પ્યાર તો હોના હી થા..! - ૧૦ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા..! - ૧૦

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૧૦
[છેલ્લો ભાગ]

❤ ઇન્તેજાર કી ઘડિયાં ખત્મ હુઈ ❤
??????????

ઈરફાન એ રાત્રે બેગ પેકિંગ કર્યા બાદ આદિત્યને કોલ કર્યો.

"હાય, આદિ.."

"હાય, ઇર્ફી બોલ.."

"ભાઈ કાલે હું ઇન્ડિયા આવું છું.."

"વોટ? પણ કેમ અચાનક?"

"ભાઈ મેં નિર્ણય કર્યો છે કે હવે નિગારની હાલત માટે હું જિમ્મેવાર છું તો એને મળી એકવાર વાત ક્લીઅર કરું.."

"ઓકે ભાઈ આવી જા. અમદાવાદ આવીને કોલ કરજે.."

"ભાઈ હું અમદાવાદ નઈ ડાયરેક્ટ મુંબઇ જાઉં છું.. તું ત્યાં આવી જજે. સવારે ૭:૦૦ વાગે ઉતરીશ.."

"ખોટું ન લગાડતો ઇર્ફી પણ પપ્પાનું ચૂંટણી કેમ્પેન ચાલે છે.."

"ઓહ, તો ગુજરાતમાં ઇલેક્શન..?"

"હા, એટલે મુંબઈ આવવું મુશ્કેલ છે. હું અક્રમનો કોન્ટેકટ નંબર આપું છું. તું વાત કરી જો. ત્યાં કામ પડે કઈ તો અક્રમ કરી આપશે.."

"હા, ઓકે આદિ.."

અક્રમનો કોન્ટેક્ટ નંબર મળ્યો. પણ ઈરફાને અક્રમને કોલ ન કર્યો. ઈરફાન મમ્મી પપ્પાને કહીને એરપોર્ટ રવાના થયો. ઇરફાનની ફ્લાઇટ બસ એકાદ કલાક પછી ઉપડવાની હતી.

*********
અક્રમે દર્શન અને દીપિકા સાથે થયેલી વાત પ્રમાણે આદિત્યને કોલ કર્યો.

"હેલ્લો, આદિત્ય.."

"હાય, અક્રમ.. બોલ ભાઈ.."

"શું ચાલે છે?"

"બસ ખાસ નઈ ચૂંટણીપ્રચાર.."

"ઓકે ઓકે, એક કામ છે.."

"હા બોલને ભાઈ.."

"તારા ફ્રેન્ડ ઈરફાન વિષે માહિતી જોઈએ છે થોડી.."

"પણ કેમ ? "

અક્રમએ આદિત્યને આખી ઘટના જણાવી. જે જુહુ બીચ પર બની હતી. આદિત્યને થયું કે જો ઈરફાન આવવાનો છે એ ખબર એ લોકોને પડશે તો કોઈ પ્રીપ્લાન થશે અને ઈરફાનને તકલીફ થશે. આદિત્ય કે કહ્યું કે કાલે સાંજે એ અક્રમને ઈરફાનની બધી જ વાત જણાવશે.

અક્રમનો ફોન મૂકીને તરત આદિત્યએ ઈરફાનને ફોન કર્યો.

"હાય, ઇર્ફી તે અક્રમને કોલ તો નહોતો કર્યો ને?"

"ના ના હજી સુધી તો નઈ."

"ઓકે થેન્ક ગોડ.. હવે કરતો નઈ. અડ્રેસ હું તને આપું છું દીપિકાના P.G. નું પણ તું એને કોલ ન કરતો..
"

આટલું કહીને આદિત્યએ અક્રમ સાથે થયેલી ચર્ચા વિષે ઈરફાનને જણાવ્યું. ઈરફાન આદિત્યની વાત સમજી ગયો. થોડીવાર પછી ઈરફાનની ફ્લાઇટની અનાઉન્સમેન્ટ થઇ અને ઈરફાન ફ્લાઇટમાં બેસી મુંબઇ આવવા રવાના થયો.

સવારે ૮:૦૦ વાગે દીપિકાના P.G. ની ડોરબેલ વાગી. નિગાર અને દીપિકા રોજ ૧૦:૦૦ વાગે જાગતા એટલે બંને ઊંઘી રહ્યા હતા. પણ બે-ત્રણ વાર ડોરબેલ વાગી એટલે દીપિકા આંખો ચોળતા ચોળતા જાગી. નિગાર થોડી નશાની હાલતમાં હતી એટલે એને ડોરબેલની અસર ન થઇ. દીપિકાએ બહાર આવી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામે જોયું તો કોઈ છોકરો થોડો ઊંચો લાંબો, બંધિયાર શરીર, બ્લેક લેથર જેકેટ, વાઈટ શર્ટ, બ્લેક પેન્ટ, હાથમાં ટ્રોલી બેગ, આંખે સ્પેક્સ પહેરીને ઉભો હતો. દીપિકા એને ઓળખી ન શકી, પણ સામેં ઉભેલા વ્યક્તિએ શબ્દો ઉચ્ચાર્યા.

"ગુડ મોર્નિંગ દીપિકા.."

"ગુડ મોર્નિંગ પણ આપ કોણ?"

"અંદર તો આવવા દો, પછી જણાવું.."

"ઓકે આવી જાઓ.."

ઈરફાન દીપિકાના ઘરમાં પ્રવેસ્યો. દીપિકા ઈરફાન માટે પાણી લઈને આવી. દીપિકા નાઈટ સૂટમાં જ હતી. પણ દેખાવે આવેલ વ્યક્તિ વ્યવસ્થિત અને પ્રોફેશનલ લાગતો હતો એટલે દીપિકાએ એને અંદર પ્રવેશ કરવા દીધો. ઈરફાને પાણી પીધું અને દીપિકા એની સામેના સોફાપર ગોઠવાઈ.

"દીપિકા તમને જાણીને થોડો શોક લાગશે પણ મારી વાત ધ્યાનથી પુરી સાંભળ્યા પછી જ કંઈક બોલજો. પ્લીઝ એક રિકવેસટ છે.."

દીપિકા એ હા માં માથું હલાવ્યું. એ થોડી નીંદરમાં હતી.

"હું ઈરફાનનું છું અને થોડીવાર પહેલા જ ઇન્ડિયા આવ્યો.."

આટલું સાંભળતા જ દીપિકા ચોંકી ગઈ અને સોફાપરથી ઉભી થઇ ગઈ. ઇરફાનને ઈશારાથી બેસવા કહ્યું. દીપિકા ઈરફાનને આંખો ફાડી ફાડીને જોતી રહી. એના ચહેરા પર થોડો ગુસ્સો વર્તાઈ રહ્યો હતો. ઇરફાન એની હાલત સમજી શકતો હતો. દીપિકા થોડીવાર પછી સ્વસ્થ બની અને સોફાપર પાછી બેસી ગઈ.

"દીપિકા મને આશા છે કે તમે મને મારી વાત રજૂ કરવાનો એક મોકો આપશો, એ પછી તમારા મનમાં જે હશે એ હું સાંભળવા તૈયાર છું."

દીપિકા એ હા માં માથું ધુણાવ્યું.

"નિગારને તમે આટલા સમયથી સાચવી રહ્યા છો. એનું ડ્રિન્ક કરી ધમાલ કરવી, આત્મહત્યાની કોશિસ, ડ્રગ્સ બધું હોવા છતાં એક ફ્રેન્ડ તરીકે તમે ફરજ બજાવી રહ્યા છો એ બદલ હું આપનો ખુબ જ આભારી છું.

તમને હવે મારી અને નિગારની વાત વિસ્તારથી કરું હું નથી જાણતો કે તમે એ જાણો છો કે નઈ પણ આ પરિસ્થિતિમાં તમને આ વાત જણાવવી મને યોગ્ય લાગે છે.

નિગારને મેં પહેલીવાર રિવરફ્રન્ટ અમદાવાદમાં જોયેલી. મને એ જ સમયે એ પસંદ આવી ગયેલી. એ પછી અમે અમદાવાદમાં મોલમાં મળ્યા..."

ઈરફાનને આખી વાત રજૂ કરી જે નિગાર સાથે એના ઘરે બની હતી.

"પણ તો તમે નિગારને છોડીને કેમ ચાલ્યા ગયા?"

