ટ્વીસ્ટેડ લવ ( PART 6) Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવ ( PART 6)









( પાછલા પાર્ટ માં જોયું કે કાર્તિક એ વૈદેહી ને અર્પિત ના videos મોકલ્યાં whatsapp માં as a unknown person. અને વૈદેહી એ તેને રૂબરૂ મળવા માટે કીધું.)

હું વૈદેહી જોડે Whatsapp માં વાત કરીને offline થઈ ગયો હતો but મને લાગ્યું કે મારે આ વાત મારા મિત્રો ને પણ કરવી જોઈએ અને મેં Jaani અને Harsh ને conference call કર્યો અને આખી વાત કીધી.

Jaani : kartik તો તું કાલે વૈદેહી ને મળવા જવાનો છો??

me : જવું જ પડશે.. મેં એને promise કર્યું છે..

Harsh : ના તું આમ direct મળવા ના જતો.. આ બહુ risky છે યાર..

Jaani : હા, kartik આમ direct ના જવાય. તુ એને મળવાનો છો ક્યાં??

me : એને મને કેન્ટિન માં બોલાયો છે.

Harsh : હા તો પેલે અમે લોકો ચેક કરવા જશું કે ત્યાં કોણ કોણ બેઠું છે... પછી જો અમને લાગશે કે safe છે તો તને મોકલીશું.

me : અરે યાર મને વૈદેહી એ કીધું છે કે મને કોઈ કઈ નહીં કરે જો અર્પિત વિશે આ બધું સાચું હસે ને તો અને હું ત્યારે જ વૈદેહી ને propose કરી દઈશ.

Jaani : હજુ તને ખબર નહી વૈદેહી અર્પિત ને તો ના જ મૂકે.. તે તને કાલે બધાં જોડે માર ખવડાવી ને જ જપ કરશે.

Harsh : સાચી વાત jaani.

me : કાલ તો થવા દો પેલે તમે બધા. કાલે જોવાઈ જશે જે હશે તે.

કહી મેં ફોન મૂકી દીધો અને સૂઈ ગયો.

વહેલી સવારે ઊઠી ગયો અને jogging પર ગયો ઘરે આવીને fresh થઇને college તરફ નિકળ્યો.

હું અને jaani પેલે જ કેન્ટિન વાળા રસ્તા પર બેસી ગયા.
અને કોલેજ બસ આવી અને તેમાંથી Harsh પણ અમારી જોડે કેન્ટિન ના રસ્તા પર આવીને બેઠો.
વૈદેહી કોલેજ ની બીજી બસ માં આવતી એટલે અમારા પાસે time નહોતો કારણ કે બીજી બસ પણ આવતી જ હશે એટલે અમે રાહ જોતા હતાં. ત્યારે હું, jaani, harsh, jaani નો friend, અને kaushal બધાં ભેગાં બેઠાં હતાં. અને થોડીક વાર માં જ બીજી બસ આવી ગઈ અને વૈદેહી અને એની બે ત્રણ friend કેન્ટિન વાળા રસ્તા પર આવી રહી હતી અને મારું તો દિલ જોર થી ધબકવા  લાગ્યું અને કેન્ટિન ની બાજુમાં અમે બેઠા હતા એટલે અમને બધાને જોતી જોતી તે અંદર ગઈ.

હવે મારો વારો હતો અંદર જઈને વૈદેહી ને આપેલું promise પૂરું કરવાનો. હું જેવો ઊભો થયો મને બધાં એ પકડી લીધો અને કીધું કે શાંતિ રાખ પેલે ચેક કરવા દે.

પછી Jaani ભાગીને કેન્ટિન માં ગયો અને ચા નો ઓર્ડર આપ્યો. વૈદેહી અને એની friends બધી ત્યાં જ ઊભી હતી અને ત્યાં તેનો bf પણ કેન્ટિન માં આયો એના બીજા friends પણ કેન્ટિન માં આયા. jaani બધું જોતો હતો ચા પીતા પીતા.

arpit : ક્યા ગયો પેલો છોકરો વૈદેહી?? બોલાય એને આજે તો મારવો જ છે. મારા videos બનાવે છે ??

vaidehi : તને અહીંયા કોને બોલાયો મારે વાત નહી કરવી તારા જોડે તું જા અહીંયા થી.

arpit : મને neha એ બધું કીધું તારું.. તું unknown boys ને reply જ કેમ કરશ.

vaidehi : તું જા અત્યારે મારે વાત કરવાની છે કોક જોડે.

arpit : ohh તો હવે તને એનામાં રસ છે. વાહ વાહ ??????

arpit ત્યાંથી  ચાલ્યો ગયો અને પેલા છોકરા ને ગોતવા નું કીધું. જ્યારે Jaani એ Harsh ને કીધું કે kartik ને કેન્ટિન બાજુ ના આવા દેતો.
હું તો છતાં કેન્ટિન બાજુ જવા લાગ્યો અને ભાગ્યો અને જેવો કેન્ટિન ના પગથિયા પર પહોંચ્યો મને પાછળ થી kaushal, Harsh, jaani નો friend બધાં પકડી ને બહાર ખેંચી ગયાં. ત્યારે મારું મગજ ગરમ થઈ ગયું અને મેં બધાને ધક્કો માર્યો અને કીધું હવે કોઈ રોકતા નહીં નહીંતર મજા નહીં આવે.

ત્યાં જ Harsh બોલ્યો, "તને વૈદેહી ના સમ છે જો તું એને true love કરતો હોય ને તો તું અત્યારે વૈદેહી ને નહીં મળે પછી choice is yours."

અને હું ત્યાં થી ગુસ્સે થઈને ક્લાસરૂમ માં ચાલ્યો ગયો. અને વૈદેહી કેન્ટિન માં મારી રાહ જોતી રહી.

હું જેમતેમ કરીને લેક્ચર પતાવી ઘરે ગયો અને સાંજે પેલા unknown નંબર વાળું Whatsapp ખોલ્યું તો વૈદેહી નો msg હતો.

[whatsapp chat]

vaidehi : તું આજે કેન્ટિન મા કેમ નહોતો આયો તને ખબર છે મેં તારો કેટલો wait કર્યો છે.

me : મારે તો આવું હતું પણ મારા group વાળા મને પકડી રાખ્યો હતો i'm reallly very very sorry plzz ??????

vaidehi :  it's okey, તારું વળી કયું group છે?? તે તારું નામ નહીં કીધું મને કમ સે કમ તારી branch name તો બોલ..

me : તું શું કરીશ જાણીને.

vaidehi : plzzzz

me : તું kartik ને ઓળખે છે??

vaidehi : કયો kartik?? i don't know.

(ત્યારે મને ખાતરી થઈ ગઈ કે સાધના એ મને ખોટું કીધું કે તેને વૈદેહી ને મારા માટે friendship નું પૂછ્યું હતું)

me : હું તેના group માંથી જ છું. Computer branch માંથી.

vaidehi : મારે તને મળવું છે યાર plzz માની જા... મને પણ ખબર પડે કે એવું બધું કોણ છે જે મારા માટે આટલી બધી મુશ્કેલી સહન કરીને મને સાચું દેખાડવા માંગે છે..

me : તો તે અર્પિત જોડે breakup કરી લીધું???

vaidehi : yepp. આવાં boys જોડે relation ship હોય જ નહીં જે મારા family વિશે આવું બોલે છે..

me : good. કોઈ હેરાન કરે તો મને કહી દેજે.

vaidehi : મને એક વાત સમજ નહીં આવતી તું મારાં માટે આટલું બધું કેમ કરી રહ્યો છે.

me : ?? may be તારું નામ જોરદાર છે એટલે..

vaidehi : ??? plzz રેવા દે. ના કેવું હોય તો ના પાડી દે. ખોટું ના બોલ મારી જોડે.

me : એમાં ખોટું શું છે?? તારું નામ પરફેક્ટ છે તારા પર. મને તો બહુ જ ગમે છે તું

vaidehi : what???

me : એટલે કે તારું નામ મને બહુ જ ગમે છે..

vaidehi : તું કોઈ દિવસ મને નહીં બોલે ને જે મારે સંભાળવું છે ..

me : મારું નામ તને અત્યારે ના જ કહી શકાય એટલે sorry

vaidehi : જવા દે તને નહી સમજાય રાત ના 12 વાગ્યા છે અને કાલે clg છે જા સુઈ જા gn

me : gn

હું તો પછી સૂઈ ગયો.

અને સવારે clg એ અંદર તરફ જતો હતો ત્યારે મેં વૈદેહી ને જોઈ ગાર્ડન માં રડી રહી હતી. તે એકલી બેઠી હતી gate ની નજીકના ગાર્ડન માં અને બસ રડતી જ હતી. અને હું gate પાસે જ ઉભો રહી ગયો ત્યારે jaani મારા ભેગો નહોતો તે આજે મોડો આવાનો હતો.પછી થોડોક સંતાઈ ને ઊભો રહ્યો.

મેં જ્યારે vaidehi ને રડતા જોઈ તો લાગ્યું કે મેં એને hurt કર્યું છે, તે અત્યારે મારા લીધે આટલી sad છે. કારણ કે may be તેણે arpit સાથે breakup કરી લીધું તે સહન નહીં કરી શકી હોય. તે બહુ serious હતી અર્પિત પ્રત્યે. અને આ બધું જોઈને હું gate પાસેથી જ પાછો ઘરે ચાલ્યો ગયો.કારણ કે મને ખબર હતી કે હું vaidehi ને આવી ખરાબ હાલત માં રડતી ના જોઈ શકું અને આ બધુ થોડાક દિવસ ચાલવાનું જ છે. કારણ કે એને વાર લાગશે arpit થી દૂર થતાં. મારી સામે મે એને હસી મજાક કરતા જોઈ છે બધાં જોડે. જે છોકરી ફક્ત ખુશી deserve કરતી હોય એને દુખી જોવી મારા માટે શક્ય નહોતું એટલે જ મેં થોડાક દિવસ clg થી દૂર રહેવાનું વિચાર્યું.

ઘરે જઈને Whatsapp ખોલ્યું તો પાછો એનો msg હતો. પણ મેં Read ના કર્યો અને  મારો ફોન airplane mod માં નાખી દીધો. હવે મારે કોઈ જોડે વાત કરવાની ઇચ્છા જ નહોતી. હવે clg જવાની ઇચ્છા તો સાવ નહોતી. હવે મારું મન સતત vaidehi વિશે વિચારતું હતું. એટલે હું થોડોક દિવસ માટે મન ની શાંતિ માટે brahma kumari નામ ના આશ્રમ માં ચાલ્યો ગયો. અને family ને કહી દીધું કે કોઈ ને ખબર ના પડવી
જોઈએ.

ત્યાં જ્યારે બીજી બાજુ vaidehi એ એની friends ને અમારી Whatsapp chat દેખાડી અને  અમારા વિશે ઇન્ફોર્મેશન ગોતવા try કરી. અને આ વાત નેહા એ કે જે vaidehi ની friend હતી પણ arpit ની best friend હતી એને અર્પિત ને કહી દીધું કે તારું breakup કરવા વાળા kartik ના  group માંથી જ કોક હતું.

હવે arpit અમારાં વિશે ઇન્ફોર્મેશન કાઢવા લાગ્યો. હવે આ વાત આખી clg માં ફેલાઈ ગઈ હતી અને બધા લોકો આ unknown person ની જ તલાશ કરતાં હતાં. અને છેલ્લે videos થી લઈને કેન્ટિન સુધીની બધી વાત અને આ કરવામાં કેટલાં લોકો હતાં તે બધું અમારા group માંથી જ કોઈએ arpit ને કહી દીધું.

હવે અર્પિત એ વૈદેહી ને કીધું કે આ બધું kartik એ કર્યું છે કારણ કે kartik તને like કરે છે એટલે એને આપણું breakup કરાયું.

હવે વૈદેહી મારા પ્રત્યે sure થઈ ગઈ હતી કે kartik જ બધું કર્યું છે.

arpit અને એનું group મારી રાહ જોવા લાગ્યુ. પણ હું clg થોડાક દિવસ નહોતો જવાનો. પણ arpit ને ખબર પડી કે kartik ને હેરાન કરવું risky છે, તે હજુ mysterious  છે. કોઈને તેના વિશે એટલી વધારે નહીં ખબર, તે આપણા શહેર નો પણ નથી. તેના class ના ગુંડા type  Students પણ kartik અને એના freinds સામે નહીં બોલતો.એટલે arpit અને તે લોકો કાંઇક અલગ રસ્તો ગોતવા લાગ્યા.

અને તે લોકો એ મારી ગેરહાજરી માં Jaani ના friend ને હેરાન કરવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે Jaani ને પણ તે લોકો હેરાન કરવા લાગ્યા કારણ કે તે બધા એક જ ક્લાસ માં હતાં. તે લોકો ના મગજ માં એમ જ હતું કે આમને હેરાન કરો તો આ બંને Kartik ને જઈ ને બોલશે.
પણ હું તો કોઈના કોન્ટેક્ટ માં જ નહતો. એટલે Jaani એ Harsh ને કીધું.

Harsh : થોડીક રાહ જો Jaani

Jaani : kartik તો યાર એના ઘરે પણ નથી. ક્યાં ગયો છે ફોન પણ નહીં લાગતો અને arpit અને મારો half class મને અને મારા friend ને હેરાન કરે છે.

Harsh : થોડુક હજુ સહન કરી એ લોકો તો મારો પણ પીછો કરતાં હોય છે હું પણ ignore કરું છું અત્યારે.

Jaani : બીજો એકેય રસ્તો પણ નહીં હવે. આખી clg ને ખબર પડી ગઈ છે બધાં પાછળ પડ્યા છે. અમારા તો H. O. D. ને પણ આ વાત ની ખબર પડી ગઈ છે. બીજી બાજુ વૈદેહી ની પણ કાંઈ ખબર નથી.

હવે અહીંયા Jaani અને Harsh મારી રાહ જોઈ રહ્યા છે arpit થી પીછો છોડાવવા,જ્યારે arpit અને એનું group પણ મારી રાહ જોઈ રહ્યા છે મારા જોડે revange લેવા.

જ્યારે પેલી બાજુ vaidehi હજું hurt છે કે તેણે arpit જેવા છોકરા ને bf બનાવ્યો. અને હજુ તે મારા વિશે જાણવા try કરતી હતી. હજુ તે confuse છે કે શું કરવું અને શું નહીં. તે પણ મારી રાહ જોઈ રહી છે.તેને પણ મારી જોડે કાંઈક વાત કરવી છે.

અને જ્યારે હું બીજી તરફ brahmakumari આશ્રમ માં મન ની શાંતિ ગોતવા માટે પ્રયત્ન કરું છું. છતાંય vaidehi ના વિચાર થી અશાંત થયેલું મન સમજી નથી રહ્યું.

જોઈએ છે હવે શું થાય છે...


    [ક્રમશ:]
_________________________________________


( હવે kartik brahmakumari આશ્રમ થી ક્યારે પાછો આવશે?? arpit હજુ શું કરશે?? vaidehi શું વાત કરવા માંગે છે?? vaidehi શું કરશે?? જોઈએ next part માં)