ઓફીસ નં ૩૦૮- ભાગ ૨ BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ઓફીસ નં ૩૦૮- ભાગ ૨

       મુક્તિ અંદર દાખલ થઈ. અંદર દાખલ થઈ ત્યાં જ દરવાજા પર લગાવેલુ તોરણ તેનાં અંદર જતાં જ પડી ગયુ. જેનાં તરફ કોઈનું ધ્યાન ન ગયું. તે અંદર ગઈ એટલે બધાં તેનું વેલકમ કરવાં ઉભાં હતાં. ઓફીસ માં એન્ટર થતાં જ જમણી બાજુ દિવાલ ને અડીને સફેદ રંગનાં મુલાયમ સોફા હતાં. તેની ઉપર જ એસી હતું. તેની બાજુમાં નાનો રૂમ હતો જેમાં પ‌ાણી નો જગ રહેતો અને ત્યાં બીજા નાના રુમ માં ટોઇલેટ અને અટેચ્ડ બાથરૂમ હતુ. તે રૂમ ની બાજુ માં મેઈન બોસ ની કેબીન હતી. તેની બાજુમાં એક રૂમ હતો જે હંમેશા લોક રહેતો જેને સ્ટોર રુમ કહેતાં. મેઇન દરવાજા ની સામે જ ડાબી બાજુ પીત્તળ ની ગણપતી બાપ્પ‍ા ની મૂર્તિ હતી. ઓફીસ માં આમ તો બહુ સ્ટાફ ન હતો. વીઝા કન્સલ્ટન્સી હતી માટે. એક યંગ છોકરો હતો જે પ્યુન તરીકે કામગીરી બજાવતો જેનું નામ અંકીત. ઓફીસ નાં મેઈન બોસ હતાં મિ.  આલોક મેહતાં. જે બેંક માં પણ જોબ કરતાં હતા અને સાથે સાથે આ કંપની પણ ચલાવતાં. એટલે એ બહુ ઓછા આવતાં ઓફીસે. ક્યારેક તેમની પત્ની બીજલ મહેતા પણ આવતાં ઓફીસે. તેમનો પાર્ટનર પણ હતાં મિ. સમીર શર્મા જે પહેલા આ ઓફીસ માં હતા ત્યારબાદ અમદાવાદ ની ઓફીસ હાલ માં સંભાળતાં. મંથન ત્યાં કાઉન્સેલર હતો. તેને પણ બહાર જવાનુ હતુ તો વધુ જાણવા મળે તે માટે આ જોબ લીધેલી એણે. અને અહીં જ ક્લાસીસ પણ ૩ દિવસ ભરતો એ. તે લોકો સિવાય એક માર્કેટીંગ હેડ કમ ડીરેક્ટર કહી શકાત તેવાં મિ. આનંદ અગ્રવાલ. જે એ ઓફીસ હેન્ડલ કરતાં. આજે બધો જ સ્ટાક હાજર હતો.

       મુક્તિ અંદર ગઇ એટલે અંકીત આરતી ની થાળી લઈને આવ્યો. તે રોજ બાપ્પા ની નાની આરતી ને અદરબત્તી કરતો. મુક્તિ ની સામે તેણે આરતી ધરી. મુક્તિ એ જેવાં હાથ આરતી લેવા  માટે લંબાવ્યા કે દીવો બુજાઈ ગયો. મુક્તિ ને નવાઈ તો લાગી પણ પછી મન નાં વિચાર ખંખેરી નાંખ્યા. ઓફીસ માં બધાં એ મુક્તિ સાથે હાથ મિલાવ્યો. મહેતા સર એ બધાંનુ ઈંટ્રોડક્શન કરાવ્યુ. મંથન એ પણ આવીને તેમને જોઈન કર્યાં.  મહેતા સર એ ફૂલ નો ગુલગસ્તો આપી મુક્તિ ને વેલકમ કર્યુ. મુક્તિ આજે સાત માં આસમાન પર હતી. પણ એને ક્યાં ખબર હતી કે આ ઓફીસ એની જીંદગી બદલવાની હતી.