"દીપિકા મારો કોઈ એવો ઉદેશ નહોતો કે એને આ રીતે તડપાવું પણ નિગારને મારો નશો ચડી ગયો હતો. મને એ સમયે એવું અનુભવાતું હતું કે નિગારને એક અટ્રેક્શન છે જે થોડા સમયમાં દૂર થઇ જશે. નિગાર એક મોડેલ છે. મારા પેરેન્ટ્સ આવી મોડેલ છોકરીને ક્યારેય પુત્રવધુ તરીકે નહીં અપનાવે એ વાત હું જાણતો હતો. તેથી આગળ કઈ ન વધે એ માટે હું મુવોન કરવા માંગતો હતો. પણ નિગાર જેમ દૂર જતો એમ વધુ નજીક આવતી અને મારા મગજ પર પણ હાવી હતી એટલે હું સિંગાપુર શિફ્ટ થઇ ગયો અને મમ્મી પપ્પાને પણ ત્યાં બોલાવી લીધા. હવે ત્યાં બિઝનેસ સેટ કર્યો છે ને ત્યાં જ રહું છું. પણ મને અંદરથી એક બેચેની રહેતી હતી ન જાણે કેમ નિગારની મનોમન ચિંતા થતી હતી એટલે ત્રણ એક મહિના પછી મેં મારા અમદાવાદ રહેલા મિત્ર આદિત્ય પાસે નિગારની ડિટેલ કઢાવવા કહ્યું અને આગળ તમે જાણો જ છો. એટલે આજે હું અહીં આવી ગયો. "

"ઓહ, પણ ઈરફાન કોઈ માણસને સંપૂર્ણ જાણ્યા વગર એના વિષે કોઈ નિર્ણય બનાવવો યોગ્ય નથી. તમે નસીબદાર છો કે મારા જેવી નિગારની ફ્રેન્ડ છે. નહિતર એને કઈ થઇ જાત તો તમારા પર મોટા કેસ થાત.."

"જાણું છું. એટલે જ વાતની શરૂઆતમાં તમારો સાચા હ્રદયના ભાવથી આભાર વ્યક્ત કર્યો. અને હું આપનો આ બાબતે જીવનભર ઋણી છું.."

"પણ ઈરફાન મને એ જણાવો કે હવે આગળ શું કરશો, નિગારને કેવી રીતે તમારી વાત સમજાવશો."

"સાચું કહું દીપિકા તો હું બે દિવસ પહેલા આ વાતે સ્યોર હતો કે જઈને કહી દઈશ કે આપણી વચ્ચે જે બન્યું એ ભૂલી ને આગળ વધ, પણ જયારે ફ્લાઇટમાં બેઠો ત્યારથી ખબર નઈ નિગાર માટે ખુબ જ પ્રેમ ઉભરાય છે. જે વ્યક્તિ સફળતાના શિખર પર છે. જયારે એને મને પ્રપોઝ કર્યું ત્યારે મારી કમાણી એના એક ફોટો સૂટ ના પેમેન્ટના ૧૦% હતી છતાં અને મને ક્યારેય એ વાતનો એહસાસ ન થવા દીધો અને આટલી ગુડ લુકિંગ ગર્લને હું આ પરિસ્થિતિમાં લઇ આવ્યો. એટલે હવે એ જે કહેશે એ હું માનીશ અને મને પણ એની સાથે પ્રેમ છે.."

"ગુડ બોય.. ઓકે તો નિગારને નહીં મળો?"

"સ્યોર, ક્યાં છે એ?"

"બેડરૂમમાં આગળથી લેફ્ટ.."

ઈરફાન ઉભો થઇને નિગાર જે બેડરૂમમાં હતી એ તરફ ચાલવા લાગ્યો. નિગાર સુતી હશે કે જાગી ગઈ હશે? મને જોઈને એનું રિએક્શન શું હશે વગેરે-વગેરે એના મનમાં ચાલી રહ્યું હતું. હૃદયના ધબકારા એકાએક વધી રહ્યાં હતા. દરવાજો ખોલી ધ્રુજતા પગે ઈરફાન અંદર પ્રવેશ્યો. ખુબ જ માસુમ ચહેરો. વિખરાયેલા વાળ, પીલોને બાથમાં ભરી ચહેરા પર હલકી સ્માઈલ સાથે પિન્ક કલરના નાઈટ સૂટમાં નિગાર સુઈ રહી હતી. ઈરફાન એના શિરાણે જઈને બેઠો. ઈરફાન એને જોઈ ભાવુક બન્યો. આંખના ખુણાઓ ભીંના થઇ ગયા. પોતાનો ધ્રૂજતો હાથ એને નિગરના માથાપર મુક્યો અને એના વાળમાં ધીરેધીરે હાથ ફેરવીને દુઆ આપી રહ્યો હોય એમ પ્રેમથી એને નિહાળી રહ્યો હતો. નિગારને આવી હલચલ લગતા એને ઝીણી આંખ ખોલી. સામે એને ધૂંધળો ચહેરો દેખાયો. આંખોચોળીને ફરીથી જોયું. ઈરફાન એના બેડપર બેઠો હતો. નિગારને પહેલા તો લાગ્યું આ સ્વપ્ન છે. પણ ઈરફાન બોલ્યો.

"ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ..."

નિગાર પોતાના બેડમાં ઉભી થઇ ગઈ. પોતાના હાથે ચુંટલી ખણીને આ સ્વપ્ન છે કે હકીકત એની ખાતરી કરવા લાગી. એને થયું આ હકીકત છે કે તરત જ ઈરફાનને જોરથી ભેટી પડી. બંનેની આંખો અશ્રુધારા વ્હાવી રહી હતી. કોઈ એકબીજાને કઈ પણ કહે એ હાલતમાં નહોતા. નિગારનો તો જાણે જીવ પાછો આવ્યો હોય ને નવું જીવન મળ્યું હોય એમ એને અનુભવાતું હતું. બંનેના રડવાના ડુસકાઓથી રૂમ છવાઈ ગયો. દીપિકા બંને માટે પાણી લઈને રૂમમાં આવી. થોડીવાર પછી બન્ને એ પાણી પીધૂ અને દીપિકા એ બંનેને વાત કરવા માટે એકલા મૂકી કિચનમાં નાસ્તો બનાવવા ગઈ.

"ઇર્ફી.. આઈ કાન્ટ બિલિવ કે તું મારી સામે છે.."

"હા, નિગાર આજે તારા પ્રેમની તાકાતથી અહીં આવી જ ગયો."

"ઇર્ફી તું જાણે છે તારા માટે એક એક પળ હું કેટલી તડપી છું.."

"હા, નિગાર હું જાણું છું. મને આ પરિસ્થિતિનો અંદાજ પણ નહોતો કે તું મારા માટે આટલી હદ સુધી પોતાને નુકશાન પહોંચાડીશ.."

"ઇરફાન મેં તને પ્રપોઝ કર્યો ત્યારથી લઈને આજ દિન સુધી એક પળ માટે પણ મેં કોઈ જ બીજો વિચાર નથી કર્યો. હું તારા માટે આટલી તડપી તો પણ ક્યારેય તારા માટે દિલથી ઘૃણા નથી જન્મી.."

"હા, નિગાર જાણું છું. અને મને આવી પ્રેમ કરવાવાળી છોકરી ક્યારેય નહીં મળે.."

"તો પછી મને છોડીને કેમ ગયો? મને તારા મનમાં કોઈ ડર હતો તો એ કહી દેવો તો, આપણે સાથે સમાધાન કરેત. "

"હા, નિગાર પણ જાણે હું તને સમજવામાં ભૂલ કરી ગયો. મને હવે એનો પુરેપુરો અહેસાસ છે."

"પણ હું આટલો સમય તડપી પછી તને એહસાસ છે?"

"નિગાર તું એની જે સજા આપવા ચાહે આપી શકે, હું તારી સામે છું.."

"તને હું શું સજા આપવાની. તને પગે ઠેસ વાગે તો પણ મારો જીવ નિકળી જાય એટલો પ્રેમ કરું છું ઇર્ફી.."

"હા નિગાર હું જાણું છું. અને હું પણ તને તારા આ બલિદાનથી પ્રભાવિત થઈને અનહદ પ્રેમ કરવા લાગ્યો છું ને આ જીવન કરીશ.."

"ઇર્ફી, તું એમ વિચાર કે તું આ પરિસ્થિતિમાં હોત ને હું તારી જેમ કેરેત તો?"

"કદાચ તો હું આ દુનિયામાં જ ન હોત.."

"એવું ન બોલ... મરે તારા દુશ્મન.." કહી નિગાર પોતાના હોઠ ઈરફાનના હોઠ પર રાખી દીધા અને પ્રેમરસથી ભરેલું ચુંબન કર્યું. બંને થોડીવાર મુગ્ધ બની એને નિહાળી રહ્યા.

"તો ઇર્ફી મને સાચું કારણ નહીં જણાવે કેમ તું મને છોડીને ચાલ્યો ગયો ને તારા મમ્મી પપ્પાને પણ લઇ ગયો?"

"જણાવીશ ને કેમ નહીં.."

"હા તો કહે મારી શું ભૂલ હતી. હું એ સુધારીને તારી સાથે આજીવન રહેવા તૈયાર છું.."

"નિગાર તારી કોઈ ભૂલ નથી. જો તું એ સમયે પ્રખ્યાત મોડલ હતી. તારી ઇન્કમ મારા કરતા દસ ઘણી હતી. તારી લાઇફસ્ટાઇલ ખુબ જ ક્લાસી હતી. મારા મમ્મી પપ્પાને એક ઘરેલુ છોકરી જોઈતી હતી એવું એ મને કહેતા એટલે મને થયું તું એમને સૂટ થઇ થાય અને તને પણ મારી સાથે ઘૂંટન થશે. સાથે સાથે હું તને કમ્પેટીબલ ન રહ્યો તો ઝઘડાઓ થશે.."

"ઇર્ફી આવી વાતો તું કરે છે? મોર્ડન યુગ છે. હા સમજી શકું કે પેરેન્ટ્સ વાળી વાત યોગ્ય છે બાકી પ્રેમમાં કોઈ ઊંચનીચ ન હોય. પ્રેમમાં સમર્પણ જ હોય. હું તને ખાતરી આપું છું કે હું હાઉસવાઈફ બનીને રહીશ. મારુ કામ, મારી લાઇફસ્ટાઇલ બધું જ છોડીને તું કહીશ એમ તારા ઘરે આવીશ.. લઇ જઈશ ને મને.."

ઈરફાન નિગારની વાત સાંભળી મનમાં ને મનમાં પોતાને કોસ્તો રહ્યો. જો નિગારને પહેલા જ આ કહી દીધું હોત તો બધું કેટલું સરળ હોત.

"શું વિચારમાં પડી ગયો?"

"નિગાર કઈ નઈ. તારે તારું કામ છોડવાની જરૂર નથી. ના તારી લાઇફસ્ટાઇલ. તું જેવી છે એવી જ મને કુબુલ છે. હવે હું દાવાથી કહી શકું કે મારી જીવનસંગીની દુનિયાની સૌથી સુંદર અને સૌથી સમજદાર વ્યક્તિ હશે.."

"હશે નઈ છું જ ઇર્ફી.. મેં તને મારા પરના તમામ હક આપી જ દીધા છે."

"હા નિગાર આઈ નો.. સ્વીટહાર્ટ.."

દીપિકા રૂમમાં આવી. બંનેને ફ્રેશ થઇ ડાઇનિંગ ટેબલ પર આવવા કહ્યું. નાસ્તો તૈયાર હતો. ત્રણે જણ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. નિગાર અને ઈરફાને પોતાના લગ્ન કરવાના નિર્ણય વિષે દીપિકાને જણાવ્યું. દીપિકા પણ ખુશ થઇ ગઈ. નાસ્તા બાદ ઈરફાન એ નિયતિને કોલ કર્યો.

"હાય.. નિયતિ.."

"હાય.. ઇર્ફી.. કેમ છે?"

"બસ મજામાં, અચ્છા સાંભળ.."

એમ કહી ઇરફાને નિયતિને આખી વાત કહી. અને નિયતિને પોતાના પેરેન્ટ્સને લઈને ઇન્ડિયા આવવા કહ્યું. નિયતિ પણ ખુશ થઇ અને ઈરફાનના પેરેન્ટ્સને લઈને આજે રાત્રે જ નીકળવાનો પ્લાન બનાવ્યો. ઈરફાને આદિત્યને પણ જણાવી દીધું. આદિત્ય પણ ખુશ હતો. અને આવતી કાલે બધું કામ છોડી એ મુંબઇ આવવા તૈયાર થઇ ગયો.

દીપિકાએ દર્શનને ફોન કરીને આખી વાત કરી એ પણ ખુશ થઇ ગયો અને ત્યારબાદ સૌથી અઘરું કામ કરવા દીપિકાએ ઊંડા શ્વાસે નિગારના પેરેન્ટ્સને કોલ કર્યો.

"હેલો આંટી.."

"હાય બેટા દીપિકા, કેમ છે?"

"બસ મજામાં આંટી. તમે?"

"હું પણ મજામાં બેટા. કેમ છે અમારી નિગુ?"

"એ પણ મસ્ત છે. આજે એ આપની સાથે કંઈક ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગે છે. હું એને આપું.."

"હા ઓકે બેટા.."

દીપિકાએ નિગારને ફોન આપ્યો. નિગારને ઇરફાન દીપિકા હિંમત આપી રહ્યા હતા.

