ચંદા (ભાગ-૨) Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચંદા (ભાગ-૨)

ચંદા (ભાગ-૨)

"અત્યારે ચા પીવો, ખાવાનું કરું છું, થાક લાગ્યો લાગે છે, ઊંઘી ગયા હતા?"ઊંઘના ભારથી ભારે થયેલા મનને નવાઈ લાગી ઘડી પહેલાની ચંદા પૈસા મળતા શાંત દેખાઈ, પણ તેને જણાવી દેવાનું મન થયું તેની પાસે પચાસ રૂપિયા જ છે.તે બોલ્યો,

"હા, ચંદા જરા ઊંઘ આવી ગઈ."અને ચંદા હસી

"એ તો અહીંની હવા જ એવી છે,વાંધો નઈ ચા પીઓ એટલે બધું બરાબર થઇ જશે ,અડધો કલાકમાં ખાવાનું થઇ જશે"અને તે ગઈ તેને પૈસાની વાત કરવી હતી પણ તે બોલી ન શક્યો હવે કાલે કેમનું થશે તેની ચિંતામાં તેણે ચાનો ઘૂંટડો ભર્યો, ચાનો ટેસ્ટ પણ સારો લાગ્યો એટલે બધું સારુંજ થશે એમ મનને આજ માટે મનાવી લીધું,થોડીવારમાં ચા પુરી થઇ.તેને ચંદા અંગે ઘણું પૂછવાનું મન થયું,પણ હમણાં તો આજની રાત શાંતિથી પસાર થાય તે વિચાર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો,ઊંઘ તો આવતી હતી ,ખાવું નહોતું પણ બળજબરીથી ખાવું પડશે,ખબર નહિ .પણ તે વિચારે તેના પેટમાં જોરથી ભૂખ લાગી હવે છૂટકો નહોતો એટલે ઓશીકાને પેટ ઉપર દબાવી તે બેડ ઉપર બેસી ગયો અને ખોવાઈ ગયો.

અડધા કલાક પછી ચંદા ખાવા માટે બોલાવવા આવી,સુધીરે પાટલા ઉપર સ્થાન લીધું,તેણે આજુબાજુ જોયું,ખાવાની સામગ્રી સારા પ્રમાણમાં હતી,ચંદાએ ગરમગરમ રોટલી શાક અને દાળની થાળી મૂકી,એક ડુંગરી તોડી કચુંબર બનાવી.સુધીર બોલ્યો,

"ખાવાનું જોતા જ પેટ ભરાય જાય એવું લાગે છે, ચંદા, આટલી બધી સામગ્રી લેવા તું શહેરમાં જાય છે?"

તાવીમાં રોટલી નાખી ચંદા બોલી,

"ના, મારા બાપુજી લઇ આવે છે, અને તે શહેરમાં ગયા છે કાલે આવી જશે."ચંદાએ કહ્યું એટલે સુધીરને વાત કરવાનો અવકાશ મળ્યો

"ચંદા, જોકે, તું આ સ્થળથી ટેવાયેલી હશે, પણ અહીં એકલવાયી વેરાનીમાં તને કોઈ ડર નથી લાગતો."અને તરત બોલી

"બાબુજી વાત તો સારી કરી લો છો, એકલવાયી છોકરીની ખુબ ચિંતા થાય છે, તો અહીં જ રહી જજો, મને પણ સારું લાગશે." ચંદાના ચહેરા ઉપર સ્મિત રેલાયું તે જોઈને સુધીર ફરી બોલ્યો,

"મારુ નામ સુધીર છે, હું કોલેજમાં ભણું છું, કેમ્પમાં આવ્યો હતો, ભૂલો પડી ગયો, સારું થયું રહેવાનો સહારો મળી ગયો, નહિ તો મારુ શું થાત."

" અહીં તમારા જેવાજ મુસાફરો આવે છે ભૂલા પડેલા, એકાદ બે દિવસ રહી, જતા રહે છે, ઘણા બધા કેમ્પમાં આવે છે."કદાચ ચંદાને સુધીર સાથે વાત કરવાનું ગમવા લાગ્યું હતું, વાત વાતમાં સુધીરે ઓડકારો ખાધો અને બોલ્યો,

" હવે બસ ચંદા, ધરાઈ ગયો, ખુબ જ સ્વાદિષ્ટ ભોજન છે"અને ચંદા બોલી

"પૈસા પણ એવાજ લાગશે. "અને સુધીર બોલ્યો,

"બહુ બોલીને હું તને હેરાન તો નથી કરતોને?"તરત જવાબ આવ્યો,

"ના, ના, ધંધામાં તો બોલવું જ પડે ને!"અને થોડી રોટલી બનાવી તેણે હાથ ધોયા, સુધીર પાણી પીને ઉઠ્યો અને કહ્યું,

"ચંદા, હું પણ થાકેલો છું, કાલે વધુ વાત કરીશું, તારે કઈ કામ હોય તો, સાંકળ ખખડાવજે"અને તે બોલી

"મારે શું કામ હોય,અમારે તો રોજનું થયું,મૉટે ભાગે તો બાપા જ બધું સાંભળતા હોય,હું તો રસોઈ ને સાફ સૂફી વગેરે સંભાળું."અને સુધીર બીજું કઈ બોલ્યા વગર તેના રૂમમાં ગયો,ચંદાએ પણ બહાર એક નજર નાખી બારણું બંધ કર્યું,રાત પડી ગઈ હતી,થાકને હિસાબે સુધીરને થોડીવારમાં જ ઊંઘ આવી ગઈ,પણ બે ત્રણ કલાક પછી તે એકદમ જાગી ગયો,રાત શાંત હતી તમરાનો અવાજ આવ્યા કરતો હતો પણ તેને લાગ્યું ચંદા કોઈની સાથે વાત કરતી હતી,તેને તપાસ કરવાનું મન થયું પણ કદાચ તેના પિતા આવ્યા હોય,એટલે મન મનાવી તે પડી રહ્યો,પણ બાજુમાં જ રૂમ હતો એટલે તેને સ્પષ્ટ સંભળાતું હતું તે કોઈ યુવાન સાથે વાત કરતી હતી,શું વાત કરતી હતી તેમાં તેને રસ નહોતો પણ તેને જાણવાની ઈચ્છા થઇ કે તે કોઈ મુસીબતમાં તો નથીને,પણ બીજી પળે તેણે વિચાર્યું ,મુસીબતમાં પણ તે શું કરી શકવાનો હતો,કોલેજમાં છોકરા ટપલી

મારે તો ય સહન કરી લે તે ચંદાને કેમનો બચાવે,ગમે તેમ પણ તેનાથી ન રહેવાયું ઉભા થઇ તેણે ચંદાનું બારણું ખખડાવ્યું.ચંદાએ તરત જ બારણું ખોલ્યું,અને તેણે સામે એક પડછંદ ,મોટી મૂછોવાળો જુવાન બેઠેલો જોયો,બાજુમાં એક બંદૂક પડી હતી,યુવાનની સામે આંખો મળતા જ તેની નજરો પાછી પડી અને યુવાન હસ્યો,ચંદા બોલી,

"શું થયું, ઊંઘ ના આવી."અને સુધીર બોલ્યો,

"ના, ના, આ તો અચાનક જાગ્યો ને અવાજ સાંભર્યો એટલે તને પૂછ્યું

"આ જયસિંગભાઈ છે, સામગ્રી આપવા આવ્યા હતા."

અને એકીટસે જોતા યુવાને હાથ ઉંચો કરી સુધીરને હલોનો ઈશારો કર્યો સુધીરે પણ માથું નમાવી તેનું અભિવાદન કર્યું એટલે બીજી વાત ન થઇ ચંદાએ બારણું બંધ કર્યું,સુધીર બેડ પર બેઠો યુવાનને જોતા તેના હોશ ઉડી ગયા ,ઊંઘ ક્યાં ખોવાઈ ગઈ તેની ખબર જ ન પડી,ખુબ જ ઊંચો યુવાન તેને બાગી લાગ્યો,ચંબલની ખીણ નજીક હતી ,શા કારણે આવ્યો હશે,ચંદાને લૂંટી તો નહિ લે ને,અને ચંદાના ચહેરા ઉપર પણ કોઈ ગભરાટ નહોતો,બાગી નો તેને ધાક લાગ્યો, સાંભર્યું હતું કે ચંબલના ડાકુ ખુબ જ ભયાનક હોય પણ આજે તે તેની બિલકુલ બાજુના રૂમ માં જ હતો,તે સપનું ન હતું,તેની પાસે બંદૂક પડી હતી.પણ ચંદાએકદમ બરાબર દેખાતી હતી ,કદાચ તેને બાગીનું દબાણ પણ હોય,તેનું મન જાત જાતના ભયના વિચારોમાં ઊંઘ ખોઈ બેઠું,આવા દ્ર્શ્યની સામે કોને ઊંઘ આવે, તે બેઠો રહ્યો.જાણે મોત ડોકિયાં કરતુ હોય.તેણે લોટામાંથી પાણી પીધું તેની પણ તેને ખબર ન પડી. બે એક કલાક પછી ચંદાના રૂમનું બારણું ઉઘડવાનો અવાજ આવ્યો,સુધીર બધીજ પરિસ્થિતિને ખુબજ ઝીણવટથી સાંભળતો હતો,યુવાન બોલ્યો

"ચાલ તો ચંદા આવજે "

અને આવજેના જવાબ સાથે ચંદાનું બારણું બંધ થયું.તેના પગરખાનો અવાજસંભળાતો હતો તે જઈ રહ્યો હતો,રાત એટલી શાંત હતી કે પગરખાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો.તેને જતો જોઈ સુધીરે હાશકારો અનુભવ્યો,પણ બંધ થયેલો પગરખાનો અવાજ ફરી સંભળાવા લાગ્યો અને તે તેના બારણે અટક્યો,સુધીર ગભરાયો તેણે સાંકળ ન ખખડાવી પણ ખાતરી કરવા સુધીરે જ બારણું ઉઘાડ્યું.પેલો યુવાન ત્યાં ઉભો હતો.તેણે ઇશારાથી અંદર આવવાની પરવાનગી માંગી સુધીર નકારી ન શક્યો,સુધીરને થયું ચંદા આવે તો સારું,તેને થોડો ગભરાટ થયો.પણ યુવાન ખાટલા પર બેઠો,બેનાળી બાજુ પર મૂકી બોલ્યો

"સુધીર,મને બહુ સમય નથી,અને તમે પણ થાકેલા હશો,મારા હાવ ભાવ ડ્રેસ થી તમને થોડીક તકલીફ થઇ હશે,પણ એ અંગે બહુ ચર્ચા ન કરતા,હું એક વિનંતી કરવા પાછો આવ્યો છું,જોકે મારી તમારી મુલાકાત પાંચ મિનિટ કરતા પણ ઓછા સમયની હતી,પણ જો તમે કોલેજ પછી વિવાહિત થવા માંગતા હો તો,અમારી બેન ચંદાની ઈચ્છા છે,જો કે તેના હાવભાવથી મેં તેને દબાણ કરીને પૂછી લીધું હતું અને કાલે તો તમે જતા રહેશો એટલે તે કહેતી હતી કે તમે કોલેજમાં ભણો છો અને ચંદા બહુ ભણી નથી,એટલે એ વાત નો કોઈ અર્થ નથી.કાકાની પણ ઉમર થઇ એટલે તેમની પણ ચંદાને સારા ઘરમાં વિવાહિત કરવાની ઉગ્ર ઈચ્છા છે,ચંદા તો પોતાની વાત નહિ કહે એટલે મને થયું કે આવ્યો છું અને યોગ્ય વ્યક્તિ છો તો જણાવતો જાઉં,કોઈ દબાણ નથી,ના ગમતું હોય તો કઈ વાંધો નહિ.દરેક દરેકના નસીબ"

ઊંડા વિચારમાં ઉતરી ગયેલા સુધીર અને એક ભાઈ તરીકે બેન માટે વાત કરી રહેલો ગંભીર માણસ ને જવાબ તો આપવો જ પડે,એટલે સુધીર બોલ્યો,

"ચંદા સુંદર છે પણ મારુ કુટુંબ ફક્ત બે વ્યક્તિનું છે હું અને મારી માં,માં ફેક્ટરીમાં કામ કરે છે,એટલે પૈસે ટકે,અમે મીડીયમ વર્ગના કહેવાય,માની પણ ઈચ્છા મારા વિવાહ જલ્દી થાય તેવી છે,અને કોલેજમાં મારે એવી કોઈ ખાસ દોસ્તી નથી ,પણ આ હકીકત છે, મને પણ ચંદા, તેની મજબૂતાઈ અને આંખોના તેજને જોતા જ ગમી ગઈ હતી,પણ એવી હિમ્મત થોડી કરાઈ,એટલે તમે મારા મનની વાત કરી છે."અને યુવાન હસ્યો અને ઉભો થયો,

"હમણાં જ પૂછી લઉં, મારી બેન છે.'હા' હોય તો નક્કી, ખરું.?"અને જવાબમાં સુધીર કઈ ન બોલ્યો પણ માથું નમાવી હકાર ભણી.

ફરી એકવાર ચંદાના બારણે ટકોરા પડ્યા ,બારણું ખુલ્યું,હસતા ભાઈને જોઈ ચંદા સમજી ગઈ ,શરમાઈ ગઈ ,વાત થઇ, સંમતિ થઇ, એ રાત તો ખુશીની રાત તરીકે પસાર થઇ ગઈ પણ પછી કાકાના આવ્યા પછી જે થવાનું હતું તે થયું અને આમ વેરાનીમાં ચંદાના પ્રકાશનો સ્ત્રોત એક ભૂલા પડેલા મુસાફર સુધીર સાથે જોડાઈ વહેતો થયો.

સંપૂર્ણ

-મહેન્દ્ર ભટ્ટ.