The love collection books and stories free download online pdf in Gujarati

લવ કલેક્શન - 1

The love collection

part 1..

  • જીવ લઈ ગયું..
  • "તારું હસવું જીવ લઈ ગયું, તારું ખુલ્લી ઝુલ્ફો ને બાંધવું જીવ લઈ ગયું..

    બીજા કોઈના સ્પર્શ થી તો કંઈ ના થયું મને, હાથ મેળવવું તારું જીવ લઈ ગયું."

    "તું નીકળે છે નકાબ માં ના જાણે સેંકડો નાં શ્વાસો રોકવાનો ઇલ્ઝામ કરે છે..

    નજર નીચી કરી ચાલે તો ઠીક પણ નજર ઉઠાવે તો કત્લેઆમ કરે છે..

    કત્લ કંઈક એ રીતે કર્યું મારી નીંદર નું કે હવે તો સપના તારા જ આવે છે..

    અને તરવું તો મને આવડે છે સારી રીતે પણ તારી આંખો મને ડૂબાવે છે..

    મારું નજરો મિલાવવું,તારું જીંદગી માં આવવું ને મારું પ્રેમ માં પડવું જીવ લઈ ગયું.."

    "તારું હસવું જીવ લઈ ગયું, તારું ખુલ્લી ઝુલ્ફો ને બાંધવું જીવ લઈ ગયું..

    બીજા કોઈના સ્પર્શ થી તો કંઈ ના થયું મને, હાથ મેળવવું તારું જીવ લઈ ગયું."

    "સજવાની જરૂર તારે નથી તું તો સાદગી માં પણ દાદ-એ કાબીલ છો..

    સાચું કહું તો ઓછામાં ઓછા હજારો એકતરફી પ્રેમ માં તું શામીલ છો..

    તારી સાદગી થી જ ના જાણે તું કેટલાય હૈયે વસે છે..

    સાચું બોલજે ઈદ પર ચાંદ નીકળે છે કે પછી તું જ હસે છે..?

    તારી સાદગી થી જ સાદગી ને આમ ખુબસુરત બનાવવું જીવ લઈ ગયું.

    અને કંઈ કર્યા વગર લોકો ને તારું આમ પાગલ બનાવવું જીવ લઈ ગયું.."

    "તારું હસવું જીવ લઈ ગયું, તારું ખુલ્લી ઝુલ્ફો ને બાંધવું જીવ લઈ ગયું..

    બીજા કોઈના સ્પર્શ થી તો કંઈ ના થયું મને,હાથ મેળવવું તારું જીવ લઈ ગયું."

    "થોડીક તો ફિકર કર આ જમાના ની..જાહેર માં આમ તું સજીને ના નિકલીશ

    અત્યારે નાજુક હોય છે દિલ બધાં નાં..ભૂલથી પણ કોઈ સામે સ્માઈલ ના કરીશ..

    પગ રાખ તારો હળવેથી જમીન પર, હવે પાયલ પણ તારી ધડકનો સાથે સંભળાય છે..

    શબ્દો ની વાત તો સમજયા ઠીક છે, ચુપ્પી પણ તારી હવે ચોવીસે કલાક હૃદયે પડઘાય છે.

    લાગતું તું કે મહેફિલ માં આવી ને એનાં રંગે રંગાઈ જઈશ તું..

    મહેફિલ ના અંતે મહેફિલ નું તારા રંગે રંગાવું જીવ લઈ ગયું.."

    "તારું હસવું જીવ લઈ ગયું, તારું ખુલ્લી ઝુલ્ફો ને બાંધવું જીવ લઈ ગયું..

    બીજા કોઈના સ્પર્શ થી તો કંઈ ના થયું મને,હાથ મેળવવું તારું જીવ લઈ ગયું."

    ***

  • છેલ્લો કોલ
  • "વર્ષો બાદ આવ્યો એક અજાણ્યા નંબર પર થી કોલ..

    મેં રિસીવ કર્યો એટલે કોઈ બોલ્યું જતીન શું કરે બોલ?"

    "હતો નંબર અજાણ્યો પણ નીકળ્યો જાણીતો અવાજ..

    વર્ષો વીત્યાં બાદ આજે પણ દિલ પર કરતી હતી એ રાજ"

    "કામ વગરની અહીં તહીં ની એને કરી ઘણી વાતો..

    ક્યારેક સારા દિવસો તો ક્યારે વિતાવેલી હસીન રાતો.."

    "મારા વગર એ અત્યારે ઘણી ખુશ લાગતી હતી..

    હું પણ ખુશ રહું સદા એવું હજુ એ માંગતી હતી.."

    "બસ પછી મારા એક વાતે એને ઉંડે સુધી હચમચાવી દીધી..

    એ તને મારા જેમ રાખે છે ને ખુશ?.એક સવાલે એને રડાવી દીધી."

    "તારા વગર હું જીવું છું પણ એ માત્ર ને માત્ર ખાલી શ્વાસ લેવા પૂરતી..

    એ મને ચાહે તો છે પણ હું એનાં માટે છું જાણે આરસ ની મુર્તિ.."

    "એ મારાં તન ને સ્પર્શે છે પણ મન સુધી પહોંચી નથી શક્યો..

    લાગણી નું નાનું બીજ પણ હૃદય માં રોકી નથી શક્યો.."

    "ઈચ્છા તો છે બધું મૂકી આવી જાઉં તારી પાસે દોડીને..

    તું જ છે મારો તો આવી જાઉં આ બધું નકામું છોડીને.."

    "પણ શું કરું હું મજબૂર છું આ જગત ની આ ખોટી રીતો માં..

    બસ હવે તો તને યાદ કરી લઈશ મારાં દરેક ગીતો માં.."

    "બસ જતીન તું પણ તારી જીંદગી જીવી લેજે સુખે થી..

    દિલ માં રાખવી હોય તો ઠીક પણ નામ નાં નીકળે મારુ મુખે થી.."

    "હોઈ શકે તો મારી મજબૂરી સમજી મને કરજે માફ..

    તારાં દિલ માં ખરડાયેલી મારી છબી ને પ્રેમ થી રાખજે સાફ."

    "બસ આટલું જ કહેવા તને આજે કર્યો હતો યાદ..

    સાચવજે તને..હવે દિલ માં ના રાખતો કોઈ ફરિયાદ.."

    "હું કંઈ બોલું એ પહેલાં એને ફોન ને ડૂસકાં સાથે કટ કરી દીધો..

    એનાં આ કોલે મુજ અધૂરા ને ફરી અધુરો કરી દીધો..!

    ***

    3. ના એક થયાં ના જુદાં..!!

    તું એક વહેતી નદી હતી ને હું એ નદી નો સ્થિર કિનારો..

    સમય ની તપીશ માં તું મને મળ્યાં પહેલાં સુકાઈ ગઈ..

    અને હું સ્થગિત એવો તારા સુધી આગળ પણ ના વધી શક્યો..

    આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..

    તું એક વસંત પહેલાં નું સુમન ને હું ભમરો બાગ નો..

    મારા માટે તું ક્યારેય સંપૂર્ણ ખીલી ના શકી..

    અને હું આદત થી મજબૂર બીજાં ફૂલ ને સુંધી પણ નાં શક્યો..

    આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં...

    તું હતી આકાશ નો ચાંદ ને હું ચકોર તારો..

    મુજ ને દર્શન આપવા તું અમાસે ના નીકળી શકી..

    અને હું તારી ઝંખના છતાંય તને શોધવા આકાશ ને આંબી ના શક્યો..

    આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં.

    તું ધરા તરસતી અને હું મહા મહિના નું માવઠું..

    બીજા કોઈ પાણી થી તું તારી પ્યાસ બુઝાવી ના શકી..

    અને હું મનભરી ને વરસ્યો છતાંપણ તને ક્યારેય તૃપ્ત નાં કરી શક્યો..

    આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..

    તું મધુર શર્કરા ને હું રહ્યો દર્દી ડાયાબિટીસનો

    તું ક્યારેય મુજ શરીર માટે યોગ્ય સાબિત થઈ શકી..

    અને હું તુજ વિના ક્યારેક કોઈ સ્વાદ ને માણી જ નાં શક્યો..

    આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..

    તું અરીસો કાચનો અને હું એમાં ઝીલાતું પ્રતિબિંબ..

    તું ક્યારેય મુજ ને હમેશાં માટે તારા માં ના સમાવી શકી...

    અને હું પણ મતલબી અંધકાર માં તુજ માં દેખાઈ ના શક્યો..

    આમ જ હું અને તું ના એક થયાં ના જુદાં..

    તું કોઈ જૂની પુસ્તક અને હું એનાં ભુલાયેલાં પ્રકરણ

    તું ક્યારેક તારાં એ પ્રકરણો ને ફરી થી યાદ ના કરી શકી..

    અને હું પણ જુનાં કાગળ જેમ ખુદ ને તારા માં ના સાચવી શક્યો..

    આમ જ હું અને તું ના એક થયાં ના જુદાં.

    તું દુલહન અને હું મહેંદી માં લખેલું નામ..

    ક્યારેય તું જાહેર માં હાથ ખોલી એ નામ બતાવી ના શકી..

    અને હું પણ નામ બનવા છતાં ગુમનામ બનતાં ખુદ ને અટકાવી ના શક્યો..

    આમ જ તું અને હું નાં એક થયાં ના જુદાં..

    ***

  • હા હું આ બધું ભુલાવી દઈશ...
  • "તારી સાથે પસાર કરેલાં દિવસો અને મીઠી એ રાતો..

    તારી સાથે કલાકો ચાલતી અલકમલક ની વાતો..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "સવારે ગુડ મોર્નિંગ અને રાતે તારું ગુડ નાઈટ..

    ઘણું ઝઘડતાં ઘણું લડતાં પણ છેલ્લે હંમેશા તું જ હોતી રાઈટ..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "તારી સાથે ખાધેલી પાણીપુરી નો એ તીખો મીઠો ટેસ્ટ..

    અને તારા ખોળામાં આળોટી કરેલો રેસ્ટ..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "વરસતાં વરસાદ માં ભીંજાઈને કરેલી એક્ટિવા ની યાદગાર રાઈડ..

    મારાં ફેમિલી મેમ્બર પણ લેવા લાગ્યાં હતાં તારી જ સાઈડ..

    હા હું આ બધું ભુલાવી દઈશ..."

    "ધડકતાં હૈયે તને મળવા તારી ગલી માં મોડી રાતે આવવું..

    દર મુલાકાતે મારુ તારા માટે કંઈક સપ્રાઇઝ લાવવું..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "તું ના મળતાં ભગવાન ને કરેલી કંઈ કેટલીયે ફરિયાદો..

    અને લાખ કોશિશ કરવા છતાં આવતી તારી યાદો..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "અરે આપણે તો પાડી દીધાં હતાં આપણા બાળકો નાં એ નામ..

    દરેક વખતે તું આંખો થી પીવડતાવતી હતી મીઠો જામ..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "તું બબુ ને હું બેબી કેટલાં સુંદર હતાં આ બંને વર્ડ

    તું જ બની ગઈ હતી મારી સ્માઈલ નો પાસવર્ડ..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    "તે પ્રેમ ની પહેલી ભેટ સ્વરૂપ મારા અધરો પર આપેલી કિસ..

    અને મારો સાથ નહીં છોડવાની કરેલી તારી ઝુઠી પ્રોમિસ..

    હા હું આ બધું ભુલાવી દઈશ.."

    ***

  • સફર whatsup ની..
  • "ઊડતી ઝુલ્ફો ને એની ખનકતી પાયલ..

    પ્રથમ નજરે હું થઈ ગયો હતો ઘાયલ.."

    "એની એક સખી જોડે થી એનો નમ્બર મળી ગયો..

    મને તો જાણે કે મારા પ્રેમ નો પાસવર્ડ જડી ગયો.."

    "જોઈ એનું D.P એને મેસજ કરવા મરતો હતો..

    ખબર નહીં પણ હું એમ કરતાં વગર કારણે ડરતો હતો.."

    "આખરે દોસ્તો એ પીવડાવી દીધાં બે ટીન બિયર નાં

    થોડો પીતાં જ તોડી દીધાં મેં બારણાં ફિયર નાં.."

    "રૂમ હતો લોક એટલે hi નો નાનકડો મેસેજ સેન્ડ થતાં સમય લાગ્યો..

    પણ રાહ જોવાને બદલે હું સારાં નેટવર્ક ની લાલચે ધાબે ભાગ્યો.."

    "સેન્ડ,ડિલિવર થી લઈને સીન સુધી મોબાઈલ હાથ માં પકડી લીધો.

    સાચું કહું તો એનાં hi ના રીપ્લાય ની રાહે મને જાણે જકડી લીધો.."

    "મારાં Hi પછી નો એનો બીજો મેસેજ who r u હતો...?

    પોતાના ને તો how r u કહેવાય એવો રીપ્લાય મારો હતો.."

    "આખરે મેં આપી મારી સાચી ઓળખાણ બીતાં બીતાં

    એને પણ its ok કહ્યું ચા ની ચૂસકી પીતાં પીતાં"

    "એનાં Gd mrng ના msg થી સવાર અને gd night ના msg થી પડતી મારી રાત

    Is typing.. હંમેશા ચાલુ રહેતું ના ખતમ થતી ક્યારેય એની અલકમલકની વાત"

    "ધીરે ધીરે મેસેજ થી અમે વિડીઓ કોલિંગ પર આવી ગયાં..

    મિત્રો મને કહેતાં જતીન ભાઈ તમે તો જબરા ફાવી ગયાં"

    "પછી તો મારાં DP અને status બસ એનાં માટે જ મુકતો..

