પ્યાર તો હોના હી થા..! - ૩ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા..! - ૩

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૩

❤ કહાની મેં આયા એક નયા મોડ ❤

-------------------------------------------------

ઈરફાન ટીવી જોઈ રહ્યો છે. નિગાર એના બેડરૂમમાં ન્હાવા ગઈ છે. એટલામાં ઘરની ડોરબેલ વાગી. ઈરફાન થોડો આશ્ચર્યમાં પડ્યો કે અત્યારે નિગારના ઘરે કોણ હોઈ શકે? ઈરફાન ઉભો થયો અને ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે એક છ ફુટ હાઇટ , રંગે ગોરો , શરીરથી બોડી બિલ્ડર લાગતો એક યુવાન ઉભો હતો.

"જી બોલો કોનું કામ છે?" ઈરફાનએ સામે ઉભેલા વ્યક્તિને સવાલ કર્યો.

"તું કોણ છે?" વ્યક્તિએ થોડા ગુસ્સામાં સામે સવાલ કર્યો.

"તમારે કોનું કામ છે?"

"બહુ સવાલ ન કર.. તું અહીંયા કેમ આવ્યો છે એ કહે મને?"

"ભાઈ જોવો હું તમને નથી જાણતો. તમારે કોનું કામ છે એ કહેશો?"

થોડીવાર ઈરફાન અને એ વ્યક્તિ વચ્ચે રકઝક થઇ. ઈરફાન કઈ સમજે એ પહેલા સિક્યોરિટી કેબીન માંથી ગાર્ડ આવ્યો.

"સાહબ.. યે નિગાર મેમ કે રિશ્તે મેં હૈ.. અક્સર યહાં આતે હૈ.." ગાર્ડ એ ઈરફાનને જણાવ્યું.

ઈરફાન દુવિધામાં હતો પણ શું કહેવું અને શું ન કહેવું એ દુવિધા એને સતાવી રહી હતી.

"ભાઈ મારુ નામ ઈરફાન છે. હું નિગારનો ફ્રેન્ડ છું... બોલો શું કામ છે?" ગાર્ડના જણાવ્યા બાદ ઈરફાનએ પોતાનું નામ આવેલા વ્યક્તિને જણાવ્યું.

"અચ્છા ક્યારે થઇ તમારી આ દોસ્તી?"

"જો ભાઈ હું તારી સાથે શાંતિથી વાત કરું છું. તારે જે કામ હોય એ બોલ આવા આડા અવળા સવાલો મને ન કર.."

"કરીશ.. તું શું ઉખાડી લઈશ મારુ?"

"ભાઈ જો.. શાંતિથી વાત કર.. મારે કોઈ ઝગડો નથી કરવો. તારે નિગારનું કામ હોય તો એને મળી લે.."

"મારે નિગારને નથી મળવું. તું મને કહે.. તું અહીંયા શું કરે છે ?"

"હું નિગારનો ફ્રેડ છું. એને મળવા આવ્યો છું.."

"અચ્છા , આજે નિગારના ઘરે કોઈ નથી એટલે જ તને મળવાનું મુરત આવ્યું?"

"જો ભાઈ.. તું વાતને લાંબી ન કર.. મને તારી સાથે ઝગડામાં કોઈ રસ નથી.."

"ઝગડો નથી કરવો ને? તો ચુપચાપ ચપ્પલ પેર અને અહીંથી નીકળી જા.. હવે પછી નિગાર સાથે વાત કરવાની કોશિસ ન કરતો..."

"તું છે કોણ ભાઈ? અને હું તારી વાત માનું શા માટે?"

"તને છેલ્લીવાર કહું છું. અહીંથી જતો રહે નહિતર સવારે ખુદના પગે ચાલીને નઈ જઈ શકે.."

"જો ભાઈ તું જે હોય તે.. તારે જે કરવું હોય તે કરજે. આજે તો હું અહીં જ રોકાઈશ.. હવે તારે નિગારનું કામ હોય તો એને મળીને જા. મારે તારી કોઈ ફાલતુ બકવાસ નથી સાંભળવી.."

ઈરફાન પણ ગુસ્સે થઇ આવેલા વ્યક્તિની ધમકી સામે ઉગ્ર સ્વરે બોલ્યો. એટલામાં જ નિગાર સ્નાન કરીને નાઈટ ડ્રેસમાં બહાર આવી. ઈરફાન અને આવેલા વ્યક્તિને દરવાજે જોઈ થોડી ગભરાઈ ગઈ.

