Featured Books
શ્રેણી
શેયર કરો

અપહરણ-સબકા કટેગા: વેબસિરીઝ રીવ્યુ - અપહરણ વેબ સિરીઝ-રીવ્યુ

અપહરણ-સબકા કટેગા
વેબ સિરીઝ રીવ્યુ.

    Scared games અને મિર્ઝાપુર જેવી ક્રાઈમ બેઝ વેબસિરિઝ બાદ એકતા કપુરની માલિકીની વેબ ચેનલ ALT બાલાજી પર પણ એજ પ્રકારની એક વેબસિરિઝ વહેલી તકે રજૂ કરવાનું દબાણ હતું.તો અપહરણ-સબકા કટેગા નામની વેબસિરિઝ સાથે ALT બાલાજી પણ મેદાને છે.
પ્રોડક્શન હાઉસ:ALT બાલાજી
Writer:-વરુન બડોલા
ડિરેકટર:-સિદ્ધાર્થ સેન ગુપ્તા
કાસ્ટ:-અરૂનોદય સિંગ,વરુણ બડોલા, નિધિ સિંગ,માહી ગિલ,મોનીકા ચૌધરી

સ્ટોરી:-

   વેબ સિરીઝ નાં પ્રથમ ભાગની શરૂવાત થાય છે લક્ષ્મણ ઝુલા પર ફિલ્મવેલાં ડ્રોન સીન ની સાથે.પ્રથમ સીન ની સાથે એન્ટ્રી થાય છે અરૂનોદય સિંગ ની જે જખ્મી હાલતમાં ત્યાં બેભાન થઈને પડે છે..અને સાથે જ અરૂનોદય સિંગનાં અવાજમાં પોતાની આવી હાલત કેમ થઈ એ વોઈસ ઓવર દ્વારા ફ્લેશ બેકમાં દર્શાવાય છે.

  તો મૂળ પ્લોટ પર સ્ટોરી આવે છે જ્યાં એક મંત્રીનાં છોકરાનું કિડનેપ થાય છે.ઈન્સ્પેકટર રુદ્ર (અરૂનોદય સિંગ) આવાં કિડનેપિંગ ના કેસ સરળતાથી ઉકેલી શકવામાં પાવરધો હોય છે..આ કેસ પણ એ જાત બળે ઉકેલી શકવાની કગાર પર હોય છે ત્યાં એક ભૂલથી મંત્રીનાં છોકરાંને ગોળી વાગી જાય છે.રુદ્ર ને આ સાથે જ પાંચ વર્ષની જેલ થઈ જાય છે.
સારી વર્તણૂકનાં લીધે રુદ્ર ત્રણ વર્ષની સજા ભોગવી જેલમાંથી મુક્ત થઈ જાય છે..રુદ્ર ઘરે આવે છે ત્યારે રુદ્રને ખબર પડે છે કે એની પત્ની રંજના (નિધિ સિંહ,જે આ પહેલાં પરમીનેન્ટ રૂમમેટ નામની વેબ સિરિઝમાં પણ પોતાની અદાકારીથી પ્રસંશા મેળવી ચુકી છે.) નું અફેયર એનાં બોસ જોડે છે.

   રુદ્ર નોકરી માટે બહુ પ્રયાસ કરે છે છતાં એની નોકરી મળતી નથી..એવામાં એનો ભેટો થાય છે મધુ ત્યાગી (માહી ગિલ) જોડે..જે એને પોતાની દીકરી અનુશા (મોનીકા ચૌધરી) નું કિડનેપ કરવાની ઓફર આપે છે.રુદ્ર શરુવાતમાં તો આ ઓફર નો અસ્વીકાર કરે છે પણ જ્યારે એ પોતાની પત્નીને એનાં બોસ સાથે રંગરેલીયા મનાવતાં પકડી લે છે ત્યારે એ અનુશાનું કિડનેપ કરવા તૈયાર થઈ જાય છે.એ માટે ની રકમ પણ રુદ્ર હવે બમણી કરી દે છે.
ગોવિંદ ત્યાગી (સંજય બત્રા) પોતાની દીકરીની સુરક્ષા માટે ચાર બોડીગાર્ડ હંમેશા એની જોડે જ રાખે છે.આ બોડીગાર્ડ જે એજન્સી નાં હોય છે એનો હેડ હોય છે લક્ષ્મણ સક્સેના (વરુન બડોલા).અનુશા પોતાની મરજીથી કિડનેપ થવાં તૈયાર હોય છે એટલે રુદ્ર ગમે તે કરીને અનુશા એની મિત્રનાં મેરેજમાં ગઈ હોય છે ત્યાંથી એનું કિડનેપ કરી લે છે.

  ત્યારબાદ રુદ્ર ફિરૌતી ની રકમ માટે ગોવિંદ ત્યાગીને કોલ કરે છે..બસ પછી એક ટર્ન અને ટ્વીસ્ટ ની રોલર કોસ્ટર રાઈડ શરૂ થઈ જાય છે.જેમાં રુદ્ર વધુ ને વધુ ફસાતો જાય છે.આખરે શું થાય છે અને રુદ્ર દ્વારા કરવામાં આવેલું આ કિડનેપિંગ સફળ થાય છે કે નહીં એ જોવાં માટે આ રોમાંચ થી ભરપૂર વેબસિરિઝ જોવી જ રહી.

એક્ટિંગ:-
અરૂનોદય સિંહ માટે આ વેબસિરિઝ એક જીવાદોરી સમાન હતી..એનું કામ ખરેખર સરસ છે.અરૂનોદય ની હાઈટ બોડી એનાં રોલ પર જામે છે.રુદ્રની પત્નીના રોલમાં નિધિ સિંહ સૌનાં દિલ જીતી લેશે.ગોવિંદ ત્યાગી બનતાં સંજય બત્રા નું કામ પણ ઠીકઠાક છે.

  વરુન બડોલા નું કામ સારું છે. માહી ગિલ એક મહેમાન કલાકાર જેટલાં રોલમાં સારું કામ કરી ગઈ છે.સૌથી સારું કામ આ વેબસિરિઝ માં કોઈનું હોય તો એ છે અનુશા ત્યાગી બનતી મોનીકા ચૌધરી.એક ડરેલી ડરેલી રહેતી છોકરીનાં રોલમાં મોનીકા up to માર્ક લાગે છે.

  આ સિવાય અનુશાનાં ચાર બોડીગાર્ડ અને રુદ્રનાં સાથી કોન્સ્ટેબલો ની એક્ટિંગ પણ દિલ જીતી લે એવી છે.

   ડાયલોગ:-

  ગાળો ભરેલાં ડાયલોગ અને અમુક પંચલાઈન સાથે ડાયલોગ સારાં લખાયાં છે.ઘણી જગ્યાએ હસવા મજબુર થઈ જવાય એ રીતે ડાયલોગ યોગ્ય જગ્યાએ લખાયેલાં છે.

વેબસિરિઝ ની માવજત:-
કુલ 12 ભાગની આ વેબસિરિઝ નાં દરેક ભાગ 20-25 મિનિટનાં છે એટલે કુલ મળીને વેબસિરિઝ કોઈ મુવી જેટલી જ લાંબી છે.વળી આ વેબસિરિઝ માં એક જ સિઝન છે એટલે નવી સિઝનની રાહ જોવામાંથી દર્શકોને રાહત મળે.મિર્ઝાપુર અને scared games ની જેમ આ વેબસિરિઝ માં પણ ગાળીઓની ભરમાર છે છતાં ઠીક છે હવે ઓડિયન્સ ને ગમે છે તો એટલું તો ચાલે.

  સેક્સ સીન અન્ય વેબસિરિઝ થી ઓછાં છે એટલે આ વેબસિરિઝ ઈરીટેટ નથી કરતી..પ્રથમ ચાર ભાગ પછી આ વેબસિરિઝ નો દરેક ભાગ તમારી ઉત્સુકતા વધારી મુકશે.આખી સિરીઝ સ્ટોરી પર ફોકસ રાખીને બનાવાઈ છે.
વેબસિરિઝ નાં દરેક ભાગને બૉલીવુડ મુવીનાં સોંગના નામ અપાયાં છે.સ્ટોરી ની સાથે-સાથે વાગતાં જુનાં ફિલ્મી ગીતો એ સમયનાં સીન ને વધુ સારો દર્શાવે છે.ઋષિકેશ ની સુંદરતા પણ આંખે ઉડીને વળગે એવી છે.

  તો દોસ્તો ઓવરઓલ આ વેબસિરિઝ એકદમ પરફેક્ટ છે આજની યુવા ઓડિયન્સ માટે જેમને આવું કંઈક નવું જોવાની ઈચ્છા થતી હોય છે.આ વેબસિરિઝ ને તમે ALT બાલાજી પર જોવાં ઇચ્છતાં હોવ તો એ માટે એ વેબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવી પડશે.તો એનાં કરતાં તમે જીઓ સિનેમા કે MX પ્લેયર ઓનલાઈન પર આ વેબસિરિઝ મફતમાં માણી શકો છો.

  હું આ વેબસિરિઝ તમે બધાં જોવો એવું તમને recommend કરીશ..મને આ વેબસિરિઝ પર્સનલી પસંદ આવી છે.બૉલીવુડ ની મુવી જોવાં કરતાં આ વેબસિરિઝ જોવો.