"  હેલ્લો મિસ મુક્તિ. આ છે અમારી ઓફીસ અને આ છે અમારો નાનકડો  સ્ટાફ. મારો સ્ટાફ મારા પરીવાર જેવો જ છે. વેલકમ ટુ માય ફેમિલી મુક્તિ "

" આભાર સર "

" મુક્તિ  તારો  પ્રથમ દીવસ છે તો આ મંથન તને કામ સમજાવી દેશે ઓકે.આજે હું અહીં જ છુ આખો દીવસ. તું સાંજે મને તારુ કામ બતાવવા આવજે. મંથન મુક્તિ ને બધું જ સમજાવી દેજે બરોબર. "

મહેતા સર બધું ઈંસ્ટ્રક્શન આપી પોતાની કેબીન માં જતાં રહ્યા. અને આનંદ સર પણ પોતાનાં કામે લાગી ગયાં. અંકીત ને કોઈ કામથી બહાર નીકળ્યો. મંથન મુક્તિ ને એનાં ડેસ્ક સુધી લઈ ગયો. જે મેઈન ડોર ની સામે જ હતું. મુક્તિ ચેર પર બેસી. તેને ચેર પર બેસતાં જ એક અજીબ આભાસ થયો. મંથન તેને કામ સમજાવી રહેલો પણ એને કાંઈ વિચિત્ર મહેસૂસ થતું હતુ. છતાંય તેણે મંથન ની વાત માં ધ્યાન લગાવ્યુ. મંથન તેને કામ સમજાવી પોતાનાં કામે લાગ્યો. મુક્તિ  પણ કામે લાગી. રહી રહી ને તેનું ધ્યાન સ્ટોર રુમ તરફ જતું હતુ. જે લોક હતો.

લંચ બ્રેક થયો. મહેતા સર અને અગ્રવાલ સર પોતાનાં ઘરે જમવા જતાં હતાં. અંકીત પણ જમવા ગયો.  મંથન અને મુક્તિ  ટીફીન લઈને આવેલાં. બંન્ને  એ ટીફીન ખોલ્યા પોત પોતાનાં. સુંદર સુગંધ આવી રહી હતી. બંન્ને  મંથન નાં કેબીન માં બેઠા હતાં. મંથન નાં મમ્મી  પીનલબહેન પપ્પા પરેશભાઈ તો પહેલેથી જ અમેરીકા જતાં રહેલાં. મંથન તેમનો એક નો એક પુત્ર. તેઓને ત્યાં ના વીઝા પહેલાં જ મળી ગયેલાં માટે તેમને મંથન ને નાનો જ મૂકી જવું પડેલુ. મંથન નો ઉછેર તેનાં દાદાજી એ જ કરેલો અને તેના આટલા મિલનસાર સ્વભાવ તેનાં દાદાજી ને આભારી હતો. તેનાં માતા પિતા તેને મળવા આવતાં રહેતાં. મંથન ને પોતાનાં દાદાજી સાથે જ રહેવુ હતુ એટલે જીદ કરી પછી ઈંડીયા માં જ રહેલો. તેનાં દાદાજી ને જવું ન હતું અમેરીકા પણ મંથન એ જીદ પકડી એટલે દાદાજી તૈયાર થયાં હતાં. મંથન અહીં એનાં દાદાજી સાથે રહેતો. અને કામવાળા બહેન કાંતામાસી તેમનાં મોટા ઘરનું બધું કામ સંભાળતા અને રસોઈ પણ. દાદાજી અને મંથન ને વીઝા માટે એપ્લાય કરવાનું હતુ. થોડો સમય બાદ તેઓ પણ જતાં રહેવાનાં હતાં.આમ તો મંથન રોજ ટીફીન ન હતો લાવતો પણ આજથી મુક્તિ જોઈન થઈ તો તેણે જ કીધુ હતું સાથે લંચ લેશુ એમ અને કોલેજ ના દિવસો ને વાગોળશું. માટે મંથન હવેથી કાંતામાસીને કહી રાખેલુ રોજ ટીફીન બનાંવવાનું. કાંતામાસી પણ ખુશ થઈ ગયેલા કે હવે આ ઘરનું તો ખાશે.  કાંતામાસી એ આજે મંથન ને ટીફીન માં  રોટલી, ભીંડા નું શાક અને ગુલાબજાંબુન આપેલાં. અને મીતાબહેન એ મુક્તિ ને બટેટા નું શાક અને પરોઠા આપેલાં. જે તેમણે વહેલી સવારે જ બનાંવી મુક્તિ ની બેગ માં મૂકી દીધેલુ ટીફીન.

" વાઉ મુક્તિ આંટીએ આજે બટાકા નું શાક મોકલ્યુ છે મને બહુ ભાવે છે "

" હા ખબર છે એને એટલે જ તારાં માટે મોકલ્યુ છે "

" સો સ્વીટ થેંક યુ કહેજે "

" હું શુંકામ કહું? તુ જાતે જ આવી કહી જાજે "

" ઓકે મેડમ "

" વાહ ભીંડા નુ શાક. મારુ ફેવરેટ "

" હા કાંતામાસી એ તારા માટે જ મોકલ્યુ છે "

" થેંક યુ કહેજે. ના હું જ આવીશ થેંક યુ કહેવા "

" હા આમ પણ તુ કેટલાય દીવસ થી આવી નથી તો દાદાજી યાદ કરતાં હતાં "

" હા હું ચોક્કસ આવીશ "

મુક્તિ મંથન નાં દાદાજી ને ઘણું માનતી અને મંથન નાં દાદાજી પ્રહલાદભાઈ પણ મુક્તિ ને ઘણું સારું ર‍ખતાં. બંન્ને જમી રહ્યા  હતાં. ત્યાં વારંવાર મુક્તિ નુ ધ્યાન પેલા લોક ડોર તરફ જતું હતું. એણે આખરે ન રહેવાતા પુછી જ લીધુ.

" મંથન આ સ્ટોર રુમ માં શું છે?"

" કેમ તારે શું કામ પડ્યુ વળી ?"

" મજાક નહી કર પ્લીઝ કહે ને "

" મને નથી ખબર મુક્તિ . હું જ્યારથી આવ્યો ત્યારથી બંધ જ રહે છે આ રુમ. સર કહેતા હતાં કે નકામો સામાન છે ત્યાં "

" પણ મંથન મને તેમાં કાંઈ વિચિત્ર લાગે છે "

" મુક્તિ  તુ પાછી શરુ થઈ ગઈ બસ હવે. અહીં કામ કરવા આવીએ છે ને આપડે સો કોન્સનટ્રેટ ઓન ધેટ "

મંથન એ સમજાવી તો દીધી પણ એ દરવાજો મુક્તિ નુ ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો.  તે દરવાજા નાં તાળા પર લાલ દોરો બાંધેલો હતો.

શું હશે એ ઓફીસ નં ૩૦૮  નાં એ દરવાજા નું રહસ્ય? શું કામ મુક્તિ ને એ દરવાજો એટલો આકર્ષી રહ્યો છે? શું મુક્તિ એનાં પાછળનું કારણ જાણી શકશે? કે પછી બસ આ તેનો એક વહેમ છે? જાણીશું આગળનાં ભાગમાં.

મિત્રો ઓફીસ નં ૩૦૮ નાં ભાગ દર શુક્રવારે આવશે. મિત્રો મારી બીજી સ્ટોરી માટે તમે  મને  ફોલો કરી  શકો   છો.