યે રિશ્તા તેરા મેરા 2.6 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા 2.6

યે રિશ્તા તેરા મેરા-2.6

ઓયે..હુ તને એક વાત કેહવા માંગુ છુ...એ તારે ધ્યાન દઇને સાંભળવાની જ છે...પછી તારે નિર્ણય લેવાનો છે.. તર્જની બોલી....

ઓકે બોલ હુ એમ પણ નિર્ણય લેવામા જન્મથી જ એક્સપર્ટ છુ,ને એની તને ખબર છે કેમ કે તુ એકલી જ વારસદાર છે મારી દોસ્તીની...ઇશિતા બોલી!

હા,એ તો બિલકુલ સાચુ છે પણ પણ નિર્ણય તારે સમજી વિચારીને લેવાનો છે.તર્જની બોલી..

હુ સમજ્યાને વિચાર્યા વગર પાણી પણ નથી પીતી તને યાદ છે ને?

ફુલ મજાકમા ઇશિતા બોલી.

આ કોઇ મજાકની વાત નથી ઇશુ ...

હુ મજાકમા લેતી પણ નથી ડાર્લિંગ...ઈશું બોલી.

ઓકે,તો સાંભળ..

હમ્મ્મ બોલ,દાઢિયે હાથનો ટેકો દઇને ઇશિતા ધ્યાનથી બેસી ગઇ...

મારો ભાઇ ‘’તુષાર’’ તને પ્રેમ કરે છે,

ઓહ..!!!ઈશું બોલી.

બેહદ,બેપનાહ...મહોબ્બત કરે છે.

ફરી ઇશુ બોલી તુ એની ચમચી થઇને આવી છે?

ઇશુ!!! તુ આમ મારા ભાઇના પ્રેમની મજાક તો ન જ ઉડાવી શકે ને?

ઓહ...તર્જની દેવી...તમે જે બોલી રહ્યા છો ને એ વાત જ પાયા વગરની છે...

"તારો ભાઇ છોકરીઓ જેવો છે છોકરીઓ જેવો"

....સોરી...બટ હકીકત તો આજ છે...ઈશુ મજાકમાં પણ સાચું બોલી.

ઇશુ...ઉંચા સ્વરમા તર્જની એમ બોલી....તુ મારી બેસ્ટ ફ્રેંડ છો એટલે બાકી...બીજુ કોઇ હોત તો હુ;તેને ફગાવી દઉ મારા ઘરમાંથી..

હુ એ જ કહુ છુ કે હુ તારી બેસ્ટ ફ્રેંડ છુ એટલે જ કહુ છુ કે ‘’તારો ભાઇ છોકરીઓ જેવો છે,બાકી તો બધા ‘’બાઇલો’’ કહે છે ‘’બાઇલો’’

સમજી તુ.’’

ને તુ એની ચમચી થઇને આવી છે...કે શુ?

ઇશુ,બસ...હવે મારા ભાઇની અંગેસ્ટમા એક વર્ડઝ નહી...નેવેર..

તર્જુ...સોરી બટ આજ હકીકત છે...

બધા આવી જ વાતો કરે છે અને "નિહારિકા" તો કેહતી હતી કે..તારા ભાઇને જ્યારે તેના દોસ્તો પુછે કે; તુ છોકરીઓને જોતો નથી કે તેના વિશે ઉલ્ટુ-સુલ્ટુ બોલતો નથી,તને સારી છોકરીઓ જોઇને કશુ થતુ નથી?"

ત્યારે તારા ભાઇ એ કહેલુ ‘’ના’’ મને એવુ કશુ જ થતુ નથી,એવી કોઇ છોકરી જ નથી કે જેને જોઇને મને કશુ થાય?

હવે તુ જ કે કોલેજની 5000 છોકરીઓમા એવી કોઇ છોકરી જ નથી કે તારા ભાઇને એને જોવાથી કશુ થાય ?

કે પછી એ "નપુસંક"છે કે એનામા કોઇ લાગણી જ નથી....

બસ,ઇશુ બસ...નિકળી જા....પ્લીઝ ઇશ્વર માટે પ્લીઝ તુ અહીંથી નિકળી જા...

પણ   તર્જુ....આવુ હુ એક નહી આખી દુનિયા કહે છે.ઈશું હવે તર્જનીને સમજાવતી હોય એમ બોલી.

તર્જની બોલી આખી દુનિયામા ને તારામા કોઇ ફર્ક નથી,ઇશુ?

હુ તારા પાસેથી આવી અપેક્ષા ન’તી રાખતી.

હા,પણ તુ જ કે એક નપુંસકને હુ કે...મ....પ્રે....મ.....ક...રુ...? મો બગાડી ઈશું બોલી.

 

બસ,હવે હદ...થઇ આજથી તારીને મારી 10વર્ષની દોસ્તી પુરી;તુ જઇ શકે છે.ઉલ્ટું ફરી તર્જની બોલી.

તુ બોવ જ પસ્તાઇશ કે એક નપુસંક છોકરા માટે તારા ભાઇ માટે તે આપણી દોસ્તીને ધક્કો માર્યો,તારો પરિવાર તારાથી છુપાવે છે કે તારો ભાઇ....બાઇલો છે બાઇલો....

ગેટ આઉટ... ....પ્લીઝ અત્યારેને અત્યારે...જ...

ને ઇશુ જતી રહી....

તુષાર...તુષાર ...પ્લીઝ...ભાઇ તુ ખોટુ ન લાગીશ...મને તારા પર કોઇ શક નથી ને કોઇ વહેમ કે શંકા પણ...આખી દુનિયા ગમે તેમ કહે પણ મારો ભાઇ આ દુનિયાનો બેસ્ટ ભાઇ છે.

મારો ભાઈ છોકરીઓની દિલથી રીસ્પેક્ટ કરે છે,ગમે તે છોકરી વિશે ગમે તેવુ વિચારવા નથી લાગતો,

તે છોકરીઓને માતા અને બેન સમાન માને છે,તે છોકરીઓને ‘’માલ’’ નથી માનતો.

મારો ભાઈ એવુ વિચારે છે કે મારે પણ ‘’મા ને બેન’’ છે તો શુ એ પણ બીજા પુરુષો માટે ‘’માલ’’ જ ને?

ભાઇ,આવો ભાઈ ભાગ્યશાળી બેનને જ મળે હો.આ કસોટી સત્યની જ હોય ને?

રડતી તર્જુને પોતાની બાહોમા લેતા તુષાર બોલ્યો હા,તર્જુ હા...મને પણ ખબર જ છે લોકો મને શુ કહે છે?

શાયદ તને આજે ખબર પડી મને તો....હુ મજાકમા લઇ લેતો પણ આજે મારા કારણે તને દુ;ખ થયુને?  ઇશુ..ની દોસ્તી હમેશા માટે તુટી ગઇ.

નથી જોઇતી મારે એવી દોસ્ત જે મારા ભાઇને એલ ફેલ બોલે,નથી જોઇતી.

તર્જુના આંસુ લુછ્તો તુષાર બોલ્યો દરેક ભાઇને બેન તો તારા જેવી જ મળે...

ઈશુની વાત મીરા ધ્યાન થઈ ને સાંભળતી રહી, એ ઊભી થઈને 2-4 વાર બહર પણ જોઈ આવી કે કોઈ દર્દી નથી આવ્યું ને ?

પણ નસીબ જોગ ઈશુ સિવાય આજના પ્રથમ દિવસે હજુ કોઈ બીજું દર્દી ન'તુ આવ્યું

પણ સમય ન હોવાથી ઈશુંને પછી વાત કરવાને મળવા મીરા એ બોલાવી.

8 વાગી ગયા. મિતને મહેક ઘેર છે.મિતનું હોમવર્ક પત્યું.અંશનો મેસેજ પણ આવી ગયો એ નીકળી ગયા.જમવાનું તૈયાર છે.

થોડીવારમાં જ એ લોકો આવી ગયા.મીરા,આકાશ ને અંશ.એ ફ્રેશ થયા.

મીરા બોલી મહેક હું આવીને રસોઈમાં હેલ્પ કરેત. આમ તું એકલી આટલી બધી મેહનત કાલથી ન કરતી.

મહેક બોલી નો પ્રૉબ્લેમ.

અંશે મિતને તેની school વિશેને friends વિશે પૂછ્યું.

મિત. ખુશ થઈ બોલ્યો જકકાસ...

જમવા માટે બધા ગોઠવાઈ ગયા. સિમ્પલ જ રસોઈ બની છે.આકાશે મીરા એ મહેકના વખાણ કર્યા.તો મિત બોલ્યો દીદી બોવ જ પેટ ભરાય ગયું...મિત પેટ પકડીને બોલ્યો બધા હસી પડ્યા.

કામ પત્યને હોલમાં બેસી બધા એ થોડી વાતો કરી.આજના દિવસ વિશે પણ.

મિત તેની રૂમમાં જતો રહ્યો,આકાશને મીરા પણ.

મહેકને અંશ ગેલેરીમાં ઉભા છે...

ઠંડો પવન  લહેરાય રહ્યોંને અંશે બોલ્યો મહેક મિતને ફાવશે ને?

મહેક ધીરેથી બોલી હમ્મ.ફાવી જશે એવું લાગે તો છે જ.

ન્યુ ગોલ્ડન સિટીમાં તો રાત્રે જ દિવસ ઉગે છે.આખો દિવસ કામ કરીને થાકેલા માણસો,દોસ્તો કે નવા કપલ્સ કે લવરિયા નીકળી પડે.

અંશ મહેકના હાથને સ્પર્શ કરતા બોલ્યો તારી તબિયત તો ઠીક છે ને?

મહેક બોલી તું જોડે હોય પછી હું મને શી ચિંતા હોય?

અંશ બોલયો તું ધ્યાન રાખજે હું નથી ઇચ્છતો કે ફરીવાર તને કોઈ મુશ્કેલી આવે.

મહેક આછું હસી બોલી અંશ મુશ્કેલી તો તું ધ્યાન રાખીશ તોય આવશે.

અંશે મહેકને હગ કરતા માત્ર હમમ જ કહ્યું.

મહેક અંશના બટન પકડતા બોલી આકાશને મીરાંને સારૂ લાગ્યુને?

અંશ બોલ્યો હમમ.મને પણ

કેમ?

મેં એ લોકોને હેલ્પ કરી.તમે બધા એ મને સપોર્ટ કર્યો. હું પણ તારી જેમ એમને હેલ્પ કરી ખુશ થયો.

હમમમ.... સંબંધ જ એવો છે જે મનુષ્યને રડાવે હસાવેને ડરાવે,ભીખ પણ મંગાવે.

અંશ મહેકને વધારે કડક પકડતા બોલ્યો હમમમ....