ઓફીસ નં ૩૦૮ - ભાગ ૫ BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૫

( આગળ આપડે જોયુ કે મંથન મુક્તિ વિશે તેનાં દાદાજી સાથે વાત કરે છે. તેનાં દાદાજી સમજાવે છે કે તે મુક્તિ ને પ્રેમ કરે છે. બીજી તરફ મુક્તિ એક ખરાબ સ્વપ્ન જોવે છે. ઓફીસ જાય છે તો ત્યાં તેને ડરાવનો અનુભવ થાય છે. તે એક વાહન સાથે અથડાઈ જાય છે. હવે આગળ )

મુક્તિ  એક બાઈક સાથે અથડાઈ ગઈ. અને નીચે પડી ગઈ. રોડ સૂમસામ હતો. અંધારુ પણ હતુ. તે બાજુ હાઈવે હોવા છતાં આવન જાવન ઓછી રહેતી. રાતે મોડા ટ્રક ની આવન જાવન રહેતી. મુક્તિ નાં ચહેરા પર લાઈટ આવતાં તેણે પોતાનો હાથ આડો રાખ્યો. લાઈટ નાં પ્રકાશ માં એની ડરેલી આંખો દેખાઈ રહી હતી. મુક્તિ શું થયું? તુ ઠીક તો છે ને?  કહેતો મંથન  ચિંતાતુર બની તેની નજીક આવ્યો. બાઈક મંથન નું હતું. મુક્તિ ને મંથન ને જોઈ થોડી હાશ થઈ. તે મંથન ને વળગી પડી અને જોર જોર થી રડવા લાગી. મંથન પનમ ચિંતા માં મુકાઈ ગયો. તેણે મુક્તિ ને ઊભી કરી. તેને શાંત કરી  પાણી આપ્યુ. અને સાઈડ માં બેસાડી.

" શું થયું મુક્તિ ? "

" મ...મંથન તું અહીં? "

" હા તારા મમ્મી એ કહ્યું કે એકસ્ટ્રા કામ માટે રોકાઈ છે. તોમને થયુ આવતા વાહન નઈ મળે તો હું આવતો હતો તને લેવા. પણ થયું શું ? "

" મંથન...."

મુક્તિ કહેવા તો ઘણું માંગતી હતી પણ મંથન તેનો વિશ્વાસ નહી કરે તો એ ડરથી એણે બહુ ખાસ ન કહ્યું.

" કાંઈ નહી અંધારુ થઈ ગયું હતું એટલે હું ડરી ગઈ "

" બસ આટલી જ વાત? એમાં શું મૂકુ "

મંથન એ માહોલ હળવો કરવાં મજાક કરી. અને મુક્તિ ચીડાઈ ને હસી પડી. તેને હવે થોડું સારું લાગતુ હતુ.

" ચાલ હવે ઘરે "

" હા "

બંન્ને બાઈક પર સવાર થઈ ગયાં.  મુક્તિ અને મંથન બંન્ને ના મન માં અલગ અલગ વિચાર ચાલી રહેલાં.

" બસ હવે મોકો જોઈને હું મુક્તિ ને મારા મન ની વાત કહી દઈશ. બસ અબ થોડા ઈંતેઝાર "

" આજે જે કાંઈ બન્યું તે સામાન્ય ન હતું. હું હવે આ ઓફીસ છોડી દઈશ. કાલે જ રીઝાઈન કરી દઈશ બસ "

મંથન  મુક્તિ ને ઘરે ઉતારી પોતે જતો રહ્યો. મુક્તિ ઘરમાં આવી.

" આવી ગઈ બેટા? ચાલ જમી લઇએ "

" હા મમ્મી. પણ આ મુંજ કેમ આમ શાંત બેઠો છે ? "

" કાંઈ નહી બેટા એતો થાકી ગયો હશે "

" મુંજ શું થયું "

મુંજ મુક્તિ  ને ભેટીને રડવા લાગ્યો.

" શું થયું મુંજ. મને કહે "

" દીદી ટ્યુશન ફી ભરવાની છે. સાહેબે વોર્નિંગ આપી છે. નહી ભરુ ફી તો કાઢી  મુકશે. "

" કોઇ વાંધો નહિ મુંજ હું કાલે સર પાસેથી એડવાંસ લઈ ફી ભરી  દઈશ બસ "

" સાચે દીદી "

" હા વીરા. ચાલ હવે જમી લે "

બધાં એ જમી લીધું. અને સુઈ પણ ગયાં. મુક્તિ ને ઉંઘ આવતી ન હતી. ક્યાં તે પોતાની મુસીબત જણાંવાની હતી. અને ક્યાં કાંઈક બીજું જ બની ગયું. તે બારી આગળ ઊભી ઊભી વિચારી રહી હતી.

" ઓફીસ માં જે આજે થયું પછી તો હું છોડવાની જ હતી જોબ. પણ હું કેટલી સ્વાર્થી બની ગઈ હતી. મારા પરીવાર ને મારી બહુ જરૂર છે. હું આ જોબ છોડી ન શકું. હું મુસીબત થી ભાગીશ નહી. હું આ ઓફીસ નહી છોડું.  લડી લે મુક્તિ પોતાનાં પરીવાર ની ખુશીઓ માટે લડીલે.  "

મુક્તિ એવા દ્રઢ નિશ્ચય સાથે સુઈ ગઈ. તેને ખબર ન હતી કે તેનો તે નિશ્ચય તેને એક નવી જ સફત પર લઈ જવાનો હતો.

