kshitij - 11 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ ભાગ - 11

                     ક્ષિતિજ 
                   ભાગ- 11

ડો. અવિનાશ વસાવડાની  કેબીનના દરવાજા પર હળવું નોક થયું. જરા સરખો દરવાજો ખુલ્યો.અને અવાજ આવ્યો.
 
“ મે આય કમ ઇન સર?”

અંદર થી તરતજ ડો. અવિનાશ  એ 
“ યસ .કમ ઇન “

નો જવાબઆપ્યો. જવાબ મળતાજ નિયતિ  પંકજભાઇ સાથે અંદર દાખલ થઇ. એણે તરતજ ક્ષિતિજ ને જોઈ ને આશ્વર્ય થી આંખો પહોળી કરી .પછી તરતજ  પૉતાની જાત ને સંભાળતા ચેહરા ને સંપુર્ણ રીએકશન લેસ કરી હળવા સ્મિત થી ઢાંકી લીધો. જાણે પોતે કંઈ રીએકટ જ નથી કર્યુ.  એ હળવું  સ્મિત  એનાં ચહેરાની સુંદરતા ને વધારી રહ્યુ હતું.   એની સાદાઇ એની  એનું સામાન્ય દેખાવું પણ એની સંદરતા વધારનારા પરિબળો હતાં.   એ ધીમેથી અંદર આવી ને પંકજભાઇ સાથે ઉભી રહી ડોક્ટર એ પંકજભાઇ ને ખુરશી પર અને નિયતિ ને એકઝામીન ટેબલ પર બેસવા કહયું. 
ક્ષિતિજ  એ પણ તરતજ પંકજભાઇ સામે એક સ્માઇલ આપી. હજું  એ કંઈ બોલે એ પહેલાંજ પંકજભાઇ એ પુછી નાખ્યુ. 

“ તમે...અહીયાં..? ..એટલે મારું કેહવાનો મતલબ છે કે તમે ખોટો સમય બગાડ્યો  આમ પણ  હું  નિયતિ સાથે આવવાં નો જ હતો...”

એક સેકન્ડ તો ક્ષિતિજ ને થયું  કે આભાર માનવા ને બદલે મને અહીયા હાજર રહેવા બદલ સંભળાવી દીધું  કે ભાઇ તારી કોઈ  જરુર ન હતી. પણ પછી  એક ઉંડો શ્વાસ લેતા એ બોલ્યો..

“ અરે...અંકલ એમા સમય શું  બગડે ..? આમ પણ હું  આર્કિટેક્ટ  છું  અને અવિનાશ સાથે થોડી એની હોસ્પીટલની સાઇટ વિશે વાત પણ કરવાની હતી એટલે આવી ગયો..પણ આન્ટી ને કેમ છે. ? “

 પંકજભાઇ મનમાં તો સમજી ગયા ..”કે જાણું છું બરોબર તને અને તારા ઇરાદો ઓ ને..અહીં વાળમાં સફેદી કંઈ એમનમ નથી આવી” 

પણ પછી એ હળવે થી બોલ્યા..

“ ચાલ્યા કરે..એમનું. તબીયત થોડી એવી .આમતો સારું  છે “

એટલી વાર માં  ડોક્ટર અવિનાશ  નિયતી ના પગ ને તપાસી ચુક્યા  હતાં  એટલે તરતજ એ એમની ચેર પર આવીને બેઠાં. અને બોલ્યા. 

“ પંકજભાઇ  શી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન નાવ. ધ્યાન ફકત એ રાખવા નું  કે થોડા દિવસ  પગ ખેંચાય કે વજન આવે એવું કામ ન કરવું  અને દિવસ મા બે વાર હજુ પણ બરફ નો શેક કરવો .” 

ડોક્ટર  હજુ વાત પુરી કરે એ પહેલાં  ક્ષિતિજ ફરી બોલી ઉઠ્યો. 

“ અરે...અવિનાશ  એમનાં પત્ની ને  આર્થરાઇટીસ છે. એકવાર તું  ચેક કરી લે ને..”

અવિનાશ  સમજી ગયો આટલો બધો રસ લેવાનું  કારણ એકજ હોય .. આ છોકરી..એટલે એણે તરતજ પુછ્યુ. 

