Paryavaran..ane gandki.... books and stories free download online pdf in Gujarati

પર્યાવરણ અને ગંદકી....

ગંદકી નું બીજું નામ આપણો દેશ છે , ભારત કહો કે ઈડિયા કે હિદુસ્તાન..

દુનિયાના સોથી વધુ ગંદા દેશોની જો કોઈ સ્પર્ધા કરવામાં આવે કે

ગણતરી કરાય તો આપણો

દેશ પહેલા દસ નંબરે જરૂર આવી શકે તેમ છે.

દુ:ખ લાગે ,માનવાનું મન ન થાય છતાં આ કડવી પણ હકીકત છે.

સlરે જહામે અચ્છા હિન્દોસ્તા હમારા નહિ ,

પણ સlરે જહામે ગંદા હિન્દોસ્તા હમારા ......

આ એક ન ગમે તેવી ભયકર વાસ્તવિકતા છે.

કદાચ અlપણે વરસો થી આવા જ હતા અને આજે અનેક પ્રયાસો છતાં

જોઈએ તેવો સુધારો નથી દેખાતો.

બાળકો માટે શાળાઓમાં પર્યાવરણનો વિષય તો આપણે ઠોકી દીધો છે.

પણ હજુ બાળક પણ સજાગ નથી પર્યાવરણ બાબતે કે નથી યુવlન કે નગરજનો. ..

અરે નગરના અધિકારીઓ કે નગરના સતાધીશો પણ ગંદકી કે પર્યાવરણ અને

પ્રદુષણ ના નિકાલનો રસ્તો શોધવાના ફાફા મારે છે.

કરોડો રૂપિયા નો ખર્ચ કર્યા પછી પણ જોઈતું પરિણામ મેળવી શક્યl નથી.

નળ માંથી સીધું પાણી આ દેશમાં આપણે પી શકીએ એ સ્થિતિ નથી.

અવાજનું પ્રદુષણ, ટ્રાફિકની સમસ્યા અને વાયુના પ્રદુષણ થી આપણl શહેરો

દિવસે દિવસે બદતર બની રહ્યા છે.

દિલ્હી જેવા દેશના પાટનગરમાં જ પ્રદુષણ અને ગંદકીની સમસ્યા ભયંકર છે.

તો બીજા શહેરો ની વાતજ ક્યાં કરવી.

અમદાવાદ અને ગુજરાતના શહેરોની દશા પણ કઈ સારી નથી...

અદાલત અને હાઇકોર્ટ ની વારંવારની સૂચનાઓ પછી પણ સ્થિતિ સુધરી શકતી નથી તે આપણી કમનસીબી છે.

વસ્તી વધારો ,ગામડાની વસ્તીનું શહેરો તરફ પ્રયાણ આ બધાએ આપણl

શહેરોની સુરત બદસુરત બનાવી નાખી છે.

નગર આયોજન જેવું કઈજ અlપણે ત્યાં નથી રહ્યું.

ગામડાઓની દશા તો બહુ જ ખરાબ થઇ ગઈ છે.

આપણે આપણl સંસ્કૃતિક વારસા અને પ્રાચીન ઈમારતો બાબતે ગોરવ લઈએ છીએ.

પણ હજુ દેશમાંથી ગંદકીને દુર કરવા ખાસ કઈ કરી શક્યl નથી.

આપણl શાશકો, નેતાઓ અને અધિકારીઓ છાશવારે વિદેશોની સફર કરે છે.

પણ આપણl દેશને વિદેશો જેવો સુંદર કે સ્વચ્છ બનાવી શક્યl નથી તે દુ:ખદ છે.

કચરlના નિકાલ માટે અlપણે ત્યાં કોઈ અદ્યતન વ્યવસ્થા નથી.

સોસયટીઓથી માંડીને પોળો કે મોટા માર્ગો કે કોમર્સીઅલ સેન્ટરો

જ્યાં ત્યાં કચરાના

ઢગલા ઠેર ઠેર વેરવિખેર રીતે પડેલા જોવા મળે છે

એક બીજાના પ્રાંગણમાં કચરો ફેકી દેવાની

લોકોની ટેવમાં કોઈ ફેરબદલ થયો હોય તેમ દેખાતું નથી.

ચોમાસામાં તો રોગચાળો ફેલાય જ છે .પણ વરસના બીજા દહાડા

પણ આ ગંદકી અને પ્રદુષણ આરોગ્યને માટે હાનિકર્તા છે.

લાગે છે કે આપણે આપણી આસપાસ ગંદકી અને પ્રદુષણ

જોવા માટે ટેવાઇ ગયા છીએ.

આપણને જાણે કે સુંદરતા અને સ્વસ્છતા જોવી ગમતી જ નથી.

ગંદકી આપણને જરા પણ ખૂંચતી જ નથી.

