કોઈ તો બતાયે... ભાગ-૨ Mahendra Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કોઈ તો બતાયે... ભાગ-૨

કોઈ તો બતાયે.....

(નવલિકા)

ભાગ-૨

મહેન્દ્ર ભટ્ટ

"પાણી તો સામે છે, પણ મોહન પાણી વગર પણ રહેતા શીખવું પડશે, કેમકે અહી જંગલમાં દુર દુર સુધી પાણી નહિ મળે, ગમે એમ પણ હવે આપણે અમારી વસ્તીથી ખુબ નજીક છીએ, પેલી નાની પહાડી વચ્ચે અમારી વસ્તી છે, "

"કઈ વાંધો નહિ બાબા, થોડીવાર પછી, "પણ તેણે જોયું કે બાબાની આટલી ઉમર હોવા છતાં તેમને કોઈ તકલીફ દેખાતી ન હતી, નહીતો મને જે થાક લાગે તેના કરતા તેમને વધારે લાગવો જોઈએ, પણ ખબર નહિ તેને બહુ વિચારવું નહોતું કેમકે હવે અહી તે પોતે એક અજાણ મુસાફર હતો અને હવે લગભગ બધુજ તેના માટે નવું હતું.

અંતે પહાડીના રસ્તે ચઢાણ શરુ થયું, થોડુક ચઢ્યા અને વસ્તીની ઝુપડીયો દેખાવા માંડી, થોડાક આગળ વધ્યા એટલે વસ્તીના કુતરા ભસવા માંડ્યા, ચેતવણીના કોઈક પગલાં પ્રમાણે છોકરાઓનું એક ટોળું વસ્તીના પ્રવેશ પાસે ભેગું થતું દેખાતું હતું , બાબાએ મોહનને જણાવ્યું, "જો, હવે આપણે આવી ગયા, એક વસ્તુની કાળજી રાખજે કે સુંદરી થોડી તેજ છે, એટલે થોડું સાંચવી લેજે, બાકી બીજું બધું પહોચી વળાશે"મોહને બાબાની ચેતવણી માથે ચઢાવી, બાબાની નજર પડી ત્યારે ડોકું ધુણાવી હકાર ભણ્યો, પણ મન વિચારે ચઢ્યું બાબા વારેઘડી સુંદરીની વાત કરતા હતા, એટલે કોઈક હેતુ તો જરૂર હતો, કદાચ બાબા મોહનને સુંદરી માટે એક ભાવી સાથી તરીકે બિરદાવી એક મોટી જવાબદારી પૂરી કરવાનો તેમનો ઇરાદો હોય અથવા સુંદરી

વસ્તીમાં એક વધારે પડતી ગુસ્સો કરનારી વ્યક્તિ હોય પણ બાબા મોહનને દરેક પગલાં ઉપર સાવધ જરૂર કરી રહ્યા હતા, એટલે આ

વસ્તી મોહન માટે એક મોટી ચેલેન્જ હતી, પણ હવે સામનો કર્યા સિવાય કોઈ બીજો કોઈ રસ્તો ન હતો, કેમકે વસ્તીની તે ખુબ નજીક હતા,

"જો બેટા, આ વસ્તીમાં તને ગુજરાતીમાં કોઈ સમજી નહિ શકે, સુંદરી મારા લીધે થોડું જાણે છે, વસ્તીને વસ્તીની ભાષા છે, એટલે વસ્તી તને હિન્દીમાં સમજી શકશે, સુંદરીની મદદથી વાંધો નહિ આવે, "

અને આ રીતે બાબા સુંદરીનું નામ મોહન સામે મુકતા રહ્યા, થોડુક ચાલ્યાને વળી પાછા ઉભા રહ્યા

"આ વસ્તીમાં બેટા તું ક્યા સુધી રહીશ એતો ખબર નથી, પણ તું એક નવજવાન છે અને સુંદરીની માફક તારી ઉમરનું મોટું ગ્રુપ અહી છે, હવે રોજ મળવાનું થશે, હું તો બહાર હોઈશ પણ સુંદરીને કહીશ તે તને મદદ કરશે, "

"પણ બાબા મને તમારી સાથે લઇ જજોને હું તમને હેરાન નહિ કરું, "

"મારી સાથે, જોખમો વચ્ચે મારું કામ છે અને હું તને ઘાયલ કરવા નથી માગતો, ઈજા થવાથી મોટી તકલીફ ઉભી થઇ જાય, તું જુવાન છે, અને મને ખાતરી છે બે દિવસમાં તું મને ભૂલી જઈશ, "

"નાં બાબા, એવું ન બને, પણ તમે કહેશો એમ કરીશ, "મોહને બાબાને ખાતરી આપી

"અને એક બીજી વસ્તુ, હું એક બાપ છું એટલે કહું છું, સુંદરી તેજ છે પણ પરખ થતા તે એક સારી દોસ્ત બનતા વાર નહિ લગાડે, એ ન ભૂલતો" અને હવે મોહનને ખબર પડી બાબા શું કહેવા માંગે છે, બહુ સીધી વાત હતી પણ દરેક બાપની માફક બાબા પણ જેટલું કહેવાય એટલુજ કહી શકતા હતા, મોહન દોસ્તીના અનુભવમાંથી પસાર થઇ ચુક્યો

હતો, એટલે અહી શું થશે એતો પરિસ્થિતિ બતાવશે પણ હાલ તો બાબાનો ઉપકાર માની બાબાની વાત તે શાંતિથી માથે ચઢાવી રહ્યો હતો, મોહન જાણતો હતો નસીબ દરેક વખતે તેની સાથે રમત કરતુ હતું, પણ તે હારે તેવો ન હતો, છૂટી ગયેલી વસ્તી અને નવી જોડાતી વસ્તીની કેડી હવે થોડીક મીનીટોમાં પૂર્ણ થવાની હતી, નવી વસ્તીના આદરને માન આપી પ્રવેશ નક્કી હતો, બાબા આગળ હતા તે પાછળ ચાલી રહ્યો હતો, ચઢાણ પૂરું થતા હવે નવા લોકો મળશે , નવા સબંધો જોડાશે, હવે બાબા રોકાતા ન હતા અને તેમના ચહેરો હવે એક ઉપરીની ઝાંખી કરાવતો હતો, અને જંગલની કેડી વસ્તીમાં ભળી ગઈ, લોકો એ નીચા નમી બાબાનું અભિવાદન કર્યું અને નવા જુવાનને ટીકી ટીકીને જોવા માંડ્યા, પણ બાબાની પાછળ પાછળ મોહન ચાલતો રહ્યો એક બે વડીલ બાબાની સાથે જોડાયા, બધા લગભગ આદિવાસી પોશાકમાં હતા અને દરેકના માથા ઉપર બાંધેલી રીબનમાં પક્ષીયોના જુદા જુદા રંગના પીછા ખોશેલા હતા, નવો અનુભવ હતો, પણ વસ્તી ખુબજ તંદુરસ્ત દેખાતી હતી, સ્ત્રીઓ પણ આદિવાસી પોશાકમાં હતી, કોડીની માળા કે છીપલાની માળા અને કાનમાં પણ એવાજ લટકણીયા લટકતા હતા, યુંવાન અજાણ હતો એટલે ફક્ત બાબાની પાછળ ચાલ્યો જતો હતો, એક ફક્ત સુંદરીનું નામ બાબા તરફથી તેણે જાણ્યું હતું અને તે હિસાબે તેની નજર ક્યાંક યુવતીઓ પર અટકી જતી હતી, પણ તે ગ્રુપમાં હસતી યુવતીઓએ એક યુવતીને ધક્કો માર્યો, અને બધાની નજર તે તરફ ફેરવાઈ એટલે હાસ્યની એક ઝલક ટોળામાં પ્રસરી ગઈ અને મોહન શરમાયો કેમકે બધા તેને ટાંકી ટાંકીને જોતા હતા, હજુ તો પ્રવેશ કર્યો છે ને આવી દશા તો બધામાં કેમનું ભળાશે, આ ટોળું તેને ભાગાડ્સે તો નહીંને, મોહન વધુ ચિંતા કર્યા વગર બાબાની પાછળ પેલા બે વડીલ સાથે ઘરમાં પ્રવેશ્યો, ત્યાં કોઈ સ્ત્રી પાત્ર ન હતું એટલે તેણે અનુમાન કર્યું યુવતીઓના ધક્કાનો ભોગ બનેલી યુવતી જરૂર સુંદરી હતી, અને તે બનાવ તેના અનુસંધાનમાં હતો એટલે પરિસ્થિતિ હવે વધુ નાજુક થશે તે નક્કી હતું, નવું સ્થળ નવા માણસો અને નવા સ્થાનમાં પ્રવેશ કરતો મોહન, નાનું પ્રવેશ ધ્વાર, નીચા નમીને ઝુપડીમાં પ્રવેશ, દોરીની ભરેલી ખાટલી પર બાબા સાથે, પેલા બે વડીલોનું બેસવું, બીજો કોઈ ઓરડો નહિ, અને પહેલો વિચાર, આ સતત ખીજવાતી છોકરી સાથે એકજ રૂમમાં કેમનું રહેવાશે, ઝંઝાવાતી ક્યારેય મોહનને શાંત થવા નહિ દે, અત્યાર સુધી વડીલો સાથે સતત ચર્ચા કરતા બાબા તેમની ભાષામાં બોલતા હોવાથી કઈ ખબર પણ પડે નહિ કે શું વાત કરે છે, અને બીજો વિચાર જ્યારે પેલું તોફાની ટોળું તેના ઉપર આક્રમણ કરશે ત્યારે કઈ ભાષા હશે, અને આ છોકરી કે જેને ગુસ્સો આંખોના કિનારે લાલ ઘૂમ થઈને બેઠો હોય, તો અહી કેમનું શાંત રહેવાશે, પણ અકરાતા મોહનના મનને શાંત કરતો ત્રીજો વિચાર, જ્યાં હજુ આ સુંદરી નામનું પાત્ર સામે પણ આવ્યું નથી ને આટલું બધું વિચારવાનું, અત્યાર સુધી એકલો હતો અને હવે માયા પગ પેસારો કરતી હતી તો કરવા દો પડશે તેવી દેવાશે, મનમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને ખબર ના પડે પણ, તેનું પ્રતિબિંબ જ્યારે ચહેરા ઉપર ઝીકાય ત્યારે એ ચહેરો એક્સોને એક ટકા ચાડી ખાય જ, ચર્ચામાં રત થયેલા બાબાએ વચ્ચે સમય કાઢી મોહન તરફ જોયું, બાબા ઉપરી હતા એટલે અહીના વસ્તીના સવાલોની આપલેમાં સતત વ્યસ્ત હતા, પણ મોહનનો તેમને ખ્યાલ હતો એટલે તે બોલ્યા,

"કેવું લાગે છે બેટા, અહી બધા આપણા જ છે એટલે બહુ ચિંતા ન કરતો ગરમા ગરમી થશે તે પણ મિત્રો વચ્ચેનીજ હશે એટલે તે આવશે તો પણ ટકશે નહિ, તને બધા સાથે ભળતા વાર નહિ લાગે, "અને બાબાની

વાત શાંતિથી સાંભળતો મોહન બોલ્યો

"બાબા હું બધાને પાણી આપું, "અને બાબા તરત બોલ્યા,

"એની ચિંતા ન કર બેટા, અહી બધા ટેવાયેલા છે જાતે લઇ લેશે, અને હમણાં સુંદરી આવી સમજ, " અને પેલા બે વડીલમાથી એક વડીલ બોલ્યા "ઝંઝાવાતી હૈ હમારી સુંદરી, કોણ જાને કોણ વિવાહ કરેગા ઉસ તોફાનસે, બચતે રહેના બેટે"અને મોહન સમજ્યો કોઈને ગુજરાતી આવડતું ન હતું પણ પ્રેમ ની કોઈ ભાષા ન હોય તેમ બાબા સાથે સુંદરીની ટીખળ કરતા ત્રણેય ખુલ્લા મને હસતા હતા, અને આમ સુંદરી આવી પણ પગ પછાડતી કઈ બન્યું હોય તેમ બબડવા માંડી મોહન જોતો રહ્યો અને વડીલો તેની સામે મઝાક સાથે હસતા રહ્યા, અને એજ મુદ્રામાં બાબા બોલ્યા તેના જવાબમાં રાતી પીળી થતી આ છોકરીને મોહન જોઈ રહ્યો, વડીલોની હાજરીમાં હાથ ઊંચા નીચા કરતી ખીજ્વાતી છોકરી મોટે મોટેથી બોલી રહી હતી, ભાષામાં ખબર નહોતી પડતી પણ એક વડીલની આંગળી મોહન બાજુ પણ ચિંધાઈ અને તે ખુબ ખીજવાઈ, વડીલો અસરવિહીન હસતા રહ્યા, શું તેમનું હસવાનું આ નાજુક છોકરીને હેરાન નહિ કરી મુકે, મોહનના દિલમાં આટલા બધા વચ્ચે તેને માટે લાગણી થઇ, પણ શું કરી શકાય, તે એક અનજાણ મુસાફિર, શું કરી શકે, તેમની ભાષા, પણ ક્યારેક ક્યારેક તેના તરફ થતા ઇશારા એ જરૂર બતાવતા હતા કે જે કાઈ કહેવાય રહ્યું હતું અને આ તોફાન હતું તે તેને અનુલક્ષીને જરૂર હતું એટલે સુંદરીની આ સ્થિતિમાં તે પોતે જરૂર જવાબદાર હતો, બહુ દબાણ થતા મોહન શું કરવું સમજી ન શક્યો એટલે એને ખબર પણ પડી નહિ અને તે ઝુપડીની બહાર ઘડીક વાર માટે જતો રહ્યો, અને દ્રશ્યનો તખ્તો ફેરવાયો ઘડીક વાર માટે બધું શાંત થઇ ગયું અને બાબા ઉભા થઈ મોહનની પાછળ બહાર આવ્યા અને બાબાનો હાથ તેના ખભા પર છવાઈ ગયો,

"મોહન અહી કઈ તને પરેશાની થાય તેવું નહિ બને, પણ હું પણ એક બાપ છું, આ બધી હસી મઝાકમાં હું સુંદરીને સતત જોતો હતો અરે તેના દરેક ભાવનું નિરિક્ષણ કરતો હતો, તે એક યુવતી છે એટલે સહેલીયોની મઝાકથી તે પરેશાન છે પણ તારા તરફ નારાજગી મને દેખાતી નથી, બેટા એક વાત કહી દઉં કે જો તને તેના તરફ કોઈ રૂચી હોય તો હું તેને એક સારા સબંધમાં ફેરવવા ઈચ્છું છું , કોઈ દબાણ નથી, મારી વસ્તીનો થોડો વિરોધ થશે પણ દીકરીને સારું સ્થાન મળતું હોય તો બધું સહન કરી લઈશ, હવે તારે નક્કી કરવાનું છે, હું એક તરફી નિર્ણય નહિ લઉં, પણ સુંદરીને પણ સ્પષ્ટ પૂછી લઈશ,

એટલે એટલું નક્કી થયું કે મોહન બાબા માટે ખુબજ અગત્યનો હતો,

“તારા માટે કોઈને સવાલ નથી, બસ બેટી બેટાઓની

રમુજ કરવાની અહીના વડીલોની ટેવ છે, એટલે ખીજવાતી સુંદરી શાને માટે ખીજવાઈ તે શોધવાનો અમારો પ્રયત્ન હતો, આ બધું અહી સામાન્ય છે, તને સમજવામાં તકલીફ પડશે પણ સમજાશે પછી તું પણ મજા લેતો થઇ જઈશ, ”અને મોહન કઈ ન બોલ્યો પણ બાબાની વાતનો સ્વીકાર કરી તે ફરીથી અંદર આવ્યો, પણ પછી બાબા સિવાય બધા તેને ટગર ટગર જોવા માંડ્યા, આખો દેખાવ બદલાઈ ગયો, તેણે નોધ લીધી કે અત્યાર સુધી નજર બચાવતી સુંદરીએ પણ તેના તરફ જોઈ લીધું, હવે તે ગુચવાયો, કેમકે પોતાના બહાર જવાથી બધાને સહન કરવું પડ્યું, તેનો સ્વભાવ કોઈને પરેશાન કરવાનો ન હતો એટલે તે હેરાન થઇ ગયો, તે માફી માંગે તે પણ વ્યાજબી ન હતું, સુંદરીના જોવાથી દિલે ઊંડાણમાં ડૂબકી જરૂર મારી લીધી, ખબર નહિ પણ કોણ જાણે કેમ તેને થોડું ગમ્યું, તે માટીની ઓટલા જેવી બેઠક ઉપર બેસી ગયો, પહેલી વખત તેને કોઈકે જોયો, નજર હતી, આંખો હોય એટલે બધું જોતીજ હોય પણ

જ્યારે તેમાં લાગણી ભેળવાઈ ત્યારે તેની અસર અથડાતી અથડાતી દિલના ઉંડાણે હથોડા ઝીકે અને ધડકનો ત્યાંથી એવી ધબકે કે ત્યાંથી કઈ અસરો લઇ તેજ રીતે અથડાતી આંખોને સહારે વહેતી સાગરના મોઝાની માફક કોઈકની દીવાલે અથડાઈ અને કદાચ પ્રેમનો જન્મ થાય, ખબર નથી પણ તે સમયે કોઈ, કોઈ મટીને પોતાનું બને. મોહનના બહાર નીકળી જવાથી પલ માટે તો સોપો છવાઈ ગયો, બાબાને યુવક ખુબજ માન આપતો હતો, પણ સુંદરીના પ્રવેશ પછી સતત ચાલતી ચર્ચામાં તેના તરફ સ્થિર થતા દરેકના ઇશારા તેને મૂઢ બનાવતા ગયા , શું કરવું તે સૂઝ ન પડતા તે બહાર નીકળી ગયો, બાબા ની બારીકાઈથી જોતી નજર માં સુંદરીની છબી સમાઈ ગઈ, તેમની ભાષામાં થતી વાતોથી મોહનને ખબર નહોતી પડતી પણ તે જોઈ શકતો હતો, બધી ચર્ચા તેના તરફ ઢોળાતી હતી, સુંદરી ખુબજ પરેશાન દેખાતી હતી અને વડીલો તેની વાતને હસી મઝાકમાં બદલી તેને વધુ પરેશાન કરતા હતા, સુંદરી કોઈ ફરિયાદ કરતી હતી, અને તેના અનુસંધાનમાં એક વડીલ ત્યાંથી બાબાના કહેવાથી બહાર ગયા, બહાર જતા આ વડીલ થોડા પરેશાન હોય તેવું મોહને અનુભવ્યું, થોડીવાર માટે કદાચ આમ એકદમ કરેલી નારાજગી તેને પસંદ ન આવી, પણ તે એક મુસાફર હતો, બાબા સિવાય હજુ કોઈની સાથે તેનું અનુસંધાન ન હતું અને આ સુંદરીનો પ્રવેશ, તે પોતે કેટલો એકલો હતો , પોતાની વસ્તીમાં પણ પોતાના સ્વભાવને લીધે સમાજ છોડવો પડ્યો હતો, ત્યાં પણ તેને ચાહવાવાલા હતા, સબંધો તો બાંધવાજ પડેને નહિ તો જીવન એકલું કેમનું પસાર કરાય અને તેની કોઈ ઉંમર ન હતી, હવે વારેગડી આવી ભૂલો કરીને હેરાન થવા કરતા શાંત થવા ની જરૂર હતી , અહી બધા નવા હતા, બાબાની પાછળ તે ખેચાઈ આવ્યો હતો, રસ્તામાં બાબાની સહાયથી તો તે અહી સુધી આવ્યો છે, પછી આટલો ગુસ્સો સારો નહિ, જીવન રોકાવાનું નથી, ક્યારે ટુકાશે તેની કોઈ ખબર નથી, પછી શા માટે નિશ્ચિત બનીને ન જીવવું, તેનું મન આવા કોઈ વિચારે થોડું શાંત પડ્યું, બહાર ગયેલા વડીલ થોડા સમયમાં એક યુવતી સાથે પ્રવેશ્યા અને બધાની નજર તે તરફ સ્થિર થઇ, સુંદરીથી થોડી નાની ઉમરની આ યુવતી બિલકુલ લાગણી વિહીન મુધ્રામાં હતી, વડીલો વચ્ચે તેને કોઈ મુઝાવા જેવું લાગતું ન હતું, તે સુંદરી બાજુ પણ ન ગઈ અને વડીલ સાથે જ એક ખાટ પર બધા બેઠા હતા ત્યાં બેસી ગઈ, પણ મોહને જોયું તો સુંદરીની નજર તેના તરફ હતી અને સુંદરી નારાજ દેખાતી હતી, મોહનને એવી સમજ હતી કે પોતે અહીની એક નવી વ્યક્તિ હતી અને તેના હિસાબે તો આ બધું થઇ રહ્યું હતું તો ક્યારેક આ યુવતી પણ તેના તરફ જોશે એટલે તે નજર બચાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ એવું કશું બન્યું નહિ, યુવતીનો પ્રવેશ કોઈ ગુનેગાર નો પ્રવેશ નહોતો, પણ બાબા એક ઉપરી વડીલ હતા એટલે સમાધાન માટે આવી ક્યારેક જરૂરત પડે ત્યારે કોઈ પણ બાબાના બોલાવા પર આવી જતું અને તેમ આ યુવતી પણ આવી હતી, વસ્તી હતી, બધા એક બીજાના કુટુંબીજ હતા, પણ વસ્તી હોવાથી વ્યવસ્થા જળવાઈ તેના માટે આ બાબાની આગેવાની નીચે એક નાની વ્યવસ્થા હતી, વસ્તીના કોઈ પણ નાના મોટા પ્રશ્નોનું અહી નિરાકરણ થતું, યુવતીને સુંદરીની ફરિયાદે બોલાવવામાં આવી હતી, મિત્રો વચ્ચે આવી મઝાક તો ઘણી વખત થતી પણ યુવતી અને સુંદરીની નજરોમાં તફાવત એટલોજ હતો કે સુંદરી હજુ યુવતી ઉપર નારાજ હતી જયારે યુવતી ઉપર તેની કોઈ અસર ન હતી, જ્યારે આ યુવતી એ મોહન બાજુ ન જોયું ત્યારે મોહનને નવાઈ લાગી પણ બીજો પ્રશ્ન એવો હતો કે શા માટે બધાની નજર તમારી તરફ થાય, તે પોતે અહી નવો હતો અને સહુથી પહેરવેશ અને દેખાવમાં જુદો પડતો હતો, પણ તેથી સહુને તેની અસર થવી જોઈએ એવું કઈ રીતે માની લેવાય, તે પોતે કદાચ એવું વિચારતો હોય પણ છેલ્લે તો તો એક સામાન્ય વ્યક્તિ હતો, પણ આવો ભાવ જ્યારે સરખી વ્યક્તિઓ ભેગી થાય ત્યારે કદાચ ઉત્પન્ન થતો હશે, ત્યારે કદાચ વ્યક્તિનું મન તેને પ્રભાવિત દેખાડવાનો પ્રયત્ન કરતુ હોય, ગમે એમ પણ આ બધું સામાન્ય છે, બાબાએ મોહનને સારો કહ્યો એટલે બધી વસ્તી તેમ માની લે તેવું કેવી રીતે કહેવાઈ, વડીલો માને પણ સરખી વ્યક્તિમાં તો ખેચતાણ રહેવાની, અને મોહન તેમાંથી બાકાત ન હતો, બાબાએ યુવતીને હસીને આવ્કારીઅને યુવતીએ માથું નમાવી તેને માન આપ્યું, સાથે પ્રશ્ન આવ્યો, બાબાએ પૂછ્યું

"બેટા, સુંદરી કહતી હૈ, તુને ઉસે જોરકા ધક્કા દિયા, ઉસ બાતસે વો નારાજ હૈ, તો તેરી ક્યા રાય હૈ?" યુવતી હસી

"બાબા હમ સહેલી હૈ, ઐસી હરકતે તો પહેલે ભી હુયી હૈ, દીદી પહલે કભી નારાજ નહિ થી, દીદી પાસમેં થી તો મૈને ઉનસે મઝાક કર લી ઔર ન હોત તો ભી ઐસા હોતા, અગર ફિર ભી દીદી નારાજ હૈ, તો જરૂર કોઈ બાત હૈ, મુઝે દીદીસે માફી માગનેમે કોઈ હર્ઝા નહિ હૈ."અને યુવતીએ સુંદરી તરફ જોઈ સ્માઈલ કર્યું

"દેખો બેટા, માંફીકા કોઈ સવાલ નહિ હૈ, સુંદરી બેટી હૈ તો તુભી મેરી બેટી હૈ, લેકિન સમાધાન હોના જરૂરી હૈ, ઐસે દોનો બહેનો મેં અંતર પડ જાતા હૈ, તુમ છોટી હો તો બડી બહેન કા માન રખા કરો"અને યુવતી ઉભી થઇ સુંદરી તરફ ગઈ, પણ સુંદરી ત્યાંથી ખસી ગઈ,

"દીદી અભીભી તું મુઝસે નારાજ હૈ, મગર આયા હુઆ યુવાન અબ યહાંસે કહી જાનેવાલા નહિ હૈ એ તો સાફ દિખતા હૈ."અને યુવતી સુંદરીને વળગી પડી સુંદરી પક્કડ છોડાવતી બોલી,

"યહી બાતસે મૈ તુઝસે નારાજ હું, બાત બાતમે મઝાક કિયા કરતી હૈ"અને આમ ધુધવાયેલું વાતાવરણ કૈક કરતા શાંત પડ્યું, પછીતો ચાને ન્યાય આપતા વડીલોની આંખો ઠરી જ્યાં સુંદરીના ચહેરા ઉપર ઉપસેલી લાલીમાંને, યુવતી નાજુક આંગળીયોથી હેરાન કર્યા કરતી હતી, યુવાનને ચા આપવા જતી સુંદરી પાસેથી કપ લઇ લેતી યુવતીથી

માંડ છલકાતી ગરમ ચા થી બચાવ કર્યો અને કપ આપી દીધો પણ એક હળવી ટપલી યુવતીના માથા ઉપર આવી ગઈ, અને યુવતી તોફાને ચડી યુવકને કપ આપતા બોલી,

"યે લો ચાય ગરમ, ઔર કહેના મત ભૂલના કૈસી હૈ, જો સુંદરીને બનાયી હૈ "અને સુંદરીના હોઠ બીડાયા, પણ વાતાવરણમાં હાસ્ય હતું, સુંદરીને નારાજ્ગીમાં પણ સ્માઈલ કરવું પડ્યું, યુવતી જાણે ખરેખરો બદલો લઇ રહી હતી પણ યુવતીને જવાબ આપતા યુવાન બોલ્યો,

"ક્યા નામ હૈ આપકા"અને તોફાની યુવતી ભડકી, વડીલોની નજર યુવાન તરફ ઠરી અને સુંદરી પણ નવાઈ પામી પણ તેના ચહેરા ઉપર કોઈ અજાણી લાગણી હતી તેની તેને પણ ખબર ન હતી, યુવતીની તોફાની ચાલ વડીલોની હસીને હાસ્યમાં ફેરવતી ગઈ અને તોફાની જવાબ હતો

"ચમેલી, હા જી ચમેલી, ખુસ્બુદાર ચમેલી, લેકિન .."વાક્ય પૂરું થતા પહેલા યુવક બોલ્યો

"હા તો ચમેલી, એ ચા મીઠી હોગી યા કડવી, હંમે દોનો પસંદ હૈ, ઔર વોહી જવાબ હૈ"અને તોફાન ન શમ્યું

"અચ્છી બાત હૈ, બાબા લીખ લેના..."અને હાથ ઊંચા નીચા કરતી ચમેલી સુંદરી પાસે ગઈ

"જી મહારાની, આપને ભી સુન લિયા, સબ ચલેગા, મગર હમ ભી ..."અને વાક્ય પૂરું થાય તે પહેલા સુંદરી હાથ પકડી તેને બહાર ઘસડી ગઈ જેમાં તેનો અવાજ હવામાં છૂટતો ગયો

"મગરકી બચ્ચી...."પરાણે ઘસડાતી ચમેલીને વડીલોના હવામાં ઊંચા થયેલા હાથ હાસ્યને ફરકાવી

કોઈ સાચી મહોર મારતા ગયા, કોઈ નવી જોડીના સંચારની સ્થિતિ બની, બહાર ઘસડાતી ચમેલી જોર કરીને સુંદરીને વધારે તોફાન માટે ઝુપડીમાં ખેચી ગઈ હોત પણ તે પણ જાણે બનતી જોડીને તોડવા ઈચ્છતી ન હતી, બહાર બંને સહેલીયો તોફાન મસ્તીમાં ખોવાઈ અને અંદર સહુના ચાના સબ્કારા નાં અવાજ સાથે મોહન નો સ્વીકાર થયો, મોહન હવે એક મુસાફર ન હતો, એક વસ્તીનો સહભાગી હતો, જેનો બાબાના ચહેરા ઉપર સીધો સંકેત હતો, વિચારના ઊંડાણમાં ખોવાયેલો મોહન આવતી અનેક સમ્શ્યાના સમાધાન માટે તૈયાર હતો, બીજે દિવસે યુવાનોનું ગ્રુપ એક પર્વત ઉપર જવાનું હતું, જેને વડીલોની મંજુરી મળી ગઈ હતી, નિશાન હતું કીમતી પથ્થરની શોધ, પહેલા પણ આ યુવાનો ઘણા પથ્થર શોધી લાવ્યા હતા, દરેકને સારા પૈસા મળ્યા હતા, આ વખતે ગ્રુપમાં નવા સાથી મોહન સાથે સુંદરી અને ચમેલી પણ હતા, મોહન ગ્રુપમાં નવો હતો પરંતુ એકલો ન હતો હવે સુંદરી અને ચમેલીનો તેને સાથ હતો, બાબાને નવી દોસ્તીથી કોઈ ફરિયાદ ન હતી, મોહન બહુ ઝડપથી વસ્તી સાથે ભળી ગયો, હવે તે અનુભવી રહ્યો હતો સહુ તેને માનથી સ્વીકારતા હતા, તીર કામથા અને ખોદવાના નાં સાધનો સાથે સજ્જ થયેલું ગ્રુપ નક્કી થયા પ્રમાણે બીજે દિવસે બાબા અને વડીલોના આશીર્વાદ સાથે એક નવા સાહસ માટે વિદાય થયું, ચમેલીની સહાયથી મોહન સુંદરીની જોડીની નજીકાઇ વધી, ગ્રુપમાં ઘણા અનુભવી યુવાનો હતા એટલે કોઈ ભય ન હતો, પૂરી વસ્તી સાહસિક હતી, વસ્તીની નજીકાઇ કોઈ પણ ભયને પછાડવા માં સમર્થ હતી, પર્વત ઉપર સીધા ચઢાણ હતા ત્યારે મોહન પાછો પડતો પણ યુવાનોની સહાયથી કોઈ તકલીફ ન હતી, એક વખત તેને એક પથ્થરની ધાર ઈજા કરતી ગઈ, તેને લોહી નીકર્યું પણ સુંદરીએ તરત બાંધણીમાંથી ચિંદડી ચીરી બાંધી દીધી , પાછળ આવતા યુવાને તે પથ્થર જોયો અને ખોદી કાઢ્યો તે એક મોટો પીળો પથ્થર હતો જેની ધાર મોહનને ઈજા કરતી ગઈ, ગ્રુપમાં બધાએ જોયો તે એક કીમતી પથ્થર હતો, પેલા યુવાને મોહનને આપી દેવા નક્કી કર્યું કેમકે તેને ઈજા ન થઇ હોત તો કોઈને ખબર ન પડતે, પણ મોહને એનો સરાસર ઇનકાર કર્યો કેમકે તે બરાબર ન હતું, અને તેનાથી તેને ખુબજ માન મળ્યું, સહુએ તેનો સ્વીકાર કરી વધાવ્યો, અને બીજા ઘણા પથ્થરો મળ્યા ગ્રુપ એક નવા આનંદ સાથે સાંજ થતા ખુબ કમાઈ સાથે પાછું વર્યું, મોહનની ઈજા સિવાય બીજો કોઈ બનાવ ન બન્યો પણ તેથી સુંદરી ખુબ નજીક આવી, સુંદરીની ઝોળીમાં પણ ઘણા પથ્થર હતા, તે ખુબ ખુશ હતી અને ચમેલી તેની ખુબજ નજીક ની સહેલી હતી તેની ખુબ સહાય અને ગ્રુપના સ્વીકાર સાથે વસ્તીએ મોહન સુંદરીની જોડીનો સ્વીકાર કર્યો, કુળની માતાની ટુક પાસે વસ્તી એક વખત ભેગી થઇ અને મોહન સુંદરીને વિધિસર વિવાહિત કર્યા બાબા અને વડીલોના આશીર્વાદ મળ્યા પણ ચમેલીનું તોફાન એવુંને એવું રહ્યું તેને બનતી જોડીના અનુસંધાનમાં ચીસ પાડી અને મોટેથી હસી, વસ્તી ચમેલીને સારી રીતે જાણતી હતી, તે તોફાની પહેલેથીજ હતી,

"કોઈ તો બતાયે...."તેની ચીસ પર્વતની દીવાલોમાં અથડાઈ પાછી પડી,

તેનો કદાચ કહેવાનો અર્થ હશે કે "કોઈ તો બતાયે કે અબ હમાર ક્યા હોગા " અથવા"કોઈ તો બતાયે યે કૈસે હુઆ".જો પડઘાતી આ ચીસ માં દર્દ હોય તો સહેલી પણ મોહનમાં ઘેલી છે ને તેની ચીસ ઈર્ષ્યાની ક્રૂરતાનું પરિણામ છે તો જરૂર મોટું નુકશાન છે, એનો અર્થ "કોઈ તો બતાયે એ કયું હુઆ..."

સમાપ્ત