“ ઓહ.....અચ્છા  ..?? “ 

અવિનાશે આશ્વર્ય દર્શાવતા કહ્યુ.  પછી તરતજ એ બોલ્યો. 

“હા હા.. એની ટાઇમ ..તમે પંકજભાઇ  એમને લઇ ને આવો આ મારો પર્સનલ નંબર છે આપ એકવાર ફોન કરી ને જાણ કરી દે જો. અને હવે નિયતિ  ને સારું  છે . હવે એનું  રુટીન ફોલો કરી શકશે.આ દવા લખું છું  એ ત્રણ દિવસ રાત્રે  સુતી વખતે લેવી બસ..પછી  કંઈ જરુર નથી.”

“ સારું  સાહેબ ..તો હવે રજા લઇએ..”

પંકજભાઇ અને નિયતિ  ત્યા થી  નીકળી ગયાં.  ક્ષિતિજ નિયતિ ને દરવાજા ની બહાર જતા એકટસે જોઈ રહયો હતો. પણ એની અપેક્ષા મુજબ નિયતિ એ એક પણ વખત પોતાની સામે જોયું  નહીં.  એટલે મનમાં ને મનમાં  બબડ્યો. 

“ બાપ દિકરી બંને સરખાં છે ..બાપે તો ડાઇરેકટ પુછી જ નાખ્યુ અને દિકરી ..એતો એના થી પણ બે વેંત ચડિયાતી   હું  સમજી જાત કંઈ પણ બોલ્યા વગર ફકત આંખો થી પણ થેન્કસ કહીજ શકાય.”

 અચાનક  એના ગાલ પર  થોડા માપસર ફોર્સ થી એક જટકો પડ્યો. અને એ એના વિચારો માથી બહાર આવ્યો.
.
“ એ ભાઇ દરવાજો બંધ... શી ઇઝ ગોન...”

અવિનાશે  એની મશ્કરી કરતાં કહ્યુ. 

“ કોણ ..શું...  આ..શું  બોલે છે તું..એ..એ..વું  કાઇ નથી..”
ક્ષિતિજ  પોતાનાં હાવભાવ ને છુપાવતા બોલ્યો. 
“ ઓહો..તો પછી વગર કારણે કેમ અહીંયા  ટપકી પડ્યો..? મેં  બોલાવેલો તને ?.. “

અવિનાશે તરતજ સવાલ કર્યો. 

“ અરે..ના ના..એ તો તારી હોસ્પીટલ ને લગતી એક સાઇટ જોએલી એટલે થયું કે વાત કરી લઉ..બા...આઆકીઈઈઈ કાઇ નહી..” 

હવે વધું કંઈ કોમેન્ટ થાય એ પહેલાં  ક્ષિતિજ  ખુરશીમાં થી ઉભો થઇ  ગયો ..

“ હાલો..હવે રજા લઉ..”

અવિનાશે ફરી એને પકડયો..

“ શેની ભાઇ ? તું  જેકામ માટે આવેલો એ તો ભુલીજ ગયો...”

“ કયું   કામ...?”

ક્ષિતિજ ઉતાવળમાં બોલ્યો. એટલે તરતજ અવિનાશ ને મોકો મળી ગયો ..

“ બેસ હવે  અહીંયા.  તું  મને મુરખ સમજે છે? ઓર્થોપેડિક સર્જન  છું.. ભણેલો ગણેલો સ્માર્ટ  ..તારી જેમજ..   અહીયા તુ હોસ્પીટલમાં ની સાઇટ વિશે વાત કરવા આવેલો અને એ છોકરી ના જતાં જ તારે પણ રફુચક્કર  થવું  છે..  અનેક્ષિતિજ ગજજર તમે જે રીતે એ છોકરી ની સામે જોઈ રહ્યા હતાં  હું  નહી એમનાં  બાપા પણ સમજી જ ગયાં  હશે..."

અવિનાશ ખડખડાટ હસવા લાગ્યો...ક્ષિતિજ પણ  એની સામે હસ્યો અને  એની આદત મુજબ  માથામાં હાથની આંગળીઓ વળે વાળમાં  હાથ ફેરવતા  ખુરશીમાંબેસી ગયો.  એટલે અવિનાશ એ તરતજ  બે ચ્હા મંગાવી..અને કહ્યુ. 

“ બોલો હવે તમારી રામકહાણી ક્યા  અટકી છે..? આપણે આગળ  વધારવી પડશે ને?”

ક્ષિતિજે માંડી ને બધી વાત કરી.

“ જો અવિ  મને એવી કોઈ ફિલીંગ નથી એના માટે. દેખાવે સાવ સામાન્ય છે. પણ એક સ્પાર્ક છે એનામાં.. એ સામે આવતાજ હું  બધું ભુલી જાવ છું. તને ખબર છે મારા બાપા હર્ષવદનભાઇ ગજજર પણ મારી પાછળ પડી ગયા હતા .એના ઘેર જા   એની ખબર પુછ..ત્યારે મને લાગ્યુ  કે એ એમનો પુત્ર પ્રેમ હોઇ શકે . પણ  એક વાત તો સત્ય છે કે મારું મન આ છોકરી..એટલે નિયતિ તરફ ખેંચાય છે.. પણ એને આવું કંઈ ફિલ થાયછે કે નહી એ જાણવું છે બસ.”

“  હમમ.. ચાલો તો હવે એ કામ પર પણ લાગી જઇએ..” 

અવિનાશ બોલ્યો.. 

નિયતિ  એ ઘરે જતાં વેંતજ  હર્ષવદનભાઇ ને ફોન કર્યો.હર્ષવદનભાઇ પણ ફોન પર ટાંપીને બેઠા હતા.  કા તો ક્ષિતિજ અને કાંતો નિયતિ બે માંથી  એક તો કોલ કરશેજ. એટલે એમણે સહેજ પણ રાહ જોયાં વગર તરતજ ફોન ઉપાડી લીધો. 

“ હા...હલો.. બોલ નિયતિ  કેમ છે તને?..”

“ મને હવે એકદમ ઓલરાઈટ છે. અને હા ..કાલ થી હું  ફરી આશ્રમ આવીશ. “

“ વાહ..ખુબ સરસ ..હવે ફરી જામશે. હમ તુમ ઔર મોહનલાલ     “

નિયતિ અને હર્ષવદનભાઇ બંને ખડખડાટ હસી પડયાં. હર્ષવદનભાઇ ને વાત જાણવા ની ઉતાવળ હતી કે આજે ક્ષિતિજ  નિયતિ સાથે ચેકઅપ માટે ગયો કે નહી . એટલે એમણે તરતજ પુછ્યુ.

“ સારું  .એટલે ફાઇનલ ચેકઅપ પણ થઇ ગયું ને..? “

“ હા અંકલ”

“ અને ..પેલો છોકરો જે ગઇકાલે  તારા...”

હજું  હર્ષવદનભાઇએ વાત જાણવા માટે પ્રશ્ર્ન કર્યો  અને આગળ કંઈ બોલે એ પહેલાજ નિયતિ એ શરું  કર્યું. 

“ અરે..હા. અંકલ  એ વાત તો કહેવાની ભુલાઈ જ ગઇ. એટલો નક્ટો અને ઢીઢ છે..એ છોકરો..”

“ કેમ..? શું  થયું ફરી? એણે કંઈ  મીસબીહેવ કર્યું?”

“ ના ..ના અંકલ એવું  તો કંઈ  નહી. પણ પપ્પા એ ના પાડેલી છતાં  એ  અમારી પહેલાં  ડોક્ટર ની કેબીન માં  હાજર હતો. અને વળી  પોતાની જાતે જ મમ્મી ના આર્થરાઇટીસ વિશે પણ વાત કરી દીધી.   એટલો દોઢ ડાહ્યો છે..ને. “

હર્ષવદનભાઇ  હસવા લાગ્યાં.  

“ સાચું  કહું  નિયતિ..? મને તો લાગે છે કે તું   એને ગમી ગઈ  છે..નહીંતર  અત્યાર ના છોકરાવ તો સાવ  શેમલેસ હોય એમને આટલી કેર કરવા ની પડી પણ  ન હોય.  આ..આ .કંઈ  અલગ જ કેસ લાગે છે..” 

“ હમ... પણ અંકલ..”

આટલું  બોલી ને નિયતિ અટકી..

“ પણ..? ..પણ શું  ? કેમ તને એ છોકરો નથી ગમતો.?”

“ શું  અંકલ તમે પણ.એમ કંઈ  આપણે કોઈ ને ગમાડીએ એટલે એ પણ અપણેને .?. એ..એવું  થોડું હોય. ?”

“ આહા મતલબ તને એ છોકરો ગમે છે એ વાત પાક્કી..”

“ ના ના..હોતા હશે કંઈ.? અમારા બંને વચ્ચે  આસમાન જમીનનો તફાવત છે.  ક્યા  એ લકઝુરિયસ કારમા ફરતો અને કયાં હું  .. “

“ એવું  થોડું  હોય બેટા..પ્રેમ તો પ્રેમ હોય એમાં સ્ટેટસ અને પૈસા ના તફાવત  ન જોવાના હોય.”

“ તમારી વાત સાચી છે અંકલ  પણ  હું નથી ઇચ્છતી કે...”
“ કે..?”

એટલામાં  હર્ષવદનભાઇ ના ફોન પર કોઈ નો કોલ એલર્ટ  સંભાળાયો. એમણે તરતજ જોયું  તો ક્ષિતિજ  હતો એટલે એમણે  નિયતિ  ને કહ્યુ. 

“ નિયતિ  એક અગત્ય નો ફોન આવે છે હું  પછી વાત કરું.  અને હા આ બાબતે આપણે કાલે  રૂબરૂ ચર્ચા  કરશું   “

“ ઓકે   અંકલ “

નિયતિ એ ફોન કટ કરતાજ હર્ષવદનભાઇ એ તરતજ ક્ષિતિજ ને કોલ કર્યો .

“ હા..હલો..બોલ આજે તો આ સમયે તને વાત કરવાનો ટાઇમ મળ્યો..?”

ક્ષિતિજ  થોડો ચિઢાયો. 

“ અરે..યાર તમે તો !!  .. રાત્રે  ફોન કરું  તો કે આટલો મોડો. અત્યારે કરું  તૉ કે આટલો વહેલો?  હવે તમારી  ફરીયાદો એકબાજુ મુકો અને  સાંભળો... હું..હું    આજે . હોસ્પીટલમાં ગયો હતો “

હર્ષવદનભાઇ  હવે મલકાયા 
“ હમમ...”

એમણે જવાબ આપ્યો. 

“ પપ્પા  એ..એ..છોકરી આજે ત્યા  આવી હતી.. એના પપ્પા  સાથે..”

“ હા.. તો..?”

  “ તો શું...? જેવું  તમને લાગતું  હતું  એવું  અવિનાશ  ને પણ લાગ્યુ..” 

“   ઓહોઓઓ....!! પછી.? ”

હર્ષવદનભાઇ  એ ફરી ટુકા મા જવાબ આપ્યો.
.
“ અરે શું  તમે પણ..હા,..તો .,.શું ,પછી, ની રટ લીધી છે..   તમને વાત મા રસ જ નથી.. જવાદો..”

હર્ષવદનભાઇ ને થયુ કે બેટા આ વાત મા જેટલો રસ છે બીજે કયાંય  નથી  પણ.છતા એ નીરસતા થી બોલ્યા  ..

“  હા તો પણ આગળ  શું..? તને તો એ ગમતી નથી ને ? પછી ? “

“ એ...વું   તમને કોણે કહયું ?”

 “ એટલે..? એવું  તેં જ કહેલું  ..યાદ કર.”

હર્ષવદનભાઇ એ થોડા ઉચા અવાજ મા કહયું
“ અરે....ના ના..નથી ગમતી એવું  ક્યાં કહેલું?  એ તો તમે તરતજ વાત લઈને બેઠા તો  શું  કહું ? અના આમ પણ મને ગમે એના થી શું  ફર્ક પડવા નો ? હું  પણ એના ગમવો જોઇએ.  “ 

“ હા..એ વાત સાચી .”

હર્ષવદનભાઇ એ કહ્યુ. 

“ પણ પપ્પા  એક વાત કહું..? “

“ હા..”

“ છોકરી બધી રીતે બરાબર છે પણ.”

“ પણ?”

“ પણ થોડી અકકડ અને અભિમાની તો છે જ.. “

“ કેમ..શું  થયું?”

“  તમને ખબર છે? આજે હોસ્પિટલ માં  એક  વાર પણ મલકી નહી મારી સામે. અને હું..હું  તો  એ જયારે મારી સામે જોતી એક મસ્ત સ્માઇલ આપતો. અને વળી જયારે આવી ત્યારે મારી સામે એટલી આખો પહોળી કરી ને જોયું  કે જાણે હું  કોઈ ભુત હોય..”

હર્ષવદનભાઇ એકદમ હસવ લાગ્યા.. 

“ હશે બેટા ..પણ આપણે ફાઇનલ તો તારી “ હા” છે ને?”

હર્ષવદનભાઇ એ હા પર થોડો ભાર મુકતાં  કહ્યુ. અને ક્ષિતિજ એ શરમાઈ ને હા પણ પાડી.. અને  કોલ કટ કર્યો. હવે હર્ષવદનભાઇ  ને નિરાંત થઇ. એક તરફ થી ચોખ્ખી હા આવીગઇ હવે નિયતિ તરફ થી ચોખ્ખી હા આવે પછી એકદમ શાંતી.  એટલામાં  જ મોહનભાઈ આવ્યા. 

“ હર્ષવદન  જલદી હાલો. આપણે ઓલા પ્રેમજી સુથાર ની તબીયત  ખરાબ છે અને હેમંતભાઈ પણ નથી .આપણેજ કંઈ કરવું  પડશે.”

“ અરે..શું  થ્યું.? એ તો બહું  હેલ્ધી માણસ છે .”

“ ખબર નહીં  સવાર થી થોડું  બેચૈની જેવું લાગતું હતું  પણ કોઈ ને કહ્યુ જ નહીં. અને અત્યારે  હાંફે છે. અને બોલી પણ નથી શકતાં..”

“ ઓહો..હાલો હાલો...”

હર્ષવદનભાઇ અને મોહનભાઈ  તરતજ પ્રેમજીભાઈ ના રુમપર ગયાં  અને જતી વખતે જ હર્ષવદનભાઇ એ આશ્રમ માં આવતાં  જનરલ ફીઝીશીયન ડો. પટેલ ને અને હેમંતભાઈ ને  ફોન કરી દિધો. જેથી એ  થોડીવાર માજ પહોચી ગયા. અને પ્રેમજીભાઈ ને તપાસ્યા અને એમને અસ્થમાનો સીવીયર એટેક જે એવું  કહયું. અને તાત્કાલીક  હોસ્પીટલમાં લઈ જવા પણ કહ્યુ. ડો.પટેલ એ જ તરતજ એમ્બ્યુલન્સ ને કોલ કથી ને બોલાવી અને પ્રેમજીભાઈ ને નજીકની હોસ્પીટલમાં  એડમીટ કરી ટ્રીટમેન્ટ શરુ કરાવી આપી.દરમ્યાન  બાબુભાઈ એ પ્રમજીભાઇ ની દિકરી ને પણ ફોન કરી દિધો હતો. પણ તેઓ બહારગામ છે આવીનહી શકે એવો જવાબ આપીને ફોન મુકી દિધો.  હેમંત ભાઈ  પણ તરતજ હોસ્પીટલમાં પહોચી ગયાં અને ડોકટર સાથે વાતચીત કરી.  પ્રેમજીભાઇ સાથે મોહનભાઈ રોકાયા અને બાકી બધાં આશ્રમ પર પાછા ગયાં.  બધાં થોડી ચિંતા મા હતાં. બાબુભાઈ પ્રેમજી ભાઇ નક દિકરી એ આવવાં માટે બહાનું  કાઢતાં ખુબ દુખ થયું.. પણ એ થોડા સ્વભાવથી કડક હોય એ વાત ભુલી ને બીજી વાતો મા લાગી ગયાં..થોડીવારમાં જ આશ્રમ નો ફોન રણકયો..

“ હલો ...હું “

ક્રમશ. :










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED