ક્ષિતિજ ભાગ-12 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્ષિતિજ ભાગ-12

                       ક્ષિતિજ
                     ભાગ-12 
પ્રેમજીભાઈ ને હોસ્પીટલમાં દાખલ કરાવી ને હેમંતભાઈ ,બાબુભાઈ અને હર્ષવદનભાઇ  આશ્રમ પાછા આવ્યાં . મોહનભાઈ  ત્યા  હોસ્પિટલ માં જ રોકાયાં.   હોસ્પિટલે  થી હજું  બધા આશ્રમ પહોંચ્યા  અને થોડીવારમાં જ  ફોન આવ્યો . હેમંતભાઈ એ  ફોન ઉપાડતાં સામે થી મોહન ભાઈ બોલ્યા
   
“ હલો.... હલો.. હે..હેમંતભાઈ  ..? હું  મોહન  “

એમનો અવાજ  એકદમ ધ્રુજી રહયો હતો. ખુબજ ડરેલાં હોય એવું  લાગી રહ્યુ  હતું. હેમંતભાઈ એ તરતજ કહ્યુ.
 
“ મોહનભાઈ  ગભરાઓ નહિં. પહેલા શાંતી થી  વાત કરો શું  થયું  છે..તમે શાંત થઇ જાવ. “

 મોહનભાઈ એ પોતાની જાત ને થોડી સંભાળતા ફરી કહ્યુ. 

“ હેમંતભાઈ..પ્રેમજીભાઈ ની તબિયત વધુ ખરાબ છે .  ડોકટર કહેછે એમને તાત્કાલિક ધોરણે રાજકોટ ની કોઈ  હોસ્પિટલ મા લઈ જવાં પડશે.અહીંયા પુરતી સુવિધાઓ નથી. .અના પ્રેમજીભાઈ ની પરિસ્થિતિ હું  જોઈ શકતો નથી. એ શ્ર્વાસ લેવાં વલખાં મારે છે. એ બેચેની એ ગુંગળામણ હું જોઈ નથી શકતો.  તમે જલદીથી આવી જાઓ. અને હા હર્ષવદન ને લેતાં  આવજો  એમની ઘણી ઓળખણો છે રાજકોટમાં ..”

“  હા...હહા.. હું  હમણાજ નીકળું છું  તમે સહેજ પણ ચિંતા ન કરતાં . આપણે એમને ખુબ જલદીથી બીજી હોસ્પિટલ માં શિફ્ટ કરીશું . એમને કંઈ નહી થવા દઇએ. “ 


હેમંતભાઈ તરતજ હર્ષવદનભાઇ ને લઇ ને ગામની હોસ્પિટલ જવા રવાના થયાં  ત્યા  પહોંચતાં જ ડોક્ટર ના કહ્યા પ્રમાણે  તરતજ એમ્બ્યુલન્સ બોલાવી ને રાજકોટ સિવિલ માં લઇ જવા કહ્યુ.પ્રેમજીભાઈ  ની ગુંગળામણ  વધતી જતી હતી. એમનું આખું શરીર  શ્ર્વાસ લેવા ની મથામણમાં આડું આવડું મરડાઇ રહ્યુ  હતું. જોનાર ને સક્ષાત યમરાજ ની હાજરી વર્તાય.પણ જીવ જાણે જીદે ચડયો હતો.કે શરીર ને છોડીશ નહી. .મોહનભાઈ ખુબ ડરેલાં હોય એમ્બ્યુલન્સ માં પ્રેમજીભાઈ સાથે  હર્ષવદનભાઇ બેઠાં. મોહનભાઈ અને હેમંતભાઈ બંને ગાડી માં એમ્બ્યુલન્સ ને ફોલૉ કરી રહ્યા હતાં. એમ્બ્યુલન્સમાં  પ્રેમજીભાઇને ઓક્સીજન માસ્ક લગાડેલો હોય થોડી રાહત હતી. પણ એમને વેઠેલી વેદના એમના શરીર અને ચહેરા પર સાફ દેખાય રહી હતી. હર્ષવદનભાઇ  એમનો હાથ પોતાનાં હાથ માં લઇ ને હળવે હળવે પંપાળી રહયાં હતાં. રાહત મળતાં પ્રેમજી ભાઇ થોડીવાર ઉંધી ગયાં.  એ દરમ્યાન માં હર્ષવદનભાઇ  એ ક્ષિતિજ ને ફોન કરી ને સિવિલ હોસ્પિટલ હાજર રહેવાં કહ્યુ. થોડીજ વાર માં રાજકોટ સિવિલ ઇમરજન્સી વોર્ડ માં  થોડી ફોર્માલીટી પુરી કરી ને પ્રેમજી ભાઇ ને દાખલ કરી દેવાયા અને ક્ષિતિજ પણ ત્યા  એના મિત્ર ડો. અવિનાશ સાથે પહોંચી ગયો. અને અને ઓનડયુટી ડોકટર સાથે અવિનાશે વાત પણ કરી. પરિસ્થિતિ  હવે સારી હતી. એટલે બધાં એ  રાહત નો શ્ર્વાસ લીધો.   પણ પ્રેમજી ભાઇ ના ફેફસાં નબળા પડી ગયાં છે એવું  ડોક્ટરે જણાવ્યું. એટલાંમાં જ  નિયતિ અને પંકજભાઇ પણ ત્યાં  આવી પહોંચ્યા.  નિયતિ બહાર હેમંતભાઈ સાથે વાત કરી રહી હતી. એ વખતે  જ  ક્ષિતિજ અને અવિનાશ વાત કરતાં કરતાં  ઇમરજન્સી વોર્ડ ના દરવાજે પહોંચ્યા  અને નિયતિ ને જોતાં જ ક્ષિતિજ બોલી ઊઠ્યો..

“ ત..તું..અ..આઆ.ઇ મીન  તમે.. તમે અહીયાં? બધું  બરોબર તો છે ને ?”

નિયતિ બે ત્રણ  સેકન્ડ તો એની સામું  જ જોઇ રહી. અને પછી બોલી 

“ તમે અહીયાં  શું  કરો છો ? .. કે પછી  મારી ખબર રાખવા સિવાય બીજું  કંઈ  કામ જ રહ્યુ..  નથી.”

ક્ષિતિજ  ને બધાં ની સામે નિયતિ એ આમ સવાલ કરતા ખરાબ લાગ્યું . પણ હોસ્પિટલ હોય અને હેમંતભાઈ  ની સાથે એ ઉભેલી એટલે કંઈ જ બોલ્યા વગર એ અવિનાશ ની સાથે અંદર ઇમર્જન્સી વોર્ડમાં જતો રહ્યો. ત્યાં હર્ષવદનભાઇ ને ડોકટરે કહેલી બધીજ વાત અવિનાશે  કરી.   એટલાં જ હેમંતભાઈ નિયતિ સાથે ત્યાં  આવી પહોંચ્યા.  ક્ષિતિજ  નિયતિ ને જોઇને એક પણ શબ્દ ન બોલ્યો.  પ્રેમજીભાઈને  સિવિલ હોસ્પિટલમાં  હજું  પાચ દિવસ રાખવાનાં  હોવા થી એમનું  બપોર નું  અને રાત નું  જમવાનું  નિયતિ  મોકલશે એવું  નક્કી થયું.  અને ત્યાં  એમની સાથે જે રોકાય એમનું  પણ.  એટલે તરતજ  ક્ષિતિજે હર્ષવદનભાઇ ભાઇનું  ટીફીન લાવવાની ના પાડી.અને કહ્યુ .

“  એમનું  ટીફીન  હું  મોકલાવી દઇશ .તમે ફકત પ્રેમજીભાઈ ની વ્યવસ્થા  કરજો.” 

એટલું  બોલીને ક્ષિતિજ  ત્યાં થી નીકળી ગયો.  નિયતિ ને આશ્ચર્ય થયું.  એના ગયા પછી નિયતિ એ હર્ષવદનભાઇ ને વાત કરી કે આજ માણસ હતો જેની કાર સાથે એ અથડાઈ.  અને ક્ષિતિજ વિશે એ બોલવા લાગી.

“ અંકલ  તમને ખબર છે આ માણસ મારો પીછો જ નથી મુકતો. અચાનક ઘરે આવ્યો.ના પાડવા છતાં પણ હોસ્પિટલ પહોચી ગયો. અને આજે જુઓ મને રસ્તા પર આ બાજુ આવતા જોઈ હશે એટલે અહીં પણ..અને પાછું  કેટલો રુઆબથી કહે છે કે સાથે રહેનાર નું ટીફીન હું  પહોચાડીશ વાહહ..”

 નિયતિ  આગળ વધું કંઈ બોલે એ પહેલાંજ  હેમંતભાઈ એ ફોળ પાડ્યો 
 
“ હા..કહે જ ને!!..નિયતિ  એ  એમનો દિકરો  છે  ક્ષિતિજ.. “

આ સાંભળતા જ નિયતિ એકદમ શોક થઇ ગઇ. એને પોતાનાં  વર્તન  પર શરમ આવતા એ કશું  બોલ્યા  વગર જ  બહાર જતી રહી.   હેમંતભાઈ પણ થોડીવારમાં  ત્યાં  પ્રેમજીભાઈ પાસે બેઠાં  અને પછી મોહનભાઈ ને લઇ ને આશ્રમ જવા રવાના થયાં.   બહાર ઉભેલી નિયતિ ને હેમંતભાઈ એ  દવાઓ ના સમય વિશે જણાવી દીધું.   કઇ દવા ક્યા સમયે અને કેવી રીતે આપવી એ જવાબદારી નિયતિ ની હતી.  સંધ્યાકાળ થયો સાત વાગ્યા હતાં  હવે તો પ્રેમજી ભાઇ ને દવા આપવા જવું જ પડશે એટલે એ અંદર ગઇ .હર્ષવદનભાઇ પણ થાકેલા હોય ખુરશીપર જ ઉંધી ગયેલા.  નિયતિ એ દવા આપવા પલંગ  એક તરફ થી ઉચો કરવાં હેન્ડલ હલાવ્યું  અને પલંગ માથા પાસે થી સહેજ ઉચોકરીને પ્રેમજીભાઈ ને દવા આપી અને પુછ્યુ 

“ હવે કેવું  લાગે છે ? “

પ્રેમજી ભાઇ એ ખુબ ધીમાં અવાજે જવાબ આપ્યો  

“ રાહત છે.” 

 નિયતિ એ ફરી એમનો પલંગ હેન્ડલ વડે નીચો કર્યો દવા ની અસર ના લીધે પ્રેમજીભાઇ  ફરી ઉંધી ગયા.  નિયતિ  હર્ષવદનભાઇ ની સામે જોયું  તો એ પણ જાગી ગયા હતાં  .એટલે તરતજ એણે પુછ્યુ. 

“ અંકલ તમારા માટે ચ્હા, કોફી કંઈ  લાવું? પછી મારે ઘરે જવું  પડશે પ્રેમજીભાઇ માટે સુપ બનાવવા કહ્યુ છે ડોકટરે “

“  ના બેટા .   મને સાંજે  આદત નથી એટલે તું  નિકળ  વળી તારે પાછું  પણ આવવુ પડશે  અને મોડું થશે. “ 

નિયતિ  ત્યાંથી  ઘરે જવા નિકળી ગઈ.   

હેમંત ભાઈ અને મોહનભાઈ આશ્રમ  પાછા ફર્યા  એટલે તરતજ આશ્રમ ના બધાં મેમ્બર એમની પાસે આવી ને પ્રેમજી ભાઇ ના ખબર પુછ્યાં. ત્યારબાદ બધા જમીને પોત પોતાનાં રૂમમાં ગયાં.  મોહનભાઈ પણ પોતાનાં રૂમમાં ગયાં  પણ એમને એકલાં ઉંઘ ન આવી. એટલે થોડીવાર બહાર વોક કરવા નીકળ્યા. બાબુભાઈ પણ જાગી રહયાં  હતાં.બંને જણા વરન્ડા મા મૂકેલાં હિંચકા પર બેઠાં. થોડીવાર સાવ મુંગા.,એકદમ ચુપ એક આશ્રમના મેદાન ને તો એક અનંત આકાશ ને તાકી રહ્યા.. થોડીવાર પછી બાબુભાઈ  મૌન તોડતાં બોલ્યા. 
“ મોહનભાઈ  શું  આપણીએ  આજ દશા થશે ?”
એમનાં  આ એક સવાલે મોહનભાઈ ને અંદર થી વધું એક વખત હચમચાવી દીધાં. એ ફાટી આંખો એ બાબુભાઈ સામે જોઈ રહ્યા.  પછી તરતજ એ બોલ્યા

“  આવી ...!...એટલે કેવી? “

“ આવી ..એટલે પ્રેમજી ભાઇ જેવી.  આપણે તો હજી સક્ષમ છીએ શરીર થી. આપણને હજું  બધું  યાદ પણ છે. ઘર ,બાળકો,બહારની દુનિયા માં વિતાવેલી જીંદગી નો એ મોટો હિસ્સો.  પણ..  આશ્રમમાં એવા પણ છે જેઓ શરીરે સક્ષમ રહ્યા  નથી.   યાદશક્તિ  પણ હવે સાવ ખલાસ થઈ ગઈ છે.  અરે ઘણાં ને તો હવે ઘર કેવું હતું એ પણ યાદ નહીં રહ્યું હોય.  પોતાનાં બાળકો ના નામ અને ચહેરા પણ ભુલી ગયા હશે . કોણ જાણે એમણે છેલ્લે કયારે એમનાં બાળકો ના મોઢાં જોયાં હશે. આપણાં  વજીબા  અને  ઓલા  અમરશી બાપા બંને  નેવું, પંચાણુના થયાં.  એમની સાથે વાત કરીએ ને તો દર બે મીનીટે એ પુછે કે તમારું નામ ? તમે કયાં રહો છો?એમનાં  કુટુંબ ની વાત કરે અને એજ મિનીટે જો સામો સવાલ કરું કે તમારા ભાઇ  મનુભાઇ  શું  કરતાં  તો તરતજ પુછે ..કોણ મનુભાઈ?   તમને ખબર છે? આજે મેં  પ્રેમજી ભાઇ ની દિકરી  વીણા ને ફોન કર્યો હતો.  પણ હું  બહારગામ છું  નહી આવી શકું  એવું કહી ને તરતજ ફોન મૂકી દીધો. એ વખતે મને ખુબ ગુસ્સો આવેલો ..દિકરો હોત ને તો બરોબર એને બોલત પણ દિકરી ની જાતને કેમ..?  ઘણીવાર તો આ ઉપરવાળા થી ખુબ ગુસ્સો આવે છે. લાંબું જીવતર પણ જીંદગી વગર શું  કામનું?.  આમ કયાં સુધી ચીથરેહાલ થઇ ને  આ  ખોયડાને રજડાવ્યાં કરવાનું? . એના કરતા આ ખોથડો ખાલી કરી ને પંચમહાભૂતમાં  ભળી જવું  સારું. ખરી વિડંબના છે આપણા જેવાં લોકો ની આખી જીંદગી  કુટુંબ અને બાળકો માટે  મજુરી કરો. કરકસર કરી એમના માટે બચાવો અને છેલ્લે એ લોકો આપણને પગલુછણીયા જેટલું પણ મહત્વ ન આપે.. “

મોહનભાઈ બાબુભાઈ ની વાત સાંભળી રહ્યા હતાં.  પણ હજુ પણ પ્રેમજીભાઇ શ્ર્વાસ લેવા જે વલખાં મારી રહ્યા  હતાં  એ દ્રશ્ય  એમની આંખ સામે થી  હટતુ ન હતું એમનું  શરીર એકદમ પાણી પાણી થતુ હતું.   અચાનકજ  

બાબુભાઈ મોહન ભાઈ ને હળબળાવી ને ભાન માં  લાવ્યા. 
“ મોહનભાઈ  શું  થયું  ? તબિયત બરાબર તો છે ને ? “

મોહનભાઈ એ એકદમ પરવશ દ્રષ્ટી થી એમની સામે જોયું. એમની આંખમાંથી આંસુ નું ટીપું  એમનાં ગાલ પર સરી પડયું. એ લૂછતાં એ બોલ્યા..

“ હા તબીયત તો બરાબર છે પણ મારું  મન ઠેકાણે નથી..” 

“ કેમ શું  થયું?”

“ બાબુભાઈ  તમને ખબર છે જયારે પરેમજીભાઇ ની તબિયતવધુ બગડી ને ત્યારે હું  એકલોજ ત્યા હતો.  એમની ગુંગળામણ  મેં પણ ભોગવી છે.  કદાચ એમનાં જેટલી જ.  શું..શું  ભગવાન પણ એટલો નિર્દય છે ..?  મને હજું  આંખ સામે એ દ્રશ્ય  ટળવળે છે. મગજ માં જાણે છપાઇ ગયું  છે આંખ બંધ કરતા જ એ  રીલ જાણે આંખ સામે શરું થઇ જાય છે .  મને થયું  કે જો એમને કંઈ  થઇ જાશે તો ?  હું  એટલેજ બહાર આવી ગયો. આજે રૂમમાં મને એકલાં ડર લાગે છે. “

મોહનભાઈ  અંદર થી ખરેખર ડરેલા હતાં  એટલે બાબુભાઈ એ કહ્યુ. 

“ કોઇ વાંધો નહી આજે હું  તમારી સાથે એ રૂમમાં સૂઇ જઇશ. ચાલો હવે  આપણે આરામ કરીએ. વળી સવારે આપણે  હર્ષવદનભાઇ ને છોડાવવા પણ જવું  પડશે ..એટલે આરામ કરવો જરુરી છે .”


 રાતે આઠ વાગવા આવ્યા  હતાં.  નિયતિ  પ્રેમજી ભાઇ માટે સુપ લઇ ને હોસ્પિટલે હાજર થઇ.  એણે રૂમમાં  પ્રવેશતાં જ બોલવા નું  શરું  કર્યું.

"ચાલો ચાલો અંકલ તમારા માટે ગરમાગરમ સુપ લઇ આવી છું.. ફટાફફટ પી લ્યો. “

અને એ ટીફીન અનપેક કરવા લાગી.  એણે હર્ષવદનભાઇ ભાઇ માટે પણ જમવાનું  પીરસ્યું.  પણ એટલા માંજ ક્ષિતિજ  બહાર થી આવ્યો  અને એટલું જ બોલ્યો. 

“ બંને એ જમી લીધું છે.” 

નિયતિ  એકદમ થી બોલી ઉઠી

“ હેં ...શું...? .”

 પછી એ અટકી એણે ક્ષિતિજ ની સામે થોડા રોષ થી જોયું. પછી ફરી બોલી..

“ ટિફિન તો અત્યારે હું  લઇ ને આવી ..પછી  એમણે કઇ રીતે જમ્યુ . ?  અને શું  આપ્યું  એમને...? એમને ફકત આજે સુપ અથવા એકદમ લિક્વીડ ખચડી જ આપવાની હતી. “

“ હા એજ આપ્યુ છે”

ક્ષિતિજે વાત ટુંકા માં પતાવી. હર્ષવદનભાઇ થોડીવાર બહાર ફ્રેશ થવા ગયા હતાં.  એટલે ક્ષિતિજ ત્યાં ખુરશીમાં બેસી ગયો. એટલે નિયતિ એ વધું  ચીડ થી કહ્યુ. 

“ તમારે ફકત સાથે જે રહે એમનું ટીફીન લાવવું  એવી વાત હતી.  અને પેશન્ટ નુ તો મારી જવાબદારી  છે. તમે ફકત તમારું  કામ કરો અને મને મારું  કરવા દ્યો. “

ક્ષિતિજ  એની સામે જ જોઇ રહયો એને કંઇપણ રીએકશન આપ્યું નહી અને પોતાનો મોબાઇલ કાઢી ને એમાં ગેમ રમવાનું શરું  કર્યું. નિયતિ વધુ ચિડાઈ.  એણે તરતજ થોડું  મોટે થી કહ્યુ. 

“ યું  અન્ડસ્ટેન્ડ ? “

ક્ષિતિજ  કંઈ જ બોલ્યા વગર પોતાના હોઠ પર આંગળી મુકી ને નિયતિ ને ચુપ રહેવા ઇશારો કર્યો . નિયતિ થોડી ગુસ્સા મા રુમની બહાર નિકળી ગઇ.અને બહાર રૂમના બારણા પાસે ઉભી ઉભી બબડવા લાગી. 

“ સમજે છે શું  એના મનમાં.. “

એટલામાં જ હર્ષવદનભાઇ ત્યા  આવ્યાં. એણે નિયતિ ના ખભા પર હાથ મૂક્યો. 

“ શુ થયું?”

“ મને....? મને કંઈ નહી અંકલ એ...એતોઓ..એમજ..”

હર્ષવદનભાઇ થોડું હસ્યા..

“ કંઈ તો છે...  અંદર ક્ષિતિજ તને કંઈ બોલ્યો?” 

નિયતિ ચુપ રહી એટલે હર્ષવદનભાઇ સમજી ગયાં..એમણે ફરી કહ્યુ  

“ શું  કહેવું છે ? બોલ.. હું એનો બાપ છું  પણ તારા અને મારા વચ્ચે મિત્રતા છે એટલે આપણો સબંધ વધું ઉચો ગણાય .”

એમનું  આટલું  બોલતાજ નિયતિ નો ગુસસો ઓસરી ગયો. એ થોડું  હસી.

“ અરે..અંકલ એવું  કંઈ નથી.પણ હું  પ્રેમજી અંકલ નું  ટીફીન લાવવાની જ હતી અને એ... અને પાછું  એનામાં સહેજ પણ નરમાશ નથી.ખુબજ જીદદી ને એકડુ છે.” 

“ ના બેટા..વાત એમ છે કે તું  સાત વાગે અહીં થી ઘેર ગઇ ત્યારેજ એક દવા પ્રેમજી ભાઇ ને  આજના દિવસે વહેલી આપવાની હોય ડોકટરે  વહેલાં  જમાડવા કહ્યુ  એટલે  મેં જ એને કહ્યુ  હતું.. ઘર નજીક હોય એ લઇને વહેલો આવી ગયો .બાકી ના ત્રણ દિવસ  તુજ લાવજે.” 

નિયતિ ને પોતાના આગળ ના અને અત્યાર ના વર્તન પર શરમ આવી.  એટલામાં ક્ષિતિજ બહાર આવ્યો એટલે હર્ષવદનભાઇ એ નિયતિ ની ઓળખાણ કરાવી. પણ ક્ષિતિજે વધું  કંઈ રીએકશન આપ્યું નહી. હર્ષવદનભાઇ એ નિયતિ ને કઇ રીતે અહીં આવી પુછતાં નિયતિ એ રિક્શામાં  આવીછું  જણાવતા તરતજ એમણે ક્ષિતિજ ને કહ્યુ. 

“ તું  ..આને ઘર સુધી પહોંચાડી દે. નવ વાગ્યા છે એને મોડું  થશે તો પંકજભાઇ ચિંતા કરશે. “

ક્ષિતિજ ને મનમાં તો ઘણે હરખ હતો નિયતિ સાથે એકલાં  થોડો સમય મળશે.પણ  છતા એ નાટક કરતાં બોલ્યો. 

“ હું...એમને રિક્શા સુધી પહોચાડી આવું.. પછી એ જતાં રહેશે ને ?”

હર્ષવદનભાઇ એ તરતજ કહ્યુ...

“ એ તો હું  પણ કરી શકું..તને કહ્યુ  એટલું  કર..બસ”

ક્ષિતિજ  રાજી થઈ ગયો. કે  માન પણ રહ્યું  અને કામ પણ થઇગયું.  એણે નિયતિ ને હાથ નો ઇશારો કરતાં કહ્યુ. 

“ ચલો મેડમ તમને પહોચાડી દઉ.” 

નિયતિ એની સામે એકદમ આંખો પહોળી કરી.અને બોલી.

“ મારે મારા ઘરે જ પહોંચવું  છે.”

પછી હર્ષવદનભાઇ અને પ્રેમજી ભાઇ ને  આવજો કહીને એ ક્ષિતિજ સાથે ઇમર્જન્સી વોર્ડ ની બહાર ગઇ.બંને ને સાથે બહાર જતાં જોઈ ને હર્ષવદનભાઇ નું મન ખૂબ  રાજી થયું  અંતરથી બંને ને જીંદગી ભર સાથે રહે એવાં  આશીર્વાદ આપ્યા.  અને તરતજ પંકજભાઇ ને ક્ષિતિજ નિયતિ ને ઘરે મૂકવા આવે છે એવો ફોન કરી દિધો. જેથી એમને ચિંતા ન થાય.

ક્ષિતિજ  આગળ અને નિયતિ એની પાછળ ઝડપભેર ચાલી રહી હતી.  ક્ષિતિજ ની કાર આવતાં જ એ જલદીથી ગાડી માં બેસી ગયો. પણ એણે બીજા બધાં દરવાજા  લોક રાખ્યા  .નિયતિ  દરવાજો ખોલવાં મથી રહી હતી એટલે ક્ષિતિજે હાથ વડે ઇશારો કર્યો કે ઉભી રહે.એણે  અંદર થી દરવાજા  અનલોક કર્યા. એટલે નિયતિ તરતજ પાછળ ની સીટ પર બેસી ગઇ.  આ જોઈ ને ક્ષિતિજ બોલી ઉઠયો.

“ હું  તમને મેડમ કહું  એનો મતલબ એ નથી કે હું  તમારો ડ્રાઈવર છું.  એટલે મહેરબાની કરી આગળ બેસો.”

“ હું  અજાણ્યા માણસ સાથે આગળ ન બેસું. “ 

નિયતિ એ વળતો જવાબ આપ્યો. 

“ આપણે હવે અજાણ્યા રહ્યા નથી.એટલે આગળ બેસો નહીંતર હું  પપ્પા ને કોલ કરુ છુ. કે આ મેડમ ને મારો પરીચય આપો..આમતો હેમંતભાઈ  તમને મારો પરીચય આપી ચુક્યા છે.પણછતાં તમને કન્ફર્મ થઇ જાય.”

નિયતિ  ચૂપચાપ..આગળ આવી ને બેસી ગઇ. ક્ષિતિજ  હવે કાર ને સેલ્ફ માર્યો.  એણે જાણી જોઈને ને કાર ને ચાલું કરવા માં વાર લગાડી જેથી નિયતિ સાથે થોડો વધુ સમય પસાર કરી શકે.  અને પોતાની હરકતો થી નિયતિ ઇરીટેટ થાય છે એ ખુબ સારી રીતે જાણતો હોય એ વારંવાર  એ ચીડાય એવી હરકત કરતો . કાર સ્ટાર્ટ થતાં જ એણે પહેલા તો એકદમ રેસ કરી અને ઝટકા થી ગાડી ચલાવવાનું શરું કર્યું.  નિયતિ  પહેલી જ વાર મા ડરી ગઇ . એના મોઢાંમાંથી ચીસ નીકળી ગઈ. 

“ ઓહ...મા... આ..આ કઇ રીત નું ડ્રાઇવિંગ છે..?.. પ્લીઝ તમે જો આમ જ ચલાવવા ના હોય હું  રિક્શા વધુ પ્રિફર કરીશ...”

ક્ષિતિજ એની સામે જોઈ ને એકદમ નાનાં બાળક ની જેમ હસ્યો..અને નિયતિ ને હેરાન કરવા બોલ્યો...

ક્રમશ::