પ્યાર તો હોના હી થા..!
ભાગ-૨
❤ નઝદીકીયા બઢને લગી ❤
----------------------------------------
નિગાર સાથેની પહેલી મુલાકાત પછી એકાદ મહિના સુધી કોઈ વાત જ ન થઇ. ઈરફાન એની લાઈફમાં વ્યસ્ત હતો અને નિગાર એની. રિવરફ્રન્ટ પર સવારે જન્મેલા આ એહસાસ ને આટલી જલ્દી ભુલાવવો અઘરો હતો. બસ થોડી ફુરસ્ત અને માહોલની જરૂર હતી.
એક મહિના પછી ઈરફાન ઇદની શોપિંગ માટે આલ્ફા વન મોલ પર હતો. લાઇફસ્ટાઇલ સેક્શનમાં પોતાના માટે શર્ટ જોઈ રહ્યો હતો.
"અસ્સલામું અલયકુમ.." પાછળથી જાણે એક ધીમા સ્વરમાં મધુર અવાજ સંભળાયો. ઈરફાન એ પાછા ફરીને જોયું તો નિગાર સામે જ ઉભી હતી.
એની નશીલી આંખોમાં કાજલ ચાર ચાંદ લગાવી રહ્યું હતું. હોઠો પર રહેલી ડાર્ક બ્રાઉન લિપસ્ટિક એના ચહેરાની ખુબ સુરતી વધારી રહ્યું હતું. બ્લેક વનપીસમાં આજે નિગાર રિવરફ્રન્ટ પર મળી હતી એના કરતા પણ વધુ સુંદર લાગી રહી હતી. અને એની સ્માઈલ તો જાણે કોઈનું પણ દિલ જીતી લે એવી જ હતી.
"વલયકુમ સલામ... તમે અહીંયા?"
"તમે નઈ તું.. કેમ વારે વારે ભૂલી જાય છે.."
"ઓહ સો સોરી નિગાર.. તું અહીંયા?"
"હા , ઇદની શોપિંગ કરવા આવી હતી.."
"ઓહ.. હું પણ એ જ કરી રહ્યો હતો.."
"ઈરફાન પણ મને અહીંયા કલેક્શન ન ગમ્યું... તને?"
"મને પણ થોડું ઠીક જ લાગે છે.. પણ હવે કોઈ ઓપ્શન નથી. આવતા અઠવાડિયે તો ઈદ છે.."
"તને વાંધો ન હોય તો ચાલ સેન્ટ્રલ મોલ એક નજર કરતા આવીએ.."
"ઓકે.. મને શું વાંધો હોવાનો ચાલો.."
"તું શું લઈને આવ્યો છે?"
"મારી પાસે બાઇક છે નિગાર.."
"ઓકે તો એને અહીં જ રેહવા દે આપણે મારી કારમાં જ જઈએ.."
"પણ નિગાર હું પાછો કઈ રીતે આવીશ?"
"અરે હું ડ્રોપ કરી દઈશ અહીં જ ડોન્ટ વરી બા..બા.."
"ઓકે ચાલ.."
ઈરફાન અને નિગાર બંને કારમાં સેન્ટ્રલ મોલમાં જવા નીકળ્યા. નિગાર પાસે બી.એમ.ડબ્લ્યુ એક્સ થ્રી હતી. નિગાર એ રોમેન્ટિક પ્લેલિસ્ટ લગાવ્યું હતું. ઈરફાન આજે બાજુની સીટ પર બેઠો હતો અને નિગાર ડ્રાઇવ કરી રહી હતી.
"નિગાર તું ક્યાં રહે છે?"
"આમ તો મારુ અમદાવાદ રહેવાનું ઓછું હોય છે. પણ અહીં હોઉં ત્યારે નવરંગપુરા મુસ્લિમ સોસાયટીમાં રહું છું.."
"ઓહ.. ઓકે.. "
"ને તું ક્યાં રહે છે?"
"હું તો પાલડી સાઈડ રહું છું. પણ હવે શિફ્ટ થવાનું વિચારું છું.."
"ઓકે.. ઈરફાન એક વાત કહું?"
"હા બોલ નિગાર.."
"તું ખોટું નઈ સમજતો પ્લીઝ..."
"હા યાર.. બોલને બિન્દાસ..."
"તું આજે મારી સાથે રહી શકે.."
"વોટ... પણ કેમ?"
"આજે કોઈ ઘરે નથી. અહીં મારા પેરેન્ટ્સ જ રહે છે. ને આજે એ કામથી દિલ્લી ગયા છે.."
"હા પણ નિગાર , હું.... ક...ઈ રીતે.."
"તું આટલું ના વિચાર.. હું મોડલિંગ કરું છું ને બહુ બ્રોડ મઈન્ડેડ છું.."
"ઓકે હું ઘરે ફોન કરી જોઉં.."
"હા કરી લે.. પણ પ્લીઝ મને એકલા રહેવાની આદત નથી.. એટલે તને રિકવેસટ કરું છું.."
"હા ઓકે.."
ઈરફાન એ ઘરે ફોન કરીને જણાવ્યું કે આજે એ એના એક ફ્રેન્ડને ત્યાં રોકશે થોડું કામ હોવાથી. ઘરેથી પણ એને પરમિશન મળી ગઈ. નિગારને ઈરફાન એ હા પાડતા એના ચહેરા પર પણ એક સ્માઈલ આવી.
બંને સેન્ટ્રલ મોલ પહોંચ્યા. ત્યાં કલેક્શન પસંદ આવ્યું. ઈરફાન અને નિગાર એ ત્યાંથી જ પોતપોતાની શોપિંગ કરી. આજે પહેલીવાર ઈરફાન અને નિગારે કોઈ બીજાની ચોઇસના કપડાં ખરીદ્યા.
"નિગાર તને આ ગમશે ને? મને તારી ચોઇસ વિષે એટલો આઈડિયા નથી.."
"અરે.. ગમશે શું ઈરફાન.. ગમી ગયું. તારી ચોઇસ સારી છે.."
"ઓહ.. થેન્ક્સ.. "
"ઈરફાન આપણે આજે બીજી જ વાર મળ્યા છીયે પણ લાગે કે વર્ષોથી ઓળખીએ છીએ.."
"હા નિગાર એ તારા ફ્રી નેચર ને કારણે જ શક્ય બન્યું છે.."
"ના ના તાળી એક હાથે ન વાગે. તારું નેચર પણ સારું છે.."
"ઓકે સારું ચાલ તો હવે જમવા જઈએ?"
"ના ઈરફાન, આજે બહુ થાકી ગઈ છું.. ઘરે જ સ્વીગી માંથી ઓર્ડર કરીને મંગાવી લઈશું.. સીધા ઘરે જ જઈએ.."
"ઓકે જેવી તારી મરજી.."
"લે ચાલ તો હવે તું ડ્રાઇવ કર.."
"ઓકે.. લાવ ચાવી.."
ઈરફાન અને નિગાર બંને એની કારમાં નિગારના ઘર તરફ રવાના થયા. નિગારે નેવિગેટ ઓન કર્યું અને બંને નવરંગપુરા પહોંચ્યા. નિગાર એક આલીશાન બંગલામાં રેહતી હતી. ગાડી ત્યાં પહોંચતા જ સિક્યોરિટી એ દરવાજો ખોલ્યો અને ઈરફાન એ ગાડી અંદર લીધી. બંને ગાડીમાંથી નીચે ઉતાર્યા. નિગારએ સિક્યોરિટીને સામાન ગાડીમાંથી કાઢીને અંદર લાવવા કહ્યું.
ઈરફાન અને નિગાર ડ્રોઈંગ રૂમમાં બેઠા. નિગારની આજે થાકી ગઈ હોય એવું અનુભવાતું હતું. આજે ઘરમાં કોઈ નોકર પણ હાજર ન હતા. નિગાર થોડીવાર પછી ઉભી થઇ અને ઈરફાનને પાણી આપ્યું.
"નિગાર આજે તું બહુ થાકી ગઈ હોય એમ લાગે.."
"હા ઈરફાન.. આજે એક ફોટો સૂટ હતો સવારે અને પછી ઘરે કોઈ નહોતું એટલે બહાર ફરવા નીકળી હતી.."
"અરે હા ફરવા પરથી યાદ આવ્યુ મારી બાઇક તો આલ્ફા વન મોલ પાસે જ રહી ગઈ.. "
"અરે.. એ કાલે લઇ લેજે કોણ લઇ જશે ત્યાંથી.."
"હા લઈ તો કોઈ નઈ જાય.. પણ મને એતો કે કે આજે હું આલ્ફા મોલ ન મળ્યો હોત તો તારે એકલા જ રેહવું પડેત ને?"
"ના.. તું ના મળ્યો હોત તો હું તને કોલ જ કરેત.. એકલી હું ક્યારેય નથી રહી.."
"પણ હું ફ્રી ના હોત તો..?"
"હવે એટલું લાંબુ ના પૂછ.. હું થાકી ગઈ છું.. તું ટી. વી. જો હું ફ્રેશ થઈને આવું.."
"હા ઓકે.. નિગાર.. "
ઈરફાન ટી.વી. જોવા લાગ્યો. નિગાર પોતાના બેડરૂમમાં ન્હાવા ગઈ. ઈરફાનને અંદરથી એક અજીબ ડર અનુભવાતો હતો. નિગારના ચહેરા પર એક અલગ જ ખુશી વર્તાઈ રહી હતી.
【ક્રમશ:】