લંચ પતાવી ને મુક્તિ પાછી પોતાનાં કામે લાગી ગઈ. સાંજ સુધી એને મહેતા સર મે રીપોર્ટ આપવાનો હતો. થોડી વાર પછી અચાનક તેનું કોમ્પ્યુટર બ્લીન્ક થવા લાગ્યુ. તેણે આજુબાજુ જોયુ પણ લાઈટ તો હતી. પછી આમ ચાલુબંધ થવાનું શું કારણ હશે? અચાનક સ્ક્રીન પર લાલ અક્ષરે લખેલુ આવ્યુ " ચલી જાવ યહાંસે " . મુક્તિ એકદમ ગભરાઈ ગઈ. એટલાં માં જ અંકીત નો અવાજ સંભળાયો.
" મેડમ ચા ? "
મુક્તિ એ ડરીને તેની સામે જોયું. અંકીત એ પૂછ્યું શું થયું મેડમ? તો જવાબ માં મુક્તિ એ કમ્પ્યુટર બાજુ ઈશારો કર્યો પણ જોવે છે તો કમ્પ્યુટર બરોબર હતું અને એણે પહેલા ખોલેલી એક્સેલ ફાઈલ જ ઓપન હતી. તેને થયું તેનો વહેમ હશે. તેણે અંકીત ને ચા કહી મોકલી દીધો અને કામ પર ફોકસ કરવાનું વિચાર્યું. મુક્તિ એ કામ પતાવ્યુ અને સાંજે પાંચ વાગે મહેતા સર ના કેબીન માં ફાઈલ લઈને હાજર થઈ.
" મે આઈ કમ ઈન સર? "
" ઓહ મીસ મુક્તિ પંલીઝ કમ ઈન "
" થેંક યુ સર. અા ફાઈલ "
મુક્તિ એ ફાઈલ આપી. મહેતા સર ફાઈલ ચેક કરી રહેલાં. મુક્તિ ઊભી હતી સામે.
" મુ...ક...તિ.... "
મુક્તિ નાં કાને એક કર્કશ અને ડરાવનો કહી શકાય એવો અવાજ પડ્યો. તેણે આસપાસ નજર કરી કોઈ ન હતું.
" મુ...ક...તિ...."
ફરી અવાજ સંભળાયો એને. તેણે ડાબી બાજુની દીવાલ તરફ જોયુ. જેને અડીને સ્ટોર રુમ હતો. મુક્તિ ને લાગ્યુ ત્યાં થી જ અવાજ આવી રહ્યો છે.
" વેલ ડન મુક્તિ. કામ બહુ સારુ કર્યુ છે. આઈ એમ હેપી વીથ યોર વર્ક ગુડ મુક્તિ "
" થેંક યુ સર "
કેબીન ની બહાર નીકળી એણે એક નજર સ્ટોર રુમ તરફ નાંખી. અને પછી પોતાનાં ડેસ્ક પર બેસી ગઈ.
સાંજે છ વાગે ઓફીસ સમય પૂરો થયો. મુક્તિ મંથન સાથે નીકળી. હજીય મુક્તિ નાં મન માં ઘણાં વિચારો ચાલી રહેલાં. બંન્ને નીચે ઉતર્યા.
" મુક્તિ તારા માટે એક સરપ્રાઈઝ છે "
" સરપ્રાઈઝ ? મારા માટે? "
" હા તને જોબ મળી એ ખુશી માં મારા તરફથી આજે તને ડીનર પાર્ટી "
" ડીનર પાર્ટી? પણ એ તો મારે તને આપવી જોઈએ "
" હા પણ અત્યારે હું આપીશ "
" પણ મંથન.."
" પણ વણ કાંઈ નહી મેં આન્ટી ને પણ ઘરે ફોન કરી કહી દીધું છે "
" તારાથી કોઈ જીતી ન શકે હાન મંથન તારી બૈરી આવશે પછી જોઈશ કેવુ જીતે છે "
" એ તો છે જ પણ એનાં માટે તો હું આખો પોતાને જ હારી જવા તૈયાર છું તો વાતો માં જીત નું તો શું "
બંન્ને એકબીજાં ની આંખો માં જોઈ રહ્યા.
" ચાલ હવે અહીંથી પેલી હોટલ છે ખાના ખઝાના ત્યાં જઈશું. આપડાં ત્યાંથી અડધી કલાક થાય એ અને આન્ટી ને કહી દીધું છે કે નવ સાડા નવ સુધી મુકી જઈશ "
મુક્તિ મંથન ની બાઈક ની પાછળ બેઠી. મુક્તિ નાં મન માંસ્ટોર રુમ અને એને થયેલા અનુભવો જ ભમ્યા કરતાં હતાં.ઠંડી હવા વહી રહી હતી. મંથન ને બાઈક નાં સાઈડ કાચ માંથી મુક્તિ નો ચહેરો દેખાઈ રહેલો. એકદમ માસૂમ ચહેરો. પવન ની લહેરખી તેનં વાળ ને ઉડાવી રહી હતી. તેની સુંદરતા કોઈ અપ્સરા ને પણ શરમાવે એવી હતી. મંથન નું ધ્યાન તેમાં રહ્યું અને વચ્ચે એક પથ્થર આવ્યો ને બાઈક થોડી ઉછળી. મુક્તિ આખી મંથન પર આવી ગઈ. ત્યારે મંથન ને ભાન થયું કે રસ્તા પર છે પોતે.
" શું કરે છે મંથન? થોડું સંભાળીને "
" હ..હા સોરી મુક્તિ "
મંથન ને પોતે શરમ આવી રહી હતી કે શું કર્યું એણે આ. મુક્તિ એની સારી મિત્ર છે બસ. તેઓ પહોંચી ગયા હોટલ ખાના ખઝાનાં.
" આવી ગયુ આપડું ડેસ્ટીનેશન મિસ મુક્તિ "
" હા હવે ખબર છે મિ. મંથન "
ખાના ખઝાનાં હોટેલ હાઇ વે પર હતી. ગાર્ડન રેસ્ટોરન્ટ હોવાને કારણે પબ્લીક પણ સારી એવી રહેતી. સરસ મજાનાં ગેટ થી એંટ્રી હતી. જમણી બાજુ ચાંદની રાત ની ચાંદની માં લોકો ડીનર કરી રહેલાં. ઠેર ઠેર નાના બલ્બ અને લાઈટ નુ ડેકોરેશન હોટલ ને સુંદર લૂક આપી રહેલું. મંથન અને મુક્તિ ને સાઈડ નું ટેબલ મળ્યુ જેને અડીને એક નાનો ગાર્ડન આવેલો હતો. ધીમા અવાજે સુંદર ગીતો વાગી રહેલાં. મંથન અને મુક્તિ બેઠા.
" શું લઈશ મુક્તિ "
"તું જે ખવડાવે એ "
" એવુ કાંઈ નથી મુક્તિ તને જે ખાવું હોય એ "
" મને બધું જ ચાલશે "
" સી મુક્તિ મને ખબર છે તું બહુ સ્વાભિમાની છે પણ આ ડીનર પાર્ટી મે મારી બેસ્ટ ફ્રેંડ ને આપુ છુ તો મગજ માં કોઈ એવો વિચાર ન લાવીશ "
મંથન એ સતત મુક્તિ ને વિચારો માં જોઈ લાગ્યુ માટે એણે મુક્તિ ને ચોખવટ કરી. પણ એને શું ખબર કે મુક્તિ ના મન માં શું ચાલી રહ્યું છે.
" ઓહ એમ તો ચલ પંજાબી લઈએ? "
" યે હુઈ ના બાત "
મુક્તિ ને થયુ કે મંથન ને ખોટુ લાગશે એટલે મૂડ સારો કરતાં કહ્યું.
" તેરા.. હોને લાગા હું.. જબ સે મીલા હું..."
મંથન નાં કાન માં હોટલ માં વાગી રહેલુ ગીત સંભળાઈ રહ્યું હતું. મંથન એક સપનું જોવે છે તેમાં તેને મુક્તિ ને સફેદ લોન્ગ ગાઉન માં અને પોતાને સફેદ સૂટ માં જોવે છે. મુક્તિ ને પોતાનાં હાથ માં હાથ પરોવી એ જ સોન્ગ પર ડાન્સ કરતાં જોવે છે.
" મંથન... મંથન ????"
મુક્તિ નાં અવાજ થી મંથન ની સ્વપ્ન તંદ્રા તુટે છે.
" શું કરે છે મંથન જમવાનું આવી ગયું સાવ પાગલ જ રહીશ તું ક્યાં ખોવાઈ જાય છે ખબર નહી "
" કાંઈ નહી મુક્તિ "
મંથન પોતે પણ અસમંજસ માં છે કે આ શું હતુ. બંન્ને જણાં ડીનર લે છે. ત્યારબાદ મંથન મુક્તિ ને ઘરે મૂકી જતો રહે છે. મુક્તિ ઘરમાં જઈ ફ્રેશ થાય છે. પોતે મુંજવણ માં છે કે મીતાબહેન ને કહે કે નહી. પછી પોતાનો જ ભ્રમ સમજી વાત ભૂલાવી દે છે.
" આવી ગઈ બેટાં. કેવો રહ્યો દીવસ "
" સારો રહ્યો મમ્મી "
" મંથન નો ફોન હતો કે ડીનર લેવાં જાવાનાં છો "
મીતાબહેન આમ તો મુક્તિ ને કોઈ છોકરા સાથે જવા ન દેત. પણ મંથન પર તેમને પૂરો ભરોસો હતો કેમ કે તેને ઓળખતાં હતાં એ. અને તેનાં પરીવાર ને પણ. તેનાં દાદા મુક્તિ ને પોતાની દીકરી ની જેમ જ માનતાં. જે મીતાબહેન જાણતાં હતાં. અને તેનાં માતા પિતા પણ સારા સ્વભાવ નાં હતાં. જ્યારે પણ આવે ત્યારે મુક્તિ નાં ઘરે જરૂર જતાં. અમીર ગરીબ નું કાંઈ હતુ નહી એમને. માટે મંથન પર પૂરો ભરોસો હતો મીતાબહેન ને.
" હા એ મંથન એ અચાનક પ્લાન બનાંવ્યો . મમ્મી હું બહુ થાકી ગઈ છું."
" હા બેટા દસ વાગવા આવ્યા છે. સુઈ જઈએ. તુ ફ્રેશ થઈ જા. "
***********
ઓફીસ નાં દરવાજે મુક્તિ આવીને ઉભી રહે છે. બધાંને બૂમ પાડે છે પણ કોઈ દેખાતું નથી ઓફીસ માં. ઓફીસ માં એકદમ આછો પ્રકાશ આવતો હોય છે. મુ...ક...તિ.... નામની બૂમ સંભળાય છે મુક્તિ ને. તેને લાગે છે સ્ટોર રુમ માંથી અવાજ આવે છે. ધીમા પગલે તે સ્ટોર રુમ તરફ આગળ વધે છે. તે રુમ નાં દરવાજે જઈને ઉભી રહે છે કે અચાનક એક હાથ અંદર થી નીકળે છે હાથ મા ઠેર ઠેર કાપા પડેલાં છે અને લોહીયાળ હાથ છે. મોટા લાલ નખ છે. એ હાથ સીધુ મુક્તિ નું ગળુ પકડી લે છે. અને મુક્તિ નું ગળું દબાવવા લાગે છે. મુક્તિ ને ગુંગળામણ થવા લાગે છે એનાં આંખે અંધારા છવાઇ જાય છે. જીવ જતો લાગે છે અને પડી જાય છે એ.
શું મુક્તિ બચી શકશે ? કે પછી એનાં જીવન નો એ અંત હશે? શું મુક્તિ ઓફીસ નું રહસ્ય જાણ્યા વગર જ જીવ ગુમાવશે? શું મંથન એની કોઈ મદદ કરી શકશે? જાણીશું આગળ નાં ભાગ માં.