"અરમાન તું?" નિગાર આવેલા વ્યક્તિને જોઈને બોલી.

"નિગાર આ બધું શું છે? આ તારા ઘરમાં કેમ છે?"

"જો અરમાન મારે કોઈ નાટક નથી જોઈતા. તું અહીંથી ચાલ્યો જા..."

"નિગાર તું મારી સાથે આ રીતે વ્યવહાર ન કર તને ભારી પડશે.."

"અરમાન હું સિક્યોરિટીને કહીને તને બહાર કઢાવું એ પેલા જતો રે.. અને અહીં પ્લીઝ હવે ના આવીશ.."

"સિક્યોરિટી ? મને તારો એકેય સિક્યોરિટીવાળો હાથ ન લગાવે.. ખબર છે તને?"

"હા ખબર છે.. એટલે જ તારી આટલી હિંમત વધી ગઈ છે. હું જ્યાં જાઉં ત્યાં તું હેરાન કરવા પહોંચી જ જાય છે.."

"જો નિગાર તને ચેતવણી આપવા આવ્યો છું. મારા ખબરીઓ અમદાવાદમાં દરેક જગ્યાએ ફરે છે. તું ક્યાં જાય છે? શું કરે છે? એટલે હવે આ તારા નવા બનેલા ફ્રેન્ડને કઈ દેજે તારાથી દૂર રે નહિતર એનો ખેલ ખતમ.."

"અરમાન.. તું હાલ અહીંથી જા.. પ્લીઝ હવે તને હાથ જોડું.."

"હું જાઉં છું. પણ રાત્રે પાછો આવીશ. અને જો આ તારો ફ્રેન્ડ અહીં હશે તો એને તકલીફ થશે એ યાદ રાખજે.."

અરમાન ગુસ્સામાં નિગારના ઘરેથી નીકળી ગયો. બહાર એની સાથે ઓપન જીપ્સીમાં એના ગુંડા જેવા દેખાતા ફ્રેન્ડ પણ હતા. ત્યાંથી એ જીપ્સી લઈને રવાના થયો. નિગાર સિક્યોરિટી પાસે જઈને કંઇક ખાનગીમાં વાત કરવા લાગી. ઈરફાન ખુબ જ કન્ફયુઝ થઇ રહ્યો હતો. શું બની રહ્યું છે? અરમાન અને નિગાર વચ્ચે શું સંબંધ છે? કઈ જ એને પલ્લે નહોતું પડતું. નિગાર સિક્યોરિટી સાથે વાત કરીને ઈરફાન પાસે આવી. બંને ડ્રોઈંગ રૂમમાં બેઠા.

"નિગાર આ શું હતું? કોણ છે આ અરમાન?"

"ઈરફાન બહુ લાંબી વાત છે. તું ચિંતા ન કર હું સંભાળી લઈશ."

"શું સંભાળી લઈશ? મારી સાથે એને પ્રોબ્લમ શું છે? મને એ ધમકી કેમ આપીને ગયો?"

"જો હવે ધ્યાનની સાંભળ.. હું તને માંડીને વાત કરું.."

"હા ઓકે બોલ.."

"હું અને અરમાન સ્કૂલમાં સાથે ભણતા. અરમાન પણ પઠાણ ફેમેલીમાંથી છે અને હું પણ. સ્કુલ સમય એ મને એટલી સભાનતા ન હતી એટલે મારી એની સાથે ફ્રેન્ડશીપ થઇ. એ પછી એના પરિવાર અને મારા પરિવાર વચ્ચે કોન્ટેક્ટ થયો. પઠાણ હોવાની સાથે અરમાનને એ લોકો પૈસે ટકે પણ ખુબ જ સુખી છે. એટલે મારા મમ્મી પપ્પા ને એ ગમ્યો. મારો એની સાથે કોઈ લગ્નનો ઈરાદો નહોતો પણ એ હવે મારી સાથે જીવન વિતાવવા અધીરો થઇ રહ્યો હતો. બર્થ ડે પર મોંઘી ગિફ્ટસ્, સાથે ફરવા લઇ જતો. એ બધું વધતું ગયું. પણ મને અંદરથી એની સાથે ખાલી એક ફ્રેન્ડ બનીને રહું એવું જ અનુભવાતું પણ એ હવે ઓવર થવા લાગ્યો હતો. મારા મમ્મી પપ્પા એ એની સાથે મારી સગાઈ કરવાનું નક્કી કર્યું. પણ મને એ મંજુર નહોતું. હું મારી બેસ્ટ ફ્રેન્ડ પ્રિયાના ઘરે ગઈ અને એને વાત કરી કે મારે આ એંગેજમેન્ટ નથી કરવી. એ મારી પરિસ્થિતિ સમજી અને એને મુંબઇની મારી ફ્લાઇટ બુક કરી. એની એક ફ્રેન્ડ મુંબઇ રહેતી હતી એને પણ મારી જાણ કરી. હું સગાઇના આગલા દિવસે જ ફ્લાઇટથી મુંબઇ ચાલી ગઈ અને પ્રિયાની ફ્રેન્ડ આરોહીના પી.જી. માં એની સાથે રહેવા લાગી. મારા ઘરમાં ક્લાહોલ થઇ ગયું હતું. થોડા દિવસો પછી મેં મારા મમ્મી પપ્પાને કહ્યું કે મારે એની સાથે સગાઈ નથી કરવી એટલે હું મુંબઇ આવી ગઈ છું. મારા પરેન્ટસ મને મળવા મુંબઇ આવ્યા અને મને ડરેલી જોઈ જીદ ન કરતા મને ત્યાં જ રહેવા દીધી. મેં ત્યાં મોડેલિંગ સ્ટાર્ટ કર્યું અને થોડું ફેશન ડિઝાઇન પણ શીખી. બે વર્ષ પછી હું અમદાવાદ મારા ઘરે પાછી ફરી તો અરમાનને સમાચાર મળ્યા. એ મારી ઘરે આવી પહોંચ્યો. મને એ જોઈને નવાઈ લાગી કે મારા મમ્મી પપ્પા એને બેટા બેટા કહીને જ રાખતા. એને મારી સાથે વાત કરવાની કોશિસ કરી પણ મેં કઈ જ જવાબ ન આપ્યો. થોડીવાર પછી જયારે એ ગયો તો મારા મમ્મી પપ્પાએ મને સમજાવી કે એ પઠાણ છે. સારો પરિવાર છે તો બેટા અમે એમને એમ કહ્યું છે કે તારે હજી આગળ ભણવું છે અને પછી તું સગાઇ કરીશ. મેં મમ્મી પપ્પાને ચોખ્ખી ના પાડી. પણ કેમ જાણે મારા મમ્મી પપ્પા મારી સામે માની ગયા પણ પાછળથી અરમાનના પરિવારને સમય લંબાવતા ગયા. આજે એ આવ્યો તો પણ સિક્યોરિટીએ એને એટલે જ ન રોક્યો કેમ કે મારા પપ્પા એ સિક્યોરિટીને કહ્યું છે કે એ અમારો ઘરનો દીકરો છે. એને ક્યારેય આવતા રોકવો નહીં.

ઈરફાન તું ખોટું ન લગાડતો પણ આજે મને ડર હતો કે એ અહીં આવશે એટલે હું તને સાથે લઈને આવી. તું બિલકુલ ચિંતા ન કર એ કઈ જ નહિ કરે. તને કઈ પણ કરવું હશે તો એને મારી લાશ પરથી પસાર થવું પડશે.."

ઈરફાન નિગારની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. આ તે કેવી ઓચિંતી મુસીબત આવી ગઈ એ વિષે વિચારી રહ્યો હતો. જો અરમાનનો સંપર્ક લુખ્ખા તત્વો સાથે હશે તો એની સામે કઈ રીતે પોતાનું રક્ષણ કરવું એની ચિંતા એને સતાવી રહી હતી. નિગારને દુઃખ ન લાગે અને આનો કોઈ રસ્તો આવે એ વિષે એ વિચારવા લાગ્યો. વારંવાર અરમાનના શબ્દો , ધમકી એના કાનમાં ગુંજી રહ્યા હતા. સમય પસાર થઇ રહ્યો હતો અને હવે સાંજ માંથી રાત્રી થઇ રહી હતી.

【ક્રમશ:】