રસ્તા પર ગમે ત્યાં કચરો નાખી શકાય, કે પાનની

પીચકારી મારી શકાય.

આ દેશમાં લોકશાહી માં બધું જ ચાલે એમ આપણી પ્રજા સમજી રહી છે.

નદીમાં કચરો નાખી શકાય,સમુદ્ર તટે ગમે તે ફેકી શકાય એમ આપણને લાગે છે.

પર્યાવરણની ચિતા કરવી એ આપણું કામ નથી

આપણને બસ બધી જ છુટ છે ,ગમે તે કરો ,ગમે તેમ રહો.

અlપણી કોઈ ફરજ કે કર્તવ્ય નથી.

માત્ર લોકશાહીના કારણે અધિકારો જ છે .

આપણl શહેરના બાગ બગીચાઓ એમ પણ ઓછા છે ,જે છે ત્યાં સારી સંભાળ કે માવજત નથી હોતી

અને આપણે ગંદકી કરીએ તે અલગ.

.ફૂલ છોડ ઓછા થઇ રહ્યા છે.

ઝાડો કપાય છે અને નવા વવાય પણ છે પણ એમાંથી બહુ ઓછા મોટા થાય છે .

હરિયાળી ઓછી થતી જાય છે.

પર્યાવરણની ચિતા આપણી નથી.

માત્ર આ શહેરજ નહી ગુજરાતના મોટા ભાગના શહેરો અને દેશના મોટા ભાગના શહેરો ની આ દશા છે.

ગંગા નદીના પ્રદુષણ બાબતે કરોડો ખર્ચાયા અને હજુ ખર્ચાશે પણ

ગંગા મેલી જ રહી છે.

આ માટે સર્વોચ્ચ અદાલતમાં કેસો થયા છે અને ચાલે છે.

અદાલતે સરકારની ટીકાઓ પણ કરી અને ટકોરો પણ થઇ.

છતાં હજુ પરિસ્થિતિ માં નોધપાત્ર સુધારો નથી દેખાતો.

અયોધ્યા, અલ્હાબાદ, વારાણસી , જેવા દેશના પવિત્ર સ્થાનોએ તો

ગંદકી દુર થવાનું જાણે કે નામ જ લેતી નથી.

એમ લાગે છે કે દેશ ની જનતા અને સરકારને સ્વચ્છતા કે પર્યાવરણની

ખબર જ ન હોય અને પડી પણ ન હોય .

આપણl દેશ ના અને અlપણl સોના આરોગ્ય માટે પણ અlપણે

પ્રદુષણ અને ગંદકી સામે લડવાની જરૂર છે.

એની ચિંતા કરવાની જરૂર છે.

ખાસ જરૂર તો નાગરિક શિસ્ત અને કાયદાના પાલનની છે.

જેથી પર્યાવરણ અને સ્વચ્છતા જાળવી શકાય.

આ દેશમાં ઘણા શહેરો એવા અવશ્ય છે જ્યાં સુંદરતા અને સ્વછતા જોવા મળશે.

પણ આધુનિકતા અને સાધનોના અભાવે બીજા રાષ્ટ્રોની સરખામણીમાં નબળા પુરવાર થાય તેમ છે.

વિશ્વના અનેક દેશો ખુબ આગળ વધી ગયા છે.

એક વખતના ગંદા રાષ્ટ્રો પણ સુંદર અને આધુનિક બની ગયા છે.

ખાસ કરીને એશિયાના મલેશિયા, થlઈલે ડ,જેવા દેશો સ્વચ્છતા અને સુંદરતા અપનાવી

પર્યાવરણ ની જાળવણી થી અlધુનીક બની ગયl છે

એટલે વિશ્વભરના પ્ર્વાસીઓને આકર્ષી રહ્યા છે.

આપણl કરતા વધુ વસ્તી ધરાવતું ચીન અને એના શહેરો ખુબ ભવ્ય અને સુંદર થયા છે.

પર્યાવરણની ચિંતા અને સ્વસ્છતા ની ચિતા ત્યાં પ્રજા અને સરકાર બને કરે છે ,અને દરકાર પણ એટલીજ કરે છે.

સુંદર અને સ્વચ્છ શહેર અને દેશ જ પ્રવાસીઓને આકર્ષે છે.

ગંદકી અને પ્રદુષણ પ્રવાસન ઉદ્યોગ માટે નેગેટીવ સાબિત થlય છે.

આરોગ્ય માટે તો ઘણા હાનીકારક છે.

માત્ર મોંઘી જાહેરખબરો કરવાથી પર્યાવરણની જાળવણી કે જાગ્રતતા નહી આવે.

કડક શિસ્ત ,કાયદાનું પાલન પણ એટલા જ જરૂરી છે.

સાથે સાથે આધુનિક સાધનો અને ટેકનીક નો ઉપયોગ પણ કરવો જ પડે..

ન્યુયોર્કમાં ગંદકી કરના ર અને જ્યાં ત્યા કચરો ફેકનારા પાસેથી સારી એવી દંડની કમાણી

સ્થાનિક સતાવાળાઓ દર વરસે કરી લે છે

બીજા શહેરો તેમજ દેશોમાં પણ ગંદકી અને જાહેર સ્વચ્છતા તેમજ પર્યાવરણ જાળવણી

માટે કડક કાયદા અને શિસ્ત છે.

તેમજ તેનું પાલન પણ એટલુ જ સખ્ત રીતે કરવામાં આવે છે.

લોકશાહી છે ત્યાં પણ અlવl કડક કાયદા અને તેનું પાલન

સતાધીશો દ્વારા થાય છે.

આપણl ઘણા શહેર માં સ્થાનિક સતાધીશો દ્વારા સફાઈના કામકાજમા તેમજ પર્યાવરણની જાળવણીમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે.

વળી શહેરોનું પોતાનું સોંદર્ય પણ છે.

અને જનતા પણ સાથ આપે છે.ત્યાં પરિસ્થિતિ સારી છે.

વસ્તીની મર્યાદા પણ મહત્વની છે.

ખાસ કરીને દક્ષિણ ભlરતના રાજ્યો માટે એમ કહી શકાય.

જયારે ઉતર ભારતના કે મધ્ય ભારતના ગુજરાત,રાજસ્થાન,બિહાર જેવા રlજ્યોંના શહેરોની વસ્તી પણ વધારે છે.

એટલે ગદકી સહિતના પ્રદુષણ ના પ્રશ્નો ગંભીર છે.

હાલ તો દેશની રાજધાની દીલ્હીજ પ્રદુષણ અને કચરાના નિકાલની ગંદકીની સમસ્યાથી સોથી વધુ ખરાબ સ્થિતિમાં છે.

શહેર ની વસ્તી પણ એક કરોડને પlર પહોચી ગઈ છે .

શહેરની સમસ્યાઓ પારાવાર વધી ગઈ છે.

આપણl ભાગ્યેજ કોઈ શહેર વ્યવસ્થિત આયોજન અને પર્યાવરણની દ્રષ્ટીએ ઉતમ કહી શકાય તેવા છે.

આડેધડ વિકાસ અને બાંધકામો તેમજ ગંદકી અને ટ્રાફિકની સમસ્યા એ શહેરો ની ઓળખ બની ગઈ છે.

બાગ બગીચાઓ અને વૃક્ષોનો છેદ ઉડી ગયો છે.

જે છે તે પણ ખરાબ હાલતમાં અને નવા ઉગાડવામાં આવે છે તો મોટા થતા જ નથી જાળવણીના અભાવે…

શહેરના સોંદર્ય અને પર્યાવરણની કોઈને જાણે કે પડી જ નથી.

કોણ જાણે કેમ આપણl માટે આ મહત્વની બાબત જ નથી.

શોચાલયો જો ઘણા ઘરો કે કાચા ઘરોમાં નથી તો જાહેર સ્થાનોએ પણ નથી.

જે છે તે પણ ખરાબ હાલતમાં હોય છે.

પર્યાવરણ જાળવણી કે ગંદકી પ્રત્યે અlપણે જરાપણ સવેદનશીલ નથી.

ગામડા ની સ્થિતિ તો એથી પણ વિશેષ ભયંકર છે.

પાકા રસ્તl ન મળે કે ન મળે પાકા ઘરો…

બીજી સગવડો નો પણ અભાવ..

અરે શોચાલય જેવી સુવિધાઓ પણ નથી આપણl ગામડાઓમાં કે ઘરોમાં .

પાણી ને વીજળીની સુવિધા પણ ગામડાના ઘરોમાં નથી .આ ગામડા ના મોટાભાગના ઘરોના હાલ છે. .

વિકાસતો ઘણો કર્યો છે પણ આપણl શહેરો અને ગામડાઓ માં આયોજન અને

વ્યવસ્થાના અભાવે લોકોના જાહેર આરોગ્ય ના પ્રશ્નો અવારનવાર ચાલ્યા કરે છે.

ખાસ કરીને રસ્તાઓની અને શહેરોની હાલત ચોમાસામાં તો બહુજ ખરાબ બની જાય છે.

વરસાદ તો આપણી જીવન જરુરિયાત છે એને કેમ ના પlડી શકીએ,એના વગર પણ નજ ચાલે..

શહેરી અને ગ્રામ્ય મેનેજમેન્ટ અને પ્લાનીંગમાં આપણે લગભગ નિષ્ફળ ગયા છીએ.

બીજી તરફ બજેટમાં દર વરસે અબજો રૂપિયા આ બધા પાછળ ખર્ચાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED