પ્યાર તો હોના હી થા..! - ૧ Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા..! - ૧

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૧

❤ જબ મિલે હમ દોનો ❤

--------------------------

શિયાળાની ઠંડીમાં પવનના સુસવાટા વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઈરફાન અને આદિત્ય સાયક્લિંગ કરી રહ્યા હતા. આદિત્ય અને ઈરફાન આવી ઠંડીમાં પોતાને ફિટ રાખવા માટે દર રવિવારે સવારે ૬:૦૦ થી ૯:૦૦ આજ રીતે સાયક્લિંગ કરતા અને શરીરમાં સ્ફૂર્તિનું સર્જન કરતા. એન.આઈ.ડી. થી લઈને સાબરમતી રેલ્વેસ્ટેશન સુધી આ પ્રવુતિ ચાલતી અને પછી ત્યાંથી પાછા ફરી એન.આઈ.ડી સુધી રિવરફ્રન્ટ પર સાયકલો દોડતી. રવિવાર હોવાથી ત્યાં ભીડ જામતી. દરેક ઉંમરના વ્યક્તિઓ ત્યાં જોવા મળતા. કોલેજીયન, હાઉસવાઈફ, વર્કિંગ વુમન, દાદા-દાદી, કપલ, નાના બાળકો, ઈરફાન અને આદિત્ય જેવા બેચલર પણ ત્યાં જોવા મળતા. સાયક્લિંગ સાથે સુંદરતા નિહારવાનો મોકો આ બંને ક્યારેય છોડતા નહિ.

બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે એની આંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ એને આ વાતની કોઈ પરવાહ ન હતી. એના આ લુકને લઈને આવું જાણે એની સાથે રોજ બનતું હોય અને એને ઇગ્નોર કરવાની આદત પડી ગઈ હોય એવું લાગતું હતું.

ઈરફાન અને આદિત્ય થોડા દૂર ગયા. બંનેએ એકબીજા સામે જોયું અને હસવા લાગ્યા.

"આદિ શું ગર્લ હતી યાર.."

"હા ભાઈ.. મારી તો આંખો નહોતી હટતી.."

"હા મારી પણ, આટલા સમયથી આપણે અહીં આવીએ છીએ પણ મેં આવી ગર્લ પહેલીવાર જોઈ.. આવી તો મારી કોલેજમાં પણ નહોતી.."

"હા ઇર્ફી.. વાત તો તારી સાચી. મેં પણ હજી નથી જોઈ. પણ ભાઈ આ બહુ હાઈ ક્લાસ ગર્લ લાગે. આપણો મેડ નઈ પડે.."

"આદિ જો.. જે વસ્તુ સરળતાથી મળી જાય એમાં મજા ન આવે. અને જે અશક્ય લાગે એને મેળવો તો કંઇક અલગ જ જોશ આવે.."

"ભાઈ ખોટા સપના ના જો. અમુક વસ્તુ મ્યુઝિયમના શો પીસ જેવી હોય. ખાલી ટિકિટ લઈને જોવા જ જવાય.."

"ના આદિ તું ગમે તે કે.. આપણે તો ચાન્સ લેવો છે.."

"ભાઈ જો એક-બે ઊંધા હાથની નાખશે તો દોડતાય નહીં આવડે સમજી જા હજી કહું છું.."

"ના આદિ, હિંમતે મર્દા તો મદદ એ ખુદા.. ચાલ વાળ સાયકલ પાછી.."

"ના ભાઈ રેવા દે.. નશો ઉતરી જશે સાંજ સુધી એનો.."

"ના આદિ આજે તો ડેર કરવી જ છે.."

"ઓકે ઇર્ફી ચાલો ત્યારે..."

ઈરફાન અને આદિત્ય આગળથી સાયકલ પાછીવાળી ઇન્કમટેક્સ તરફ આવ્યા. એ છોકરી ત્યાં જ બેઠી હતી. આદિત્ય અને ઈરફાનની સાયકલ નજીક આવતા ધીમી પડી. છોકરી બહુ સ્માર્ટ હતી. એ બંનેને આવતા જોયા. પણ કઈ રીએક્ટ જ નહોતી કરતી. ઈરફાન અને આદિત્ય એ સાયકલ એની પાસે આવીને ઉભી રાખી.

"એક્સકયુઝ મી.." ઈરફાન બોલ્યો.

છોકરી એ માથું ઊંચું કરી ઈરફાન સામે જોયું. એની આંખો ઈરફાનની આંખો સાથે મડી. જાણે એને કઈ સાંભળ્યું મ હોય એ રીતે કાનમાંથી હેન્ડસફ્રી કાઢતા બોલી.

"તમે અહીં કેમ ઉભા છો? કઈ કામ છે?"

"હા , કેટલા વાગ્યા એ પૂછવું તું.. "

"કેમ તમારી પાસે ફોન નથી?"

"છે પણ ઉપર ગાડીમાં પડ્યો છે.."

"તો તમને હું જ મડી? અહીં બીજા કેટલા લોકો છે?"

"પણ તમે કહી દેશો તો શું વાંધો છે?"

"હેલ્લો મિસ્ટર.. હું જાણું છું સમય એક બહાનું છે.. તમે અહીંથી ગયા ત્યારે પણ મને ચેકઆઉટ મારતા મારતા ગયા ને આવ્યા ત્યારે પણ એ જ કરતા હતા.."

"ઓહ.. તો તમે નોટિસ કર્યું એમને?"

"છોકરીઓ સ્માર્ટ જ હોય. એ ક્યાંય પણ બેસે એને કોણ કોણ જોઈ રહ્યું છે એ ખબર જ હોય.."

"ઓહ.. તો હવે તમે જાણી જ ગયા છો તો થોડું વધુ જાણીએ?"

"મતલબ શું છે તમારો?"

"તમારી ખૂબસૂરતી જોઈને બે ઘડી જોવાની ઈચ્છા થઇ ગઈ.. તો હવે તમારા વિષે જાણવાની ઉત્સુક્તા જાગી છે.."

"જુવો મિસ્ટર ફ્લર્ટ બંધ કરો અને સાયકલ ચલાવો.."

"ફ્લર્ટ તો ક્યાં સ્ટાર્ટ પણ કર્યું છે.. જબરજસ્તી નથી પણ તમે પહેલી નજરમાં ગમી જાઓ એવા છો.."

"બસ હવે ચણાના ઝાડપર ન ચડાવો.. તમારું નામ શું છે?"

"ઈરફાન..."

"ઓહ.. તો બોલો શું જાણવું છે મારા વિષે?"

"સૌથી પહેલા તો આ ખૂબસૂરતીનું નામ જાણવું છે.."

"ઓહ.. પણ નામ જાણીને શું કરશો?"

"જે પણ થશે એ સારું થશે.. તમે નામ તો કહો.."

"નિગાર ખાન.. યુ કેન કોલ મી નિગાર..."

"ઓહ.. તો આપ પણ મુસ્લિમ છો? વાહ.. અસ્સલામું અલયકુમ.."

"વલયકુમ સલામ.. હા છું હું મુસ્લિમ.. કેમ લગતી નથી?"

"ના યાર.. જોતા તો ના જ લાગે.."

"હમ્મ, ગુજરાતમાં ઘણા સમય બાદ આવી. ગુજરાતી સારું ફાવે છે પણ છેલ્લા આઠ વર્ષ મુંબઇ હતી એટલે. કદાચ લુક અલગ લાગે.."

"ઓહ.. ત્યાં શું કરતા હતા તમે?"

"તમે નઈ તું.. હું સિનિયર સિટીઝન લાગુ?"

"ઓહ સોરી નિગાર.. તું ત્યાં શું કરતી હતી?"

"મોડેલિંગ નો શોખ હતો , એટલે એ જ કર્યું... ફેશન ડિઝાઇન પણ કરું છું.."

"વાહ ગ્રેટ.."

આદિત્ય બંનેને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. નિગાર અને ઈરફાન એકબીજા સાથે વાતોમાં ખોવાયેલા હતા. નિગાર એ થોડીવાર પછી આદિત્ય સામે જોયુ.

"આ કોણ છે ઈરફાન?"

"આ મારો ફ્રેન્ડ છે. આદિત્ય.. આઠ એક વર્ષથી અમે સાથે જ છીયે.."

"ઓહ.. નાઇસ.. હાય આદિત્ય..."

"હેલ્લો નિગાર.. યુ આર સો બ્યુટીફૂલ.."

"યસ.. આઈ એમ.. કોઈ શક?"

"નો શક.." આદિત્ય આટલું બોલતા જ ત્રણે હસવા લાગ્યા.

ઈરફાનના ફોનમાં એક રીંગ વાગી. ઈરફાન એ ફોન રિસીવ કર્યો એને એક અચાનક કામથી ઘરે જવું પડશે એવું ફોન પરથી લાગ્યું. વાત પુરી કરી ઈરફાન એ ફોન મુક્યો.

"હે ઈરફાન.. લાયર.. ફોન તો તારી પાસે જ હતો.."

"સોરી નિગાર , પણ વાત કરવાનો બીજો કોઈ રસ્તો ન મળ્યો એટલે.."

"અરે ઇટ્સ ઓકે.. ચિલ માર.. હું તો બસ એમ જ મસ્તી કરું યાર.. નાઇસ ટુ મીટ યુ ગાયઝ.."

"સેમ હિઅર.. " આદિત્ય અને ઈરફાન સાથે બોલ્યા.

"નિગાર.. મારે જવું પડશે એક કામ છે સો.. તો પછી ક્યારેક જરૂર મળીશું.. ચાલ નંબર આપ.."

"નંબર આપું? પણ કેમ?"

"યાર.. હવે મળ્યા છીયે તો ફ્રેન્ડ્સ તો બનીશું ને.."

"ઓહ.. ઓકે લખ.. ૯૮......."

"ઓકે થેન્ક્સ નિગાર હું ફ્રી થઈને કોલ કરીશ.."

"હા ઓકે.. નો પ્રોબ્લેમ ઈરફાન.. "

"ઓકે ચાલો બાય.. ટેક્કેર.."

"બાય ગાયઝ ટેક્કેર.. અલ્લાહ હાફિઝ.."

"અલ્લાહ હાફિઝ.."

ઈરફાન અને આદિત્ય ત્યાંથી નીકળી સાયકલ લઈને એન.આઈ.ડી. પહોંચ્યા. સાયકલ જમા કરાવી અને પેમેન્ટ કરીને ઘરે રવાના થયા.

【ક્રમશ:】