*********

મંથન સુઈ રહ્યો હતો. મુક્તિ રેડ સાડી માં ચા નો કપ લઈને આવી. તેનાં ભીનાં વાળ માંથી શેમ્પુ ની માદક ખુશબુ આવી રહી હતી. તેણે મંથન ને ઉઠાડ્યો. મંથન એ તેનો હાથ પકડી લીધો. એટલા માં જ તેનાં મોં પર પાણી પડ્યુ અને તે મુક્તિ નુ નામ પોકારતો જાગી ગયો.  જોયુ તો તેનાં દાદાજી તેની સામે બેઠા હસતાં હતાં.

" શું દાદુ તમે પણ "

" હવે મુક્તિ ને સપનાં માં જ જોતો રહીશ કે ?"

"  દાદુ સુંદર સપનું જોતો હતો હું "

" ઓ સ્વપ્ન કાર ઘડીયાળ મા જોવો આજે તમે લેટ છો "

" ઓહ નો. મુક્તિ  "

મંથન સીધો તૈયાર થઈ નીકળી પડ્યો. આજે પોતે લેટ હતો એટલે મુક્તિ રસ્તા માં ન દેખાઈ. ઓફીસ પહોંચ્યો તો.મુક્તિ પોતાનાં ડેસ્ક પર બેઠી હતી. કામ કરી રહી હતી.

" સોરી મુક્તિ આજે લેટ થયું "

" મને શું કામ સોરી કહે છે. જા બોસ તારી રાહ જોવે છે "

મંથન અંદર ગયો. મુક્તિ સ્વસ્થ હતી આજે અને કામ કરી રહી હતી. આજે અમદાવાદ થી સમીર સર પણ આવેલાં. સ્વભાવે ખુબ મજાકીયા હતાં એ અને ફની પણ. આજે  મીટીંગ રાખી હતી. મુક્તિ મીટીંગ હોલ તરફ જવા લાગી. રસ્તા માં સ્ટોર રુમ નું બારણું આવ્યુ.અને તેને જિજ્ઞાસા જાગી. તેણે વચ્ચે રહેલા કાણાં માં એક અાંખ બંધ કરી બીજી અાંખે જોયું. તો લાલ રંગ જ દેખાયો. ધીમે ધીમે લાલ રંગ નાનો થતો ગયો અને લાલ આંખો માં ફેરવાઈ ગયો. મુક્તિ ના ડર ને મારે બુરા હાલ થઈ ગયાં. ત્યાં જ અંકીત નો અવાજ કાને પડ્યો.

" મેડમ સર બોલાવે છે "

મુક્તિ નું ધ્યાન ભંગ થયું સ્વસ્થ થઈ તે  મીટીંગ માં ગઈ.

મીટીંગ સારી રીતે પૂરી થઈ. તે સમીર સર ની કેબીન માં હતી. સર ફાઈલ ચેક કરતાં હતાં.

" શું મેડમ ફાવે છે ને અહીં? "

" હા સર "

" સર મને એક વાત કહેવી હતી. મહેતા સર તો જતાં રહ્યા અને હવે અઠવાડીયા પછી જ આવશે. એટલે "

" હા બોલ મુક્તિ. "

" સર મને સેલેરી એડવાન્સ મળી શકે ? મને જરૂર છે "

" મુક્તિ એવી કોઈ પોલીસી તો નથી. પણ તને જરૂર છે તો હું તને અડધી સેલેરી આપી શકું. "

" વાંધો નહી સર. થેંક યુ વેરી મચ "

" બોલ તારુ એકાઉન્ટ નંબર હું ઓનલાઈન મોકલી દવ "

ટેક્નોલોજી નો ફાયદો જ એ છે. મુક્તિ ને મીનીટ માં પૈસા મળી ગયાં અને તેણે ઓનલાઈન મુંજ નાં ટીચર ને મોકલી પણ દીધાં. જરાક નિરાંત થઈ એને.

સાંજ પડી આજે પણ તેને કામ હતું એટલે રોકાવાનું થયું. સમીર સર અને અંકીત ટાઈમ એ જતાં રહ્યા. કાલ નાં ભયાનક અનુભવ બાદ તે ડરી ગયેલી. તેણે મંથન ને રોકી લીધો. મંથન પોતાની કેબીન માં બેસી ફોન માં બીઝી હતો. મુક્તિ કામ કરી રહી હતી. ૭ વાગી ગયાં.  મુક્તિ પાણી પીવા ગઈ. તેણે પાણી નો ગ્લાસ ભર્યો. એક હવા ની લહેરખી તેને અડીને પસાર થઈ ગઈ. તેને પાછો અવાજ સંભળાયો.મુ..ક...તિ... તેણે પાછળ ફરી ને જોયુ તો પોતાની આંખ પર વિશ્વાસ જ ન થયો. એક છોકરી સફેદ કપડાં માં ઊભી હતી. તેનાં ચહેરા આગળ તેનાં વાળ આવતાં હતાં.

" કોણ છો તમે? અહીં ક્યાંથી ? "

તેણે વાળ હટાવ્યા. તેનો પૂરો દેહ સડી ગયો હતો. ચહેરા પર જીવડાં એ બચકાં ભર્યા હોય એમ ચામડી લબડી પડેલી. આંખો સફેદ થઈ હતી. લોહીયાળ હાથ હતાં. પેટમાં થી ચાકુ નાં નીશાન માંથી લોહી વહી રહેલું. મુક્તિ ખુબજ ડરી ગઈ. તેનો એક હાથ મુક્તિ તરફ આવી રહેલો.

શું થશે હવે મુક્તિ નું ? કોણ છે આ છોકરી? શું કામ મુક્તિ ની પાછળ પડી છે? શું મંથન મુક્તિ ને બચાવી શકશે? જાણીશું આગળ નાં ભાગ માં.