    સાથે સાથે એનાં એ દરેક status જોવાનું ક્યારેય નાં ચુકતો.."

    "ડિજિટલ યુગ માં મારો પ્રેમ જોરદાર રીતે વધ્યો આગળ..

    પ્રેમપત્રો લખી સેન્ડ કરતો એને એ પણ without કાગળ.."

    "ઓફલાઇન હોય એ જ્યારે પળે પળે કરતો એને હું મિસ..

    હવે તો મેરેજ કરીશું જલ્દી આપણે એને પણ આપ્યાં એવાં પ્રોમિસ."

    "અચાનક બની એક ઘટના અને સપનું મારું તૂટી ગયું..

    ઓનલાઈન હમસફર મારું મારા થી કેમ છૂટી ગયું.."

    "ઘર,કુટુંબ કે સમાજ નાં નામે એને કોઈક તો રહી હશે મજબૂરી..

    બાકી મારાં by કહેતાં જે ઓફલાઈન થતી એ નાં બનાવે આમ દુરી"

    "આજે તો એનાં વગર બેટરી અને નેટ બંને ફૂલ રહે છે..

    દોસ્તો પણ મને હવે મને સાયબર લવ માં બત્તી ગુલ કહે છે.."

    "સિસ્ટર ના મોબાઈલ માં એનો નમ્બર સેવ કરી એનું DP જોઈ લઉં છું..

    બસ આમ જ ક્યારેક એની યાદ માં કોરી આંખે રડી લઉં છું.."

    "એનાં લગ્ન થઈ ગયાં અને એ કોઈક બીજાની થઈ ગઈ..

    પણ છતાં એ મારા wallpaper માં એની pic રહી ગઈ.."

    "ચોવીસ કલાક જેને મારી સાથેની વાતો ઓછી પડતી એને મને કર્યો છે block..

    હું પણ જાણું છું હું હતો,હું છું અને always હું રહીશ એનાં દિલ માં લોક.."

    "બસ આ હતી મારી નાનકડી whatsup પર શરૂ થયેલ લવ સ્ટોરી..

    તમને ગમી હોય તો thanks..અને ના ગમી હોય તો સૉરી.."

    ***

    6. એ લાયક નથી તું....

    "થોડાં સવાલ છે મારાં જે હું તને કયામત ની રાતે પુછીશ..

    કેમકે એ પહેલાં તારી ને મારી વાત થાય એ લાયક નથી તું..."

    "શું એકાંત સડકો પર મોડી રાતે સાથે ચાલતાં

    એ અજાણ્યાં માણસ ને એમજ અજાણતાં તારો હાથ સ્પર્શે છે...???

    શું તારાં હાથ ની પહેલી આંગળી થી એનો હાથ પકડી લે છે તું..

    જેમ મારો હાથ પકડી લેતી હતી બહુ ચાલાકીથી..

    શું એને તારી બધી નાનપણ ની વાતો કહી દીધી...

    જે રાત રાત જાગીને તે મને કહી હતી...??

    મમ્મી,પપ્પા,ભાઈ સાથે નાં એ બધાં જુના ફોટો એને બતાવી દીધાં..

    જેમાં તું એકદમ માસુમ અને ક્યૂટ લાગતી હતી...??

    "આ જ થોડાં સવાલ છે મારાં જે હું તને કયામત ની રાતે પુછીશ..

    કેમકે એ પહેલાં તારી ને મારી વાત થાય એ લાયક નથી તું..."

    ત્રીસ પછી ની હિન્દી માં ગીનતી ને સાયકલ ની સવારી તને ફાવતી નથી..

    આવી પાગલ જેવી વાતો વિશે તે એને જણાવ્યું કે નહીં...??

    મારી બાઈક પાછળ બેસી જેમ રાહ જોતી મારી બ્રેક મારવાની..

    શું એમજ એનાં બ્રેક મારવાની રાહ તને હોય છે કે નહીં...??

    ગરમ ચા તારે ગળે નથી ઉતરતી ત્યારે

    એ ફૂંક મારી ચા ને ઠંડી કરે છે જેમ હું કરતો હતો..??

    તને વગર કારણે રિસાવાની આદત હતી

    પણ મનાવી લેશે શું એને તને મારી જેમ જ પ્રેમ થી..??

    "આ જ થોડાં સવાલ છે મારાં જે હું તને કયામત ની રાતે પુછીશ..

    કેમકે એ પહેલાં તારી ને મારી વાત થાય એ લાયક નથી તું..."

    "એનાં દરેક એકાઉન્ટ નો પાસવર્ડ તું બની ગઈ છે કે કેમ..

    મારી ફોન સ્ક્રીન થી લઈને ઈમેઈલ નો હતી એમ...???

    રાતે ઘરે મુકવા આવે ત્યારે...આંખો બંધ કરી સીડીઓ માં..ધ્રૂજતાં હૈયે

    માથું ધરે છે એની આગળ જેમ મારી આગળ ધરતી હતી..??

    ઠંડી ની મૌસમ માં બંધ સુના ઓરડામાં..તારી ખુલ્લી સુંવાળી પીઠ પર

    એ લખે છે તારું નામ જેમ હું લખતો હતો અને તું શબ્દે શબ્દ જાણી લેતી હતી..??

    છેલ્લે એટલું કહીશ કે એ તો તારી સાથે જીવશે..

    શું જીવી શકશે એ તારામાં પોતાની જાતને, જેમ હું જીવતો હતો ખુદ ને ભૂલી તારામાં..??

    "આ જ થોડાં સવાલ છે મારાં જે હું તને કયામત ની રાતે પુછીશ..

    કેમકે એ પહેલાં તારી ને મારી વાત થાય એ લાયક નથી તું..."

    7. હા હતી એક પાગલ...!!

    "હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી..

    એટલે જ એ ધબકાર બની મારાં હૃદય માં ધડકતી હતી.."

    "લોકો તો મારાં શબ્દો ને ઓળખતાં ..

    પણ એ મારાં મૌન ને પણ સાંભળતી

    ક્યારેક ના બોલાયેલું પણ સમજી જતી..

    છુપાવતો ઘણી વાતો પણ એ બધું જાણી જતી હતી..

    હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.."

    "મન માં ઉદ્દભવતાં દરેક વિચારો..

    મારાં થી થતાં દરેક વ્યવહારો..

    સાચું કહું તો શરીર ની નસેનસ માં વહેતાં રક્ત પર પણ..

    પોતાનું એકહથ્થુ આધિપત્ય જતાવતી હતી..

    હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.."

    "એકાંત સડકો અને સુનકાર ગલીઓમાં

    વરસતાં વરસાદે તો ક્યારેક કાતિલ કાતિલ ઠંડી માં..

    હોય ખુશીઓ ની વસંત કે દર્દ રૂપી પાનખર

    હંમેશા હાથ મારો એ મજબૂતાઈ થી પકડતી હતી..

    હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી.."

    "તડકો હોય તો છાંયડો બનતી

    અને ઠંડી માં મળતી એની મીઠી હૂંફ

    રડતો તો એનો ખભો ધરી દેતી અને

    અને હસું તો મુજ અધર પર નીજ અધર રાખી દેતી..

    હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી."

    "આજ પાસે છે બધું પણ કંઈક ખૂટે છે.

    એ પાગલ વગર હાસ્ય પણ હાથતાળી દઈ છૂટે છે..

    પોતાની યાદો ને એ મારી પાસે મોકલી..

    મને યાદો થકી સાચવે છે, જેમ પહેલાં એ રૂબરૂ સાચવતી હતી

    હા હતી એક પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી."

    "લોકો મળે છે..મારી સાથે વાતો કરે છે..

    ખુશી નાં દિવસો તો ક્યારેક પસાર હસીન રાતો કરે છે..

    કહે છે કે તને અમારો ગણી અમે સમજીએ છીએ..

    એમના આ દાવા પર મંદ મંદ એ દૂર થી હસતી હશે..

    હા એક જ છે એ પાગલ જે મને મારા થી વધુ સમજતી હતી,

    સમજે છે અને સમજતી રહેશે..!!"

    હા હતી એક પાગલ જે મને મારા થી પણ વધુ સમજતી હતી..!!

    Miss u pgl..

    ***

    મિત્રો આમ તો હું એક નોવેલીસ્ટ છું પણ દિલ ની અમુક વાતો ને કવિતા સ્વરૂપે રચવાની ઈચ્છા થઈ અને આ સાત સુંદર રચનાઓ રચી દીધી જેને The love collection-1 રૂપે આપ માટે લાવ્યો છું...અવશ્ય જો તમે કોઈને પ્રેમ કર્યો હશે કે તમારું દિલ તૂટ્યું હશે તો તમને બધી જ રચનાઓ બહુ પસંદ આવશે..

    માતૃભારતી પર આપ મારી નોવેલ ડેવિલ અને બેકફૂટ પંચ પણ વાંચી શકો છો..આ કવિતાઓ અંગે આપનો અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર જણાવી શકો છો.

    -જતીન.આર.પટેલ

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED