ઓફીસ નં ૩૦૮ - ભાગ ૭ BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૭

બીજા દીવસે મુક્તિ ઓફીસ થોડી વહેલી પહોંચી ગઈ. અને ઓફીસ નું કામ કરવા લાગી. આજે એણે મન બનાંવી લીધુ હતું. કે સ્ટોર રુમ ની ચાવી છુપાઈ ને લઈને. ઓફીસ છુટ્યા બાદ પોતે ફરી જોશે સ્ટોર રુમ. અંકીત એ તે ચાવી સર નાં ડ્રોર માં રાખી હતી તે વાત ની જાણ મુક્તિ ને હતી. મંથન પણ આવ્યો ઓફીસ ના સમયે. મુક્તિ એ  વાત કરવાની કોશિશ કરી પણ મંથન વાત કરી ન હતો રહ્યો. એટલે તે સર ની કેબીન માં ગઈ. સમીર સર કામ કરી રહેલાં. 

" ઓહ ગુડ મોર્નિંગ મિસ મુક્તિ " 

" ગુડ મોર્નિંગ સર "

" બોલો શું હતુ? " 

" સર આ ફાઈલ ચેક કરી લો ને ? "

સર ઊભા થઈને આંટા મારતા ફાઈલ જોઈ રહ્યા હતાં. સર ને તેવી રીતે ફાઈલ જોવાની ટેવ હતી તે મુક્તિ જાણતી હતી. તેણે મોકો જોઈને ડ્રોર માંથી ચાવી કાઢી લીધી. 

" સર તમે જોઈ લેશો હું આવું " 

" ઓકે "

એમ કહી મુક્તિ જતી રહી. તેને હવે ઓફીસ છુટવાની રાહ હતી. ૬ વાગ્યા. મંથન આજે મુક્તિ સાથે વાત કરવાનાં મૂડ માં ન હતો. મુક્તિ એ પણ એને મનાવ્યો નહી. એણે એમ વિચાર્યું કે મંથન ને ખતરા થી દૂર રાખવુ જ સારુ રહેશે. મંથન જતો રહ્યો. મુક્તિ સમીર સર નાં જવાની રાહ જોઈ રહી પણ સર કામ માં વ્યસ્ત હતાં. સર હતાં એટલે અંકીત પણ હતો. સાડા સાત થયાં તો પણ સર કામ કરતા આટક્યા અને નીકળ્યા. મુક્તિ ને થયું હાશ હવે પોતાનુ મન નું  કરી શકશે. 

" મિસ મુક્તિ  બહુ કામ કરી લીધું હવે ઘરે જાવ. અંધારુ થઈ ગયું છે. " 

" સર બસ થોડું જ કામ પતાવી લઉ. તમે જાવ હું જતી રહીશ " 

" કહ્યું ને મિસ ચાલો હું તમને ડ્રોપ કરી દઉ " 

સર ની જીદ સામે મુક્તિ નુ ન ચાલ્યુ અને તેણે નીકળવુ જ પડ્યું. બંન્ને શિવશક્તિ કોમ્પલેક્ષ ની બહાર નીકળ્યાં. સમીર સર મુક્તિ ને રોડ સુધી ઉતારી ગયાં. મુક્તિ એ અરીસા માંથી જોયેલું તો ક્યારનુ કોઈ તેમની પાછળ આવી રહ્યુંહ્મોય એમ લાગતું હતું. તે રોડ પર ઉતરી અને સર જતાં રહ્યા. અંધારુ હતુ. તેવા માં જ પાછળ આવી રહેલું બાઈક મુક્તિ થી થોડું આગળ ઊભુ રહ્યું અને હોર્ન વગાડવા લાગ્યુ. મંથન હતો એ. જે ક્યારનો નીચે મુક્તિ ની રાહ જોતો હતો અને સર મૂકવા જતાં જોઈ બસ પાછળ આવતો હતો. આખરે પ્રેમ હતો મુક્તિ એની. અામ છોડે કઈ રીતે. મુક્તિ એ વાત જાણતી હતી કે મંથન ને તેની ચિંતા છે. પણ તે બાઈક પર ન બેસી અને ચાલવા લાગી. મંથન એ ફરી હોર્ન માર્યો પણ મુક્તિ તોય ચાલતી હતી. મંથન હવે ચાલવા લાગ્યો બાઈક ફોરવીને તેનાં સાથે. ઘર નો ખાંચો આવી ગયો મુક્તિ નાં. 

" મંથન પ્લીઝ મને તારી મદદ અને દયા ની કોઈ જરૂર નથી. આ બધું શું છે? કેમ ઊભો રહ્યો તું ? મને તારી કોઈ જ જરૂર નથી ઓકે ચાલ્યો જા અને હવે તારી અને મારી દોસ્તી ખતમ. લીવ મી અલોન " 

મંથન ગુસ્સે થઈ ચાલ્યો ગયો. આંસુ તો મુક્તિ ની આંખ માં પણ હતાં. પણ તેણે આમ જાણી જોઈ ને કર્યું હતું. કેમ કે તે મંથન ને કોઈ જ મુસીબત માં મૂકવા માંગતી ન હતી. આખરે તે પણ મંથન ને ચાહતી હતી. પોતાનાં પ્રેમ પર કોઈ મુસીબત આવે એ કઈ રીતે જોઈ શકે. એટલે તેણે પોતે જ કાલે ફરી મુસીબત નો સામનો કરવાનું વિચાર્યું. ઘરે ગઈ અને સુઈ ગઈ. મંથન ને દુખ પહોંચાડવા નું દુખ તેને વધુ હતું. તેનાં આંસુથી ઓશીકા નું કવર ભીંજાઈ રહ્યું. 

મંથન ઘરે પહોચ્યો. તે ખુબ ગુસ્સે હતો. દાદાજી અને ઘર માં બીજા સુઇ ગયેલા. તે સીધો પોતાનાં રુમ માં ભરાઈ ગયો. રુમ માં આવતાં જ બેગ અને બધુ ફેંક્યુ. જમીન પર બેસી ગયો માથે હાથ દઈ. તેનાં હાથ તેણે પછી તેની આંખ ની આગળ લાવી દીધાં. પણ ભીની હથેળી તેનાં આંસુ છુપાવી ન શકી. 

" મુક્તિ મેં તને સાચો પ્રેમ કર્યો હતો. તારા માટે કાંઈ પણ કરત. મને તારા તરફથી આવી આશા ન હતી. વગર વાંકે તે દોસ્તી તોડી. તને હવે મારી જરૂર નથી? તો શું હું તારી જરૂર માત્ર હતો? ઠીક છે મુક્તિ તને મારાથી દૂર જવામાં ખુશી મળતી હોય તો હું હવે તારાથી ખૂબ દૂર જતો રહીશ. " 

મંથન એ મનોમન નિર્ણય કરી લીધો. અને અમદાવાદ પોતાનાં મામા નાં ઘરે જતાં રહેવાનો નિર્ણય કર્યો થોડાંક દીવસ માટે અને લછી દાદાજી ને લઈ ને અમેરીકા ચાલ્યો જશે એવો નિર્ણય કરી લીધો તેણે. 

સવારે મુક્તિ  ઊઠી તો મીતાબહેન અને મુંજ પેકીંગ કરી રહેલાં. 

" મમ્મી ક્યાં જાવ છો બંન્ને ? 

" બેટા મેં તારી નોકરી માટે માનતા માની હતી તો પૂરી કરવા કુળદેવી એ જાવ છું. આ મુંજ પણ જિદ કરે છે એને રજાઓ છે તો સાથે આવાની એટલે તેને પણ લઈ જાવ છું " 

" ઠીક છે મમ્મી "  

મીતાબહેન અને મુંજ ચાલ્યા ગયા. આજે તો સ્ટોર રુમ ખોલી ને જ રહેશે એવાં નિર્ણય સાથે મુક્તિ ઓફીસ ગઈ. મુક્તિ પોતાની ડેસ્ક પર ચેર પર બેઠી. અંકીત પોતાનું કામ કરી રહ્યો હતો.  સર આજે આવાનાં ન હતાં. આનંદ સર છેલ્લાં કેટલાય દીવસ થી  આવતાં ન હતાં. કારણ કે તેમની તબિયત બહુ ખરાબ હતી. મુક્તિ જોઈન થઈ તે જ દીવસે આવેલાં એ. અને હવે સારું થઈ જતાં આજે આવ્યા હતાં.  મુક્તિ ની નજરો દરવાજે મંડાયેલી હતી જે મંથન ની એક ઝલક જોવા માટે તરસી રહી હતી. તેનાં ઈંતેજાર નો અંત આવ્યો. મંથન આવ્યો ઓફીસે અને કોઈ નાં પણ સામે જોયા વગર આનંદ સર ની કેબીન માં જતો રહ્યો. મુક્તિ ને તેનુ ઈગ્નોર કરવું ખૂંચ્યુ તો ખરુ પણ શું કરે આ પોતાનો જ નિર્ણય હતો. થોડી વાર માં મંથન બહાર આવ્યો અને પોતાની કેબીન નો વધારા નો સામાન બેગ માં મૂકવા લાગ્યો. મુક્તિ તેનાં પાસે ગઈ. 

" મંથન આ સામાન કેમ મૂકે છે તને જરૂર નથી? "

" મિસ મુક્તિ હવે આપણે મિત્રો નથી રહ્યાં તો તને મને કાંઈ જ પૂછવાનો હક નથી " 

એ સાંભળી ને મુક્તિ નાં મન ને આંચકો લાગ્યો. 

" હા પણ કલીગ ના નાતે તો કહી દે "

" હું જાવ છું અહીંથી હંમેશા માટે.  આજે  મારો અહીં છેલ્લો દીવસ છે. " 

મુક્તિ  ને એ સાંભળી ને જાણે કોઈએ કોઈએ ડ‍ામ દીધો હોય એટલી પીડા થઈ અાવી. તેની પીડા ની ચાડી ખાતું અશ્રુ બિંદુ તેની આંખ માં થી પડુ પડુ થઈ રહ્યું અને તે ચાલી ગઈ ત્યાંથી સીધી વોશરુમ માં. તે ખૂબ રડી પણ કોઇ ફાયદો ન હતો કેમ કે તે પોતાનો જ નિર્ણય હતો. આખરે આજે સાંજે તે સ્ટોર રુમ માં જવા જઈ રહી હતી. તેને ખુદને પણ ખબર ન હતી આગળ શું થવાનું છે. એટલે મંથન આ બધાંથી દૂર રહે તેમાં જ ભલાઈ સમજી સ્વસ્થ થઈ તે પોતાનાં કામે લાગી ગઈ. 

સાંજ પડી મંથન એ પોતાનો બધો સામાન સમેટી લીધો. આનંદ સર એ તેને બાય કહ્યું અને જતાં રહ્યા. બસ મુક્તિ જ ઊભી હતી સામે. મુક્તિ નુ દીલ કહી રહેલુ કે રોકી લે પણ દીમાગ કહી રહેલું જવાં દે. મંથન નું દીલ કહી રહ્યું હયું કે મુક્તિ રોકી લે તો સારું. પણ તેનાં બધ‍ાં ‍અરમાનો પર પાણી ફરી વળ્યુ જ્યારે મુક્તિ એ બાય કહી દીધું. અને મંથન આંસુ લૂછતા ઓફીસ નું બારણું ખોલી જતો રહ્યો. મુક્તિ પોતાની ચેર પર ફસડાઈ પડી અને બેસી પડી. 


શું થશે હવે આગળ? શું હવે આવનાંરીુસીબત નો સામનો મુક્તિ એકલાં જ કરશે? શું આ જ અંત હતો મુક્તિ અને મંથન ની પ્રેમ કહાની નો? જાણીશું આગળ નાં ભાગ માં.