"મોમ.." આટલું બોલી નિગારના આંસુ વહેવા લાગ્યા.

"ઓહ, માય ડોલ.. નિગુ.. કેમ છે?"

"મોમ.. આઈ એમ ફાઈન.." રડતા રડતા એને જવાબ આપ્યો. ઇરફાન નિગારની પીઠ સેલાવી રહ્યો હતો અને એને સમજાવી રહ્યો હતો કે હિંમત રાખ.

"બેટા કેમ રડે છે. શું થયું.."

"કઈ નઈ મોમ.. આઈ મિસ યુ.."

"આઈ મિસ યુ ટુ બેટા.."

"મોમ તમે કાલે ઇન્ડિયા આવી જાઓ.."

"કેમ બેટા અચાનક આવું કે છે. હું આવતા અઠવાડિયે આવવાની જ છું.. "

"મોમ... આઈ એમ ઈન લવ. એન્ડ આઈ ડીસાઇડેડ ટુ મેરી વિથ ધેટ ગાય.."

"ઓહ, આ તો ખુશીના સમાચાર છે. પણ તને ગમ્યો એ રાજકુમાર છે કોણ.."

"ઈરફાન નામ છે એનું. હાલ સિંગાપુર સોફ્ટવેર કંપની ચલાવે છે. પહેલા એ અમદાવાદ રહેતા હતા હમણાં ત્રણ મહિનાથી જ ત્યાં ટ્રાન્સફર થયા છે. "

"ગુડ બેટા. તને તો ખબર જ છે કે તારા પપ્પા અને મારી વિસ હતી કે કોઈ મુસ્લિમ સારા ફેમિલીમાં તને પરણાવીએ. કોઈ બિઝનેસમેન હોય તો વધુ સારું. વાંધો નઈ એની શરૂઆત છે ત્યાં સિંગાપુરમાં પણ છોકરાની કમાણી એ પત્નીના નસીબની હોય છે. તું પરણીને જઈશ તો ઈરફાન ખુબ જ તરક્કી કરશે. હું આ સમાચાર તારા પપ્પાને આપું છું અને શક્ય હશે તો હું પપ્પા, ભાઈ ને ભાભી કાલે આવી જઈશું. નહિતર હું ને તારા પપ્પા તો ખરા જ.."

"હા મોમ, ઈરફાનને ખુબ જ કામ પેન્ડિંગ છે તો કાલે જ નિકાહ કરી બે-ત્રણ દિવસમાં અમે નીકળી જઈશું.."

"હા સ્યોર બેટા..."

શુક્રવારે સવારે બધા જ મહેમાનો આવી ગયા. ઈરફાનના મમ્મી પપ્પા અને નિગારના મમ્મી પપ્પાની મુલાકાત થઇ. નિયતિ પણ પોતાના હસબન્ડ સાથે આવી હતી. આદિત્ય, અક્રમ અમે દર્શન દીપિકાએ બધી જવાબદારી ઉપાડીને ટૂંક સમયમાં બધું એરેંજ કર્યું હતું. ઈરફાન અને નિગારના નિકાહ થયા. બંને ખુબ ખુશ હતા. નિગારના પેરેન્ટ્સ પણ ખુબ ખુશ હતા.

(એક મહિના પછી..)

"નિગાર બેટા ચા પીવડાવશો.." ઇરફાનના સિંગાપુર સ્થિત ઘરના પાછળના ગાર્ડનમાં બેઠા બેઠા નિગારના સસરાએ અવાજ આપ્યો.

"કેમ નઈ.. પપ્પા.. તમે કહો ને ચા હાજીર.." નિગાર ચા લઈને આવતા બોલી.

ઈરફાનના મમ્મી પપ્પા પણ ખુબ ખુશ હતા. કે નિગાર આટલી સફળ હોવા છતાં એક ખુબ જ સારી રીતે એમનું ધ્યાન રાખતી. ઈરફાનને પણ મદદ કરતી અને વર્ષમાં પાંચ-છ પ્રોજેક્ટ પર ફોટો સૂટ પણ કરતી. આખો પરિવાર ખુશ હતો અને ઈરફાન ખુદાનો ખુબ જ દિલથી આભાર વ્યક્ત કરતો હતો કે એને નિગાર જેવી દોસ્ત, ગર્લફ્રેંડ અને વાઈફ મળી.

[સમાપ્ત..]

--
આપનો પ્રિય
ઈરફાન જુણેજા