Pyar to hona hi tha - 6 books and stories free download online pdf in Gujarati

પ્યાર તો હોના હી થા..! - ૬

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૬

❤ પ્રેમના વિરહમાં ગેરમાર્ગે જતી જિંદગી ❤
?????????????


દીપિકા નિગારને મુંબઇ તો લઇ આવી પણ એને આ પરિસ્થિતિ માંથી બહાર લાવવી અઘરું હતું. દીપિકા જાણતી હતી કે નિગાર જિદ્દી છે. જે વસ્તુ એને ગમે એને હાંસિલ કરવા એ પોતાની જાત ઝોકી દે. વસ્તુ હોત તો દીપિકા લાવી આપેત પણ હવે ઈરફાનને ક્યાં શોધવો. ના કોઈ કોન્ટેક્ટ, ના કોઈ માહિતી કરે તો દીપિકા પણ શું કરે?

નિગાર ચહેરા પર ઉદાસી લઈને બેસી રેહતી. ઈરફાન જાણે નિગારનો શ્વાસ બની ગયો હોય અને એની ગેરહાજરીથી નિગાર રૂંધાતી હોય એવું મહેસુસ થતું હતું. દીપિકા અને નિગાર ઘણાં વર્ષોથી સારા મિત્રો હતાં એટલે એક નાની બહેનની જેમ જ દીપિકા નિગારની કાળજી રાખતી.

દીપિકા પણ નિગારની જેમ મોડલિંગ કરતી. એના પણ ઘણાં કામ પેન્ડિંગ હતા. નિગાર સાથે ૨૪ કલાક સાથે રેહવું એને માટે શક્ય ન હતું. ૨-૩ દિવસ દીપિકાએ નિગાર સાથે આખા આખા દિવસો વિતાવ્યા પણ નિગારના મૂડમાં એના વર્તનમાં કોઈ જ બદલાવ ન દેખાયો.

"નિગાર યાર તું તો પાગલ આશિક જેવી બની ગઈ છો. આટઆટલું કેહવા છતાં તને કઈ જ ફર્ક નથી પડતો. તને મારી પણ ચિંતા નથી કે ના તારા પરિવારની છે. એવું તો તું શું જોઈ ગઈ છે એ છોકરામાં જેને તારી જરાય પરવાહ પણ નથી.."

"દીપિકા તું મારુ ટેન્શન ન લે. પોતાના કામ પર ફોક્સ કર. હું સમય જતાં નોર્મલ થઇ જઈશ અને પ્લીઝ ઈરફાન વિષે કઈ આડુંઅવડું ન બોલ. મને એ સાંભળીને હર્ટ થાય છે.."

"વાહ વાહ.. તારી આ વર્ષો જૂની ફ્રેન્ડ તારા કારણે સુઈ નથી શકતી તને એની પ્રવાહ નથી ને ઓલા બે દિવસમાં જન્મેલા પ્રેમને કઈ કહું તો હર્ટ થાય છે. શું કરું નિગાર તારું મને એ જ સમજાતું નથી.."

"રિલેક્સ રે..! મારી પ્રોબ્લેમ છે. સમય આવતા હું જાતે સોલ્વ કરી લઈશ. હવે તું આજે કામ પર જા. તારા એડના સૂટ પણ પેન્ડિંગ છે અને જો એ ટાઈમ પર પુરા નઈ થાય તો ઇન્ડસ્ટ્રીમાં ઇમેજ ખરાબ થશે.."

"મારુ કામ હું સમય પર કરી લઈશ. પેલા તું ઠીક થા હવે.."

"હા થઇ જઈશ. હવે તું રેડી થા અને કામ પર જા.."

નિગાર સાથે રકઝક કરીને કઈ ફાયદો ન થયો પન અટકેલા કામ પુરા કરવા માટે દીપિકા રેડી થઈને સૂટ પર ગઈ. દીપિકાની એક્ટિંગ પણ સારી હતી એટલે ૩-૪ ટેકમાં તો સીન સૂટ થઇ જતો પણ આજે નિગારની ચિંતામાં ટેક પર ટેક લેવાતા ગયા. ડિરેક્ટર પણ ગુસ્સે થઇ ગયા. માંડમાંડ સૂટ કંપ્લીટ કર્યું.

નિગાર P.G. પર એકલી હતી. ઈરફાનના વિચારો ના એને સુવા દેતા ના એને કઈ ગમતું. કોશિસ કરતી કે દીપિકાને પ્રોબ્લેમ ન થાય એ માટે એ નોર્મલ થાય પણ પોતાનું મન એની વાત સાથે સહમત નહોતું થતું. નિગારને સ્મોક અને ડ્રિન્કની આદત હતી. દીપિકાને પણ એ આદત હતી. કામના ડિપ્રેશનમાં કે ક્યારેક ઓકેઝનલી એ લોકો ડ્રિન્ક કરતા અને દિવસમાં એકાદવાર સ્મોક કરતા. નિગારનું મગજ ચકરાઈ રહ્યું હતું એટલે એને સ્મોક કરવાનું ચાલુ કર્યું. દિવસમાં એક સિગારેટ પિનારી નિગાર એક જ કલાકમાં આખું બોક્સ ખાલી કરી નાખ્યું. રૂમમાં નિગારના ઉચ્છવાસમાં નીકળતા ધુમાડાના ગોટાઓ જ દેખાતા હતા. કઈ પણ ખાદ્યપિધા વગર બસ નિગાર સતત આજ કરી રહી હતી.

દીપિકા સાંજે સૂટ પરથી પાછી ફરી. ઘરમાં પ્રવેશતા જ જોયું તો આખા ઘરમાં સિગારેટની સ્મેલ આવી રહી હતી. બેડરૂમમાં પહોંચીને જોયું તો નિગારએ સિગારેટના ઠૂંઠાંનો ઢગલો કરેલો હતો. દીપિકા આ જોઈ ટેન્શનમાં આવી ગઈ.

"નિગાર આ શું કર્યું તે? આટલી બધી સિગારેટ એક દિવસમાં?"

"દીપિકા એને ભૂલવાની કોશિસ કરું છું. પણ ભૂલી જ નથી શકતી.."

"તો ટી.વી. જોવાય, બીચ સાઈડ વોક પર જવાય, મુંબઈમાં તારા બીજા ફ્રેન્ડ્સને કોલ કરી અહીં મળવા બોલાવી લેવાય અથવા તેમને ત્યાં જઈ અવાય.."

"કઈ જ વાતમાં કે કામમાં મન નથી લાગતું. એવું થાય છે જો ઈરફાન નહીં મળે તો હવે હું નઇ જીવી શકું.."

"એવું ન બોલ..! નિગાર તારામાં ઘણાંનો જીવ છે. હું તને મારી નાની બેન સમજુ છું ને હંમેશા એ જ રીતે તારી સાથે વર્તુ છું. તારા પેરેન્ટ્સને પણ તારી જરૂર છે. એક વ્યક્તિને કારણે પોતાનું જીવન ન બગાળ પ્લીઝ તને રિકવેસ્ટ કરું છું..."

"દીપિકા ઘણી કોશિસ કરી મેં. અમદાવાદમાં પણ હું બીજા છોકરાઓ સાથે ફરવાની કોશિસ કરતી પણ એ મારી આંખો સામેથી જાણે હટતો જ નથી. મારી નસ નસમાં એ વહે છે. જીવનમાં પહેલીવાર કોઈ આટલું ગમ્યું અને હવે એ મારાથી દૂર ભાગે છે. દીપિકા મારામાં શું ખામી છે? તું મને કે?"

"નિગાર તારામાં કોઈ જ ખામી નથી તું જેવી છે એવી જ સારી છે. તારા નસીબમાં હશે તો એ દુનિયામાં ક્યાંય પણ સંતાઈ જાય આખરે તો તને જ મળશે.."

"દીપિકા એને મારી સામે આવવા દે જો, બહુ ગુસ્સો કરીશ. એની સાથે મોટો ઝગડો કરીશ અને પછી એના જ ખભે માથું રાખીને ખુબ રડીશ. એને ખબર નઈ હોય હું કેટલી તડપુ છું એને માટે?"

"ખબર હોત એને તો એ આવું કરેત?"

"હું જાણું છું એને ત્યાં સુધી તો ન જ કરેત. પણ દીપિકા એને ખબર છે હું એને ચાહવા લાગી છું. મારી એક જ ભૂલ થઇ કે મેં એની ટેસ્ટ લીધી. જો અરમાન વાળો ડ્રામા ન કર્યો હોત તો કદાચ એ મારાથી દૂર ન ગયો હોત. મને એવું લાગે છે કે એને એ વાતનું ખોટું લાગ્યું છે ને કાં'તો એ મારી પર વિશ્વાસ મૂકી શક્યો નથી. પણ જો એ એકવાર મારી સામે આવશે તો હું એને બધું જ કહીશ. હવે તો તું પણ એ વાતની સાક્ષી છે કે હું એના માટે કેટલી તડપુ છું.."

"હા નિગાર, હું પણ એને ઘણું સંભળાવીશ. એની હિંમત નઈ થાય તને બીજીવાર આ રીતે હર્ટ કરવાની.."

"ના તું એને કઈ નહીં કહે. તને મારા સમ.."

"તું આટલું એને પ્રોટેક્ટ કેમ કરે છે. એકવાર તો એને એની ભૂલ તો એહસાસ કરાવો જરૂરી છે.."

"દીપિકા હું એને બધું જ સમજાવી દઈશ. બસ એ હવે એકવાર મારી સામે આવે..

નિગાર અને દીપિકા વાતો કરતા હતા ત્યાં ડોરબેલ વાગી. દીપિકાએ દરવાજો ખોલ્યો. સામે દર્શન ઉભો હતો. દર્શનને જોઈ દીપિકા ખુશ થઇ ગઈ અને અંદર આવવાનો ઇસરો કર્યો. દર્શન ઘરમાં પ્રવેશ્યો. નિગાર એ દર્શનને જોઈને સ્માઈલ આપી.

"ઓહ નિગાર તું અહીં ઘણા ટાઈમ પછી?"

"હા દર્શન , હું તો અમદાવાદ જ રહેવાની હતી. મારુ ત્યાં થોડું સૂટનું કામ હતું ગુજરાતી એડ માટે પણ જો એ આ મને અહીં લઇ આવી.."

"દર્શન હું એને અહીં શું કામ લાવી તું જાણે જ છે. આજે તું આવી ગયો છે તો હવે તું આને કંઈક સમજાવ.." દીપિકા બોલી.

"હા નિગાર, દીપિકા સાચું કહે છે. એને મને બધી વાત કરી જયારે તને એ અમદાવાદથી લઈને આવી ત્યારે. મુંબઇમાં તારા માટે લાઈન લાગે એવી છે ને તું છે કે એ અમદાવાદના છોકરામાં પડી છે.."

"દર્શન એવું નથી. પ્રેમ પરાણે ન થાય. હું રિવરફ્રન્ટ પ્રેમ ગોતવા નહોતી ગઈ. એ સામે ચાલીને મારી પાસે વાત કરવા આવ્યો હતો અને પછી જે નજદીકી વધી એમાં ખુદાની મરજી હશે."

"ઓકે નિગાર, તો દીપિકા કહેતી હતી કે એ સોફ્ટવેર લાઈનમાં છે.."

"હા સોફ્ટવેર લાઈનમાં છે. xyz કંપનીમાં કામ કરે છે.."

"ઓહ તો તો હું એ વ્યક્તિને એકવાર મળ્યો છું. મારે પોઇન્ટ ઓફ સેલનો એકે સોફ્ટવેર એ વ્યક્તિએ જ બનાવ્યો હતો. મારા ફોનમાં અમારા બંનેનો એક ફોટો છે હું તને બતાવું.."

દર્શનએ નિગારને પોતાના ફોનમાં ઈરફાન અને એનો ફોટો બતાવ્યો. નિગાર જોઈને ખુશ થઇ. નિગારને લાગ્યું કે હવે દર્શન દ્વારા કોઈને કોઈ લિંક તો જરૂર મળશે.

"વાહ દર્શન, તો હવે તું મને પણ એને શોધવામાં મદદ કરજે.."

"હા સ્યોર. હું એની કંપનીમાં કોન્ટેક્ટ કરીને પૂછી જોઉ છું જો કોઈ માહિતી મળી શકે એમ હોય તો.."

"હા દર્શન, બને એટલું જલ્દી કરજે. હવે મારાથી દિવસો નથી કપાતા.."

"બસ રિલેક્સ રે! હું કંઈક કરું છું."

દર્શન અને નિગાર વાતો કરી રહ્યા હતા. દીપિકા એટલીવારમાં તૈયાર થઈને આવી. દર્શન દીપિકાનો બોયફ્રેડ હતો. આજે બન્નેએ બહાર સાથે ડિનર પર જવાનો પ્લાન કર્યો હતો. દીપિકાનું જવાનું મન નહોતું પણ નિગારએ એને ફોર્સ કર્યો કે એને કારણે એ પોતાની પર્સનલ લાઈફ ન બગાડે. દીપિકા અને દર્શન નિગારને બાય કહીને ડિનર માટે ગયા. નિગાર ફરીથી P. G. પર એકલી પડી. દર્શનની સાથે વાતોથી એ થોડી રિલેક્સ થઇ પણ મન તો એ ઉપાધિ લઈને જ બેઠું હતું.

[ક્રમશ:]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED