"આજે પણ મોડું થઈ ગયું."સાગર બસ માટે ખૂબ જ ઝડપથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો. હાંફતો-હાંફતો બસ સ્ટેન્ડ પર પહોંચ્યો."as every day, before two minutes."ત્યાં પહોંચીને સાગર મનમાં બબડયો.ત્યાં તો એને પેલી છોકરી યાદ આવી,તેને તરત જ બસસ્ટેન્ડના એ ખૂણા તરફ જોયું,એ ત્યાં જ બેસી હતી.
સાગર કોલેજના પહેલા વર્ષમાં હતો.આ અંજાની છોકરી તેના કલાસમાં જ હતી.બંને એકબીજાને જોતા પણ એકબીજા સાથે વાત ન કરે.બંને એક જ બસમાં દરરોજ મુસાફરી કરીને આવતા જતા.બંને એવા જડ જેવા કે એકબીજાનું નામ પણ પૂછ્યું ન હતું.એકબીજા સામે હસતા પણ નહી.
આમ ને આમ કોલેજને બે મહિના પુરા થઈ ગયા.ચોમાસું બેસી ગયું હતું.ત્રણ દિવસથી વરસાદે રમઝટ જમાવી હતી.પણ ગઈ રાત્રે તો હેલી નહી,સાંબેલાધાર વરસાદ થયો હતો. ટીવીમાં સમાચાર ચાલતા હતા.-"આજે શહેર રાત્રીના વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે,સતત હેલીનો ધીમો વરસાદ ચાલુ છે."
"અરે! મારે આજે કૉલેજમાં પ્રોજેક્ટના ડિકશન માટે જવાનું હતું." સાગર સોફા પર વ્યાકુળ થઈને બેઠો-બેઠો વિચાર કરતો હતો. "મમ્મી ,પપ્પા આજે ઓફિસ નથી ગયા?"
"ના ,બેટા એમને થોડો તાવ છે,આજે ઘરે જ આરામ કરશે." સાગરના મમ્મી કપડાં વોશિંગ મશીન માં નાખતા બોલે છે. સાગર ફોનમાં કેટલાક મિત્રોને મેસેજ કરે છે.બધા પાસે તો પોતાની ગાડી હતી.તેઓ તો આવવાના જ હતા.
સાગર રેનકોટ પહેરીને બસ સ્ટેન્ડ તરફ નીકળે છે.ગલીની બહાર નીકળતા જ રમેશકાકા મળ્યા.
"બેટા, આજે સિટીબસ તો બંધ છે.એમ પણ વરસાદમાં કોણ કોલેજ આવશે." રમેશકાકા એટલું બોલીને ચાલતા થાય.સાગર ઘરે જાય છે.હવે શું કરું? ના વિચાર સાથે તે ઘરના ઉબરામાં ઉભો રહે છે.ત્યાં તો તેની નજર તેના પપ્પાના બાઈક પર પડે છે.
"પપ્પા,ખાલી આજનો દિવસ ,પ્લીઝ....,હું ગ્રુપમાં કામ કરવાનો છું.મને કંઈક કરવાનો મોકો મળ્યો છે.પ્રોગ્રામનું મેનેજમેન્ટ અમે કરવાના છે.આજે ડિકશન છે.બધાંને પોત-પોતાની ડ્યૂટી આપવાના છે."
"પણ આજે કોણ આવશે?વરસાદમાં?" તેના પપ્પા પલંગમાં પડ્યા-પડ્યા બોલે છે.સાગર પોતાના ફોનમાં બધાં મેસેજ બતાવે છે.તેના પપ્પા હા પડે છે. તે બાઈક લઈને નીકળે છે.સોસાયટીમાંથી નીકળતા થોડે આગળ પેલું બસ સ્ટેન્ડ દેખાય છે.ને ત્યાં પેલી છોકરી.સાગર બાઈક પાછી વાળીને બસ સ્ટેન્ડ પર લઇ જાય છે.પેલી છોકરી પાસે ઉભી રાખે છે.
"હાય" સાગરને પણ ખબર ન હતી કે તે એવું શા માટે કરી રહ્યો હતો.
"ય.....સ....."જાણે કોઈ અજાણ્યુ હોય તેમ જવાબ આપે છે.આ સાગર અજાણ્યો હતો,પણ કલાસમેટ તો હતો.
"આજે બસો બંધ છે." સાગર બાઈક બંધ કરે છે.
"હા, મને ખબર છે. રીક્ષાવાળાએ કીધુ."તે વાત નો અંત લાવવા માંગતી હતી.
"સાથે બમણું ભાડું પણ કીધુ હશે."સાગર સ્માઈલ આપતા બોલે છે.
"તમારે કઈ લેવા દેવા." તે થોડો ગસ્સો બતાવતા બોલી.
"લેવા દેવા તો કઈ નથી.આ તો એક જ કોલેજના છીએ તો મદદ કરી દઉ અને હા,આજે કોઈ કોલેજ નહી આવે,બહુ ઓછા હશે." સાગર ફરીથી સ્મિત કરે છે.
"તો તું શું કામ જાય છે?" ફરી એક વાર તિરસ્કાર માં જવાબ.
"કારણ કે.....પંદર દિવસ પછી કોલેજમાં જે ઇવેન્ટ થવાની છે,તેના મેનેજમેન્ટ ગ્રુપ માં હું છું." સાગર થોડા ગર્વ થઈ બોલે છે. "હવે શું વિચાર છે?"
"ઓ...કે...બટ...."તેની વાત સાગર કપતા બોલે છે. "હું બસના રૂટ પરથી જ ગાડી જવા દઈશ બસ." તેણી સ્માઈલ આપીને બેસે છે.એક ધીમો અવાજ આવે છે,"થેન્ક યુ."
"Your welcome"
અડધા કલાક પછી તેઓ કોલેજ પહોંચે છે.બાઈક પરથી ઉતારીને તે ઉભી રહે છે.સાગર પુછે છે."કોઈ તફલીક?"
"હા,તમારું નામ?"
"સાગર,અને તમારું નહી તારું"
"તમારું નામ?"
"પ્રકૃતિ અને તમારું નહી,તારું ચાલશે."બંને હસી પડે છે.પછી સાગર પોતાની મિટીંગ તરફના રસ્તે ચાલે છે.
"એક મિનિટ સાગર,ઉભો રહે."પ્રકૃતિ પાછળથી બૂમ પાડે છે.સાગર આશ્ચર્યથી પાછળ ફરે છે.
"મારે તારું કામ છે,એ જ કામના કારણે તારી જોડે બાઈક પર બેઠી હતી." તે શરમ અનુભવતી હોય તેમ નીચે જોઈને બોલે છે.
"મારાથી શક્ય હશે તો જરૂર કરીશ." સાગર શાંતિથી જવાબ આપે છે.
"મારે પેલી ઇવેન્ટમાં મેનેજમેન્ટ ટીમમાં કામ કરવું છે." એના અવાજમાં ખચકાટ હતો.
"ઓકે, ટીમમાં એક-બે વ્યક્તિની જરૂર છે જ, ક્યાંક તારો પણ નંબર લાગી જાય." સાગરના મગજમાં પ્રકૃતિના ટીમમાં આવવાની સંભાવનાની ગણતરી ચાલતી હોય તેમ બોલે છે.
"સાચે, હું આવી શકીશ." પ્રકૃતિ ઉત્સાહમાં આવી જાય છે.સાગર માત્ર સ્મિત કરીને તેનો જવાબ આપે છે.
ગ્રુપ ડિકશનમાં સાગર અને તેની એક બીજી મિત્ર રૂપ બંનેને એ ઇવેન્ટ હોલ ડેકોરેટ કરવાનું કામ હાથ આવે છે.સાગર આગળ વાત કરે છે અને પ્રકૃતિને પણ પોતાની સાથે લે છે.બધાં જ્યારે છૂટા પડે છે.ત્યારે સાગરને પ્રકૃતિ કહે છે,"સોરી, જ્યારે તે મને બાઈક પર બેસવા માટે પૂછ્યું હતું...." સાગર આ વખતે પણ માત્ર સ્મિત આપે છે.
થોડા દિવસો પછી કોલેજની એ ઇવેન્ટ તો પૂરી થાય છે.પણ આ બંનેના વચ્ચે એક સ્નેહનો સંબંધ શરૂ થાય છે.બેચલરના ત્રણ વર્ષમાં ખૂબ જ સારા મિત્રો બની ગયા.મસ્તારમાં પ્રેમીપંખીડા.લોકો પ્રેમમાં સાથે રહી શકતા નથી,અહીં તો સાથે ભણવાનું પણ પૂરું કરવા આવ્યા હતા આ લોકો.
માસ્ટર્સની છેલ્લી પરીક્ષાના છેલ્લા પેપર પછી સાગર પ્રકૃતિને લઈને એક ઘરેણાંની દુકાનમાં લઈ જાય છે. પ્રકૃતિની આંગળીના માપની તેણીની પસંદની વિટી ખરીદે છે.ત્યાંથી તેણીને લઈને શહેરથી થોડે દૂર લઈ જાય છે. "પ્રકૃતિ, હું કોઈને પ્રેમ કરું છું.શું એને આ ગમશે? એ મને લગ્ન માટે હા પડશે?"
પ્રકૃતિના મગજમાં વિચારોનું વાવાઝોડું આવે છે. તેની આંખો ભરાઈ આવે છે,એને જાણે આંખે અંધારા આવે છે. "સ...સાગર ત...તો શું આપણી વચ્ચે બધું જે હતું એ સાચે જુઠાણું હતું? શું એ મારો ભ્રમ હતો?" તે એકદમ રડમસ અવાજમાં બોલે છે.
સાગર એકદમ શાંતિથી બોલે છે."હા"
" તું એ મારા સવાલનો જવાબ ન આપ્યો."સગાર ના અવાજમાં પ્રકૃતિને નિર્દયતા લાગી.
"હા" પ્રકૃતિ મોં ફેરવી લે છે.સાગરથી થોડે દૂર જતી રહે છે.
"પ્રકૃતિ એને હું ફોન કરીને અહીં હમણાં જ બોલવું છું." સાગર ફોન કાઢે છે.પ્રકૃતિ ઝાડ પાસે જતી રહી હતી,તેણે માત્ર સાગરની વાત સાંભળી, જવાબ ન આપ્યો.સાગરએ કોલ કર્યો. પ્રકૃતિના ફોનની રીંગ વાગી, ફોન સાગરનો હતો.તેણે ફોન ગુસ્સામાં કાપી નાખ્યો. નથી વાત કરવી. ફરી ફોન આવ્યો.મારી ફીલિંગ્સ સાથે રમ્યો.ફરી કાપી નાખ્યો.
"પ્રકૃતિએ ફોન જ કાપી નાખે છે."સાગર ફરીથી ફોન કરે છે.ત્યારે પ્રકૃતિના મગજમાં ઝબકારો થયો. તે પાછળ ફરી તો સાગર ગોઠણ પર રીંગ આગળ કરીને બેઠો હતો.પ્રકૃતિ આ જોઈને ભાવુક થઈને ત્યાં જ બેસી પડી, તેની આંખોમાં પાણી હતું.તે મોં પર હાથ દઈને-"ઓ.. માય.. ગોડ.." સાગર નજીક જાય છે.-"વિલ યુ મેરી મી."
પ્રકૃતિ શાંત થાય છે, પછી ના પાડે છે. "તો મારે સાચે જ પેલીને ફોન કરવો પડશે." સાગર આંખના ઉલારા કરતા બોલે છે.
"યુ લાયર" આટલું બોલીને પ્રકૃતિ સાગરને મુક્કા મારે છે. "આઉ... આઉ,આઉ તારા હાથ વાગે છે,પ્રકૃતિ તને ખબર છે." પ્રકૃતિને ખબર જ ન હતી કે તેની આંખમાંથી ખુશીના કે દુઃખના આંસુ પડે છે. તે બસ સાગરને મારતી જતી હતી.
સાગરે તેને હાથ પકડીને અચાનક ખેંચીને પોતાની છાતી સરખી ચાંપી. "અરે! હા બોલ કે ના."
પ્રકૃતિને આજે સાગરના બાહુપાશમાં બંધાઈને એક અનેરી હૂંફ મળતી હતી. તે સાગરને વળગી રહે છે. "સાગર હજાર વખત હા." બંને થોડીવાર સુધી એમ જ ઉભા રહે છે.
આ વાતને છ મહિના થઈ ગયા હતા.સાગર નોકરી માટે શહેરની બહાર એટલે બેંગ્લોર જતો હતો.કોઈ IT કંપનીમાં, એક વર્ષ પછી ફરી અહીં પોતાના શહેરમાં, પેકેજ પણ સારું હતું.એરપોર્ટ પર બધાં હતા, પ્રકૃતિ પણ, તેના ભાવ જોઈને સાગરના મમ્મી સમજી ગયા. આ તેની મિત્ર નથી મારા ઘરની લક્ષ્મી છે. અહીં તે વિદાય આપવા નહીં, વિરહની વેદના લેવા આવી છે.
સાગર ચાર મહિનાથી બેંગ્લોરમાં હતો. પરિવાર ની યાદ પ્રાકૃતિક હતી પણ અહીં તો પ્રકૃતિની વધારે આવતી હતી.બંને સોશિઅલ મીડિયા પર તો મળતા જ. પણ આજે પ્રકૃતિ ઓનલાઇન ન હતી આવી. શુ કારણ હશે તે વિચારતો હતો, ત્યાં તો તેણીની કાલની વાત યાદ આવી. તે મુંબઈ ફરવા જવાની હતી. બીજા દિવસે સાગરે તેની સ્ટોરી જોઈ. એ સ્ટોરી પછી ના બે દિવસ વાત થઈ, એ પછી તો એ કોઈ દિવસ ઓનલાઇન ન આવી.સાગરનો ફોન પણ ઉપડતી ન હતી. આમ ને આમ બીજા આઠ મહિના પુરા થઈ ગયા. વર્ષ પૂરું થયું સાગર પોતાના શહેરમાં આવી ગયો.
સાગર અને પ્રકૃતિ બંનેએ એક-બીજાના ઘર જોયા હતા. સાગર તેના ઘરે જવાનું વિચારે છે, નીકળે છે પણ વચ્ચે મિત્રો મળી જાય છે.મિત્રોને મળીયે ઘણો સમય થયો હતો. એમાં એ દિવસે ન જવાયું.શહેરમાં આવીને સાગરને બે મહિના થઈ ગયા હતા.પણ તેણીના મળી. તે તેના ઘરે પણ જાય છે, ત્યારે તેના માતા-પિતા જણાવે છે,તે જોબ કરે છે અને શહેરની બહાર રહે છે.સાગર નિરાશ થઈ ને ઘર તરફ પાછો ફરે છે.રસ્તામાં કેફે જૂએ છે, તેમાં જાય છે.સાગર કોફી મંગાવે છે. તે મગમાં ચમચી ફેરવ્યા કરે છે. તેના કાને પ્રકૃતિનો મીઠો અવાજ પડે છે. તે આમતેમ જુએ છે, કોઈ ન હતું.
સાગર કોફી પુરી કારીને નીકળે છે ને તેની નજર એક છોકરી પર પડે છે.પહેલા તો ધ્યાન નથી આપતો પણ પછી તે એકલી હતી એટલે તેની પાસે જઈને પૂછે છે. "પ્રકૃતિ?".
સામેથી જવાબ આવે છે," ના "
" સોરી મને લાગ્યું કે..." તે છોકરીએ સાગરની વાત કાપી "ઇટ્સ ઓકે."
સાગર જતો જ હતો કે છેલ્લી નજર પેલી છોકરી પર નાખે છે, પછી તેની પાસે જઈને બેસે છે, થોડી વાત કાઢીને વાત સારું કરે છે.બંને બે મિનિટ જેટલી વાત કરે છે પછી સાગર અચાનક બોલે છે." ભોળી, તું એ તો મારી વીંટી હજી પણ પહેરી રાખી છે.
"સાગર, તું મને ભૂલી જા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે હું તારી સાથે નહીં રહી શકું." પ્રકૃતિ આટલું બોલીને ત્યાંથી ઉભી થઈને ચાલવા માંડે છે. સાગર તેનો હાથ પકડી લે છે. "તું મારા માટે કોઈ દિવસ બદલાઈશ નહીં."
"સાગર વાત એમ નથી હું તારી સાથે આખી જિંદગી જીવવા માટે લાયક નથી."
"તું મારે લાયક હતી, છે, રહીશ."
"તું નહીં સમજી શકે."
"તું સમજાવ મને, હું સમજવા તૈયાર છું."
"સાગર તને મારા કરતાં સારી મળી જશે, ભૂલી જા મને."
"પણ મારે મન તો તું જ."
"સાગર, તું મને ભૂલી જા." પ્રકૃતિ ત્યાંથી રડતી ચાલી પડે છે. સાગર કેફેનું બિલ ભરવાને બદલે પૈસા મૂકીને તેની પાછળ દોડે છે.પ્રકૃતિ રડતી ઝડપથી ચાલતી જતી હતી. સાગર પાછળ દોડે છે. એમ કરતાં બંને એ જ બસ સ્ટેન્ડ પાસે પહોંચે છે. જયાં પહેલીવાર મળ્યા હતા, અરે! પહેલી વાર વાત કરી હતી.
"પ્રકૃતિ મને તું કારણ કે, તું કેમ લાયક નથી, હું તારા લાયક બનાવ તૈયાર છું." સાગર પ્રકૃતિને હાથ પકડીને રોકે છે, તે હાથ છોડાવવા જાય છે. સાગર તેના ચહેરા પરની ઓઢણી ખેંચે છે, ઓઢણી ખસતા જ, તેણી મોં ફેરવી લે છે. સાગર તેને જોયા જ કરે છે.પ્રકૃતિની આંખમાંથી ધોધમાર વરસાદની જેમ આંસુ પડતા હતા.
"જોઈ લે સાગર, આ પ્રકૃતિ હવે પ્રદુષિત થઈ ગઈ છે." તે ફરીથી ઓઢણી બાંધવા જાય છે. તેને સાગર રોકે છે. તેણીનો ચહેરો પોતાની તરફ કરે છે.
"સુંદર, એકદમ શરદ પૂનમના ચાંદ જેવો છે." સાગર તે ચહેરા પર હાથ ફેરવે છે.
"સાગર, ખીલ નથી કે જતા રહેશે, આ ડાઘ જીવનભર રહેશે." તે સાગરથી દૂર જાય છે.
"ડાઘ તો ચંદ્રમા મા પણ છે." સાગર એક કદમ નજીક જાય છે.
"પણ એ એનું સોંદર્ય છે."
સાગર એ હાર સ્વીકારી હોઈ તેમ," તો તારો છેલ્લો નિર્ણય છે."
"હા"
"આની પાછળની એ કદરૂપી ઘટના તો કહે." સાગર તેણીને પોતાની સાથે ખેંચીને બાંકડા પર બેસાડે છે.
"તું જાણીને શું કરીશ?" પ્રકૃતિ સ્વસ્થ થઈને બોલે છે.
"બસ એ પળને જણાવી છે, જે તને મારાથી આટલી બધી દૂર લઇ ગઈ." સાગર નિસાસો નાખતા બોલે છે." પેલી વીંટી બીજા જોડે મોકલાવીશ."
પ્રકૃતિ વીંટી કાઢતા બોલવાનું શરૂ કરે છે." તને યાદ છે, તારા બેંગ્લોર ગયાના બે મહિના પછી હું મુંબઇ ફરવા આવી હતી." તેણી અટકે છે. સાગર હોંકારો ભરે છે. "અમે સારી રીતે ફરી લીધા પછી સવારની ટ્રેનથી પાછા આવતા હતા. હું અને મારી બીજી બે ફ્રેન્ડસ્ સ્ટેશન પર બેઠા હતા. ત્યાં તો સ્પીકરમાં જાહેર કર્યું, ટ્રેન પોણો કલાક મોડી આવશે.પંદરેક મિનિટ થઈ હશે હું કંટાળીને આતા મારવા લાગી.લોકોની ગતિવિધિ જોવા લાગી, કુલી, મુસાફર, લારી ઠેલવા વાળા, ટીટી બધાં દુનિયા આખી પોતાના કામ માટે જ દોડતા હતા. મારાથી થોડે દૂર વધારે નહીં બે-ત્રણ ડગલા એક બીજી છોકરી આવીને ઉભી રહી.ત્યાં જ મારું ધ્યાન અચાનક પેલા પર પડ્યું. મોં પર રૂમાલ બાંધીને ખુલ્લી બોટલ લઈને પેલી તરફ આવતો મેં જોયો. મારા મગજમાં એક વિચાર આવ્યો, મેં પેલી તરફ એક છલાંગમારી એને છેલ્લી સેકન્ડે ધક્કો મારી દીધો. મારી ધારણા સાચી હતી. એ એસિડ હતું. પેલી છોકરી તો બચી ગઈ, તેના હાથ પર છાંટા પડ્યા, ને કેટલાક મારા ચહેરના જમણા ભાગ પર, એ પણ ગણીને ત્રણ-ચાર ટીપા જે રીતે ઉપરથી નીચે ગયા જાણે ધગધગતા લોખંડના પંજાનો ઉજારડો." પ્રકૃતિ આકાશમાં ઉપર જુએ છે અને નિસાસો નાખે છે.
સાગર બાંકડા પરથી ઉભો થઈને બે કદમ દૂર જાય છે. સાગર પ્રકૃતિ બાજુ ફર્યા વગર બોલે છે. "પ્રકૃતિ તું હીરો છે. અસલ જિંદગીનો .સાચે હું તારે લાયક નથી. મારામાં આવું સાહસ નથી."
બંને થોડીવાર સુધી કંઈ બોલતા નથી. સાગર બોલે છે.-" સાગરએ પ્રકૃતિનો ભાગ છે. એની એક ખાસિયત છે. નદીનું ગમે તેટલું અને ગમે તેનું પાણી સમાવી શકે છે. સ્વીકારે છે. વિલ યુ મેરી મી " સાગર પ્રકૃતિ તરફ ફરીને ગોઠણ પર બેસી જાય છે. વીંટી સાગરના હાથમાં, જવાબ પ્રકૃતિના દિલ માં.
( સમાપ્ત )
સામાન્ય રીતે મારા મગજમાં ટૂંકી વાર્તા આવતી નથી, મને ઘણા બધા પ્રકરણની વાર્તાઓ ગમે છે. આ તો મારી એક ફ્રેન્ડ એ પડકાર મુક્યો એટલે લખી.
હું એક નવલકથાનો વિચાર કરું છું જેમાં હોરર કોમેડી વિષે છે.
એક એવું ભૂત જે ભૂલી જાય કે પોતે ભૂત છે, મરી ગયેલ છે. પોતે ભૂતથઈ ડરે છે. જે નીકળ્યું છે દુનિયા બચાવવા પોતાના ભૂત મિત્રો અને જીવતા મિત્રો લઈ ને.
Coming soon.....Pour Soul