શકે તો અભ્યાસમાં મોટા અવરોધો પેદા થાય છે .

અને કારકિર્દી તેમજ જીવન બને માં મુશ્કેલીઓ પેદા થાય છે.

પરંતુ આ જ વયમાં જો વિજાતીય આકર્ષણો જેને પ્રેમનું નામ જાણે અજાણે આપી દેવાય છે

તેને માતાપિતાના ,પરિવારના પ્રેમથી અંકુશ મળે, રાહત મળે તો અભ્યાસમાં અવરોધ નથી બનતા .

તેમજ વ્યક્તિ પોતે પણ પોતાના શારીરિક ફેરફારોને અંકુશમાં રાખી શકે તો અભ્યાસમાં અને જીવનમાં સફળ થાય છે.

કોઈ અવરોધ પેદા થતો નથી.

એટલે જ કહેવાય છે કે પ્રેમમાં પડ્યl

એટલે ગયા સમજો...અભ્યાસ, કેરિયર બધુજ દાવ પર લાગી જાય જો યુવા વયના પ્રેમમાં પડ્યા તો ….

પ્રેમ પરિવારને કરો ...માતાપિતાને કરો...પ્રેમ દેશને કરો...માનવજાતને કરો...

તમારા કોઈ શોખને પ્રેમ કરો..તમારા જીવનને પ્રેમ કરો ..તો પ્રેમ એક શક્તિ બની જશે. અને જીવનમાં કૈક કરી શકશો...પામી શકશો....

પ્રેમ ઉપર ઘણું બધું લખાયું છે. મહાન માણસો ,પ્રખ્યાત લોકોએ પ્રેમ ઉપર આજ સુધી અનેક વક્તવ્યો આપ્યા છે.

લેખો પણ લખ્યા છે. આ માં અને પ્રેમ પર લખાયેલી નોવેલોમાં અને વાતોમાં ઘણો ફરક હશે.

મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ , મધર ટેરેસા જેવાના પ્રેમને અનુસરી જુઓ...

સમગ્ર માનવજાતને આ લોકોએ પ્રેમ કર્યો છે અને આપ્યો છે.

ગાંધીજી પ્રેમને મોટી શક્તિ મlને છે.

પ્રેમ અજાણી વ્યક્તિને પણ પોતાની બનાવી દે છે એટલી મોટી શક્તિ પ્રેમમાં છે તેમ તેઓ માનતા હતા...