જાતિપ્રથા ક્યાં સુધી??? Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાતિપ્રથા ક્યાં સુધી???

આ જાતિપ્રથા હજુ ક્યાં સુધી ??


આપણો દેશ જાતિપ્રથા ને છોડવા હજુ સુધી તૈયાર નથી..

આપણને વિશ્વ ગુરુ થવું છે .

પ્રાચીન સંસ્કૃતિ ના દેશનું અભિમાન કરવું છે.

પણ સમાજની અને દેશની કલંક એવી જાતિપ્રથા કે જ્ઞાતિવાદ છોડવા

આપણે યુગો પછી પણ તૈયાર નથી .


હમણાજ એક દેશના વડા અlપણે ત્યાં આવ્યા હતા ત્યારે જાહેર મંચ પરથી બોલી ગયા કે

ભારતે જગતગુરુ થવું હોય તો જ્ઞાતિવાદ અને જ્ઞાતિઓના વાળા છોડવા પડશે. .


આ જ્ઞાતિવાદ ના કારણે અંતરરાષ્ટ્રીય કક્ષાએ અlપણે ઘણી વાર પાછળ પડી જઈએ છીએ. ..


તો બીજી તરફ મોટા રાષ્ટ્રો દ્વારા પાકિસ્તાનને આપણl પ્રતિસ્પર્ધી તરીકે ધકેલી દેવામાં આવે છે..

આઝાદીના ૭૦ વરસમાં અlપણે પછાત ગણેલી જાતિઓને અનામત સહિતના

વિશીષ્ટ લાભો આપી આગળ કરવાના પ્રયાસો તો ઘણા કર્યા છે

પણ હજુ મોટા પ્રમાણમાં પછાત જાતિઓને આગળ કરી શક્યl નથી.

એથી વિશેષ જે શહેરી બિન પછાત જાતિઓના આર્થીક પછાત વર્ગ ને અનામત ના

અને અન્ય લાભો ન મળવા થી અન્યાયની લાગણી થાય છે.

પરિણામે આવો બીજો પછાત વર્ગ ઉભો થઇ રહ્યો છે.


એટલે સતત રાજ્યોમાં અનામતના નામે યુવાઓ વખતો વખત પોતાનો ઉશ્કેરાટ

અને આક્રોશ વ્યક્ત કર્યા કરતા રહ્યા છે.


તાજેતરમાં જ મહારાષ્ટ્રના ના મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે મરાઠાઓને તેઓ અનામતનો

લાભ જલ્દીથી આપશે. ગુજરાતમાં પટેલો અનામતની મંlગણી છેલા કટલાક સમયથી કરી રહ્યા છે.

હરિયાણામાં જાટ તો રાજ્સ્થાન માં ગૃર્જર સમાજ અનામત માંગી રહ્યો છે.


એમ હવે એક પછી એક સમાજને લાગે છે કે તેઓ અનામતના લાભથી

વંચિત રહેવાથી પછાત રહી ગયા છે.

અને પેલા અનામતવાળા તેમનાથી આગળ નીકળી જઈ વધુ લાભો મળી રહ્યા છે

પટેલ , બ્રામણ અને વાણીયાઓને પણ હવે અનામત જોઈએ છે.

આઝાદીના ૭૦ વર્ષ પછી પણ જાતિપૃથા નાબૂદ થવાના બદલે દિવસે ને દિવસે

વધુ ને વધુ તેના મૂળિયાં સમાજ માં મજબૂત કરી રહી છે.

આ જાતિવાદ કયા અટકશે તે કહી શકાય તેમ નથી…

જાણકારો તો ત્યાં સુધી માને છે કે 5000 વર્ષો થી પણ વધુ સમયથી ચાલી આવતી આ

જાતિપ્રથા હજુ ઓછા માં ઓછા

બીજા બસો વર્ષે પણ આપણા દેશમાં થી જાય તેમ નથી..

જlતી પ્રથાના મુળિયા આપણl દેશ અને સમાજમાં બહુ ઉંડે સુધી છે .


એટલે કે હિદુ સમાજ ભારત દેશ તો ઠીક દુનિયાના કોઈ પણ અન્ય દેશમl જાય

ત્યાં પણ આવા જ્ઞાતિના વાડા ઉભા કરી જ દે છે.

ઇંગ્લેન્ડ ને અમેરિકામાં પણ ધર્મ અને પ્રાંત આધારિત આપણl લોકોના સમlજો તો છે જ,

સાથેસાથે જ્ઞાતિ આધારિત સમlજો પણ વાણીયા ,બ્રામણ ,પટેલ અને અન્ય એવા ઉભા કરી દીધા છે.

કદાચ આપણે જ્ઞાતિ ની અંદરજ સલામતી અને સુખ ,શાંતિ નો અનુભવ કરીએ છીએ.

આ આપણી માનસિકતા થઇ ગઈ છે.

અlમlથી મુક્ત થવું નથી અને થઇ શકતા નથી.

૨૧ મી સદીમાં પોતાને ધાર્મિક અને અlધ્યાત્મિક સંસ્કૃતિનું સ્વર્ગ અને ગુરુ માનતા આપણl

દેશ અને સમાજની કલ્પના જ્ઞાતિઓ વગર કરવી મુશ્કેલ છે.

આપણો સમાજ અને દેશ જ્ઞાતિઓના વિવિધ વાડા ઓમાં વ્હેચાયેલો છે.

દરેક રાજ્ય અને શહેર કે ગામ વિવિધ જ્ઞાતિ જૂથો અને સમlજોનું પ્રતિનિધિત્વ કરે છે.


આવાજ જ્ઞાતિના જૂથો સંસ્થાઓમાં, સરકારી કચેરીઓમાં કે બિનસરકારી સંસ્થા ઓમાં પણ જોવા મળે છે..

જ્ઞાતિઓના સમlજો પણ છે . જેમનું મહત્વનું સ્થાન દેશમાં છે.

ધર્મ આધારિત સંસ્થા ઓ ઉપરાંત જ્ઞાતિ આધારિત સંસ્થાઓનો પ્રભાવ પણ રહે છે.


ખાસ કરીને રાજકારણમાં જ્ઞાતિ ના વાડા બહુ જ મહત્વના છે.

જ્ઞાતિઓના વાડા અને જૂથોનો તમામ રાજ્કી પક્ષો લગભગ તમામ રાજ્યોમાં ભરપુર ઉપયોગ કર્યો છે

અને કરે છે. જ્ઞાતિ વિહોણો હિંદુ ધર્મ કે હિંદુ રાષ્ટ્ર અને જ્ઞાતિ વિહોણો આપણો સમાજ કે ભારત દેશ

આપણl દેશના રાજકીય પક્ષોને જાણે કે માન્ય નથી .

બધાને જુદી જુદી જ્ઞાતિની પોતાની વોટબેંક મજબુત રાખવી છે , સલામત રાખવી છે.

અને છેલ્લા કેટલાક દાયકાથી તો સમાજવાદી કે રાષ્ટ્રવાદી એવા રૂપાળા નામો

હેઠળ ચlલતી રાજકીય પાર્ટીઓ ચોક્કસ જ્ઞાતિ આધારિત જ બની ગઈ છે.

લગભગ મોટા ભાગના દેશના રાજ્યોની આ સ્થિતિ છે.

તેમાં પણ ઉતરપ્રદેશ કે બિહાર જેવા રાજ્યો તો આજે આવા કારણોથી જ પછાત રહી ગયા છે.

રાજકીય રીતે દેશ ઉપર આ રાજ્યોનું પ્રભુત્વ છે.

દેશના મોટાભાગના પ્ર્ધાનમંત્રીઓ લાંબા સમય સુધી અરે વરસો સુધી

આ રાજ્ય ઉતર પ્ર્દેશ માંથી જ આવ્યા છે.

બિહાર પણ રાજકીય રીતે કેન્દ્રમાં વધુ સતા ,વર્ચસ્વ અને મંત્રીઓ ધરાવતું આવ્યું છે.

છતાં આ મોટા રાજ્યોમાં પ્રજા વિશેષ પછાત અને ગરીબ રહી ગઈ છે.


જ્ઞાતિવાદ સોથી ખરાબ રીતે પણ અત્યત મહત્વનો રાજકીય પક્ષો માટે આવા રાજ્યો માં બની ગયો છે.

જ્ઞાતિ આધારિત અને ખાસ કરીને પછાત વર્ગ ના પ્રતિનિધિ તરીકે કામ કરતા આવા રાજકીય પક્ષોએ પછાત વર્ગને વધુ પછાત રાખવાનું

તેમજ પોતાની સત્તા અને એશોઅlરlમ સદા બરકરાર રાખવાનું કામ માત્ર કર્યું હોય તેમ જણાય છે.

આ રાજ્યો પણ પછાત રહી ગયા છે.


માત્ર રાજકારણ નહિ દેશની બ્યુરોક્રસીમાં પણ આ મોટા રાજ્યના અધિકારીઓનું વર્ચસ્વ જોવા મળે છે.

છતાં તેઓ તેમની જ જનતાનું ભલું કરી શક્યl નથી . તે પણ હકીકત છે.

એથી વિપરીત તેમનું વધારે શોષણ થતું હોય તેમ દેખાય છે.

જ્ઞાતિવાદ કે જાતિવાદ જેટલો ભયંકર રાજકારણમાં છે એથી પણ વિશેષ વિકરાળ સ્વરુપે દેશના સરકારી તંત્ર ,


બ્યુરોક્રસી, અધિકારી વર્ગ અને અન્ય વ્યવસાયો, નોકરી ધંધાઓમાં તેમજ અન્ય સંસ્થાઓમાં જોવા મળે છે.


દરેક જ્ઞાતિને રાજકીય પક્ષોમાં પોતાનું જૂથ અને વગ રહે તે જોવામાં અને પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ જાળવવામાં રસ હોય છે.

ભારતમાં તમામ રાજકીય પક્ષોમાં ભયંકર રીતે જ્ઞાતિવાદ નું જોર જોવા મળે છે.

જ્ઞાતિ આધારિત ટીકીટો ની વ્હેચણી, સતાની પ્રાપ્તિ, હોદાની અને પદોની લહાણી , મંત્રીપદની લ્હાણી

આ બધુજ જ્ઞાતિ આધારિત છે.

જે તે પક્ષના નેતા જ્ઞાતિ અધારીત જ આ તમામ કર્યો કરે છે.

રાજકીય પક્ષો માટે આપણl દેશમાં જ્ઞાતિ એ એક જ મોટી મેરીટ કહો કે લાયકાત કહો તો તે છે.


બધાને વોટ બેંક સાચવવાની છે અને એ જ્ઞાતિ આધારિત હોય છે.


પ્રજા માનસ જ જ્ઞાતિ આધારિત વોટ આપવા કે મતદાન કરવા ટેવાઇ ગયું છે વરસોથી …

આ સ્થિતિમાં પરીવર્તન કવચિત જ આવે છે.


મહદ અંશે ૭૦ વરસથી દેશમાં આ જ પ્રજા માનસ અને રાજકીય વાતાવરણ ચાલી રહ્યું છે.


આ જ્ઞાતિવાદ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે.


આ વિચારધારા કે ગ્રંથી માત્ર અભણ કે પછાત વર્ગ જ નહિ શિક્ષિત અને સુધરેલા કહેવાય તેવા લોકો માં પણ એટલીજ મજબુત છે.

શિક્ષિતો કે ઉચ્ચ આસને બેઠેલા અધિકારીઓ , પ્રાધ્યાપકો , બ્યુરોક્રેટ્સ, પ્રોફેશનલ્સ વગેરે પણ જ્ઞાતિના વાડા અને નાતજાતના વાડા ની ગ્રંથીઓથી ગ્રસ્ત છે.

નોકરીના લાભો જેવા કે નિમણુક થી માંડીને બઢતી , કે બદલી કે શિક્ષા વગેરેમાં પણ જ્ઞાતિવાદનું

વર્ચસ્વ મેરીટ કરતા મોટું છે.

જેમાંથી આપણl બ્યુરોક્રેટ્સ કે મોટા અધિકારીઓ પણ બાકાત નથી.


સરકારી કે બિનસરકારી કે ખાનગી સંસ્થોમાં અને કચેરીઓમાં આવું વાતાવરણ છે.

ગામડા હોય કે શહેરો જ્ઞાતિવાદ થી શહેરનો સમાજ અને લોકો પણ એટલા જ પ્રભાવિત છે.

અર્થાત જ્ઞાતિવાદ ના દુષણ થી ગ્રામ્ય વિસ્તાર જ નહિ દેશના શહેરો પણ

અસરગ્રસ્ત છે. .

સમાજ વ્યવસ્થાજ જ્ઞાતિ આધારિત બની ગઈ છે .

જ્ઞાતિ જ આપણી સમાજ વ્યવસ્થાનો આધાર સ્થંભ હોય તેવી દશા દેશની છે.

પરિણામે તમામ ક્ષેત્રો જ્ઞાતિઓના વાડાથી પ્રભાવિત છે.

અને આ દુષણ હવે સર્વવ્યાપી બની ગયું છે


આપણી લગ્ન વ્યવસ્થા નો પાયો પણ જ્ઞાતિ આધારિત છે .

જે સ્થિતિ વરસોથી ચાલી આવતી હતી તેમાં થોડા પરિવર્તનો અને ફેરફારો જરૂર થયા છે.


પણ જ્ઞાતિઓ ના બંધનો આજે પણ ઘણા લગ્નોમાં અlડે આવતા હોય છે.

ગામડા હોય કે શહેરો પરિવારો હજુ જ્ઞાતિને તેની બહારના લગ્નોને વિશેષ આવકારતા નથી.

હકીકત એ છે કે દુનિયામાં વિકાસ પામી રહેલા આપણl દેશની અસલી ઓળખ કે સંસ્કૃતિ હજુ સુધી

જ્ઞાતિના માળખામાંથી મુક્ત થઇ શકી નથી.