સિનેમાઘર ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિનેમાઘર

સિનેમાઘર

*******

એય સંતોષ ચાલને, જમી લેને, જો અગિયાર વાગી ગયા છે. ક્યારથી કહું છું... જમી લે..... જમી લે....

મને પણ ભૂખ લાગી છે. હવે રાહ ના જોવડાવીશ...

સંતોષે આ મોલમાં પ્રથમ મોહનભાઈના સર્વિસ સેન્ટરમાં, સર્વિસ બોય તરીકે નોકરી જોઈન્ટ કરી હતી. કામ આખા દિવસનું રહેતું. આખો દિવસ સર્વિસ સેન્ટરના કોલ પ્રમાણે જુદી જુદી જગ્યાએ સર્વિસ આપવા દોડવું પડતું અને તે પણ તાપ તડકામાં. એને એ કામમાં મઝા નહિ પડી, પરંતુ એજ મોલમાં વોચમેનની જગ્યા ખાલી હોવાથી, તેણે મોહનભાઈની નોકરી છોડી દીધી અને વોચમેન તરીકે નોકરી કરવાનું નક્કી કર્યું. રાત્રિની નોકરી, નહિ તાપ તડકામાં રખડવાનું કે બીજી કોઈ દોડધામ, રાત્રે થોડી- થોડી વારે આંટો મારીને આરામ કરવાનો. ફક્ત એકજ એન્ટ્રન્સ હતું એટલે બીજી કોઈ બહુ જવાબદારી નહિ. સંતોષને આ નોકરી ગમી.

ચાર માળનો એ મોલ હતો. આજકલ મોલ ક્લચરનો જમાનો. શહેરની વચ્ચે બનેલ એ પહેલો મોલ હતો. સરસ મજાનો. ધંધાવાળા માટે બહુ ઉપયોગી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થોડીક કપડાંની દુકાનો તથા ખાણી-પીણીની દુકાનો હતી. કોઈકની દુકાનો ગોડાઉન તરીકે હતી. ટ્યૂશન કલાસ હતા. ડાન્સના ક્લાસ હતા. રેડીમેડ કપડાંની દુકાનો હતી. થોડી ઓફિસો હતી. ઘણી ખરી દુકાનો તો ખાલી હતી.

કામની જવાબદારી પ્રમાણે સંતોષ દરેક માળ ઉપર જઈ ચેકીંગ કરી રહ્યો હતો અને કોઈકે એને જમવા માટે સાદ દીધો, પરંતુ એણે કંઈ સિરિયસલી ધ્યાન આપ્યું નહિ.

થોડી વાર પછી એ નીચે ઉતાર્યો. હાથ ધોઈને જમવાની તૈયારી કરી રહ્યો હતો.એક ખુરશી ઉપર એ બેઠો, બીજી ખુરશી ઉપર ખાવાનો ડબ્બો મુક્યો અને તરત જ ત્રીજી ખુરશી ઉપર કેસર આવીને એની સામે બેસી ગયી.

કેસર બોલી - અરે યાર.. ક્યારથી બુમ મારુ છું જમી લે લે.. કેમ મોડું કરે છે ?

સામે કેસરને જોઈને એ વિચારમાં પડ્યો. "કોણ છે તું " ?

હું કેસર .. આ સામેજ રહું છું. નીચે.

એકલા એકલા જમવાની મજા નથી આવતી, એટલે કંપની શોધું છું. ચાલ જમી લઈએ.

સંતોષે એનું ટિફિન ખોલ્યું, કેસર પાસે પણ ખાવાની ઘણી આઈટમ હતી. એ પીરસતી ગયી અને બંને જણા જમ્યા.

સંતોષ વિચારમાં હતો, કમાલ છે, કોઈ આ રીતે પણ પહેલી મુલાકાતમાં એટલું ફ્રી વર્તી શકે ?

થોડી વાર પછી એ પાછી આવી. એને સંતોષ ને કહ્યું - " તારે સુઈ જવું હોય તો સુઈ જજે, રાત્રે મને ઊંઘ આવતી નથી. એકાદ આંટો હું મારી લઈશ. પછી હું સુઈ જઈશ. આમ તો હું દિવસે સુઈ જ રહું છું. વાત કરતી કરતી તે ત્યાંથી નીકળી ગયી. એના ઝાંઝરનો અવાજ રાત્રે કર્ણપ્રિય લાગતો હતો.

આજે વિશાલભાઈના ઓફિસનું ઓપનિંગ હતું. એમના એક મિત્રે કહ્યું કે મોલમાં સરસ દુકાન ખાલી છે. તમારી હાલની દુકાન કરતા ડબલ જગ્યા મળશે. ભાડું પણ ઓછું છે, ઉપરાંત શહેરની વચ્ચોવચ્ચ. વિશાલભાઈ લલચાઈ ગયા. ઓપનિંગ સવારે દસ વાગે હતું. ઘણાં મિત્રો અને વેપારીઓ શુભેચ્છા આપવા આવ્યા. પૂજા અને નાસ્તા પાણી હતા. આખો દિવસ સરસ આનંદમાં પસાર થયો. સાંજ થતા સુધી બધું સરસ હતું, પરંતુ સાંજે દુકાન બંધ કરી નીકળવાના હતા તે વખતે નાસ્તાની વધેલી સામગ્રીના થેલા ત્યાં નહોતા. ઘરની વ્યક્તિઓ કદાચ જતી વખતે ઘરે લઇ ગયી હશે એમ સમજી વિશાલભાઈ દુકાનને તાળું મારી નીકળી ગયા. વાત બહુ ધ્યાન આપવા જેવી નહોતી, પરંતુ વધેલી સામગ્રી ઘરે પહોંચી નહોતી. વિશાલભાઈને એમ કે કદાચ સર્વિસ આપનાર છોકરાઓ ખાઈ ગયા હશે અથવા પોતાને ઘરે લઇ ગયા હશે.

બીજા દિવસે ખબર પડી કે એમના કોઈ સર્વિસ આપનાર પણ લઇ નહોતા ગયા. ચાલો... હશે એમ કહી વિશાલભાઈ વાતને ભૂલી ગયા. એમના ઓફિસે સ્ટાફમાં બે છોકરીઓ હતી જે ઓફિસની આગળની કેબિનમાં બેસતી અને વિશાલભાઈ અંદરની કેબિનમાં.

મીનાબેન કોમ્પ્યુટર ઉપર ઈ-મેલ ચેક કરતાં હતા અને જરૂરી મુદ્દાઓને ડાયરીમાં લખી રહ્યાં હતાં. અને સાથે સાથે ચા પી રહ્યા હતા. તે દરમ્યાન એમને કાગળ ઉપર લખવા માટે ચાહ નો કપ નીચે મુક્યો અને લખી રહ્યા હતા. થોડુંક લખ્યા પછી એમને કપ લેવાની કોશિશ કરી તો કપ ત્યાં નહોતો. પરંતુ કપ બાજુના ટેબલ પર હતો. એ વિચારમાં પડ્યા કપ બાજુના ટેબલ ઉપર ગયો કેવી રીતે ? હશે રાધિકાએ મશ્કરીમાં ત્યાં મૂકી દીધો હશે. કપ હાથમાં લઇ પાછું કામ ચાલુ કર્યું, આ વખતે કપ એની નજરથી હવામાં દૂર જતો લાગ્યો અને ડાબી બાજુ મુકતા જોયો. એને એમ કે આજે રાધિકા જાણી જોઈને મશ્કરી કરી રહી છે નજર ઊંચી કરી તો ત્યાં કોઈ નહોતું. રાધિકા પોતાના ટેબલ ઉપર કામમાં મશગુલ હતી. મીનાએ કામ બહુ હોવાતી બહુ ધ્યાન આપ્યું નહિ અને હશે એમ કરી તે કામમાં પરોવાઈ ગયી.

લગભગ સાત વાગ્યાના આજુબાજુ સંતોષ આજ રાતની નોકરી માટે હાજર થયો. એક પછી એક દુકાનો ચેક કરી રહ્યો હતો, સાથે સાથે દરેક દુકાનદારને પોતાની ઓળખાણ કરાવતો હતો. રોજની જેમ ધીરે ધીરે દુકાનો બંધ થઇ રહી હતી. લગભગ આઠ વાગે તો મોલની ગ્રાઉન્ડ ફ્લોર શિવાયની બધી દુકાનોને તાળા લાગી ગયા હતા. હવે સંતોષને ખ્યાલ આવી ગયો હતો કે રાતે આઠ વાગે ઉપરના ફ્લોર પર શાંતિ થઇ જાય છે. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર ની દુકાનો નવ વાગ્યા સુધી ખુલ્લી રહે છે. સંતોષને આ નોકરી આરામદાયક લાગી. કોઈ ટેંશન નહિ, માથે કોઈ સાહેબ નહિ. તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવ્યો. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનવાળા જોડે ઓળખાણ કરી ઉપર જતો રહ્યો.

સૌથી ઉપરના માળથી ચેકીંગ કરતો કરતો એ ઉતરી રહ્યો હતો અને કેસરે એને જમવા આવવા માટે બુમ મારી. ઓહ ! કેસરની યાદ આવી. તે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યો હતો.

નીચે આવીને જોયું તો કેસરે ખુરશીઓ ઉપર જમવાની તૈયારી કરી રાખી હતી.

બંને જમી રહ્યાં હતા. સંતોષે એને પૂછ્યું - નીચે આવ્યો ત્યારે દેખાઈ નહીને ? અત્યારે આવી ? શું રસોઈ બનાવતી હતી ? તું નીચે કંઈ દુકાનમાં રહે છે ?

કેસર - "પેલી નીચે ખૂણામાં જે દુકાન છે ને તે મારી છે. હું ત્યાંજ રહું છું.

સંતોષ – “સાંજે નીચે આવ્યો ત્યારે તો બંધ હતી. એ ખૂણામાં તો અંધારું હતું. શું લાઈટ નથી” ?

“લાઈટ ખરીને. પણ મને જરૂર નથી પડતી.

હું અને મારા મમ્મી પપ્પા પણ અહીં જ રહેતા. તને ખબર છે ?

અહીં પહેલા અમારો મોટ્ટો વાડો હતો. કોઈએ અહીં સિનેમાઘર (પિક્ચરની ટોકીઝ) બનાવવાનું નક્કી કર્યું, ત્યારે પપ્પાએ બહુજ આનાકાની બાદ અમારો વાડો વેચી દીધેલો પણ શરત કરેલી કે સિનેમાઘરમાં એક સ્ટોલ મારા નામે કરી આપવો. પેલી છેલ્લી દુકાન છે ને ત્યાં અમને એક સ્ટોલ આપેલો મારા નામે. અમે તેમાં સોડા વોટર અને કોલ્ડ ડ્રિન્ક વેંચતા, ગોટીવાળા. વરસ પછી પપ્પા મમ્મી મરી ગયા. હું એકલીજ દુકાન ચલાવતી અને ત્યાં રહેતી.

શહેરની વચ્ચે પહેલું સિનેમાઘર. લોકોના માટે ખુબ જ મોટું આકર્ષણ હતું. દરેક નવી ફિલ્મ ત્યાં દર શુક્રવારે પ્રદર્શિત થતી. દિવસના મેટીની અને બીજા ત્રણ શો એમ ચાર શો ચાલે. મેટીની શો માં કોલેજના છોકરાઓ ખાસ આવતાં કારણ બાજુમાં કોલેજ જવાનું બસ સ્ટેન્ડ હતું. મને તો બહુ મઝા પડતી, મફતમાં સિનેમા જોવા મળતો. વાત કરતી કરતી તે નીકળી ગયી.

હવે સંતોષને ખ્યાલ આવી ગયો હતો કે રાત્રે નવ વાગે આવીયે તો પણ ચાલે, એટલે તે આજે નવ વાગે ડ્યૂટી ઉપર હાજર થયો. નીચેથી ઉપર ચેકીંગ કરીને નીચે આવતાં આજે મોડું થયું.

નીચેથી અવાજ આવ્યો, ચાલ કેમ જમવામાં મોડું કરે છે ? અને એ નીચે આવ્યો.

જમવાની તૈયારી કેસરે કરી રાખી હતી, આજે ઘણી બધી આઈટમ જમવામાં દેખાઈ, સંતોષ વિચારમાં પડી ગયો. આટલું બધું ? ક્યાંથી લાવી ?

"તું .…ખા.. ને હવે ! લપલપ ના કર.” સંતોષે જમી લીધા પછી, કેસરને પૂછ્યું કાલે કેમ વાત કરતી કરતી નીકળી ગયી ? “આ સિનેમાઘરનો મોલ કેવી રીતે બન્યો ?”

જવા દેને... બહુ જ લાંબી અને દુઃખદાયક વાત છે. શહેરમાં પહેલું મલ્ટિફ્લેક્સ થીએટર બન્યું અને આ સિનેમાઘર ધીરે ધીરે ચાલતું ચાલુ બંધ થયું. લોકો હવે અહીં આવતાં નહોતા. એના માલિકે સિનેમાની પેટીઓ લાવવાનું બંધ કર્યું કદાચ ચાર પાંચ વરસ બંધ રહ્યું. મને બહુ તકલીફ પડી, મારી કોલ્ડડ્રિંક્સની દુકાન બંધ થઇ. ખાવા-પીવાના સાંસા પડવા માંડ્યા. એ લોકોએ મને અહીંથી કાઢી મૂકી. જયારે દસ્તાવેજની વાત કરી તો, આ નીચેની દુકાન મારા નામે છે, એવો કોઈ ઉલ્લેખ દસ્તાવેજમાં હતો જ નહિ. સિનેમાઘર બનાવનાર માલિક અમને ઉલ્લુ બનાવી ગયો હતો. રમત રમી ગયો …..સા……લ્લો……. વાત કરતી કરતી એ ત્યાંથી ચાલી ગયી.

રોજની જેમ ઉપર ચેકીંગ કરીને સંતોષ નીચે આવ્યો તો કેસર ત્યાં ઉભી હતી. એને કેસરને પૂછ્યું, આજે નીચે પેલી દુકાન પાસે જોયું, તો ત્યાં કોઈ હતુજ નહિ. તું ત્યાં રહે છે કે મને ઉલ્લુ બનાવે છે ? વાત કરતા કરતા ખુરશી ઉપર બેસવાં માટે નમ્યો અને સામે જોયું તો તે ત્યાં કેસર હતી જ નહિ. સંતોષને આશ્ચર્ય થયું ! એટલી ઝડપથી ક્યાં નીકળી ગયી ?

ઘણીવાર સુધી એ એમજ ત્યાં બેસી રહ્યો એની આંખ લાગી ગયી. રાત્રે લગભગ એક વાગે બુમ પાડીને સંતોષ જાગ્યો. એણે સપનામાં એક ભયંકર દૃશ્ય જોયું હતું શહેરની વચ્ચે તોડફોડ કરી રહેલા સિનેમાઘરના કાટમાળમાં એક સ્ત્રીનો મૃતદેહ પડેલો છે. લોકો બધા ઉભા રહી જોઈ રહ્યા છે. કોઈકે કહ્યું ….અરે આ તો કેસર..... !! બિચ્ચારી...!!

આંખ ખુલી તો કેસર એની સામે ઉભી હતી. સપનામાં જોયેલ કેસર અને સામે ઉભી સ્ત્રી કેસર હતી. ચહેરો એ જ. હવે સંતોષને ખબર પડી આ કેસરની રૂહ છે. તે ખુરશી ઉપર ઢળી પડ્યો. સવારે મોલના દુકાનવાળા આવ્યા ત્યારે એનું શરીર તાવથી તપેલું હતું. તે કણસતો હતો. એના સગાવાળાને બોલાવી, હોસ્પિટલમાં એડમિટ કર્યો. બે દિવસ પછી એ ભાનમાં આવ્યો.

કેસર સપનામાં આવી એને કહી ગઈ કે હું ત્યાં કોઈને ટકવા નહિ દવું....

હવે ખબર પડી કે આટલાં મોટા મોલમાં દુકાનો ખાલી કેમ છે !

(સમાપ્ત)