અઘોર આત્મા (ભાગ - ૨) DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા (ભાગ - ૨)

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ નવલકથા)

(ભાગ-૨ કઠોર તપસ્યા)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(ભાગ-૧ માં આપણે જોયું કે...

અંગારક્ષતિએ કબરમાંથી કાઢેલું મડદું જોઈ મારી આંખો ભરાઈ આવી. એ તિમિર હતો - તિમિરનું મૃત શરીર. મને અફસોસ હતો કે જીવતેજીવ મેં એને અતૃપ્ત રાખ્યો હતો. અને હવે એના મૃત્યુ બાદ આજે... વિધિ અનુસાર મેં મડદાને પણ મારી માફક નિર્વસ્ત્ર કરવા માંડ્યું. કીડા-ઈયળોએ તિમિરના પાર્થિવ શરીરને ફોલી ખાવાનું શરુ કરી દીધું હતું. એક સડેલી તીવ્ર દુર્ગંધ મારા નાકમાં ઘૂસી ગઈ. હવે મારે અઘોરપંથની સંભોગ-સાધનાની ક્રિયા અનુસાર મડદાની કમરના ભાગ ઉપર ઘોડો કરીને ઘૂંટણિયે બેસવાનું હતું. મેં મીણબત્તીને મડદાના કપાળ ઉપર ગોઠવી...

હવે આગળ...)

----------------

...મેં તિમિરના નિષ્પ્રાણ શરીરને સહેલાવવાનું શરુ કર્યું. એને ચૂમવા માંડી. ધીમે ધીમે તિમિરના મૃત શરીર સાથે મેં સહવાસનું સુખ માણવા માંડ્યું. મારા કોમળ સ્પર્શથી, સહવાસથી એના મૃત શરીરમાં ધીમે ધીમે સળવળાટ થઈ રહ્યો હતો. પરાકાષ્ઠાએ પહોંચતા જ મેં એના છૂંદાયેલા હોઠોને ચૂમ્યા. એ સાથે જ એનો ચહેરો એક જીવિત વ્યક્તિની જેમ ખીલી ઊઠ્યો. પણ... મારી આંખો વિસ્ફારિત થઈ ઊઠી!

મારા ગળામાંથી એક રુંધાયેલી ચીસ નીકળી ગઈ...

‘અંગારક્ષતિ...’ હું એક જ ઝાટકે મડદા ઉપરથી ઊભી થઈ ગઈ. ‘છલ... કપટ...’ હું અંગારક્ષતિ તરફ ત્રાટક કરતા જોરથી ચિલ્લાઈ, ‘આ કોના મડદા સાથે તેં મને સંભોગ-સાધના કરાવી, દુષ્ટ?’

અઘોરી અંગારક્ષતિ કબર ઉપર પોતાના બંને પગ પહોળા કરીને ઊભો ઊભો અટ્ટહાસ્ય રેલાવી રહ્યો હતો. અને આખું કબ્રસ્તાન ધ્રૂજી રહ્યું હતું...

‘એ નાગેશ છે...’ અંગારક્ષતિએ પોતાનું ભયંકર અટ્ટહાસ્ય રોકીને જણાવ્યું, ‘...છે નહિ, હતો!’

હું હજુ પણ ક્રોધમાં ત્રાટક કરી રહી હતી.

‘નાગેશ... નાગવંશનો એક તેજસ્વી યુવાન!’ અંગારક્ષતિએ એ મડદા વિશે મને માહિતગાર કરવા માંડી જેની સાથે મેં થોડી ક્ષણો પહેલાં જ સંભોગ કર્યો હતો - સાધના કરી હતી.

‘નાગલોકના અધિપતિ ચંદ્રમણિ સાથેની અદાવતમાં આ નાગેશનું કરુણ મોત નીપજ્યું હતું.’ અંગારક્ષતિએ જણાવ્યું.

જોકે મને એ નાગેશમાં કે નાગવંશમાં લગીરે રસ નહોતો. અંગારક્ષતિએ મારી સાથે કરેલા કપટનો મેં ખુલાસો માંગ્યો. મારા તિમિરના અતૃપ્ત અને ભટકતા આત્માને મારે મારા સહવાસથી તૃપ્ત કરવાનો હતો. અને આ કપટી અઘોરીએ તિમિરના બદલે નાગલોકના કોઈક યુવાન સાથે મારી સંભોગ-સાધના પૂર્ણ કરાવી હતી. હું ગુસ્સાથી લાલચોળ થઈ રહી હતી. રાતના ગાઢ અંધારામાં કબ્રસ્તાનની છેક છેલ્લી કબર પાસે ઊભેલી હું, સંપૂર્ણ નિર્વસ્ત્ર હોવા છતાં અઘોરી અંગારક્ષતિ સાથે બાથ ભીડવા માટે જીવ ઉપર આવી ગઈ હતી. મારી ઉઘાડી સાથળોની નસ ફૂલી રહી હતી. મારી વિશાળ છાતી હાંફી રહી હતી. મારા ગોરા ઉઘાડા ખભા ઉપરથી સરકતું વરસાદનું પાણી મારા નગ્ન શરીરને જાણે કે ભડકે બાળી રહ્યું હતું. વરસાદની વાંછટોથી ભીના થઈ ચૂકેલા મારા વાળનો મેં અંબોડો વાળ્યો અને અઘોરી સામે ખુલ્લા હાથે ધસી જાઉં એ પહેલાં...

અંગારક્ષતિએ પોતાના કમંડળમાંથી ઘેરા લાલ રંગનું ઘટ્ટ પ્રવાહી લઈને હવામાં ઉછાળ્યું. હું સમજી શકી કે એ પ્રવાહી કોઈક જંગલી પશુનું રક્ત જ હશે. છંટાયેલા એ રક્તથી વધુ બિહામણા બની રહેલા વાતાવરણમાં એક તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ, જાણે કે બળતા માંસની તીખી તીખી વાસ! જોતજોતામાં હવામાં ફેલાયેલું એ ગંધાતું લોહી વરસાદના ટીપાં સાથે ભળી ગયું અને અમાસની કાળી મેઘલી મધરાતમાં મારી નજર સમક્ષ એક ઝાંખો ચહેરો ઉપસી આવ્યો. વીજળીના ચમકારા વચ્ચે મેં કંપતા હૃદયે મહેસૂસ કર્યું કે એ તિમિરનો ચહેરો હતો, મારા મૃત તિમિરનો પ્રેમાળ પાર્થિવ ચહેરો!

‘તારો તિમિર અહીં જ છે, નાદાન છોકરી...’ અંગારક્ષતિએ એની લાલચોળ આંખોથી મારી તરફ ઘૂરતા ત્રાડ પાડી.

મારું શરીર ઢીલું પડવા માંડ્યું. મારી આંખો છલકાવા લાગી. હું લગભગ ભાંગી પડી ને ઘૂંટણીયે બેસી પડી.

‘તારા તિમિરને મૃત્યુલોકમાંથી પરત લાવવા માટે એક સોદો કરવો પડશે, તપસ્યા...’ અઘોરી બોલ્યો.

મારો લબડી પડેલો ચહેરો ઊંચો થયો. આંખોમાં એક ચમક આવી.

‘પરંતુ, એ સોદા માટે એક મૂલ્યવાન ચીજની આવશ્યકતા રહેશે, જે ફક્ત તું જ મેળવી શકે એમ છે.’

મારી પ્રશ્નાર્થભરી આંખો અઘોરી તરફ મંડાયેલી હતી. મારા મનમાં અપાર મૂંઝવણ ઉમટી રહી હતી. મૂલ્યવાન ચીજ? કઈ? શું હશે?

‘નાગમણિ...’ અઘોરી અંગારક્ષતિએ પોતાના ઘોઘરા અવાજે હુંકાર કર્યો. ‘નાગલોકના અધિપતિ ચંદ્રમણિ પાસેથી તારે નાગમણિ મેળવવો પડશે. તારા તિમિરની અઘોર આત્માને મૃતાત્માલોકમાંથી જીવાત્માલોકમાં પ્રવેશ કરાવવા માટે તારે અઘોર સાધના કરવી પડશે. સમજી, નાદાન તપસ્યા..? અને એ કઠોર સાધના નાગમણિ વગર કોઈપણ સંજોગોમાં પૂર્ણ થઈ શકે એમ નથી.’

‘પણ... હું... એ નાગમણિ કેવીરીતે..? ક્યાંથી એ મળી શકે?’ મારું માથું ભમી ઊઠ્યું. મગજમાં હથોડા વાગવા માંડ્યા.

‘તારા સૌંદર્યના સહારાથી... તારા રૂપના રમખાણથી... તારી જુવાન કાયાના કામણથી...’ અઘોરીએ મારી અફાટ ખૂબસૂરતીને શસ્ત્ર સમાન વર્ણવી જે મને ગમ્યું, પણ સાથે સાથે એની શરતોથી ડર પણ લાગ્યો.

‘નાગલોકના અધિપતિ ચંદ્રમણિને તારા આકર્ષક બદનની મોહજાળમાં ફસાવીને તારે એ નાગમણિ પ્રાપ્ત કરવાનો છે, તપસ્યા...’

‘પણ, મારા જેવી એક યુવતી નાગલોકના અધિપતિને...’

‘છોકરી...’ મારું વાક્ય અધૂરું રહી જવા પામ્યું.

અંગારક્ષતિએ પોતાની નજીક રાખેલી કોઈક તાજી જ ચિતામાંથી ભેગી કરેલી ગરમ રાખ એની મુઠ્ઠીમાં ઊપાડી. પછી પોતાની કમરે વીંટાળેલા જંગલી પશુના ચામડા નીચે હાથ નાખી પોતાની બંને જાંઘ વચ્ચે અને ઉપરના ભાગે એ રાખ મસળી. પોતાની કમર નીચેના ભાગે મસળાયેલી એ ગરમ રાખ અંગારક્ષતિએ પ્રહારપૂર્વક મારા મોં ઉપર ફેંકી. અને એ સાથે જ...

મારા શરીરમાં એક અણધાર્યો અને ડરાવનારો ફેરફાર થવા માંડ્યો. જાણે કે મારું આખું શરીર ઓગળવા માંડ્યું. મારી ગોરી ચામડી એકદમ કાળી પડવા માંડી. મારી કાયા સંકોચાઈને પાતળી અને લીસી બની ગઈ. મારી જીભ લબકારા મારવા માંડી. હું વક્રાકારે સરકવા માંડી. ધીરે ધીરે હું એક નાગણમાં પરિવર્તિત થઈ રહી હતી... પણ એ સ્વરૂપમાં પણ હું એક યુવતીની જેમ જ વિચારી શકતી હતી; જોઈ શકતી હતી; સમજી શકતી હતી...

‘તપસ્યા...’ અઘોરીનો ઘોઘરો અવાજ કબ્રસ્તાનના વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. ‘તારું આ નાગકન્યાનું સ્વરૂપ ફક્ત મારી અઘોરપંથની સખત ઉપાસનાને આભારી છે. તારી મરજી મુજબ તું પોતે ક્યારેય એક યુવતીમાંથી નાગકન્યાનું સ્વરૂપ ધારણ કરી શકશે નહિ, સમજી?’

હું ફક્ત હકારમાં મારી ફેણ જ ડોલાવી શકી. મારી પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. અઘોરપંથ ઉપર ચાલીને અઘોરીની કઠોર સાધના કરવાનો નિશ્ચય મેં ખુદ કર્યો હતો; એ મારો પોતાનો નિર્ણય હતો. ફક્ત મારા તિમિરને ખાતર! મારા પ્રેમને ખાતર! મારા અતૃપ્ત તિમિરને મૃતાત્માઓથી છૂટકારો અપાવવા માટે જ!

અંગારક્ષતિએ થોડા મંત્રો ઉચ્ચાર્યા અને ફરી એક વાર કમંડળમાં રહેલું ઘાટું રક્ત હાથમાં લીધું અને મારી ઉપર એનો છંટકાવ કર્યો.

-ને ધીરે ધીરે હું મારું સ્વરૂપવાન યુવતીનું અસલ રૂપ પાછું મેળવવા માંડી... વરસાદ હવે બંધ થઈ ચૂક્યો હતો. વીજળીના કડાકા અને ચમકારા હવે ગાયબ થઈ ચૂક્યા હતા. કબ્રસ્તાનમાં છવાયેલું અમાસની ખોફનાક રાતનું ભેંકાર અંધારું હવે ભાગી જવા માટે ઉતાવળું થઈ રહ્યું હતું. કબ્રસ્તાનની છેવાડેની કબર અઘોરીએ ફરીથી પૂરવા માંડી હતી. મળસ્કું થાય એ પહેલાં અંગારક્ષતિ પોતાની સાધનાના બીજા ભાગનો અંત લાવવા માટે ઝપાટાબંધ મંત્રોચ્ચાર કરવા માંડ્યો હતો. મારા અંતઃવસ્ત્રો પહેરી લઈને મેં મારો સિલ્કનો ગાઉન ઊઠાવ્યો. મેં ત્રાંસી નજરે જોયું કે હું ગાઉન પહેરું એ પહેલાં અંગારક્ષતિએ એક ધારદાર અને લોલૂપ નજર મારા પૂરા બદન ઉપર ફેરવી લીધી હતી.

‘સાંભળ, છોકરી...’ મંત્રોચ્ચાર પૂરા કરીને અંગારક્ષતિએ આદેશના સ્વરમાં મને કહ્યું, ‘તને આશ્ચર્ય થાય છે ને કે આ છેલ્લી કબરમાં પોઢેલા નાગેશનું મૃત શરીર માનવસ્વરૂપમાં કેવી રીતે..? તો સાંભળ... નાગલોકના આ યુવકને અને એમના અધિપતિ ચંદ્રમણિની દીકરીને, એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ચંદ્રમણિએ દીકરીને અને આ યુવકને માનવરૂપ ધારણ કરીને પ્રગાઢ ચુંબનમાં રત થયેલા જોઈ લીધાં. એ સાથે જ ગુસ્સા અને નફરતમાં ચંદ્રમણિએ આ યુવક નાગેશને એની ગરદનમાંથી પકડી લીધો. એને ઊઠાવીને સૂનકાર હાઇવે ઉપરથી જતી એક ટ્રક સાથે અફળાવી દીધો હતો. નાગેશને માનવરૂપમાંથી ફરી પોતાના અસલ નાગરૂપમાં પરિવર્તિત થવાનો મોકો મળે એ પહેલાં એના પ્રાણ એનું શરીર છોડીને જઈ ચૂક્યા હતા. પછી અધિપતિ ચંદ્રમણિ તથા એના સાગરીતોએ જ માનવસ્વરૂપ ધરીને નાગેશને કબ્રસ્તાનની આ છેલ્લી કબરમાં બે દિવસ પહેલાં જ દફનાવી દીધો હતો.’

હું દિગ્મૂઢ બનીને ફક્ત સાંભળતી રહી. મારા માટે આ બધું લગભગ અશક્ય અને અવિશ્વાસથી ભરેલું હતું. છતાં, જયારે અઘોરપંથ ઉપર ચાલવાનું જ નક્કી કર્યું છે તો આવી હિચકારી ઘટનાઓ તો બનતી જ રહેવાની છે એ મેં સ્વીકારી લીધું.

‘નાગવંશના યુવા નાગ નાગેશના મૃતદેહ સાથે તેં કરેલી સંભોગ-સાધનાએ તને નાગલોકમાં પ્રવેશવાનો એક માર્ગ કરી આપ્યો છે... પરંતુ યાદ રહે, એ મારા મંત્રોચ્ચાર તથા ફૂંક મારેલા રાખ અને રક્ત વિના અશક્ય જ રહેશે...’ અંગારક્ષતિએ મને ચેતવણી આપી દીધી. અને પછી આદેશ આપતા સ્વરમાં ઉચ્ચાર્યું, ‘હવે તારે ઉત્તર તરફ આવેલી કાલી ખાડી નજીક જવાનું છે... પછી ત્યાંથી જમણી તરફના કાલા ડુંગરની તળેટી તરફ વળી જવાનું છે. ત્યાં ભદ્રકાલીની એક અવાવરુ ગુફા આવેલી છે. એ ગુફામાં અસંખ્ય પ્રેતાત્માઓ સાથે નાગલોકના વંશજો પણ વસવાટ કરે છે. એ જ ગુફામાંથી તારે અધિપતિ ચંદ્રમણિનો નાગમણિ મેળવવાનો છે જેનાથી તારા તિમિરને પાછો પામવાની અઘોર સાધના પાર પાડી શકાશે.’

મારું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ચૂક્યું હતું. કબ્રસ્તાન છોડતા પહેલાં ભયનું એક કાતિલ લખલખું મારા ભીના બદનમાંથી પસાર થતું મેં ત્યારે અનુભવ્યું જયારે અઘોરી અંગારક્ષતિએ ફરી એક કડક શરત મૂકી, ‘તપસ્યા... ઓ નાદાન તપસ્યા... સાંભળ... ભદ્રકાલીની એ નિર્જન અને ભયાવહ ગુફામાં તારે એકલીએ નથી પ્રવેશવાનું, તારા જેવા જ અન્ય ત્રણ ખૂબસૂરત યુવક-યુવતીઓને તૈયાર કરવા પડશે. ચાર જણની એક ચંડાળ ચોકડી બનાવીને તમારે એ મિશન ઉપર આગળ વધવાનું છે. સમજી, નાદાન છોકરી..?’

(ક્રમશઃ)

(અઘોર આત્મા : ભાગ-૩ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(અઘોર આત્મા : ભાગ-૩ વાંચવાનું ચૂકશો નહિ.)