ઓફીસ નં ૩૦૮ - ભાગ ૮ BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

શ્રેણી
શેયર કરો

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૮

મુક્તિ ચેર પર બેસેલી હતી. ઓફીસ માં આ સમયે તે એકલી જ હતી. અંકીત ઘરે વહેલો ગયો હતો આજે. પોતે કામ નાં બહાને રોકાઈ હતી. મંથન નો આ અેકદમ લીધેલો ફેસલો તેની અપેક્ષા બહાર નો હતો. તેને પોતાની સામે પોતાની જ અંતર આત્મા દેખાઈ.

" ખુશ ને હવે મુક્તિ. તુ જે ચાહતી હતી તે થઈ ગયું. જતો રહ્યો મંથન "

" ગયો તો શું પણ તેને જવાનું જ હતું. ક્યાં એ અને ક્યાં હું "

" મંથન તારો પહેલો પ્રેમ મુક્તિ ના જવા દઈશ એને રોકી લે અત્યારે જ "

" પણ એની જ ભલાઈ માટે એને દૂર કર્યો ને "

મુક્તિ નુ દીલ અને દીમાગ લડાઈ કરી રહ્યા હતાં. મુક્તિ એ જોરથી ચીસ પાડી " ચૂપ... "  મુક્તિ પોતાને જ કહી રહી હતી.

" મુક્તિ શું તને સાચે જ મંથન સાથે આટલો બધો પ્રેમ થઈ ગયો કે રહેવાતું નથી? ક્યારે થઈ ગયો? "

મુક્તિ થોડું રડી અને  પછી પોતાનાં લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે ડ્રોર રુમ માંથી સ્ટોર રુમ ની ચાવી કાઢી. અને સ્ટોર રુમ તરફ આગળ વધી.

મંથન ઘરે પહોંચ્યો અને પોતાનો સામાન પેક કરવાં લાગ્યો. ત્યાં જ તેનાં દાદાજી આવ્યા.

" તે  નક્કી કરી લીધું છે દીકરા? "

" હા દાદુ "

"પણ એક વાર વિચાર કરી લે મંથન. આમ ઊતાવળીયા નિર્ણય ન લેવાય બેટા "

" શું વિચારુ દાદુ. જ્યારે મુક્તિ એ જ કહી દીધુ કે એને મારી જરુર નથી તો "

" હા પણ છતાંય એક વાર વાત કરી લે "

" ના દાદુ મે નિર્ણય કરી જ લીધો છે "

" તે નક્કી કરી જ લીધું છે તો હું તને નહી રોકું. પણ ધ્યાન રાખજે એટલું જરૂર કહીશ "

દાદાજી મંથન ને બારણે વળાવી જતાં રહ્યાં. મંથન કાર માં બેઠો અને ડ્રાઈવર ને બસ સ્ટેશન લેવા કહ્યું. તેનું દીલ જોરથી ધડકી રહ્યું હતુ. અને મન પણ ઘબરાઈ રહ્યું હતું. તેને થયું ક્યાંક કશુંક ખોટુ છે. મુક્તિ ને ફોન કરવા ફોન હાથમાં લીધો પણ ફોન ન કરી શક્યો. તેની કાર બસ સ્ટેશન નાં રસ્તા તરફ આગળ વધવા લાગી.

મુક્તિ એ સ્ટોર રુમ નું બારણુ ખોલ્યુ. અને અંદર ગઈ. સાંજ થઈ ગઈ હતી. આખા કોમ્પલેક્ષમાં કોઈ ન હતું. બધાં ઓફીસ બંધ કરી જતાં રહ્યા હતાં. અને ૩ જા માળે તો આમેય આ એક જ  ઓફીસ હતી. મુક્તિ  અંદર ગઈ. આજે તેને કોઈ તીવ્ર વાસ આવી રહી હતી જે પહેલાં ‍આવ્યા ત્યારે ન હતી આવી રહી. છતાંય આજે મુક્તિ માં ગજબ ની હિંમત આવી ગઈ હતી. તે રુમ માં આમતેમ જોવા લાગી. તેણે અમુક ફાઈલ જૂની જોઈ. ત્યારબાદ કબાટ તરફ આગળ વધી. તેણે ધ્રુજતા હાથે કબાટ નો દરવાજો ખોલ્યો. જેવો કબાટ નો દરવાજો ખોલ્યો એટલે જોરથી ચીસ પાડી પાછળ જવા ગઇ ત્ય‍ાં જ પડી ને બેસી ગઈ.

મંથન બસ સ્ટેશન પહોંચી ગયો. તેણે ડ્રાઈવર ને મોકલી દીધો પાછો. હવે તે બેઠો બેઠો બેચેન મને મુક્તિ નાં વીષે વિચારી રહ્યો હતો. તેન‍ં માટે તો જાણે બધું જ ખતમ થઈ ગયું હતું. દાદાજી પછી મુક્તિ જ હતી જે તેનાં વધુ નજીક હતી કેમ કે તેનાં માં બાપ તો આમેય ફોરેન હતાં. વર્ષે એક જ વાર મળવાનું થતું. અને સિંગલ ચાઈલ્ડ હોવાથી ભાઈ બહેન જેવુ પણ કોઈ નહી. તેનાં કઝીન પણ બધાં ફોરેન જ હતાં. હવે મુક્તિ નો સાથ આમ છુટતો જોઈ તેનું દીલ સાવ તુટી ગયું હતું. એમાં  ને એમ‍ાં એક બસ તો તેણે જવા દીધી. બીજી બસ આવી. બસ મંથન હવે તો જવું જ પડશે  એમ કહી મંથન બસ માં બેસી ગયો.

મુક્તિ ડર નાં મારે ધ્રુજી રહી હતી. કબાટ માં તે જ છોકરી સફેદ કપડાં પહેરી માથુ ઢાળીને નીચેની તરફ બેસી ગઈ. મુક્તિ ને સમજતાં વાર ન લાગી કે એ એ જ છે જેને પોતે પહેલા જોયેલી. તેણે મુક્તિ તરફ નજર કરી. આજે તેની આંખો લાલ હતી. મુક્તિ ને યાદ આવ્યું કે પોતે સ્ટોર રુમ નાં કાણાં માંથી એકવાર જોયેલુ તો લાલ જ દેખાયેલુ. હવે સમજાયુ કે આ જ લાલ આંખ હતી. તે કહેવા લાગી.

" મુ...ક...તિ... આવી ગઈ તુ....હવે અહીં જ રહે મારી સાથે "

મુક્તિ ડરેલી તો હતી જ પણ આજે એણે હીંમત કરી પૂછી જ નાંખ્યુ " કોણ છે તુ?  મને શું કામ હેરાન કરે છે ?"

જવાબ માં પેલી એ આટલું જ કહ્યું " તુ મારી સાથે રહીશ ને મુક્તિ... બોલ ને "

આટલુ બોલતા બોલતાં તે  મુક્તિ  ની નજીક  આવતી જતી હતી. મુક્તિ   ઊભી થઈને દોડવા જતી હતી કે પેલી છોકરી એ  હાથ ઉંચો કર્યો તો એક લોખંડ નો સળીયો ઊંચો થયો. તે જાણે તેનો ગુલામ હોય એમ ઈશારા થી  મુક્તિ નાં  પગ  ઉપર આવી ને  પડ્યો. મુક્તિ  ને વાગ્યુ. તેનાંથી તે ઊભી ન થઈ શકી. તેણે બૂમ પાડી પણ સાંભળવા વાળુ કોઈ ત્યાં હતું જ નહી. તે ઘસડાતી દરવાજા  તરફ  જવા લાગી. પણ છોકરી નાં એક ઈશારે દરવાજો પણ બંધ થઈ ગયો. હવે મુક્તિ તેને જોઈ રહી. તે આત્મા હવામાં આમતેમ ઉડવા લાગી. ક્યારેક કબાટ ને ચીપકી જતી ક્યારેક ઉપર ઉંધી ચાલતી. ક્યારેક પંખે બેસી જતી. અચાનક તે ગાયબ થઈ ગઈ. બે મિનિટ મુક્તિ ને એમ થયુ કે એ જતી રહી.  બીજાં જ પળે મુક્તિ એ બાજુ માં જોયુ તો તે આત્મા તેનાં એકદમ નજીક હતી. મુક્તિ એ જોરથી  ચીસ પાડી.  હવે મુક્તિ ને પોતાનાં નિર્ણય પર પછતાવો થયો. બસ તેને લાગ્યુ આ જ તેની જીંદગી નો અંત છે. તે આત્મા  એ  ચાલ મારી સાથે કહેતાં  લોખંડ નો હથોડો ઈશારા વડે  ઉંચો કર્યો.  મુક્તિ   એ  પોતાનાં જિવન નો અંત સમજી  પોતાન‍ાં પ્રીય જનો જે યાદ કરી લીધ‍ાં.હથોડો  તેનાં તરફ જોરથી  આવ્યો. મુક્તિ  એ  હાથ  પોતાનાં ચહેરા  આગળ  ધર્યા.  એવામાં જ દરવાજો ખુલ્યો અને આત્મા નો નીશાનો ચૂકાઈ ગયો.  આછો પ્રકાશ  આવી રહેલો  તેમાં મુક્તિ ને મંથન નો ચહેરો દેખાયો. તેનાં જીવ મ‍ાં જીવ આવ્યો. તેણે જોરથી મંથન ને બૂમ પાડી. મંથન દોડી  આવ્યો અંદર અને મુક્તિ ને વળગી પડ્યો.

" મુક્તિ તુ ઠીક તો છે ને? "

" હા મંથન "

" મને માફ કરી દે મુક્તિ મેં તારો વિશ્વાસ ન કર્યો. "

" પણ મંથન તું અહીં ક્યાંથી? જા તુ  અહીં તારા જીવ ને ખતરો છે તુ જા "

" ના મુક્તિ હું તને મૂકીને ક્યાંય નહી જાવ "

" ના મંથન હું તને ખતરા માં નહી જોઈ શકું તુ જા પ્લીઝ "

" મુક્તિ કાં તો અહીંથી આજે આપણે સાથે બહાર જઈશું નહી તો સાથે મરીશું. પણ જે પણ થશે સાથે જ રહીશું "

બહુ થયું આ પ્રેમીઓ નુ મિલન. હવે તુ પણ અહીં મરવા આવી ગયો. "

મુક્તિ મંથન કાંઈ  સમજે  તે પહેલાં પેલી  આત્મા એ  કબાટ ઊંચક્યો. અને  તેમનાં તરફ ફેંક્યું.

શું મુક્તિ અને મંથન બચી શકશે? શું કરશે હવે મુક્તિ અને મંથન? શું તેઓ આ આત્મા ના શિકંજામાંથી બહાર આવી શકશે? 


મિત્રો જો તમને મારી   વાર્તા પસંદ પડે તો તમે  મારું   instagram page bansri pandya anamika   લાઈક   કરી    શકો    છો.