Ek kadam pachha faraay kharu ? books and stories free download online pdf in Gujarati

એક કદમ પાછા ફરાય ખરું?


વિદેશ સ્થાયી થવાની ઘેલછા અને ઉતાવળ ભર્યા નિર્ણયો ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે.
પ્રીતિ જેવો મુરતીયો શોધતી હતી તેવો જ મુરતીયો છાપાની જાહેરાતમાં તેને દેખાયો. પ્રીત્યેશ ૧૫ દિવસ માટે ભારત આવ્યો હતો અને જાહેરાતમાં જણાવ્યું હતું તે મુજબ જો છોકરી ગમે તો લગ્ન કરીને તરત જવાનું હતું. થોડો સમય અને જાહેરાતમાં પડાપડી હતી. સમય જતો હતો અને નિર્ણય તરત લેવાનો હતો.
પ્રીતિ પ્રીત્યેશને મળી. અમેરિકાથી સારી એવી અંજાયેલી ફૂટડી પ્રીતિ પ્રીત્યેશને ગમી ગઈ. બીજી મુલાકાતે લગ્ન અને બીજા ત્રણ દિવસે અમેરિકા જવા નીકળી ગયો. ઘણી બધી અધુરપો અનુભવતી પ્રીતિ વસમી છ મહિનાની સજાને અંતે અમેરિકા આવી. એરર્પોર્ટ પર પ્રીત્યેશ આવ્યો ત્યારે તેની સાથે પૌલોમી હતી. પ્રીત્યેશની બોસ.
પ્રીતિ ઘણા અરમાનો સાથે આવી છે તે જાણવા છતાં પૌલોમી પ્રીત્યેશને છોડતી નહોતી. ડેડ લાઇન, નવો પ્રોજેક્ટ, ક્લાયંટ મીટીંગ વિગેરેમાં ઉલઝેલો રાખતી. પ્રીતિ અમેરિકામાં હતી પણ ન હોવા જેવી. રસોઇ કરીને રાખે પણ પ્રીત્યેશ ક્યારે આવશે અને એ ક્યારે મળશેમાં પાંચ દિવસ પુરા થયા અને રવિવાર આવ્યો ત્યારે મોંઘેરો પ્રિયતમ એક દિવસ માટે તેના ભાગે આવ્યો…
ભાગે આવ્યો તો ખરો પણ પ્રેમનાં પ્રતિસાદ પાંગળા અને અમેરિકામાં ભારત કરતા બધુંજ ઊંધું, જુદું અને પતિ પત્ની એ સામાજિક સ્ટેટસ સીમ્બોલ માત્ર જ વાળા લેક્ચરો પીવા મળ્યા.
પ્રીતિને બધું જોવું હતું. મોટી ગાડીઓમાં ફરવું હતું. શહેરના મોટા
મસ મૉલ જોવા હતા. બીચ ઉપર ફરવું હતું પણ હજી સોસીયલ સીક્યોરીટી નંબર આવ્યો નહોતો. એક ગાડી તેથી પ્રીત્યેશ જ્યારે નવરો પડે ત્યારે ના આશ્વાસન સાથે ચેનલો બદલતી અને નવા મિત્રો બનાવવા મથતી.
તેણે ધાર્યુ હતું કે તેનો પતિ તેના રૂપ પાછળ ગાંડો હશે. તેને ધાર્યુ હતું કે અમેરિકાની ધરતી ઉપર પગ મુકતાની સાથે તેની કાયાપલટ થઇ જશે
અને તે ગોરી અમેરિકન મેડમ બની જશે. પણ ના એવું કંઇ જ ના થયુ પતિ મળ્યો પણ તે વહેંચાયેલો નોકરી અને ઘર વચ્ચે વહેંચાયેલો. સમયની મારા મારી અને ત્રણ મહીને તે પાકું જ સમજી ગઈ કે તેની જરુરિયાત ઘરવાળી તરીકે નહીં કામવાળી તરીકેની હતી. ઘરમાં રહેવાનું રસોઇ કરવાની ઘરને ચોખ્ખુ રાખવાનું અને કોઇ જ અપેક્ષા નહીં રાખવાની.
પૌલોમી બોસ એટલે તે કહે તેમ જ થાય. સ્પોન્સરર એટલે તેની મરજી વિના એચ ૧ની અરજી આગળ ના વધે તે બાબત પ્રીતિને સમજાવતા સમજવતા પ્રીત્યેશને લગભગ નવ નેજા આવી ગયા હતા. પ્રીત્યુશા ત્યારે ગર્ભમાં ફરતી થઇ ગઇ હતી અમદાવાદ જ્યારે તેના ઘરે વાત કરતી ત્યારે પ્રીત્યેશનું બુરુ ના દેખાય તે માટે બે બાજુની વાત કરતી પ્રીતિને તેના પપ્પાએ કહ્યું, “બેટા, તને અમે વાત કરીયે ત્યારે તું જુઠ્ઠું બોલતી હોય તેમ કેમ લાગે છે?”
“પપ્પા! તમને શું કહેવું? તમે સાચા હતા આટલી ઝડપથી લગ્ન લીધા એ ભૂલ હતી… તેમને તો રસોઇયણ, કામવાળી અને સહ્શયન માટે એક બાઘી ભારતીય નારી જોઇતી હતી. મારા જેવી દરેકે દરેક બાબતે સ્વતંત્ર મીજાજ ઉધ્ધત સ્ત્રી નહોતી જોઇતી..”
“પણ બેટા તે તબક્કામાં છોકરું ના કરાયને?”
“મને એવું હતું કે પપ્પા પોતાનું લોહી જોશે તો તેમને મારા તર્ફ લાગણી જાગશે.”
“આવું ના વિચારાય બેટા. પહેલાંતો અમેરિકા જવાની ઘેલછામાં ખોટો મુરતીયો લીધો અને તે પણ ૧૦૦૦૦ માઇલ દુર... અમારો તો જીવ ખેંચાય છે બેટા! જ્યાં તમારા બેનાં મન મળ્યા ના હોય ત્યાં સંતાનની જવાબદા્રી તો કેવી રીતે લેવાય?”
“પપ્પા પૌલોમી તેમની બોસ અને તેમના ઉપર બધોજ આધાર… ગુગલ ઉપર આ ચર્ચા વાંચી હતી અને તારણ મળ્યું કે પોતાનું બાળક
થયા પછી પતિદેવો પાછા ફરતા હોય છે...”
“પણ બેટા કોઇક્ની સાથે વાત તો કરવી હતી? ખૈર... હવે કદાચ નવું બાળક તારા માટે સારું નસીબ લઇને આવે તે આશા સાથે પ્રસુતિ કાળ પુરો કરો…”
પુરા સમયે સુંદર ચહેરો અને તંદુરસ્ત ૮ પાઉંડની પ્રીત્યુશા જન્મી.
દુશ્મનને પણ વહાલી લાગે તેવી પ્રત્યુશાને પ્રીત્યેશે જોઇ અને બાપ ઘેલો ઘેલો થઇ ગયો. પણ પૌલોમી તો પ્રીત્યુશને ઠપકારતી જ. બાળક પેદા કરતા પહેલા કહે તો ખરો કે તારું બેંક બેલેન્સ ૫ લાખ જેટલું છે?
પ્રીતિને આ વાત ના સમજાતી. તે વિચારતી દરેક બાળક તેમનું નસીબ લઈ ને આવે છે તેમને માટે અત્યારથી પૈસા બચાવવા અને તેવી બધી અમેરિકન વાતો તેને ન ગમતી…
પ્રીત્યુશા જ્યારે ૮ મહીનાની હતી ત્યારે બરફનાં તોફાનોને કારણે પૌલોમી પ્રીત્યુશનાં ઘરે રોકાઇ ત્યારે પ્રિયુશને લઇને પ્રીતિએ ખૂબ ઝઘડો કર્યો. તેને કહ્યું કે લગ્ન કરી લો કે જેથી પારકા પુરુષો ઉપર અધિકારો કરતાં અટકો.
પૌલોમી પણ ફટકારવાનાં મુડમાં હતી તેથી પ્રીત્યુશને લઇને આખી રાત તેના બેડરુમમાં રહી જાણે તે તેનો ધણી ના હોય.
પ્રીતિ બહુ જ રડી. ઘણાં જ ધમ પછાડા કર્યા...
પ્રીત્યુશે કહ્યું કે જો આ સ્વીકારીને ચાલીશ તો તું અમેરિકામાં રહી શકીશ. નહીંતર પૌલોમી તને ડીપોર્ટ કરાવી દેશે.. સમજી?
પોતાનો માણસ તો કેમ વહેંચાય?
બીજે દિવસે પ્રિત્યુશાને લઇ પ્રીતિ ભારત જવા નીકળી ગઇ. અમદાવાદ પહોંચી તે સાથેજ પ્રીત્યુશનો છુટાછેડા માંગતો અને તેને ચરિત્ર હીન કહેતો પત્ર પણ આવી ગયો હતો….
અમદાવાદનાં વકીલનાં મતે આ પ્રીતિની અમેરિકામાં કોઇ જવાબદારી
ના લેવાની ચાલ છે. સામન્ય રીતે આવું કરવાનું કારણ અહીં આવા કેસો ૮થી દસ વર્ષે પતે તેથી તને ક્યાંય બીજે સારું પાત્ર મળે તો તું જતી ના રહે માટે આ ખેલ કર્યો છે.
તમે પણ આજ રીતનો કેસ ન્યુ જર્સીમાં ફાઇલ કરી દેશો તો સમય
બચશે.
કોણ જાણે કેમ પ્રીતિને દબાયેલા પ્રિત્યેશની પાછળ પૌલોમી ખડ્ખડાટ હસતી દેખાતી હતી. અને કહેતી હતી.. મીસ સ્માર્ટ.. તમે તો હવે ગયાં જ. હવે તારું આ રમકડું મારું.. હા... હા... હા...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED