Pyar to hona hi tha - 8 books and stories free download online pdf in Gujarati

પ્યાર તો હોના હી થા..! - ૮

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૮

❤ પ્રેમની નાજુક સ્થિતિ ❤
?????????

ઈરફાન એક ક્લાયન્ટ સાથે મીટીંગમાં હતો, અચાનક એનો ફોન રણક્યો. ઈરફાનની નજર પડી. આદિત્યનો કોલ આવી રહ્યો હતો. ક્લાયન્ટ સામે હોવાથી એને એ ઇગ્નોર કર્યો. પણ મનમાં હલચલ ચાલુ રહી. એ બેચેની એના ચહેરા પર દેખાતી હતી. પોતાને સ્વસ્થ કરવા પાણીનો એક ગ્લાસ ગટકાવી ગયો. હવે મન મીટીંગમાં નઈ, આદિત્યના કોલમાં પરોવાઈ ગયું હતું. જેટલું બને એટલું ઝડપથી ઈરફાને મીટીંગ પતાવાની કોશિસ કરી.

"હેલો આદિ.."

ઈરફાને મીટીંગ પછી તરત જ આદિત્યને કોલ કર્યો.

"હાય ઇર્ફી.." આદિત્યના અવાજમાં થોડી હતાશા અનુભવાઈ.

"શું થયું? તારો કોલ આવેલો? નિગારના કોઈ ન્યુઝ?" ઈરફાન ઝડપભેર સવાલો પૂછવા લાગ્યો.

"હા, ભાઈ નિગારના સમાચાર તો છે. પણ સારા નથી.." આદિ ધીમા અને ઉદાસીથી ભરેલા અવાજે બોલ્યો.

"કેમ શું થયું? જલ્દી કે.. મારી હાર્ટબીટ વધે છે."

"વાત એમ છે ભાઈ, કે નિગાર હવે અમદાવાદમાં નથી. મેં બહુ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તે મુંબઇ શિફ્ટ થઇ છે. મારા એક ફ્રેન્ડનો ફ્રેન્ડ દર્શન છે એના દ્વારા એ મુંબઇ ક્યાં રહે છે એ તપાસ કરી. બહુ મુશ્કેલીથી એની ભાળ મળી.."

"હા, પણ એમાં ખરાબ સમાચાર શું છે?"

"તું સાંભળી નઈ શકે ઇર્ફી રહેવા દે.."

"ના, તું મને ઝડપથી કે.."

"એ તારા વિરહમાં ખુબ જ તડપી છે. હું હજી સુધી એને મળ્યો નથી પણ જ્યાંથી ઇન્કવાયરી કરાવી હતી ત્યાંથી આવા સમાચાર છે. એને સ્મોક, ડ્રીંક, ડ્રગ્સ બધું જ શરૂ કરી દીધું છે. એની ફ્રેન્ડ દીપિકા છે જે દર્શનની ગર્લફ્રેન્ડ છે હાલ એની સાથે એના P. G. માં રહે છે. પણ હવે એની આ બેડ હેબિટથી એ બંને પણ કંટાળ્યા છે અને નિગારને પોતાની સાથે નહીં રાખે એવો વિચાર કરી રહ્યા છે. એમના લાખ સમજાવવા પછી પણ એ કન્ટ્રોલ નથી થતી. ડ્રિંક કરીને પણ તારું જ નામ જપે છે અને ડ્રગ્સ પછી તો એ આત્મહત્યા કરવાની કોશિસ કરે છે."

ઈરફાન આદિત્યની વાત સાંભળી રહ્યો હતો. એને સમજાતું ન હતું કે શું કરવું. આદિત્ય નિગારની જે રીતે પરિસ્થિતિ વર્ણવી રહ્યો હતો એ પરથી એને પોતાના પર ગુસ્સો આવતો હતો. એક છોકરીને આ રસ્તે દોરવામાં એનો હાથ છે એવો એને એહસાસ થતો હતો. ઈરફાન જે રીતે કહ્યા વગર ફેમેલી સાથે સિંગાપુર શિફ્ટ થયો એ એની ભૂલ હતી એવું એને હવે લાગી રહ્યું હતું.

"બીજી કોઈ માહિતી મળી?"

"ના ઇર્ફી બસ આટલું જ ખબર છે. પણ લાગે છે કેસ બહુ સિરિયસ છે. આગળ જતાં તને પ્રોબ્લેમ થશે. નિગારના ફેમેલીમાં પણ સટ્રોન્ગ લોકો છે. જે તારી પર કાયદાકીય પગલાં પણ લઇ શકે છે.."

"આદિ મને એ વાતનો ડર નથી. કાનૂની વસ્તુઓની ચિંતા નથી. મને એ થાય છે કે આ છોકરી મારા કારણે પોતાનો જીવ લેશે તો આખું જીવન હું એ પસ્તાવો કરીને કેમ ગાળીસ.."

"હા, તો હવે શું કરવું છે? જો મારાથી તને લાગે કે કઈ થાય એમ હોય તો હું કરી જોઉં.."

"ના, આદિ હાલ તો કોઈ વિચાર નથી મગજમાં, આ બધું સાંભળીને મગજ એ હેંગ થઇ ગયું છે. હાલ તો તું જેટલી પણ નિગારની માહિતી મળે એટલી એકઠી કરતો રહે. આગળ વિચારીએ કે આ પરિસ્થિતિનું કઈ રીતે નિવારણ લાવવું.."

"હા, ઇર્ફી અને બહુ ટેન્શન ન લેતો, અમે બધા ફ્રેન્ડ્સ છીએ તારી સાથે.."

"હા, આદિ હું જાણું છું. તમે બધા જ મારી તાકાત છો.."

ઈરફાને આદિત્ય સાથે વાત પતાવીને ફોન રાખ્યો. હાથ પગ કંપી ઉઠ્યા હતા. પોતાની કેબિનમાં 20℃ પર એ.સી. ચાલુ હોવા છતાં ઈરફાન પરસેવે રેબઝેબ થઇ રહ્યો હતો. નિગારની વાતો સાંભળી સામેની દીવાલ પર જાણે કાલ્પનિક છબી ઉભરી રહી હતી. મનમાં જે ડર હતો એ હકીકત બન્યો હતો અને એ વધી રહ્યો હતો. શું કરવું અને શું ન કરવું એનો રસ્તો મળતો ન હતો.

*******

નિગાર રૂમમાં નશાની હાલતમાં પડી હતી. દીપિકા અને દર્શન હોલમાં બેઠા હતા. નિગારની દિવસે દિવસે વધતી જતી આ તકલીફથી બંને તંગ આવી ગયા હતા.

"દર્શન સાચું કહું, જો હું એને અમદાવાદ લેવા જ ન ગઈ હોટ તો સારું હતું.."

"એવું ના બોલ હવે. ફ્રેન્ડ છે આપણી ફરજ છે આવી પરિસ્થિતિમાં એનો સાથ આપવો.."

"પણ એ આપણી ના કોઈ વાત માને છે ના એ હવે મને ગાંઠે છે. શું કરું આ છોકરીનું એ જ નથી સમજાતું. નિગારના પેરેન્ટ્સના ફોન પણ મારે જ હેન્ડલ કરવા પડે છે. સારું થયું એતો કે એના પેરેન્ટ્સ અમદાવાદ પાછા આવીને તરત દુબઇ એમના દીકરા પાસે વેકેશન માણવા ગયા. જો એ નિગારને આ પરિસ્થિતિમાં જોવેત તો એમની હાલત શું થાત ખબર છે?"

"હા, દીપિકા તારી ચિંતા સમજી શકું છું. મેં એક સાઈકેટરીસ્ટ સાથે વાત કરી છે. આપણે એને ત્યાં લઇ જઈશું.."

"પણ એ કોઈનું માને એમ નથી. ક્યારેક તો એમ થાય કે એને બીજે રહેવાનું કઈ દઉં.."

"ના ના એવું ન કર. થોડો સમય કોશિસ કરી જોઈએ પછી વિચારીશું કંઈક.."

"હા, તું કેમ કરીએ પણ જો એ વધુ બગળતી જશે તો મારે તરત નિર્ણય લેવો પડશે.."

"હા, દીપુ તું ટેન્શન ના લે કંઈક કરીએ.."

"અચ્છા તો તું કંઈક કહેવાનો હતો? હું નિગારની વાતમાં એતો ભૂલી જ ગઈ બોલ શું કહેવાનો હતો?"

"વાત નિગાર રિલેટેડ જ છે. મારો ફ્રેન્ડ છે ને અક્રમ? ઓળખે છે તું?"

"પેલો ક્રિકેટર , જે આપણને મરીન ડ્રાઇવ પર મળ્યો હતો?"

"હા, હા બસ એ જ.. છેલ્લા બે દિવસથી મને કંઈક અજીબ લાગ્યું.."

"શું અજીબ? "

"એ મારી પાસે આવ્યો અને સવાલ કરવા લાગ્યો. નિગારની પરિસ્થિતિ વિષે , એ ક્યાં રહે છે વગેરે-વગેરે.."

"વોટ.. તો તે શું કહ્યું?"

"મેં એને કહ્યું કે તું જાણીને શું કરીશ , તો એને કોઈ અટપટા જ જવાબો આપ્યા. પણ ફ્રેન્ડ માનું છું એટલે માહિતી આપી.."

"પણ એને એ સવાલ તો કરાયને કે તારે શું કામ માહિતી જોઈએ છે વગેરે.."

"કર્યા પણ જાણે એને જણાવવાની ઈચ્છા ન હોય એમ જ એ વર્તતો હતો.."

"હમ્મ, તો તને શું લાગે છે?"

"મને એ જ વિચાર આવે છે કે એ અક્રમ ઈરફાન સાથે તો કોન્ટેક્ટમાં નઈ હોય ને?"

"ઓહ.. બની શકે દર્શન, કેમ કે એ વ્યક્તિને નિગાર વિષે જાણીને શું કરવું.."

"એવું પણ બને દીપુ કે એને નિગારમાં રસ હોય?"

"હું નિગારને જાણું છું ત્યાં સુધી આવા લોકોને એ મળે પણ નઈ.."

"પણ એક તરફુ આકર્ષણ હોઈ શકે?"

"હવે એ તો ભગવાન જાણે.. પણ અક્રમને મળવાથી જો આપણી પહેલી ધારણા સાચી પડે તો ઈરફાન સુધી પહોંચી શકાય એમ છે.."

"હા, એ વાત તો ખરી. ચાલ હું કંઈક પ્લાન કરું, અક્રમને જુહુ બીચ પર મળવા બોલાવીએ આ સન્ડે.."

"મારે થોડું વર્ક લોડ છે પણ સાંજે ૪:૦૦ વાગે ફ્રી થઇ જઈશ. તો એને ૬:૦૦ વાગે બોલાવી લે.."

"હા, કોશિસ કરીને જોવું. શું થાય છે.."

"હા, દર્શન .. બસ આ નિગારની સમસ્યાનો નિકાલ આવે તો ગંગા ન્હાયા.."

દર્શન અને દીપિકા નિગારની પરિસ્થિતિના નિવારણ શોધી રહ્યા હતા. જે અક્રમએ નિગારની માહિતી દર્શન પાસેથી મેળવી હતી એની કોઈ કડી ઈરફાને મળતી હોય તો પરિસ્થિતિને જલ્દી બદલી શકાય એમ બંનેને અનુભવાતું હતું. પોતાના વ્યસ્ત જીવનમાંથી એક ફ્રેન્ડ માટે બન્ને અઢળક પ્રયત્નો કરી રહ્યા હતા.

[ક્રમશ:]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED